Polishne tolina shashtang dandvat pranaam in Gujarati Comedy stories by Bipinbhai Bhojani books and stories PDF | પોલિશને તોલીના શાષ્ટાંગ દંડવત પ્રણામ

Featured Books
Categories
Share

પોલિશને તોલીના શાષ્ટાંગ દંડવત પ્રણામ

પોલિશને તોલીના શાષ્ટાંગ દંડવત પ્રણામ
ભાદો, ભાદો, ભાદો પોલીથ આવી ભાદો ! બધા જ આમથી તેમ, તેમ થી આમ ભાદવા માંડ્યા ! જાણે કે બધા જ તોઈ દુનેદાર (ગુનેગાર) ના હોય ! મમ્મી મમ્મી , પપ્પા પપ્પા બધા કેવા પોલીથ ને જોઈને ભાદતા હતા ! તોઈ દેલીમાં (ડેલીમાં) ઘુથી (ઘૂશી) ગયું , તો તોઈ થેરી (શેરી)માં , તો તોઈ ફળિયામાં , તો તોઈ વળી થનદાથ-બાથરૂમ (સંડાસ-બાથરૂમમા) ઘુથી ગયું ! તોલી ઉર્ફે તોતું એ ચાવલી ચાવલી ભાષા માં પપ્પા સોલી શેઠને ફરિયાદ કરી. પપ્પા આ લોકો તોઈ મોતા દુનેદાર છે કે ભાદમભાદ તરે છે પોલિથને જોઈને !
સોલી શેઠ : દીકરા તોલી આ કોઈ મોટા ગુનેગારો નથી પરંતુ શિક્ષિત-એડયુંકેટેટ બુદ્ધિજીવી પ્રાણીઓ છે ! મારો મતલબ છે કે આ બધા ખૂબ જ ભણેલા-ગણેલા તેમજ કમાયેલા “ અજ્ઞાની બેરોજગારો ” છે એ લોકો ને જ્ઞાન ની જરૂર છે બાકી બધુ તેમનામા છે . એટલેજ સ્તો પોલિશને જોઈને ભાગે છે , દીકરા તોલી !
તોલી : અદનાની બેરોધદારો ?! ઈ વળી થુ ? મેતો આ થબ્દ પેલી વખત તમારા મોધે (મોઢે)થી થાંભળ્યો ! પપ્પા જરા થરખીરીતે તો (કો) , થરખીરીતે તો... તો થબર પડે ને ?
શેઠ સોલી : જો દીકરા તોલી જરા વિચાર-ચિંતનકર, ઊંડો ઉતર તો આઇડિયા આવે કે આ લોકો “ અજ્ઞાની બેરોજગારો” છે. જનરલી માણશે પોલિશથી બીવું ના જોઈએ. પોલિશ કોઈ સાવજ દીપડો નથી કે આપણે તેનાથી બીવાનું હોય ! પોલિશ તો લોકો ની સેવા માટે 24*7 પોતાની ફરજ બજાવે છે ! આપણે પોલિશથી ત્યારે જ બીવું જોઈએ જ્યારે આપણે ક્રિમિનલ હોઈએ , પોલિશ ક્રિમિનલોની દુશ્મન છે !
તોલી : તો શું પપ્પા આ બધા પોલિથને જોઈને ભાદતા હતા તે બધા તિમિનલ (ક્રિમિનલ) છે ? !
સોલી સેઠ : દીકરા તોલી ! એ જ તો હું તને કહેવા માંગુ છું . આ બધા ક્રિમિનલ નથી પણ ભણેલા , ગણેલા, કમાયેલા છે પરંતુ તેવો વર્તન જ એવું કરે છે કે પોતાની જ ગણતરી ક્રિમિનલમાં થાય ! એટલે જ તો હું કહું છું કે આ બધા “અજ્ઞાની બેરોજગારો” છે !
