Chhalkata aansu - 1 in Gujarati Love Stories by S.S .Saiyed books and stories PDF | છલકાતા આંસુ - 1

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

છલકાતા આંસુ - 1

દુબઈ શહેરનો વર્કીગ દિવસ ધીરે ધીરે આથમી રહયો હતો. આખો દિવસ અગન જ્વાળા વરસાવતો સુર્ય હવે શહેરની ગગનચુંબી ઇમારતોની પેલે પાર પશ્ચિમી ક્ષિતિજે અસ્ત થવા જઇ રહયો હતો જેના કારણે શહેરની પશ્ચિમી ક્ષિતિજે એક નયનરમ્ય સનસેટ નો નજારો સર્જાયો હતો અને કુદરતે જાણે દુબઈ શહેરની સોનેરી સંધ્યાને કોઇ દુલ્હનની જેમ સણગારી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ હતુ. આમતો દુબઈ જેવા શહેરમા દિવસ કરતા રાત્રીનુ મહત્વ કઇક વિશેષ હોય છે .કારણ કે મોટા ભાગના વિદેશી સહેલાણીઓ અને અને બિઝનેસ ટુર પર આવતા બિઝનેસમેનો અને અહીના લોકલ નવયુવાનો માટે દુબઈની રંગીન રાત્રીઓ સવિશેષ અને આગવુ મહત્વ ધરાવતી હોય છે . અત્યારે શહેરની મોટાભાગની ગગનચુંબી હોટેલના ટેરેસ અને લોબીઓમા દુબઈ શહેરનાઆછા કેસરી રંગે મઢ્યા સોનેરી સનસેટનો આહલાદક નજારો માળવા માટે વિદેશી સહેલાણીઓ નો જમાવડો લાગ્યો હતો .

પરંતુ આ બધાની વચ્ચે એક આરીફ જ એવો યુવાન હતો જે હોટેલ ડ્રીમ નાઇટના ટેરેસ પર અલગ થલગ ઉભો રહ્યો હતો અને તેને આ સનસેટ નિહાળવા મા કોઇ ઉત્સાહ હોય તેવુ બિલકુલ લાગતુ ન હતુ. હા..તેની અનિમેષ દ્રષ્ટિ જરુર દુર દુર આથમતી સંધ્યાની ક્ષિતિજ તરફ જડાએલી હતી પરંતુ તેનુ મન પંછી કોઇક બીજીજ ક્ષિતિજ મા ખોવાએલ હતુ . દર રવિવારે બપોર પછી પોતાના નિત્ય નિયમ મુજબ આરીતે જ હોટેલ ડ્રીમ નાઇટ પર આવતો હતો.
ગોરો લંબગોળ ચેહરો અને તેના પર બ્લેક ચેહરા દાઢી અને છ ફીટના ઉંચા કસરતી બદન પર ગ્રે કલરની બ્રાન્ડેડ જીન્સ અને ઉપર યલો કલરની વી નેક ટી શર્ટ તથા તેની પર લેટેસ્ટ સ્કીન ફીટીંગ બ્લેક કલરનો શોર્ટ બ્લેઝર ચાળીસમા વરસે કોઇ ફિલ્મી અભિનેતાને પણ જાંખો પાડીદે તેમ તેના પર સોહી રહ્યા હતા. ઓસ્ટ્રેલ્યાની એક મલ્ટીનેશનલ કંપની ની ભારતીય બ્રાંચમાથી દુબઈની બ્રાંચમા હાલ જ તેની ચીફ માર્કેટિંગ ઓફીસર તરીકે નિયુક્તિ થઈ હતી સાથે દમદાર સેલરી પેકેજ અને રહેવા માટે લક્ઝૂરિયસ બંગલો તથા એક અલગ કાર પણ કંપનીએ તેને આપી હતી. આમ એકંદરે વૈભવી કહી સકાય તેવુ જીવન હોવા છતા પણ ના જાણે કેમ કઇક ખુટતુ હોવાનો રંજ હમેસા તેના મનને ડંખતો રહ્યો છે.કઇક નહી પામી સક્યાનો એહસાસ તેના સીનામા ધગધગતા લાવાની જેમ જલતો રહ્યો છે.રહી રહીને એકજ સવાલ તેના ઝહેનમા અથડાતો રહેતો હતો..

