પ્રતિક ક્લાસ માં જ હોય છે એક લેકચર પૂરો તો થાય છે પણ તે વિશ્વાસ કરી નથી શકતો તેને હવે ભૂમિ વિશે જાણવાંની ઈચ્છા થાય છે અને મન માં અને મનમાં તે વિચાર કરે છે ભૂમિ અને ગૌરવ વિશે સુ સબંધ છે તે ખાલી ફ્રેન્ડ જ છે કે એમ જ મળ્યો હશે તેનું મગજ કામ કરતું હોય તેવું લાગતું નથી એટલે તે વિહાનને મળવાનું નક્કી કરે છે અને તે વિહાનને મળવા જય છે તે લેકચર પૂરો થવા ની રાહ જોવા લગે છે અને પ્રતિક માટે લેકચર પૂરો કરવો પણ એઘરો બનતો જાહ છે એક એક મિનિટ તેના માટે એક એક કલાક જેવી તેને લાગે છે અને લેકચર પૂરો થતાં જ તે વિહાન ને કોલ કરે છે અને તેને કૅમ્પસ માં આવવાનું કહે છે તે બને ત્યાથી કૉલેજમાં આવેલ કેન્ટીન તરફ જાય છે ત્યાં બેસી ને પ્રતીક વિહાન ને ચા મગાવું કે કોફી તે પૂછે છે વિહાન કહે છે અને ચા જ પીશું અને પ્રતીક ચા નો ઓર્ડર આપવા જાય છે.ઓર્ડર આપીને આવીને તે ગૌરવ વિશે પૂછે અને કહે છે ભૂમિ અને તે બન્ને વચ્ચે સુ સબન્ધ છે તો વિહાન કહે છે કે ભૂમિ ના ઘર ની નજીક રહે છે અને સાથે સ્કૂલ માં ભણતાં હતા અને અત્યારે કૉલેજમાં પણ સાથે ભણે છે તે તેના કાકા નો છોકરો છે.તે સાંભળી પ્રતિક ને થોડી રાહત થાય છે અને હવે તેને વિહાન એ કિધેલી વાત પરથી થોડી શાંતી અને થોડો આનંદ પણ થાય છે. ભૂમિ રોજ કૉલેજ કાર લઇ ને આવે છે અને પ્રતીક પણ ભૂમિ ની કાર પાર્ક કરે ત્યાં સામે ઉભો હોય છે તેની સાથે રોજ વિહાન હોય છે વિહાન ને ખબર હોય છે કે પ્રતીક એક તરફ થી ભૂમિ ને ચાહવા લગે છે અને રોજ નો નિયમ બની જાય છે રોજ ભૂમિ કૉલેજ આવે અને પ્રતીક તેની કાર પાર્ક કરે તેની સામે જ ઉભો જોવા મળે છે હવે ભૂમિ ને પણ થોડી અણસાર આવી જાય છે અને તે પણ હવે પ્રતીક ને નોટિસ કરવા લાગે છે પણ ભૂમિ કાર માં હોય અને પાર્ક કરતી હોય ત્યારે જ પ્રતીક ને જોઈ લે છે અને પાસે આવે ત્યારે નીચું જોઈ ને નીકળી જાય છે.આ એક મહિના સુધી સતત ચાલતું રહે છે હવે ભૂમિ ને પણ એવું લાગે છે કે મારે પણ પ્રતીક જોડે વેટ કરવી જોઈએ એટલે હવે તે પ્રતીક એકલો મળે તેની રાહ જોતી હોય છે પણ તેને પ્રતીક એકલો મળતો નથી .એક દિવસ પ્રતીક ની તબિયત ખરાબ થાય છે અને તે પાંચ દિવસ સુધી કૉલેજ આવતો નથી આ પાંચ દિવસ સુધી બધી જગ્યા એ તે પ્રતીક ને જ કૉલેજ માં ગોતતી હોય છે પણ તે જોવા મળતો નથી એક દિવસ વિહાન ને તે સામે મળે છે તો તેની સાથે હોય તેનું પૂછે છે તો વિહાન કહે કે તેનું નામ પ્રતીક છે અને તારે સુ કામ છે ? એવું ભૂમિ ને કહે છે .ભૂમિ પણ સામે જવાબ આપે છે થોડું કામ હતું તેનું તે ક્યાં છે ? સુ થયું છે ? એવા બધા સવાલ કરે છે.એટલે વિહાન કહે છે કે તેને તાવ આવ્યો છે એટલે તે રૂમ પર જ છે અને તે કૉલેજ નથી આવતો તેને એક અથવા બે દિવસ માં ફરી કૉલેજ આવશે એવું કહે છે .ભૂમિ કહે છે તેના રૂમ નું સરનામું મળી શકશે મને? તો વિહાન હા પાડે છે અને તેને સરનામું લખી આપે છે અને વિહાન અને ભૂમિ ત્યાથી છુટા પડે છે .