dil ka rishta - 12 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | દિલ કા રિશ્તા - 12

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા - 12

( મિત્રો આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અને આશ્કાના લગ્ન ખૂબ સારી રીતે પૂરા થાય છે. અને આશ્કા પોતાનાં નવાં જીવનની શરૂઆત કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

આશ્કા આશ્રમમાંથી વિદાય થઈને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન ખૂબ ઉમળકાથી એનો ગૃહ પ્રવેશ કરાવે છે. જાનવી, સાચી, કાવ્યા, વિક્રમ, રાહુલ, સમર્થ પણ એમની સાથે જ હોય છે. બધાં હસી મજાક કરી આશ્કાને સહજ મેહસુસ કરાવે છે. કાવેરીબેન તો જાણે એમની દીકરી જ હોય એમ એની સાથે વર્તે છે.

વિક્રમ : ચાલો હવે હસી મજાક બહું થઈ ગયાં હવે આપણે પણ પ્રસ્થાન કરીએ. આ લોકો પણ થાકી ગયાં હશે.

સાચી : હા ચાલો, આશ્કા કેહશે નહી પણ એને પણ આરામની જરૂર છે.

આશ્કા : અરે ના રે દીદી મને કોઈ થાક લાગ્યો નથી.

સમર્થ : હા તો ચાલો આપણે પણ ઘરે જઈ થોડો આરામ કરી લઈએ.

કાવ્યા : હા અમે પણ બહું થાકી ગયા છે.

કાવેરીબેન : કોઈએ જમવા વગર જવાનું નથી. વિરાજ તું ઓનલાઈન જમવાનું મંગાવી લે. તમારે બધાંએ જમીને જ જવાનું છે.

સાચી : અરે આન્ટી અમે બહાર જમીને જ જવાનાં છે.

રાહુલ : હા તો અહીં પણ આપણે બહારનું જ જમવાના છે. વિરાજ તું ઓર્ડર આપી દે. આપણે બધાં સાથે જમીશું.

જાનવી : હા મને ખબર હતી તમે આવું જ કહેવાના છો. પણ આપણે આ લોકોનો ખયાલ પણ કરવાનો કે નહી બિચારા આખો દિવસ ભારે ભરખમ કપડાં પહેરી ના જાણે કેટલી રસમ પૂરી કરતાં ગયાં. એ લોકો પણ થાકી ગયાં હશે.

આશ્કા : ના દીદી સાચું કહું છું મને તો ઉલટાનું તમારી સાથે વધું ગમે છે.

વિક્રમ : જો વિરાજ આ આશ્કા જ અમને રોકાવાનું કહે છે પછી તું કેહતો નહી કે અમે કબાબમા હડ્ડી બનીએ છીએ.

સાચી અને કોણી મારી એને ચૂપ રહેવાનું કહે છે.

આશ્કા : મમ્મી જમવાનું બહારથી શા માટે મંગાવીએ હું બનાવી દઉ ને.

કાવેરીબેન : ના દિકરા આજે તું આરામ કર કાલથી તો તારે આ જીમ્મેદારી લેવાની જ છે.

વિક્રમ : હા હો.. પણ અમને આશ્કાના હાથનું ક્યારે ખાવા મળશે. મને આશ્રમમાં એની ફ્રેન્ડ કહેતી હતી કે આશ્કા જમવાનું ખૂબ સારું બનાવે છે.

આશ્કા : ના રે વિક્રમભાઈ એ તો બધી આમ જ કહ્યાં કરે. અને તમને જ્યારે મન થાય ત્યારે કહી દેજો.

સમર્થ : હા તો અમે શું ગૂનો કર્યો ?

આશ્કા : હું તમને બધાંને જ કહું છું.

જાનવી : વિરાજભાઈ તમે કેમ કંઈ કહેતાં નથી.

વિરાજ : શું બોલું ભાભી.. આ લોકો કંઈ બોલવાનો મોકો આપે તો બોલું ને.

વિક્રમ : અરે એ બિચારો એની સ્વતંત્રતા છિનવાઈ ગઈ છે એનો શોક મનાવે છે. અત્યાર સુધી તો ભાઈ પોતાની મરજીથી જીવતાં હતાં. હવે તો એ બિચારાએ પણ પત્નીના ઈશારા પર ચાલવું પડશે.

રાહુલ : હા ભાઈ જો ફ્રીમાં એડવાઈસ આપું છું. તને ઘણી કામ આવશે. જલ્દીથી પત્નીની હા મા હા મેળવવાનું શીખી જા. નહી તો આ પત્નીઓ જીવવાનું હરામ કરી દેશે.

જાનવી : શું અમે તમારું જીવવાનું હરામ કરીએ છીએ. એટલી જ પ્રોબ્લેમ હતી તો બહું હરખપદૂડા થઈને જાન લઈને શા માટે આવ્યા હતાં.

રાહુલ : અરે સોરી ડાર્લિંગ.. હું તો મજાક કરતો હતો અને એ જાનવીની સામે કાન પકડીને ઘૂંટણીએ પડે છે. અને બધાં એ જોઈને હસવા લાગે છે.

ડોરબેલ વાગે છે. વિરાજ દરવાજો ખોલે છે તો સામે ડીલેવરી બોય જમવાનું લઈને આવ્યો હોય છે. વિરાજ પેમેન્ટ કરી પાર્સલ લઈ આવે છે અને કહે છે,

વિરાજ : guys જમવાનું આવી ગયું છે. તો પહેલાં જમી લઈએ ?

રાહુલ : હા પહેલે પેટ પૂજા ફીર કામ દૂજા.

આશ્કા વિરાજના હાથમાંથી પાર્સલ લઈ લે છે અને રસોડામાં જઈ વાસણમાં સર્વ કરે છે. જાનવી, સાચી અને કાવ્યા પણ એની મદદ માટે જાય છે. અને તેઓ ડાઈનીંગ ટેબલ પર જમવાનું ગોઠવે છે. બધાં હાથ ધોઈને ખુરશી પર ગોઠવાઈ છે. આશ્કા બધાને પિરસવા માટે ઊભી રહે છે.

કાવેરીબેન : આશ્કા બેટા તું ઊભી કેમ છે ? તું પણ બેસી જા જમવા માટે.

આશ્કા : હું આ લોકોને જમાડી દઉ પછી જમી લઈશ.

વિરાજ : આશ્કા અહી કોઈ અજાણ્યું નથી. આ બધાં પહેલાં પણ અહી આ રીતે જમવા આવ્યાં જ છે. તો તું પણ બધાની સાથે જ જમી લે.

અને આશ્કા વિરાજની બાજુમા બેસી જાય છે. બધાં પોત પોતાની રીતે જમવાનું લે છે અને હસી મજાક કરતાં કરતાં ગમે છે. જમીને બધાં બેઠાં હોય છે ત્યારે સમર્થ કહે છે યાર આ ઠંડી ઠંડી મોસમમાં ગરમાગરમ કૉફી મળી જાય તો મજા આવી જાય.

કાવ્યા : શું સમર્થ તમે પણ... બહું થયું તમારા લોકોનું. આમ કંઈ આશ્કાને હેરાન નઈ કરવાની હોય.

સમર્થ : અરે પણ હું આશ્કાને ક્યાં કહું છું હું તો તને કહું છું. જાને પ્લીઝ બધાં માટે કૉફી બનાવી લાવ ને.

કાવ્યા : no way.. I am so tired.. હું કંઈ કૉફી બોફી નથી બનાવવાની.

આશ્કા : અરે તમે બેસો કૉફી હું બનાવી લાવું છું.

જાનવી : અરે આશ્કા આ લોકોને બહું માથે ના ચઢાવ. નહી તો જે ખાવાનું મન થશે એની તારી પાસે ફરમાઈશ કર્યા કરશે.

આશ્કા : તો કરવા દો ને દીદી મને તો અલગ અલગ ખાવાનું બનાવવાનું બહું ગમે. પણ આશ્રમમાં તો નિયમો હોય એટલે કંઈ ખાસ બનાવી નહી શકાતું.

કાવેરીબેન : હા તો તારો આ શોખ હવે તું તારા ઘરમાં પૂરો કરજે. અને હજી તારા હાથે ચૂલાનુ પૂજન નથી કરાવ્યું એટલે આજે તું કૉફી બનાવવાનું રહેવા દે.

વિરાજ : અરે એમાં શું આપણે હમણાં જ એ વિધી કરાવી દઈએ.

કાવેરીબેન : હા મને ખબર છે તને પણ કૉફી પીવાનું બહું મન થાય છે. ચાલો તો તમારી ઈચ્છા છે તો આજે આ વિધી કરી જ નાંખીએ.

કાવેરીબેન આશ્કા પાસે રસોડાની પૂજા કરાવે છે. અને પછી કૉફી દુધ વગેરે ક્યાં છે એ બતાવે છે.

કાવેરીબેન : તમે છોકરાઓ કૉફી પીઓ હું હવે મારા રૂમમાં જઈ આરામ કરું છું.

આશ્કા બધાં માટે કૉફી બનાવી લાવે છે.

વિક્રમ : વાહ શું કૉફી બનાવી છે આશ્કા. એક ધૂટમાં જ બધો થાક ઉતરી ગયો. સાચી તુ પણ આશ્કા પાસેથી કૉફી કેવી રીતે બને એ શીખી લે.

સાચી : હેએએએ અત્યાર સુધી મારા હાથની કૉફી બહું પસંદ હતી અને હવે મને નથી આવડતી.

વિક્રમ : ના કૉફી તો તને આવડે જ છે. પણ ટેસ્ટી કેવી રીતે બનાવવી એ તું આશ્કા પાસે શીખી લે. સાચી વિક્રમના કમર પર ચીમટી ભરે છે અને બધાં હસવા લાગે છે.