કેમ…? આખરે કેમ.?...? સલમાએ મારી સાથે આમ બેવફાઈ કરી હસે…?…?…?

પંદર વરસ..! હા પુરા પંદર વરસના વહાણા વિતી ચુક્યા હતા હવેતો સલમાથી વિખૂટા પડ્યાને..સમયની બેરહમ કરવતે હવેતો પંદર વરસનો ફાંસલો ઉભો કરી દિધો હતો પોતાની અને સલમાની વચ્ચે . શુ… સલમાને પણ મારી યાદ આવતી હશે ખરી…? શું… સલમાના હૃદયમાં હજી પણ મારી મહોબ્બતની શમા જલતી હશે ખરી..?..? સલમાનો ગોરો ખંજન ભર્યો હાસ્ય વેરતો ચંદ્રનુમા ચેહરો આરીફની સુક્કી આંખોના આકાશમા તરવરી ઉઠ્યો. અને ઉંડો નિશ્વાસ નાંખીને તેણે ઇયરફોન કાનમા લગાવી તેનુ અને સલમાનુ પસંદીદા જુનુ પુરાણુ ફિલ્મી ગીત પોતાના સ્માર્ટ ફોનમા પ્લે કર્યુ…,

"કિસી રાહ મે… કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર… મેરે હમસફર.. મેરે હમ સફર…,,
ખીન્ન હૃદયે તેણે વિદેશી સિગારેટનો ઉડો કસ લીધો અને તેના મુખમાંથી નિકળેલા ધુમ્ર વલયો ચિત્ર વિચિત્ર આકૃતિઓ ખેંચતા હવામા વિખેરાઈ ગયા અને પંદર વરસ પહેલા આવિજ રીતે વિખેરાઈ ગએલ પોતાના અતીતની પળોને ખોજતો હોય તેમ ગુંજી રહેલા ગીતની દર્દભરી પંક્તિઓ પર સવાર થઈને તે પોતાના વિસરાઇ ગએલ અતીતની પેલે પાર પહોંચી ગયો.

ત્યારે પણ આમજ અમદાવાદી સાંજનુ આકાશ આછા કેસરી રંગે રંગાએલ હતુ અને કોલેજનુ છેલ્લુ લેકચર પુરુ કરી પોતાના રોજીંદા મીલન સ્થળ રિવરફ્રન્ટના વૉક વે પર એકમેકના હાથમા હાથ પરોવી ચાલતા આરીફે સલમાને કહ્યુ હતુ... આજે તો અમ્મી અબ્બુ ને આપણા લગ્ન વિશેની વાત કરીજ લેવી છે..! અને... સહેજ અટકીને તેણે ઉમેર્યુ હતુ...તુ પણ મોકો જોઇને તારા ઘરે વાત મુકી જોજે .

પણ આરીફ. ..સલમાએ સહેજ ગંભીર ચેહરે કહ્યુ..,તુ ધારે છે એટલુ સહેલુ નથી આ …તેણે આરીફની આંખો મા આંખો પેરવી કહયુ હતુ.., ' મારા હિટલર મિજાજી અબ્બા અને માથા ભારે ભાઇઓ અસલમ અને દિલાવર ને તો તુ ઓળખેજ છે ને....?

પણ તો પછી આપણે કાયદાનો સહારો લઇસુ. .! આરીફે સલમાનો ગોરો નાજુક ચેહરો પોતાના બન્ને હાથો મા ભરીને કહ્યુ હતુ.., ' અને પછી કોઇ આપણો વાળ પણ વાંકો નહી કરી શકે .

