Losted - 8 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 8

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 8

લોસ્ટેડ-8

રિંકલ ચૌહાણ


"ડેમ ઈટ, આધ્વી પિકઅપ ધી ફોન." જિજ્ઞાસા ગુસ્સામાં ડેશબોર્ડ પર હાથ પછાડે છે. ચિરરરરરરરરર.... ટાયર ઘસાવાના કર્કશ અવાજ સાથે એક જોરદાર બ્રેક લાગે છે અને માથું ડેશબોર્ડ પર અફળાવાથી જિજ્ઞાસા ના માથા માંથી લોહી વહેવા લાગે છે. નસીબ જોગે પાછળ કોઈ વાહન ન્હોતું એટલે જિજ્ઞાસા બચી ગઈ. પણ એની આંખોએ જે જોયું હતું એ સામાન્ય ન્હોતું.
જિજ્ઞાસા ની કાર પાલનપુર તરફ પુરપાટ દોડી રહી હતી. અચાનક એની નજર રોડ પર દૂર એની ગાડી આગળ ઉભેલી એક છોકરી પર પડી. એ છોકરી જિજ્ઞાસા તરફ જોઈને હસી અને પળવારમાં ગાયબ થઈ ગઈ. અને ગભરાહટમાં એનાથી બ્રેક લાગી ગઈ. એણે આંખો ખોલી સામે નજર કરી રોડ પર વાહનો સિવાય બીજું કંઈજ ન્હોતું. એના કપાળ પર ઘા હતા જેમાંથી લોહી ટપકતું હતું." જિજ્ઞા.........લેટ્સ ગો." એક ધીમો અવાજ જિજ્ઞાસાના કાને પડ્યો અને ચાવી દિધેલ કઠપુતળીની જેમ જિજ્ઞાસા એ ગાડી ચાલુુ કરી પાલનપુર તરફ લીધી.

***

"માસી તમે શું કરો છો મને સમજાતું જ નથી. મોન્ટી ભઈ ને તમે નઈ રોક્યા, સોનું દી ને પણ ના રોક્યાં અને હવે જિજ્ઞા દીદી? તમને તો પેલાંથી જ ખબર હતી કે એ જગ્યા નથી બરાબર તો પણ તમે એમને જવા દીધાં. ફોઈ તમે પણ કંઈ ના બોલ્યાં." જિજ્ઞા ના જવાની જાણ થતાં મીરા ગુસ્સે ભરાઈ હતી. જીવન અને ચાંદની પણ વારંવાર બન્નેનો ફોન ટ્રાય કરતાં હતાં. પણ બન્નેનો ફોન નોટ રિચેબલ હતો.
"મા મને બહું ચિંતા થાય છે આપણે પણ જઈએ ત્યાં?" "ના જીવન મને મારી બન્ને દિકરી ઓ પર પુરો વિશ્વાસ છે. એ બન્ને પછી તારી જવાબદારી છે બધું સંભાળવાની. અને સોનું મને કઈને ગઈ'તી કે ઘરમાંથી કોઈ ક્યાંય નઇ જાય. તમે લોકો પણ ત્યાં જશો ને તમને કંઈ થઈ જશે તો?" આરાધના બેન ડુસકા ભરવા લાગ્યા.
"જીવન, દિકરા તું ઓફિસ જા બન્ને છોકરીઓ નથી તો ઓફિસને રેઢિયાળ ના રખાય, અને આજે નઈ તો કાલે તારે ઓફિસ જવું જ પડશે." જયશ્રીબેન ચાંદનીને ઈશારાથી મોન્ટી જોડે જવાનું કહે છે.
"આજે પહેલીવાર ઓફિસ જાય છે. મન લગાવીને કામ કરજે દિકરા. ઘરની ચિંતા કરીશ નઈ અને તારી મોટીબેનની શિખામણ હંમેશાં યાદ રાખજે."આરાધના બેન દહી-શાકર લઈ આવી જીવનનું મોઢું મીઠું કરાવે છે.
"હા મમ્મી દીદી કે છે કે જ્યારે ઓફિસ માં પગ મૂકો એટલે સાંસારિક જીવન ભૂલી જાઓ અને ઘરમાં આવીને વ્યાવસાયિક જીવન ભૂલી જાઓ." જીવન પોતાના મમ્મી-પપ્પા અને જયશ્રી ફોઈને પગે લાગી ઓફિસ જવા નીકળે છે.