તોલી : હવે હું થમધ્યો પપ્પા તમે થુ તેવા માદો (માગો) છો ! આ અદનાની બેરોધદારોએ એટલું તો થમદવુ જ (સમજવું) જોઈએ કે પોલિથ આપણી પરમમિત્ર છે ! આપણે પોલિથથી નહીં પરંતુ પેલા તોરોનાથી ભાદવું જોઈએ ! ઉલ્ટુ , પોલિથ તો તોરોના ફેલાય નહીં તે માટે થમધાવવા (સમજાવવા) આવે છે ! જ્યારે આ લોકો ઉલ્ટુ તોરોનાથી બીવા કરતાં પોલિથથી બીવે થે ! તમાલ છે ! તમાલના છે આ લોકો ! થીતીત (શિક્ષિત) અદનાની બેરોધદારો !
સોલી શેઠ: દીકરા તોલી ! સાબાશ દીકરા તોલી ! બધુ સમજે છે મારો દીકરો તોલી ! તું મોટો થઈને “અજ્ઞાની બેરોજગાર” ન બનતો , આના કરતાં તો નોકરી વગરના બેરોજગારો સારા ! શું કહેવું છે દીકરા તોલી તારું ?
તોલી : થાવ થાતી (સાચી ) વાત છે પપ્પા તમારી ! એ પપ્પા , ઓ પપ્પા ,ઓ પપ્પા ધુવો ધરા બહાર ધુવો , ધુવો ધુવો જલ્દી ધુવો , ધરા (જરા) બહાર નધર(નજર) નાથીને ધુવો , પેલી પોલિથ જતી રહી છે અને પેલા અદનાની બેરોધદારો (“અજ્ઞાની બેરોજગારો") ધુવો (જુવો) ફરી-ફરીને પાછા બહાર નીકળી આવ્યા છે ધુવો પપ્પા ધુવો !
સોલી શેઠ : હા , હા , હા દીકરા હું બધુ જ જોઈ રહ્યો છું અને એજ તો હુ વિચારી રહ્યો છુ કે – માણસે કોરોનાથી બીવાનુ છે કે પછી પોલિશથી ?! માણશ પોલિશથી બિવે છે કોરોનાથી નહીં ! એટલે જ તો કહુ છુ દીકરા તોલી આ બધા “અજ્ઞાની બેરોજગારો" છે !
તોલી : હા પપ્પા , આપણો દેથ (દેશ ) ત્યારે જ આદળ(આગળ) આવશે, પદતી (પ્રગતિ) કરશે, વિતાથ (વિકાસ) કરશે જ્યારે આ બધા અદનાની બેરોધદારો માં દાન (જ્ઞાન ) આવશે ! નહીં તો પછી ....... જય થી રામ ( જય શ્રી રામ ) તો થે જ ને ?! હે પપ્પા થાતી વાત ને ?
સોલી શેઠ : હા દીકરા તોલી આ અજ્ઞાની બેરોજગારો ને જય શ્રી રામ , જય શ્રી રામ અને જય શ્રી રામ
તોલી : હા પપ્પા થાવ થાતી વાત ! પહેલા તો થો થો ( સો-સો ) થલામ (સલામ) પોલીથને (પોલિશને) અને પછી પોલિથને થાત થાત દંડવત પનામ (શાષ્ટાંગ દંડવત પ્રણામ ) અને પછી તમે તો છો તેમ આ બધા લોતોને જય થી રામ , જય થી રામ અને જય થી રામ ! બીજું શું તરવાનું (કરવાનું) કે તેવાનું (કહેવાનું ) હોય આ લોતો (લોકો) ને , થમજતા જ નથી , થમજતાં જ નથી !
આટલું બોલી ને તોલી ઉર્ફે તોતું ચાવલૂ-ચાવલૂ ,ચાવલૂ-ચાવલૂ ,ચાવલૂ-ચાવલૂ હસી- હસીને બેવળ વળી ગયો !
તોલી ને આટલો નેચરલી હસતો જોઈ ને સોલી શેઠ પણ હસી હસી ને બેવળ વળી ગયા !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( હાસ્ય વ્યંગ તથા લઘુ કથાના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)