Paraspar sangathi in Gujarati Poems by Maitri Patel books and stories PDF | પરસ્પર સંગાથી

Featured Books
Categories
Share

પરસ્પર સંગાથી

[1]તારી ભૂલો ને ,હું મારી ગેરસમજ કરાર કરી દઉ;
સંબંધો કેમ બચાવાય ચાલ ફરી તને શીખવી દઉ.

તારા મયાર્દિત આકર્ષણ ને, હું પ્રેમ નામ આપી દઉ;
સાથ કેમ નિભાવાય ચાલ ફરી તને શીખવી દઉ.

મારી વ્યથા નો અહેસાસ હશે તને એમ કેમ માની લઉં;
હાથ માંગવા માં ને જીવનભર એ હાથ થામવામા ફરક છે,ચાલ તને શીખવી દઉ.


[2]આપી આપી ને પણ શું આપી દીધું તે,
તારા પ્રેમ ની અરજદાર હતી હું,
મારા નામ પાછળ પોતાનુ નામ આપી દીધું તે.

આપી આપી ને પણ શું આપી દીધું તે,
તારા સાથ ની કરજદાર હતી હું,
તારું જીવન મારે નામ આપી દીધું તે.

આપી આપી ને પણ શું આપી દીધું તે,
તારી બધી જ વાતો ની હિસ્સેદાર હતી હું,
તારું સમયચક્ર મારે ભાગ આપી દીધું તે.

આપી આપી ને પણ શું આપી દીધું તે,
તારા દુ:ખ ની ભાગીદાર હતી હું,
તારું સુખ મારે કાજ આપી દીધું તે.

આપી આપી ને પણ શું આપી દીધું તે,
આમ તો નથી તારી સાથીદાર હું,
તારા હાસ્ય એ મારા શમણાંઓ ને વેગ આપી દીધો...
આપી આપી ને પણ શું આપી દીધું તે,
નાહક નું શબ્દો અને લાગણીઓ નું નવું જોડાણ આપી દીધું તે.

[3]તું સૂર્ય સમું તેજ ને હું ચંદ્ર સમાન શીત,
ન જાણે તોયે કેમ લાગી તુજ સંગ પ્રીત....

મુજ હૈયું સ્થિર નદી ને તુજ હૈયે ઘુઘવાટા લેતો વિશાળ સમુદ્ર,
તું પ્રશ્ન રુપી વાદળ ને હું ઉત્તર ની હેલી,
ન જાણે તોયે કેમ તુજ સંગે હું બની ઘેલી......

તું અવર્ણનીય શબ્દ ને હું તારી કવિતા,
તું ઝાકળબિંદુ ને હું તારી સરિતા ......

તું સાત રંગોનું મેઘધનુષ્ય ને હું તારું આકાશ,
કાયા ની આ ઝાકળજૉમ મા નામ તારું મુજ શ્વાસે શ્વાસ,
ન જાણે તોયે કેમ મુજ હૈયામાં તું જ એક ખાસ....

તું વિચારો ની માયાજાળ ને ભર-દુનિયા માં તું જ મનગમતું પાત્ર,
જેની શક્ય છે કલ્પના માત્ર.


[4]કંઈક તો ખાસિયત રહી હશે એ આંખો માં, અમસ્તો જ નહતો વિશ્વાસ એ જાદુભરી નજરો માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ વાતો માં,અમસ્તી જ મજા નહતી એ જૂઠાણા ને કાન દઈ ને સાંભળવા માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ હાસ્ય માં, અમસ્તી જ નહતી ઓવારી એ ખંજન માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ સરળતા માં , અમસ્તો જ નહતો ગુમાન એ સાદગી માં....
કંઈક તો ખાસિયત હતી તારા માં, અમસ્તી જ નથી ભિજાતી ભર ઉનાળે તારી યાદ માં.


[5]લાગણીઓ શબ્દો ના અત્યંત સુંદર વાઘા પહેરી ને રેલાઈ રહી હતી,
આંખો જરાક નમ પડી ગઈ,લાગે છે હવે શબ્દો પણ ખૂટી પડયા છે.


[6]શમણાંઓ નું આકાશ કંઈક આમ જ કલરવ કરતું'તું,
બસ આ તો અપેક્ષાઓ નો બોજ વધી ગયો હતો...
હૈયું તો કંઈક આમ જ ઉચાટ કરતું'તું,
બસ આ તો ખુદ થી જ નારાજગી નો બોજ વધી ગયો હતો......

"નિષ્ફળતાઓ" તો આમ જ બદનામ હતી દોસ્ત,
બસ આ તો સફળતા પહેલા ના એકલપણા નો બોજ વધી ગયો હતો.....
સફળતા ની ચમકધમક કાંઈ આમ જ હતી....
બસ આ તો ખુદ ને શાબાશી આપ્યા નો બોજ વધી ગયો હતો....

ઉડવાને નથી પાંખો એ માત્ર મિથ્યા બની રહી ગયું હતું,
બસ આ તો માણસ ના ઘમંડ નો બોજ વધી ગયો હતો.....

"આકાશ" તો મોટું કાંઈક આમ જ હતું,
બસ આ તો બધા બોજ પર માનવી નો અડગ ઇરાદો વધી ગયો હતો .