રાશિને શિવાયનાં મૃત્યુબાદ આજે પહેલી એમની મુલાકાતનો મહા સુદ પાંચમનો દિવસ છે.એ આત્માઓ આવીને બેસી ગઈ. એક સુંદર નવયુગલોને જોઈને બંને દુઃખી થયાં...રાશિની આત્મા એ છોકરીમાં પ્રવેશીને તેને એ પોતાની પસંદગીની ખાડીની ઢોળાવવાળી જગ્યાએ લઈ જાય છે. અને તેનાં જીવનસાથીની કોઈ મનપસંદ વસ્તુને એ ઢોળાવવાળા ભાગમાં સરખાવે છે. એ છોકરી પાગલની જેમ એ લેવાં જાય છે . છોકરો એને સરકતાં બચાવવા જાય છે પણ ઘણે નીચેનાં ભાગે જઈને પડે છે.
શિવાય એ સમયે પોતાની ગાડી લઈને ડ્રાઇવર તરીકે આવીને એને એ માથેરાનની નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે... રાશિ તો એ છોકરીમાં પ્રવેશીને ખુશ છે કે હવે કોઈ એને મુક્તિ અપાવશે....એ છોકરીનાં પરિવારજનો કંઈક અજૂગતું થતાં એને કોઈ એવાં ભૂવા પાસે લઇ ગયા જેમણે એ રાશિની આત્માને રાશિનાં શરીરમાંથી બહાર કાઢી દીધી...ને એક જગ્યાએ કેદ કરી દીધી....
આખું વર્ષ કેદ થયાં બાદ આજે એ મહા સુદ પાંચમે એની તાકાત બળવતર થઈ અને એ ફરી શિવાયને મળવાં પહોંચી ગઈ....
આવું છ વર્ષથી સતત અલગ-અલગ વ્યક્તિઓ સાથે બની રહ્યું છે...દર વર્ષે આખી હોસ્પિટલમાં દર્દીઓ વધી જતાંને આવી જ રીતે તત્કાલિનમાં દર્દીનાં આવતાં રૂમ નંબર સોળમાં દાખલ કરવું....એ જ હાલતમાં બધાનું કંઈ પણ એવાં કારણ વિના બેભાન રહેવું કોમાની જેમ...ને પછી અચાનક એક દિવસ ગાયબ થવું...આ દર વર્ષે એક ઘટનાક્રમ બની ગયો છે....આ વાત કોઈને બહું દરકારથી નથી નોંધી પણ સુનંદા સિસ્ટર અને આત્મારુપે દરરોજ હોસ્પિટલ આવતી જેક્વેલિને આ વાતને ચોક્કસ નોંધી છે. ઘણાં પ્રયાસો છતાં જેક્વેલિનનું નયનનું પ્રાણપંખેરું ઉડાવાનુ લક્ષ્ય હાંસિલ ન થઈ શકતાં એની આત્મા હજુયે અતૃપ્ત બનીને હોસ્પિટલના આંટા ગણી રહી છે.
**************
આજ મુજબ જે દિવસે અન્વય અને લીપી નામનાં એ નવપરિણીત યુગલો ત્યાં પહોંચ્યાં. વળી લીપી પણ રાશિની જેમ જ એટલી સુંદર લાગતાં એણે લીપીનાં શરીરમાં પ્રવેશ કરી દીધો...
અન્વયનો પ્રેમ પણ શિવાયની જેમ નિર્મળ અને નિઃસ્વાર્થ છે. આથી એને મદદ કરતો શિવાય એમને જેક્વેલિન અને પોતાના ઘર સુધી પણ લઈ ગયો...અને પોતાનાં ઘરે અમદાવાદ સુધી પણ એક પૈસો લીધાં વિના એ નંબર વિનાની ગાડી સાથે સલામત રીતે લીપી અને તેનાં પરિવારને પહોંચાડી ગયો....