રાહુલ : ખરેખર કૉફી ખૂબ જ સરસ બની છે. તુ શું કહે છે વિરાજ :

વિરાજ : હા બહું જ સારી છે. હવે તારે રોજ મને આવી જ કૉફી બનાવીને પીવડાવવી પડશે.

સમર્થ :બનાવવા સુધી તો બરાબર પણ પીવડાવવાની પણ..

આશ્કા આ સાંભળી શરમાય જાય છે અને શરમના કારણે એના ગાલ લાલ થઈ જાય છે.

કાવ્યા : ઓહોઓઓ જુઓ તો ખરા આશ્કા તો શર્મથી લાલ લાલ થઈ ગઈ.

જાનવી : હા તો તમે બીચારીને આટલી બધી ચીડવો તો એવું જ થાય ને.

સમર્થ : હા એ બધું બરાબર પણ શું આશ્કાએ પીવડાવવુ પણ પડશે.

વિરાજ : બે હાથ જોડીને સમર્થ સામે ઝૂકે છે અને કહે છે, ઓ મારા ભાઈ. મને ખબર છે તું આશ્કાને તારી બહેન માને છે. અને મારા હાથ સહી સલામત છે. હું જાતે પી શકું છું. તારી બહેન ખાલી બનાવી આપશે તે ચાલશે.

રાહુલ : ના કોઈક વાર તમે બંને એકબીજાને પીવડાવી પણ શકો છો.

વિરાજ : એને મારવાં દોડે છે. અને આખાં હોલમાં એ લોકો દોડે છે. અને બધાં હસી હસીને બેવડ બની જાય છે.

સમર્થ : પણ આશ્કા સાચે તારા હાથની રસોઈ તો ચાખવી જ છે.

આશ્કા : હા હા ભાઈ તમે જ્યારે કહો ત્યારે.

વિક્રમ : આ અઠવાડિયું તો ઘણું વ્યસ્ત છે એક કામ કરીએ આપણે આવતાં રવિવારે ફરીથી અહીં જમવાનું ગોઠવીએ. એ પણ તારા હાથનું

આશ્કા ખાલી હકારમાં ડોકું હલાવે છે.

અને બધાં રવિવારે ફરીથી અહીં ડીનર પર આવવાનું નક્કી કરે છે. થોડીવાર આમતેમની વાતો કરીને બધાં છૂટાં પડે છે અને બધાં પોતાનાં ઘરે જવા રવાના થાય છે.

હવે આખાં ઘરમાં ખાલી વિરાજ અને આશ્કા જ હોય છે. અત્યાર સુધી બધાં હતાં એટલે આશ્કાને શરમ કે સંકોચ નહોતા થતા પણ હવે બંને એકલાં પડવાથી એને વિરાજ સાથે વાત કરવામાં ઘણો સંકોચ થાય છે. વિરાજ એની આ શરમ જાણી જાય છે એ કહે છે,

વિરાજ : આશ્કા મને ખબર છે આ બધું તારા માટે બહું અચાનક થયું છે. આપણને એકબીજાને ઓળખવાનો મોકો પણ નથી મળ્યો. પણ તું જરા પણ ફીકર ના કરતી. જ્યાં સુધી આપણે એકબીજાને પૂરી રીતે સ્વીકારી ના લઈએ ત્યાં સુધી હુ મારા પતિ તરીકેના કોઈ અધિકાર તારા પર નહી જતાવીશ. અને હું ઈચ્છું છું આપણે પહેલાં સારા મિત્ર બનીએ પછી પતિ પત્ની. તને કોઈ વાંધો તો નથી ને. એ આશ્કા તરફ જુએ છે તો એની આંખોમાં પાણી હોય છે એ એની પાસે જાય છે અને એનો હોય પકડીને પૂછે છે કેમ શું થયું ? મારી કોઈ વાતથી તને ખોટું લાગ્યું ?

આશ્કા : ફટાફટ એના આંસુ સાફ કરે છે અને કહે છે, અરે ના ના આ તો ખુશીના આંસુ છે. હું ખરેખર ખૂબ નશીબ વાળી છું કે તમે મને એક પતિ તરીકે મળ્યા. હું પણ ઈચ્છું છું કે આપણે સારા મિત્રો બનીએ.

વિરાજ : સારું તો તું ફ્રેશ થઈ જા હું પણ કપડાં બદલી લઉં. તને મારી સાથે બેડ શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને.

આશ્કા : ના મને તમારી પર પૂરો વિશ્વાસ છે.

આશ્કા ફ્રેશ થઈને આવે છે ત્યાં સુધી વિરાજ પણ કપડાં બદલી બેડ પર બેસેલો હોય છે. આશ્કાના આવતાં એ એને બ્લેન્કેટ અને તકીયો આપે છે અને ગુડનાઈટ કહી આડો પડે છે. અને બંને જણાં પોતપોતાના વિચારો સાથે સૂઈ જાય છે.
** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna