Ichchha in Gujarati Motivational Stories by THE KAVI SHAH books and stories PDF | ઈચ્છા

Featured Books
Categories
Share

ઈચ્છા

મરજી નું બધું મારું કરવી છેવટે બેસાડયો તો એમના જ ધંધે મને
જુવાનીમાં ફરી મોજ શોખ બધા કરાવ્યા
આપી છૂટ મને છેવટે તો એમના જ બનાયા
નાનો છે તું હજી આ ના કરાય પેલું ના કરાય આ કહી કહી ને કમજોર પણ એમને જ બનાયા
નાના નાના નિર્ણયો ને લેતા ના શીખવાડી હવે મોટા થયો ને આટલું નથી આવડતું એવા મેણા માર્યા
મોટી મોટી શાળાનું ભણતર અપાવી ગણતર નથી આવડતું એમ કહી ઉપર થી નીચે ફટકાર્યા છેવટે તો તમારા ધંધે જ બેસાડ્યા
જો પેહલાથી જ તમારા બન્યા બનાવેલા કામ નું વળતર માથે આપવાનું હતું તો કેમ આટલા રૂપિયા ખર્ચી ઘર થી દુર બીજે મોકલ્યા??
માત્ર ડિગ્રી માટે ? છોકરી માટે?સમાજ માટે?કે તમારા ધંધા ની તરક્કી માટે?
અરે એક વાર તો પૂછવું હતું તને ઇન્ટ્રેસ છે કે નહિ પણ ના તમને તો ક્યાં તમારો છોકરો જોઈએ છે તમારે તો તમારા ધંધા ને આગળ વધાવવા માટે એક માણસ જોઈએ છે.

મારો જન્મ નવી સદી નો મારી રેહનીકરની નવી મારો જમાનો અલગ મારા સપના અલગ મારી ઈચ્છાઓ અલગ છતાં તમારા જમાનાની જેમ ચાલ્યો કેમ? ફકત તમારી ખુશી માટે અને તમે આજે પણ કહી ગયા તું નાનો છે

તમે કીધું એ કામ કર્યું તમે કીધું એવું ભણતર લીધું તમે કીધું એવી છોકરી જોડે પરણ્યો તમે કીધું એવું ધંધામાં તરક્કી કરી તમે લીધા એવા બધા નિર્ણયો ને અપનાવ્યા છતાં મારી લાગણીઓ નું તો તમે સામું પણ ના જોયું.
બસ આ જ તમારો પ્રેમ બસ આ જ તમારી લાગણી??

દુનિયા સામે મારો છોકરો આમ, મારો છોકરો તેમ અરે ક્યારેક તો મને મારા એકલા નામે ઓળખાવા દો ક્યારેક તો મને મારી આવડત ને આગળ વધવા દો..
જો તમારા પિતા એ તમને તમારી આવડત થી આગળ ના આવવા દીધા હોત તો અત્યારે તમે જે છો એ ના હોત બરાબર ને તો એમ વિચારી ને આજે મને તો મારી આવડત ને બતાવવા દો..

હા માન્યું મારા જન્મ પછી મારી બધી જ ઇચ્છાઓ પૂરી કરી પણ એમાં પણ તમારી ઇચ્છાઓ જ હતી ને
ક્યારેય મને પૂછ્યું કે મારા શું સપના છે મારે શું કરવું છે મારી ના છતાં મૂંગા મોઢે તમારા સ્વમાન માટે મે એ બધું જ કર્યું જે તમે કીધું હવે આજે આજે હું એ જ કરીશ જે મારું મન કહે છે જે મારી ઈચ્છા છે

પપ્પા તમારા ઘડપણ સમયે હું તમારી સ્વતંત્રતા નહિ છીણવું પણ હા હવે હું મારી સ્વતંત્રતા ને જીવીશ
તમે તમારું ઘડપણ નિરાંતે જીવો હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ

હું તમારો જેવો નહિ બનું અને હા હું ચોક્કસ તમને સ્વતંત્ર રેહવા દઈશ તમારી જેમ હું મારા નિર્ણયો તમારા પર નહિ થોપુ...

હું મારા સંતાનો ને પણ એ જ કરવા દઈશ જે એમને કરવું હોય હા હું એમને ચોક્ક્સ રસ્તો બતાવી શકું પણ મારા રસ્તે ક્યારેય હાથ પકડીને ચાલવા મજબૂર નહિ કરું..

સંતાનોને એમની મરજી મુજબ જીવવા દો બાળપણ,જુવાની બન્ને ના દિવસો જીવીને એ પોતાની જાતેજ જવાબદારીઓ તરફ વળી જ જાય છે જો વારે વારે એમને રોકવામાં કે ટોકવામાં આવે તો એ એમનું ધાર્યું એ કરશે જે તમારી વિરુદ્ધ હશે અને એનું પરિણામ કદાચ ભવિષ્યમાં સારું નહિ હોય.
એના કરતાં એમના સપના એમના વિચારો અને એમના આઇડ્યા ને જો સમજીને એમાં સાથ આપવામાં આવે અથવા સાચું માર્ગદર્શન આપવામાં આવે તો એમાં જ ભલાઈ છે.

વડીલો માત્ર રસ્તો બતાવી શકે છે,
એના પર ચાલવું કે તરછોડવું એ સંતાન ની આવડત અને વિચાર પર નિર્ભર કરે છે.

👉ગરીબ ના છોકરાઓ ગરીબ અને અમીર ના છોકરાઓ અમીર બનશે એવું ક્યાંય લખ્યું નથી.👈