Premrog - 23 in Gujarati Fiction Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 23

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમરોગ - 23

ઠીક છે. તું જેમ કહે છે એમ જ થશે. પણ જ્યારે આપણા લગ્ન નક્કી થશે પછી તો હું તને હક થી લેવા આવીશ. અને ત્યારે તારી કોઈ વાત નહિ સાંભળું.
મોહિત લગ્ન હજી બહુ દૂર ની વાત છે. પહેલા આપણે બન્ને ભણવા પર ધ્યાન આપીએ. કરીઅર બનાવીએ. લગ્ન ત્યાર પછી ની વાત છે. મીતા , તું આવી કેમ છે? હંમેશા વાતો ને ગંભીર રીતે કેમ લે છે? તને રોમાંસ કરતા જ નથી આવડતું.
મોહિત કોલેજ જઈએ. આમ, પણ ગોવા ના લીધે ભણવા પર બહુ ધ્યાન નથી અપાયું. પછી મારે ઓફિસ પણ જવું છે.મીતા તારે કામ કરવાની શું જરૂર છે? હું છું ને. તને જે પણ જરૂર હોય તું મને કહી શકે છે. તારા ડ્રેસીસ, કોલેજ ફીઝ, મૂવીઝ બધાનો ખર્ચો હું ઉપાડી શકું એમ છું.
મોહિત મને એ બધું પસંદ નથી.ના, મને મૂવીઝ જોવાનો શોખ છે ના નીત નવી ડિઝાઇન ના કપડાં પહેરવા નો. અને રહી વાત કોલેજ ફીઝ ની તો એ મારા પાપા ભરી શકે તેમ છે.અને હવે હુ પણ જોબ કરું છું તો પાપા ની ઉપર થી એ ભાર પણ ઓછો થઈ જશે.
મારા સ્વાભિમાન ને કચડી ને તારા પૈસા પર મોજ કરું એ મને બિલકુલ નહિ ગમે. ઓહ! મીતા તારી પાસે થી આજ જવાબ ની આશા હતી. અગર તું હા પાડત તો મને જરૂર નવાઈ લાગત. તારી આ સાદગી જ મને ખુબ ગમે છે.
બંને કોલેજ પહોંચ્યા. રીટા મોહિત અને મીતા ને સાથે જોઈ ઈર્ષ્યા થી બળી ઉઠી. મીતા તું મોહિત સાથે? કેવી રીતે? જવાબ આપતા મોહિતે કહ્યું કે હું ગોવા માં પણ તેની સાથે હતો.મીતા હવે માત્ર અને માત્ર મારી છે.
એ મારી લાગણી ને સમજી ચૂકી છે. અને એટલે જ મારી સાથે છે. આજ થી એને લેવા મુકવા ની જવાબદારી માં થી તું મુક્ત છે. જેમ મીતા મારી છે તેમ એ જવાબદારી પણ મારી છે.
આ સાંભળી રીટા પર જાણે વજ્રાઘાત થયો. આ ક્યારે થયું? મીતા તે મને જણાવ્યું પણ નહીં. હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું તે મને પણ ના કહ્યું. ઓહ! રીટા ખોટું ના લગાડ. બધું બહુ જલ્દી બની ગયું. હજી હું પણ નથી સમજી શકી. તને શાંતિ થી સમજાવીશ. અત્યારે લેક્ચર નો સમય થઈ ગયો છે. ચાલ, જલ્દી કલાસ માં જઈએ.
કોલેજ ખતમ થતા મીતા ફટાફટ ઓફિસ જવા માટે નીકળી. મોહિત તેની પાછળ દોડ્યો. મીતા તને હું મૂકી જાઉં છું.
ચિંતા ના કરીશ. ઓફિસ જ ઉતારીશ.હા, એ વાત અલગ છે કે મારું મન તને બીજી જગ્યાએ લઈ જઈ તારી સાથે વાતો કરવાનું છે. પણ એવું કરીશ નહિ.
મોહિત બધું બહુ જ જલ્દી થઈ રહ્યું છે. અને તને ખબર છે ને આ બધું મારા સ્વભાવ થી વિપરીત છે. જાણું છું કે તારું મન શું ઈચ્છે છે? પ્લીઝ, મને સમય લાગશે. મારા જીવન માં પ્રેમ ને કોઈ સ્થાન જ નહોતું છતાં તને કેવી રીતે દિલ દઈ બેઠી એ જ સમજી નથી શકી.
તારી જીદે મને મજબૂર કરી છે તારી સાથે રહેવા માટે. તારી સાથે હોઉં છું ત્યારે બધું જ ભૂલી જાઉં છું. એવું લાગે છે કે જાણે હું દુનિયા ની સૌથી સુંદર અને ભાગ્યશાળી છોકરી છું. તું તારા નામ ની જેમ મને મોહિત કરે છે. મને આ બધું જ ગમે છે. હું આવી અનેક પળો ને તારી સાથે જીવવા માંગુ છું.
વાહ મીતા મને ખબર જ નહોતી કે તું આવું બધું પણ વિચારે છે.ચાલ, હવે ઓફિસ નથી જવું તારે. આપણે રવિવારે તો એક સાથે સમય પસાર કરી શકીએ ને. હા, કરી શકીએ. બસ , તો રવિવારે આપણે ફાર્મ પર જઈશું.અને આખો દિવસ જોડે સમય પસાર કરીશું. મોહિત માત્ર જોડે સમય પસાર કરીશું બીજું કશું જ નહીં. આપણે મર્યાદા માં રહીશું. યસ, મેડમ As you Say. તારો સમય અને સાથ જ મારા માટે મહત્વ નો છે.