***

મહેશભાઈ અને ભાવનાબેન મૃત દિકરાની લાશ જોઈને પોક મૂકે છે. ભાવનાબેનનું હૈયાફાટ રૂદન સાંભળી હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીના સગાવહાલાં પણ ભાવુક થઈ જાય છે.
"આઈ એમ સોરી મિ. અગ્રવાલ હું જાણું છું કે આ યોગ્ય સમય નથી પણ અમારે થોડી પુછ-પરછ કરવી પડશે. હું આશા રાખું છું કે તમે સહકાર આપશો." ઇ. રાહુલ મહેશભાઈ ને અલગ બોલાવી કહે છે. મહેશભાઈ હકારમાં માથું હલાવે છે.
"તમારી કોઈ જોડે કોઈ દુશ્મની, તમને કોઈ ઉપર શંકા છે?"
"ના સાહેબ, હું સીધો-સાદો વેપારી છું. મારી કોઈ જોડે દુશ્મની નથી." મહેશભાઈ હજુ પણ ડુસકા ભરતા હતા.
"તમે અમદાવાદ રહો છો તો બન્ને છોકરાઓ ચિત્રાસણી?"
"મેહુલભાઈ જોશી નું વિકેન્ડ હોમ છે ચિત્રાસણીમાં. એમનો દિકરો પ્રથમ મારા સમિર નો દોસ્ત છે. એના દોસ્તો જોડે ત્યાં જ જતો હતો વેકેશન માણવાપણ અમને શું ખબર હતી, કે એ કદી પાછો જ નહીં આવે." મહેશભાઈ ની આંખો ફરી ભીંજાય છે.
" પ્રથમ કોણ? અને કેટલા જણ આવ્યા હતા." ઇ.રાહુલ ને એક ઝટકો લાગ્યો હતો. આ ઘટનાક્રમ એમને સામાન્ય તો ન્હોતો જ લાગતો પણ મહેશભાઈ ની વાત સાંભળી એમના દિલમાં ધ્રાસકો પડ્યો.
" પ્રથમ, રોશન, સમીર, સાહિલ અને જીગર આ 5 દોસ્તો ગયા હતા ફરવા. બધાના માતા-પિતાને જ્યારે મે જાણ કરી, તો રોશન, પ્રથમ અને સાહિલના માતા-પિતા તો આવી ગ્યા પણ જીગરના ઘરેથી કોઈ નથી આવ્યું."
" સાહેબ અમારા દિકરાને શોધી દો, આ બન્ને છોકરાઓની હાલત જોઈ હવે અમને પણ ગભરાહટ થાય છે. " પ્રથમ અને રોશન ના માતા-પિતા પણ ટેન્શનમાં હતા.
રાશિદ ખાન અને હસિના ખાન અસંમજસમાં હતા કે પોતાના દિકરાની હાલત જોઈ દુખી થાય કે જીવતો જોઈને ખુશ થાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો. એની હત્યા તીક્ષ્ણ હથિયાર થી કરવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી કરી લાશ મૃર્તકના પરિવારને આપી દેવાય છે. પ્રથમ અને રોશન ની ભાળ કાઢવા પોલીસકર્મીઓને મોકલી દેવાય છે. સાહિલ ને તાત્કાલિક સારવારની જરૂર હોઈ એને અમદાવાદ મોકલી દેવાય છે. આ બધું પતાવતા સાંજ પડી જાય છે.
અગ્રવાલ પરિવાર અને ખાન પરિવાર પોત-પોતાના દિકરાઓ સાથે પાછા અમદાવાદ જવા નીકળે છે. અલબત એક લાશ અને એક જીવતી લાશ સાથે. જોષી પરિવાર અને મહેતા પરિવાર ત્યાં જ રોકાય છે. બંને અમદાવાદના નામી પરિવાર હતા. પોતાના દિકરાઓને શોધવા બંનેએ પોતાની ઓળખાણ લગાવી દીધી હતી.

***

આધ્વીકા પેલી વાર પોતાના ઘરે આવી હતી. એ ઘર જ્યાં આધ્વીકાનો જન્મ થયો હતો, એ ઘર જ્યાં એનું બાળપણ વિત્યું હતું, એ ઘર જે માત્ર એને ફોટોઝ માં જોયું હતું. એ અઢી વર્ષની થઈ ત્યારે જ રાઠોડ પરિવાર અમદાવાદ જઈને વસી ગયો હતો. આજુબાજુ લોકો રહેતાં હતાં પણ હાલ કોઈ હાજર ન્હોતું. સામાન મૂકી એ મોન્ટી જ્યાં થી મળ્યો હતો ત્યાં જવા નીકળે છે.
જીજ્ઞાસાની ગાડી ઘર આગળ આવી ઊભી રહે છે. ઘર બંધ હતું અને આધ્વીકા પણ આજુબાજુ ન્હોતી દેખાતી. ચાવી એ આરાધના બેન જોડેથી લઈને જ આવી હતી. ઘરનો દરવાજો ખોલી જિજ્ઞાસા અંદર જાય છે. ઘરમાં બધે ધૂળ જામેલી હતી અને કરોળિયા ના જાળા બાઝેલા હતા. એક ખુણામાં આધ્વીકાનો સામાન પડ્યો હતો. એ ઘરવપરાશ માટે જરૂરી વસ્તુઓ રસ્તામાં આવતા ખરીદી લાવી હતી. એમાંથી જરૂરી વસ્તુઓ લઈ જિજ્ઞાસા ઘરની સફાઇ કરે છે. સફાઇ કરતાં અમુક જુના ફોટોગ્રાફ્સ મળે છે. વર્ષો પહેલાં ખોયેલા સ્વજનોના ફોટોઝ જોઈ જિજ્ઞાસાની આંખો ભીની થઈ જાય છે. પણ આ એની ગંભીર ભૂલ હતી. એ ફોટોગ્રાફ્સ માં એક વ્યક્તિ એવી પણ હતી જેને જોઈને જિજ્ઞાસાની પાછળ બે આંખો ચમકી હતી. એ આંખોમાં ક્રોધ હતો. બધાના જીવતર બાળી નાખે એટલી જવાળા હતી. અને જિજ્ઞાસાની એક નાનક્ડી ભૂલ આ અગનજવાળાની ચિંગારી બની હતી.


***
"ઇ. રાહુલ અને કોન્સ્ટેબલ ખાન પાલનપુર પોલિસ ચોકીમાં બેસીને સાંજ ની ચા પીતા હતા. બન્ને આજે બનેલી ઘટના વિશે વિચારતા હતા. અચાનક ઇ.રાહુલનો ફોન રણકે છે. એ ફોન ઉપાડે છે. અને ફોન પર જે વાત એમને જણાવવામાં આવે છે એ સાંભળી એમના હોશ ઊડી જાય છે.
"શું થયું સર? કોનો ફોન હતો?"
"ખાન બાલારામ જંગલમાંથી 2 લાશ મળી છે અને એ લાશ પ્રથમ અને રોશનની છે."
"વ્હોટ, આ થઈ શું રહ્યું છે સર. મને તો કઈ સમજાતું જ નથી."
"ખાન તમે બન્નેના પરિવારને જાણ કરી દો."
પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ફરી રોકકળ ચાલુ થઈ હતી. મૃતક યુવાનોના માતા-પિતા હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા. નર્સ અને દર્દીના અમુક સગાવહાલાંઓ બન્ને પરિવારને સાંત્વના આપી રહ્યાં હતાં. પોલિસ ખાતું ઉપરાછાપરી હત્યાઓ જોઈ આરોપીને શોધવા તૈયાર થયું હતું અને આ બાજુ ચોથી હત્યાની તૈયારી થઈ ચૂકી હતી.


ક્રમશઃ