અને પેહલી વાર સલમાના ચેહરા ખુશી જળકી ઉઠી અને તેણે આરીફની બાહોમા સમાઇ જતા કહ્યુ.., ' હા આરીફ. .! હું કોઈ પણ કાળે તને ખોવા નથી ઇચ્છતી

દુર દુર ક્ષિતિજ મા સુર્ય હવે સંપૂર્ણ પણે આથમીઆ ચુકયો હતો અને આખુય રિવરફ્રન્ટ હવે રંગબેરંગી રોશની મા નહાઇ રહ્યુ હતુ અને હવાની ઠંડક લહેરખીઓ આખા દિવસના ઉકળાટ પછી મનને અનેરી ઠંડક આપી રહી હતી

રિવરફ્રન્ટના ના વૉક વે પર ચાલતા ચાલતા બરાબર નદીનો વૉક વે જ્યાં પુરો થતો હતો ત્યા પોતાની રોજના મિલન સ્થળ એવા "'ડ્રીમ ઇવનીંગ,, કોફી સ્ટોલના પ્રાંગણ મા ખુલ્લા આકાશ નીચે પોતાના રોજીંદા ખુણાના ટેબલ પર સલમા અને આરીફે બેઠક જમાવી. મંદ મંદ વહેતી ઠંડી હવામા સ્ટોલ વાળાની મ્યુઝિક પ્લેયર સિસ્ટમ માથી ગુજતા જુના પુરાણા ફિલ્મી ગીતો વાતાવરણને અનોખી તાઝગી બક્ષી રહ્યા હતા .આરીફ અને સલમાને રોજના ગ્રાહક તરીકે સારી રીતે જાણત વેઇટરે તેમના કહ્ય વિનાજ બીસ્લેરી વૉટરની બે નાની બોટલ અને કોફીના બે કપ મુકી દીધા.
હું ધારુ છુ ત્યા સુધી તારુ બીએનુ અને મારુ એમ એ નુ આપણુ ફાઇનલ પરિણામ આવિ જાય અને તુ ક્યાંક સેટલ થઇ જાય પછી જ આપણે કાયદાકીય રીતે લગ્ન કરી લઇશું.., કોફીની ચુસ્કી લેતા સલમાએ કહ્યુ હતુ. ..
એટલે આરીફે સંમતી સુચક માથુ હલાવતા કહ્યુ…, ' જ્યા સુધી મારા ઘર વાળાઓનો સવાલ છે ત્યાં સુધી હું ગમે તેમ કરીને પણ તેમને મનાવી લઇશ..પણ…,
આરીફે પાણીની ખાલી બોટલ પાસેના ડસ્ટબીન મા નાખતા કહ્યુ હતુ.., 'ત્યા સુધી તારા ઘર વાળાઓથી આપણે ખાસ સાવચેત રહેવુ પડસે..
અને સલમાએ આરીફનો હાથ પોતાની બન્ને કોમળ હથેળીઓ વચ્ચે દબાવતા..સાવચેતી રાખવા ની ખાત્રી આપી હતી
અને ત્યારે જ બંન્ને નુ પસંદીદા જુનુ મુકેશી ગીત હવા મા ગુંજી ઉઠ્યુ..
"કિસી રાહ મે… કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર… મેરે હમસફર.. મેરે હમ સફર…,,
અને બસ. ..સલમા અને આરીફની તે આખરી મુલાકાત હતી.અને બીજા દિવસથી સલમાનુ કૉલેજ આવવાનુ પણ બંધ થઈ ગયુ હતુ..અને અચાનક શું થઇ ગયુ.? તે વિચારે આરીફ બેબાકળો થઇ ગયો હતો.ઘણી તપાસ કરવા છતા આરીફને અંતે
સલમા વિષે કોઈ જ માહિતી મળતી નહોતી
અને અંતે એક અઠવાડીયા પછી સલમાની એક અતરંગ સહેલી પારુલના હાથે આરીફને એક પત્ર મળ્યો હતો અને પત્રમા લખ્યુ હતુ…,

પ્રિય આરીફ…!

મહેરબાની કરીને મને ભુલી જજે..,
હું તારા જેવા ગરીબ અને મુફલીસ યુવાન
સાથે લગ્ન નહી કરી શકુ. કારણ કે મારે પણ કેટલાક અરમાનો અને અપેક્ષાઓ છે જે કદાચ તારી સાથે પરણીને હું કદાપી પુરી નહી કરી સકુ .. અને હા..! મહેરબાની કરીને મને મલવાની કે સંપર્ક કરવાની કોશિશ પણ કરતો નહી ..કારણ કે બે દિવસ પછી મારા પિતા દ્વારા નક્કી કરેલ તેમના એક માલેતુજાર ધનીક અરબ શેખના શેહઝાદા સાથે મારા લગ્ન છે…અને લગ્નના બે દિવસ પછી જ હુ ભારત છોડી વિદેશ ઉડી જવાની છું
બની સકે તો મને માફ કરી દેજે.

લી. સલમા
અને પત્ર વાંચીને આરીફ તરફડી ઉઠયો હતો..તેને લાગ્યુ કે તે હમણાજ ચક્કર ખઇને પડી જસે.. તેણે પત્ર ના ટુકડે ટુકડા કરીને હવામા ઉડાવી મુક્યા અને માંડ માંડ પોતાની જાતને સંભાળી ..અને જેમ જેમ સમય વિત્યો તેમ તેમ સલમાએ આપેલ ઘેહરા ઝખમ રુઝાતા ગયા અને પછીતો આરીફે આકરી મહેનત કરી ડીસ્ટેકશન માર્ક સાથે બી એ ફર્સ્ટ કલાસમા પાસ કર્યુ અને આ શહેરમા મન હવે લાગતુ ના હોઇ એક મિત્રના આગ્રહવશ મુબઇની એમ બી એ કૉલેજમા એડમીશન લીધુ અને એમ બી એ ની પરીક્ષા પણ ફર્સ્ટ કલાસ માર્કસ સાથે પાસ કરી

અને ત્યારબાદ તો એમ બી એ ની ડીગ્રી, વન ક્લાસ જોબ, નિલોફર સાથે લગ્ન અને પછી બાળકો.. એમ જીવન સરેરાશ મધ્યમ ગતીએ વહેતુ રહ્યુ હતુ અને પછીતો એક પછી એક પ્રમોશનોના પગથીયા ચઢતા તે ચીફ માર્કેટીંગ ઓફીસર તરીકે પ્રમોશન મેળવી દુબઈ સુધી પહોંચી ગયો હતો

અચાનક જ બળીને ખતમ થઈ ગએલ સિગારેટ ની ગરમ દાહ નો સ્પર્શ આરીફની કોમળ આંગળી પર થયો એટલે તેની વિચારધારા ટુટી. . ઓહ નો… બબળતા તેણે બળી ગયેલ સિગારેટ ને ડસ્ટબીન મા નાખતા તેણે આસપાસ નજર દોડાવી તો સુર્ય હવે સંપૂર્ણ આથમી ગયો હતો. મોટાભાગના સહેલાણીઓ હવે ટેરેસ છોડી જતા રહ્યા હતા તો અમુક કપલ્સ હજુ પણ એકમેકમા ખોવાઈ મસ્તીમા તલ્લીન હતા.
અમદાવાદના રિવરફ્રન્ટ પરની સલમા સાથેની છેલ્લી મુલાકાતનુ એ સ્મરણ આરીફની ઉદાસ આંખોમા ઝળહળયા લાવી ગયુ.. અને ફરી પાછો પેલો સવાલ તેના
ઝહેનમા અથડાયો અને છેલ્લા કેટલાય વરસોથી આમજ અથડાતો રહી તેના શાંત જીવનમા આમજ વમળો પેદા કરી જતો હતો કેમ…? આખરે કેમ.? .? પોતાની માટે જાન સુદ્ધા કુરબાન કરવાની તૈયારી રાખનાર સલમા આમ બેવફા કેમ નીકળી હશે.?.?.?
અને ત્યાજ તેના સ્માર્ટ ફોનની રીંગ રણકી ઉઠી..તેણે જોયુ તો નીચે હોટલના પાર્કિંગ માથી તેના ભારતીય ડ્રાઇવર નો ફોન હતો
સર….હવે નીકળ્યે.? ડ્રાઇવરે પુછ્યુ
એટલે.., 'હા…નો ટુંકો ઉત્તર આપતા આરીફ ઉદાશ ચેહરે નીચે જવા આગળ વધ્યો.

પણ દોસ્ત…! ઉભા રહો…!..!આમ જીંદગથી નિરાશ થઇ ઉદાશ ચહેરે જવાની અને સલમા પર વારંવાર બેવફાના નામનુ લેબલ લગાવવાની પણ જરુર નથી. તમારી સાથેની સલમાની છેલ્લી મુલાકાત પછી ખરેખર શું થયુ હતુ.? એ હકિકત થી તમે આજ સુધી બેખબર જ રહ્યા છો.
ખરેખરતો તમારી છેલ્લી મુલાકાત પછી સલમાને તેના ઘરથી થોડે દૂર મુકવા તમે
બાઇક લઇને ગયા હતા અને તમારા બદનસીબે ત્યારેજ સલમાના માથાભારે ભાઇ અસલમે તેને તમારી બાઇક પરથી ઉતરતા જોઇ લીધી હતી.અને પછી તો તે રાત્રે સલમાના ઘરે મોટી બબાલ મચી ગઇ હતી. અને સલમાના ભાઇયો તથા તેના બાપે સલમાનો રીતસરનો ઉધડો લીધો હતો અને સલમાના મોઢે બળજબરીથી તમારુ નામ કઢાવ્યા પછી તો તેના ભાઇઓ તથા તેના આવરા અને ગુંડાગીરી કરતા તેમના દોસ્તો ને તમને ગમે ત્યાંથી પણ સોધીને તમારો કાટલો જ કાઢી નાખવાનો સલમાના જલ્લાદ જેવા બાપે હુકમ આપી દિધો હતો અને ત્યારે પોતાના ભાઈ અને પીતા કેટલી હદ સુધી જઈ શકે છે તે વાતથી સારી રીતે વાકેફ સલમા ધ્રુજી ઉઠી હતી અને
તમારો જીવ બચાવવા માટે રીતસરની તેમના પગે પડીને કરગરી હતી અને જીવન મા ફરી ક્યારેય તમને નહી મળે તેવી દૂહાઇ
આપી તમારો જીવ બક્ષી દેવા આજીજી કરી હતી. ત્યારે માંડ માંડ તેઓ માન્યા હતા.. તો વળી તમને મળેલ પેલો પત્ર પણ એ લોકોના દબાણવશ થઈને જ સલમા એ તમને લખ્યો હતો અને પત્રમા છેલ્લે લખ્યા પ્રમાણે તેના પિતાએ તાત્કાલિક તેના લગ્ન એક આરબ નબીરા સાથે ગોઠવી નાંખ્યા હતા અને તમારો જીવ બચાવવા સલમાએ પરાણે પેલા આરબ નબીરા સાથે પરણીને પોતાની મહોબ્બતનુ ગળુ ઘુટી દીધુ હતુ.
અને જતા પેહલા બીજી એક વાત પણ સાંભતા જાવ આરીફ… સલમા તે સમયે દુબઈ માંજ પરણીને આવેલ હતી.… અને અત્યારે દુબઈ શહેરના પુર્વ છેડે આવેલ પોતાના વૈભવી આલીશાન બંગલાના ટેરેસ પર તે પણ તમારા સંભારણા રુપે પેલુજ ગીત સાંભળી રહી છે..જે ગીત તમે થોડી વાર પહેલા સાંભળી રહ્યા હતા
"કિસી રાહ મે… કિસી મોડ પર, કહીં ચલ ના દેના તુ છોડ કર… મેરે હમસફર.. મેરે હમસફર…!

(સંપુર્ણ)

***********
S.S. Kadri
Please Sand Your Feedback
WhatsApp 9979125348