અપુર્વ : " તો એ ડ્રાઇવર તો શિવાય જ છે એ ચોક્કસ છે...."
અન્વય : "પણ તારી સાથે કેમ આવું થયું સમજાયું નહીં?? એ ઘટનાનો હજું કોઈ મેળ બેસ્યો નથી..."
લીપી ફરી એકવાર રાશિનાં સ્વરૂપમાં આવી ગઈને બોલી, " હજું પણ કોઈના દેહને અગ્નિદાહ નથી અપાયો જેનાં માટે રાશિ પોતાની જિંદગી હતી...એક પ્રેમી કે પતિ સિવાય એક છોકરીની સૌથી નજીક કોણ હોય એ તો વિચારો ??"
અન્વય : "માતા-પિતા કે ભાઈ બહેન"
લીપી :" હમમમ...તો વિરાજને કેમ ભૂલી ગયાં. એક પિતા પોતાની દીકરીની ઈજ્જત જતી જોઈ શકે ?? શું વીતી હશે મારાં પિતા પર મારાં ચારિત્ર્ય પર કલંક લાગતાં મેં પોતાનો જીવ આપ્યો. ને વળી એજ મારી જિંદગી ખરાબ કરનાર વ્યક્તિએ મારી માતાનો પણ જીવ લીધો... સીધાં સરળ લોકો જીવતાં તો કોઈનો બદલો ન લઈ શકે પણ અતૃપ્ત આત્માઓ તો કંઈ પણ કરી શકે..."
અન્વય :" તો અપુર્વમાં જે આત્મા પ્રવેશી હતી એ વિરાજ એટલે કે સૌમ્ય કુમારની હતી એમ ને... પણ એની સાથે તો એ ઘટનાં જેક્વેલિનના ઘરે બની હતી ને ??"
રાશિ : " હા મારાં માતાપિતા થોડો સમય ત્યાં રહ્યાં હતાં એ દરમિયાન એ ઘર સાથે એમની ઘણી લાગણીઓ જોડાઈ હતી. અરે એમનાં મનગમતાં કિંમતી આભૂષણો, એમની મારી માતા સાથેની સોનેરી ક્ષણો ત્યાં જ હતી ને વળી એ જ દરમિયાન હું મારી માતાનાં ગર્ભમાં આવી હતી. ભલે એમણે એ સ્થળ છોડ્યું પણ એમની યાદો અને આત્મા તો હજુયે ત્યાં જીવંત છે. "
અપૂર્વ :" એ ઘરમાં એક સુંદર મોટો ફોટો લગાવેલો હતો એ કોણ હશે ??"
લીપી એકદમ હસવા લાગી, " એ પણ હું જ રાશિ...એ મને જેક્વેલિન ચાચીએ ખાસ મારી તસ્વીર બનાવડાવી હતી...એને તમે દીદાર હવેલીમાં પણ જોઈને જ ને ??"
અન્વય :" હા... પણ તને શું જોઈએ છે હવે ?? "
લીપી ફરી સામાન્ય બની ગઈ ને બોલી," અનુ આગળ વધ...હવે ફક્ત બે પેજ બાકી છે એને ધ્યાનથી વાંચ.... નહીં તો સમય ચુકાઈ જશે !!.... બહું જ ઓછો સમય બચ્યો છે હવે...."
સવાલ અધુરો રહી ગયો...ને અન્વયે ફરી વાંચવાનું શરૂ કર્યું....
***************
વિરાજ પણ એવું નહોતો ઈચ્છતો કે તમે પણ આગળનાં બધાંની જેમ કોઈ ભૂવા કે બાબા પાસે જાઓ અને એ પણ આગળનાં બધાંની જેમ જ રાશિની આત્માને ફરી બાંધી દે અને ફરી એ આત્મા કોઈનાં શરીરમાં પ્રવેશવા પ્રયત્નો શરૂઆત કરી દે....આથી જ જ્યારે લીપીનાં પરિવારજનોને તેને એક જગ્યાએ લઈ જવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં અપુર્વનો અકસ્માત, એનું ગુમ થવું ને વળી એને હવેલી સુધી પહોંચાડનાર એ શિવાય જ હતો.
વળી પાછું એજ સમય કે જ્યારે લીપીને લઈ જવાનાં જ સમયે સ્ટર્લિંન હોસ્પિટલમાં અપુર્વનાં સમાચાર મળવાં...એ પણ આરાધ્યાનાં પિતાની ત્યાં સારવારને કારણે આ બધું જ ગોઠવાયું એ આત્માનો જ ખેલ હતો...ને વળી અહીં દીદાર હવેલી સુધી પહોંચવાનો માર્ગ ચીંધનાર પણ એ વિરાજ અને શિવાયની આત્માઓનો જ ખેલ હતો....
રાશિએ આવી રીતે સાતમી વ્યક્તિનાં શરીરમાં પ્રવેશ કર્યો જે લીપી છે. છ વ્યક્તિનાં શરીરમાં પ્રવેશ કર્યા બાદ નયન બહું હેરાન થઈ રહ્યો હતો...તેણે કોઈ બાબા પાસે જઈને વિધિ કરાવી હતી. પણ એ વિધિ દર પાંચ વર્ષે કરાવવી પડે એ ફરજિયાત છે. એનાથી આત્મા મુક્ત તો ન જ થાય પણ એને અમુક સમય માટે બાંધી શકાય...જેથી એ કોઈનાં શરીરમાં પ્રવેશી ન શકે. પણ એ મુક્તિ ન પામી શકે.
પણ આટલાં પાંચ વર્ષમાં રૂમ તો બંધ રહેતો. અને ગભરાહટથી એણે હોસ્પિટલમાં કોઈ પણ આવાં કામ કરવાનું બંધ કરી દીધું છે પણ હજું હોસ્પિટલ બહાર તો એ એવો જ છે .પણ સારો સમય પૂરો થતાં વાર નથી લાગતી એમ એને ખબર જ ન પડી કે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે અને હવે ફરી રાશિની એ આત્મા અનેકગણી શક્તિ ભેગી કરીને કોપાયમાન બની છે.
જ્યારે આ રાશિની આત્માએ લીપીના શરીરમાં પ્રવેશ કર્યો એ સમય દરમિયાન નયન એટલે કે ડૉ.નયન આહૂજા હોસ્પિટલમાં હાજર નહોતો એટલે એને એ વિધિ માટે કંઈ યાદ આવે એવું પણ ન બન્યું. ફક્ત કેવલ જ એને જોવાં આવતો એ આ સમગ્ર ઘટનાઓથી અજાણ છે...
રાશિની આત્મા અને વિરાજની આત્મા ત્યારે જ મુક્તિ પામશે જ્યારે નયન અને કૌશલ તડપી તડપી ને મૃત્યુ પામશે....એ સાથે જ આ દીદાર હવેલી પણ આત્માઓથી મુક્ત બનીને હંમેશા માટે પહેલાંની જેમ ધમધમતી થઇ જશે...
અપુર્વ : "તો વાત લગભગ અગિયારેક વર્ષ પહેલાં કે આસપાસની જ હોય એવું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. મતલબ એજ સમયે રાશિનું મૃત્યુ પણ થયું હોવું જોઈએ."
અન્વય : "હા... આવતીકાલે મહાસુદ પાંચમનો દિવસ છે. આ જ દિવસ આપણાં માટે છેલ્લો છે મતલબ કાલે રાશિ અને શિવાલયની આત્માની તાકાત રોજ કરતાં અનેકગણી વધી જશે... કદાચ લીપી પણ !!"
અપુર્વ : "હા..."
અન્વય : "પણ નયન અને કૌશલ અત્યારે ક્યાં હશે ?? ઈન્ડિયામાં કે ફોરેનમાં કે પછી...??"
એ સાથે જ બધું લખાણ ગાયબ થઈ ગયું... જોરદાર પવન ફુંકાવા લાગ્યો... પુસ્તકને પણ અન્વય પરાણે એની પાસે રાખી રહ્યો છે જાણે કોઈ એને એની પાસેથી છીનવવાની કોશિષ કરી રહ્યું હોય !!
**************
અપુર્વની પત્ની આરાધ્યા થોડાં મનમાં ડર સાથે એક વિશાળ પ્લોટની થતી હરાજીમાં મોટાં મોટાં લોકો ભાવ બોલી રહ્યાં છે ત્યાં પહોંચે છે. એક પણ લેડીઝ ન દેખાઈ.... ત્યાં એક હોલમાં ઘણાં મોટાં લોકો ભેગા થયેલાં છે. બહું અમીર લોકો હોય એવું દેખાઈ રહ્યું છે. આટલાં બધાં મોટાં લોકો સાથે એ પણ એટલી છોકરી કહી શકાય કે તે ત્યાં પ્રવેશતાં થોડું મધ કચવાયુ...પણ આખરે પોતાની જિંદગીનો સવાલ છે એક બાજું જાતને પણ બચાવવાની છે બીજી બાજું પોતાનાં પરિવારને એક મુસીબતમાંથી બચાવવાનો છે.
આજે આરાધ્યા એક મોટાં પરિવારની એકની જાજરમાન વ્યક્તિ લાગી રહી છે. અંદર તો ડ્રિક્સ વગેરે માટે પણ સ્ટૉલ બનાવેલાં છે. લોકો એકબીજાં સાથે હાથ મિલાવીને હસી હસીને વાતો કરી રહ્યાં છે... સુંદર તૈયાર થયેલી આરાધ્યા ધીમે ધીમે અંદર પ્રવેશીને એક પછી એક વ્યક્તિઓ સામે એક તીક્ષ્ણ નજરે જોતી કોઈને શોધવાનો પ્રયાસ કરવાં લાગી.... ત્યાં જ કોઈએ અચાનક આવીને પાછળથી આરાધ્યાનાં ખભા પર હાથ મુક્યો ને આરાધ્યાએ પાછળ જોયું તો એક સુંદર, ઉંચો, મોહક આંખો, શુટને બુટમાં સજ્જ વ્યક્તિ દેખાઈ...ને એક સુંદર સ્માઈલ આપી રહી છે.
હોલમાં બહું જ અવાજ આવી રહ્યો છે...એ શોરબકોર વચ્ચે પણ એક કાતિલ સ્માઈલ સાથે બોલ્યો, " હેય બ્યુટીફુલ લેડી, હાઉઝ યુ ??"
આરાધ્યાને કંઈ સમજાયું નહીં કે શું જવાબ આપવો. એને નજર તો એ નયનને શોધવાં આમતેમ ભટકી રહી છે એટલે એ ફક્ત બોલી, " હાય !! "
ફરી એ વ્યક્તિ બોલ્યો, " ઓહ ! ઈન્ડિયન લેડી ઓલ્વેઝ શાય ઈન ટોકિંગ વિથ અનનોન મેન..."
આરાધ્યા ફરી એકાક્ષરી જવાબ આપ્યો, " હમમમ "
વ્યક્તિ : " ઈફ આઈ એમ નોટ રોન્ગ, યુ આર સર્ચિગ ફોર એનીવન ??"
આરાધ્યા : " હા..."
આરાધ્યાએ એનામાં કોઈ દિલચસ્પી ન બતાવતાં એણે સામેથી પોતાનો હાથ આરાધ્યા તરફ કરતાં બોલ્યો, " કેન વી બીકમ ફ્રેન્ડસ ??"
આરાધ્યા :" આઈ એમ ઈન હરી. કેન વી ટોક આફ્ટર સમ ટાઈમ..." કહીને આરાધ્યા ત્યાંથી સરકીને આગળ ધપી... ત્યાં જ એક વ્હીલચેરમાં ખખડી ગયેલાં શરીર સાથે એક વ્યક્તિએ દૂરથી એ અજાણ્યાં વ્યક્તિને બૂમ પાડી," હેય, માય સન કમ હીયર...."
એ સાંભળીને એ વ્યક્તિ તરત જ એ તરફ ભાગ્યો અને એ સાથે જ માઈકમાં અનાઉન્સ થયું, " ફાઈનલી આ બહું વિશાળ પ્લોટની જમીન મિસ્ટર આહુજા એન્ડ સન્સને સોંપવામાં આવે છે. આ જમીન માટે એમનાં તરફથી પચાસ ટકા રકમનો ચેક હમણાં જ આપવામાં આવશે...અને આ એસોસિયેશન તરફથી એમનું સન્માન કરવામાં આવશે અને હવે આ પછી એમનું શું સ્વપ્ન સાકાર કરવાં જઈ રહ્યાં છે એ પણ એ પોતાની નાની સ્પીચ દ્વારા જણાવશે....." ને આરાધ્યાની નજરો બધાંની સાથે એ કોણ છે એને જોવાં સ્ટેજ પર મંડાઈ રહી....!!
****************
રાતનો સમય થવાં આવ્યો છે....આજે રોજ કરતાં દીદાર હવેલીમાં બહું જ ભેંકાર લાગી રહ્યો છે. શુદ્ધ શાકાહારીનાં આગ્રહી અન્વય અને અપુર્વનાં માતા-પિતા દીપાબેન અને નિમેષભાઈ આટલાં દિવસથી લગભગ ભૂખ્યા જ છે એવું કહી શકાય.
દીપાબેન : " આજે તો છેલ્લો દિવસ છે કાલે તો ખબર નહીં શું થશે ?? મને હવે બહું ચિંતા થઈ રહી છે ખબર નહીં ફરી આપણો પરિવાર ક્યારેય આપણને મળશે કે નહીં ?? "
અંદર ખાને તો પોતે પણ ગભરાયેલા હોવાં છતાં દીપાબેનને ધરપત આપવાં નિમેષભાઈ બોલ્યાં : " તું ચિંતા ન કર બધું સારૂં જ થશે..."
દીપાબેન : "આરાધ્યાનાં પપ્પા કેટલાં વિશ્વાસથી પોતાની દીકરી સોંપી ગયાં અને આપણે કેટલાં સ્વાર્થી બની ગયાં કે આપણે એને એકલી મોકલી દીધી...ખબર નહીં એ અત્યારે રાતનાં સમયે ક્યાં હશે ને કેવી સ્થિતિમાં હશે ??"
ઉપરથી એક અટ્ટહાસ્યનાં પડઘાં આખી હવેલીમાં રેલાવા લાગ્યાં...ને જોરજોરથી અવાજ આવ્યો," આવો જ બનાવ્યો છે કુદરતે માનવી !! સ્વાર્થી, લાલચુ....પ્રપંચી.... ઉપનામ આપો એટલાં ઓછાં...."ને એકદમ જ આખી હવેલીમાં એક નીરવ શાંતિ છવાઈ ગઈ....
આખી કહાની થી અજાણ આરાધ્યા પોતાનું લક્ષ્ય પુરૂં કરી શકશે ?? તેની પાસે આવનાર એ અજાણી વ્યક્તિ કોણ હશે ?? રાતનાં સમયે એ પાર્ટીની ઝાકમઝોળમાં એક એકલી સ્ત્રી ત્યાં પોતાની જાતને કેમ બચાવશે ?? અન્વય, અને અપુર્વને નયન સુધી પહોંચવાનો રસ્તો મળશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૯
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે