1972 ( butko ) in Gujarati Short Stories by Sahilbhai Abbasbhai Sipai books and stories PDF | 1972 ( બુટકો )

Featured Books
Categories
Share

1972 ( બુટકો )


"1972" (બુટકો )

આ એક સત્યઘટના ઉપર આધારિત એક વાર્તા છે. આ વાર્તામાં એક વરસાદની ભયાનક રાતનું વર્ણન કરેલું જોવા મળે છે.. જે સુખી સંપન્ન ગામને એક જ વરસાદની રાતનાં ભયાનક પુરે ઉથલ -પુથલ કરીને ગ લોકોની ખુશીયો છીનવીને વૈરાન કબ્રસ્તાન જેવું એમનું જીવન કરી નાખ્યું છે. શિર્ષક થોડું ન સમજાય તેવું છે.. એના માટે શિર્ષક શું કેહવા માગે છે તે થોડી માહિતી આપી દઉં. (1972 વર્ષની આ એક રાતની વાત છે.. તેમાં (બુટકો ) જે શબ્દ છે.. એ ગામનાં લોકો જયારે 1972 ના વર્ષની કોઈ વાત કરતાં હોય એની સાથે જ "બુટકો " શબ્દ બોલતા પણ એ શબ્દ ના સમજાયો એટલે થોડું ઊંડાણમાં પૂછ્યું તો એ લોકોનું એવું માનતાં હતાં કે. જીવન ગુજારવા અને પેટનો ખાડો પૂરવા માટે જે હતું એ શેરડી ઉપર નિર્ધારિત હતું. અને એક જ રાતમાં બધું છીનવી લીધું.. જેમ કે મોઢામાં મુકેલુ " બટકું "પણ છીનવી લીધું. એ "બટકા " શબ્દમાંથી "બુટકો"શબ્દ ઉતરી આવ્યો છે.. ત્યારથી એ 1972 ના વર્ષને (બુટકો ) તરીકે છે.........
ઈ. સ. 1972 ની આ એક અનોખી ઘટના છે.. એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા દાંતા તાલુકાના ભાંખરી ગામની વાત છે.... ભાંખરી ગામની વાત કરીયે તો. ત્યાં મુસ્લિમ અને હિન્દુ બન્ને હરીભરી ને રહે છે.. ગામની પૂર્વ દિશામાં ગામની સરકારી કોટડી આવેલી છે. અને ત્યાંથી થોડે દૂર ભાંખરી ગામની રોજી / જીવન જીવવાની એક આશા ત્યાં જોવા મળતી હતી ... એ એક કુંવારીકા નદી છે.. નદી ની પોહળાઈ એક કિલોમીટર જેટલી હશે ... ત્યાં એકદમ ગિચોગીચ શેરડીઓ નું ઉત્પાદન થતું હતું ... ત્યાંના લોકો એ જમાનામાં કાચા મકાનોમાં રહેતા હતાં .. તે સમય ના " લોકો ના શરીર એક દમ ખડતલ અને મકાન કાચા હતાં .... અને આજે મકાન એક દમ મજબૂત અને શરીર એક દમ વ્યસનથી ખોખલા થઇ ગયાં છે." એ નદીની શેરડીઓ તેમના જીવનનું એક અનમોલ ખજાનો હતો..એક જીવન ગુજારવાનો એ સહારો હતો..
શેરડી ના રસ થી તેવો ગૉળ બનાવતા . અને આજુ બાજુ ના ગામમાં એ ચાલતાં ચાલતાં વહેચવા જતાં.. અને આ કામથી આજુ બાજુ ના ગામના લોકો પોતાની દીકરીઓ નું સગપણ ભાંખરી ગામના યુવાનો ના સાથે આંખ બંધ કરીને કરી દેતા.... ભાંખરી ગામના માણસો ખુશહાલ જીવન જીવતાં હતાં.. શેરડી નો પાક ભાંખરી ગામની નદી શિવાય . દાંતા તાલુકાના બીજા કોઈ ગામમાં નતો થતો....
આ પાકના વખાણ સાંભળી દાંતા તાલુકાનાં દરબાર બહું ખુશ થતાં.. અને ભાંખરી ગામનાં લોકોને તે આદર અને સન્માન આપતા હતાં.. અને દાંતાના દરબાર હંમેશા ભાંખરી ગામનાં લોકોની મદદ પણ તે કરતા હતાં. એક કેહવત છે ને.. " ખ઼ુદા જબ દેતા હૈ. તો છપ્પન ફાર કે દેતા હૈ.. જબ છીનતા હૈ. તબ પહને હુયે કપડે ભી છીન લેતા હૈ " ""
આવી હાલત એ ભાંખરી ગામના માણસો ની થઇ.. બીજા દિવસે સવારે ફોરેસ્ટ ખાતાના સાહેબ આવ્યા અને ભાંખરી ગામને શેરડીનું સારું એવું વાવેતર જોઈને એ માટે ઇનામ દાંતા દરબાર જોડે થી આપવાની વાત રજુ કરી... બીજા દિવસે દરબાર ભાંખરી ગામમાં આવવાના હતા..
અને ફોરેસ્ટર સાહેબને જ્યાં રાતનાં રોકાવાનું હતું તે સરકારી કોટડી નદીનાં ભાગ થી ઉંચાણ વારા વિસ્તારમાં આવેલી છે. અને સાહેબે ત્યાં રાત ગુજારી હતી. અને સવારના 6:30 વાગે કોટડી ના નીચે ના ભાગમાં થી નાના બાળકોના ટોળાની જેમ રડવાનો અવાજ આવતા.. ફોરેસ્ટર સાહેબ ની ઊંઘ ઉડી ગયી... અને સાહેબ બે હાથો થી આંખો મચોરતાં મચોરતાં ઉભા થયાં, ત્યાં તો એક દમ ધુમ્મસ છવાયો હોય એવું લાગ્યું...
એવુ લાગ્યું.......કે.......... એમની આંખો ધોકો આપતી હોય.... ફોરેસ્ટર સાહેબ ના આઘાત પામવાથી હૈયામાં આ શબ્દો બોલી પડ્યા.... . !હૈયાને અચાનક શું થયું છે... કેમ કઈ બોલતું નથી.. લાગે છે આ દ્રશ્ય જોઈને અંબાજીનાં પહાડોમાં રાતનાં મુશળધાર વરસાદ થવાંથી નદીમાં પાણી બેફામ નીકળી પડ્યું હતું... અને તે પાણીની ઝડપ વધારે હોવાથી.. નદી કાંઠે આવેલા અનેક ગામોનાં પશુઓ જે નદી કાંઠે બાંધેલા હતાં.. તે બધાં નદી એ મૂંગા પશુઓને તાણી લીધા... અને ઘરોમાં પાણી ઘુસી જતા ઘરમાં ઘણું રાહ્તતાર વારી દીધું હતું.. હાય હાય... એ કુંવારીકા તને થોડી પણ લાજ ના આવી . " એક વૃદ્ધ માણસના જીવનની ઘડીઓ તે છીણી લીધી " મને તો હજું સુધી વિશ્વાસ નથી થતો કે તું આટલી બધી ભૂખી હશે.... આ બધું જોઈને સાહેબનું હૈયું કદાચ બંધ ના થઇ ગયું હોય.. એ વિચારતાં ની સાથે જ હૈયામાં આઘાત થી બોલી ઉઠે છે. એ વાત માનવા તૈયાર થતું નથી ... એવું તો કુદરત કઈ રીતે કરી શકે.. ! થોડું પણ એ કુદરત ને રહમ ના આવી...???
જે દાંતા તાલુકામાં શેરડીનું નામ પડતા જ ભાંખરી ગામની વાત થતી.. એ હવે ક્યારે શેરડી ના નામ સાથે ભાંખરી ગામની વાત ક્યારેય પણ નથી થતી... અને કદાચ થશે પણ નઈ.. કેમ કે આજના ભાંખરી ગામનાં યુવાનોને તો મોબાઈલમાં વધારે રસ છે. એક રાતના વરસાદે તેનો મહાકાલ રૂપ દેખાડી દીધેલું. 5 માથા ઊંચી શેરડી એક રાતમાં જમીન માં ધસાઇ ગયી હોય.. એવુ લાગ્યું. એ રાતના મુશરધાર વરસાદના લીધે કુંવારીકા નદી આવેલી આવતાની સાથે એક જ રાતમાં શેરડી ના ઉપર પાણી જતું જોઈને ગામના લોકો ના કાળઝા ફાટી ગયા..
આ દ્રશ્ય ટાઇટેનિકને ડૂબતા જોવા કરતાં જીવતાં લોકોની હાલત બઉ ભયંકર હતી. અને શેરડી ના જગ્યાએ બસ પાણી પાણી નજર પહોંચે ત્યાર સુધી પાણી જ દેખાવા લાગ્યું... અને એ દુઃખ સમાચાર ગામના આજુબાજુ વાયરા ની જેમ ફેલાવા લાગ્યાં..
એ દિવસે ભાંખરી ગામમાં અનેક યુવાનો અને ઘરડા માણસો સાથે અનેકના મોત થયા હશે .. અને આજુબાજુ ગામના લોકો એ સગપણ કરેલા ઘણા લોકો એ તોડી દીધા હતાં. . એ વખતે ભાંખરી ગામના લોકોને ખુદાએ સહારો આપ્યો હતો..
આજે એ ભાંખરી ગામની પરિસ્થિતિ સુધરી છે.. યુગ બદલાતો ગયો અને ત્યાંના લોકો કામિયાબી પામતાં ગયાં.. હવે બધાં મકાન પાકા થઇ ગયાં છે.. પણ.. લોકો બદલાઈ ગયાં છે... હવે તો ગણી વાર એવું પણ લાગે છે... એ નદી માં શેરડીની સાથે સાથે સ્વભાવમાં રહેલી મીઠાશ પણ તણાઈ ગયી હોય .. અને હવે કદાચ એ શેરડી ક્યારેય પાકશે પણ નહીં. . કેમ કે. ત્યાં અત્યારે કચ્છ ના રણ જેવી રેતાર જમીન થઇ ગયી....
દાંતા તાલુકાના ના ઇતિહાસ માં શેરડી અને ભાંખરી નું નામ એક જ રાતમાં એ નદીના પાણી માં તણાઈ ગયું...
આજે એ રાતને અને એ વર્ષને ભાંખરી ગામના માણસો "1972" ના બુટકા " તરીખે ઓળખે છે. અને આજે એ રાત અને દિવસને યાદ કરીને ગણા ઘરડાં લોકો રડે છે..




. લિ.
સાહિલ સિપાઈ