keva fasaaya in Gujarati Moral Stories by SUNIL VADADLIYA books and stories PDF | કેવા ફસાયા

Featured Books
Categories
Share

કેવા ફસાયા

હોસ્ટેલમાં રહેતી કિરણ ખૂબ હોશિયાર , ચપળ અને ખૂબ મોટો જલેબી જેવો સીધો છોકરો એ વાત કરે તો એમાં પણ અલંકારોનો ભારે વિનિયોગ હોય રાત્રે બે બે વાગ્યે સુધી તો કાગળો લખે. બધાને એમ કે ઘરે તેના લખતો હશે. અને એક દિવસ તેનું લખાણ રિતેશ જે હલકો થવા નીકળ્યો એટલે એકી કરવા હા. હા...એ જ તે એ કિરણની બાજુમાં જઈને ઉભો રહ્યો. કિરણતો લખવામાં મશગૂલ હતો. એનું ધ્યાન નહોતું. એકાએક આમ રીતેશને જોઈ ચોકી ગયો .અલ્યા રિતયા તું અહીં શુ કરે છે ? રીતેશ કઈ નઈ મુતરવા ગયેલો તે તારું લખેલું વાંચતો હતો. તું તો ભારે ભાઈ ભઇ કહેવું પડે હોસ્ટેલની છોડીયું તને બોલાવે અમને બધાને એમ કે તારું ચક્કર હશે. પેલી રેશમાં, પીનલ વગેરે પણ કંઈક ઓર નીકળ્યું આ તો બિલાડુ નીકળે એવું થયું લ્યા. કિરણ અરે રિતેશ જો મને આધ્યાત્મિક રસ અને આ બધી હોસ્ટેલની છોડીયું બેન મને રસ નથી. આ બધી બાબતમાં જો યાર અને એટલે મને છોકરીયું બોલાવે કિરણની છાપ ખૂબ સારી પડી. રિતેશ આગળ તે તો આદર્શ થઈ જોવા મનડ્યો ... હવે કિરણ તો રીતેશનો ગુરુ હોય તેમ આવી વાતો કરતો પણ કંઈક વિધિના વિધાન હશે તે બન્યું આવું કિરણ જે હતો એ દેખાતો નહિ અને જે દેખાય એ હતો નહિ. હોસ્ટેલમાં દૂરથી ભણવા આવતી છોકરીઓને બેન બનાવતો અને પછી પત્રો લખતો અને કોઈવાર એકાંતની મુલાકાત માં કહે કે, જુવો ભાઈ બેનનો પ્રેમ હોય ત્યાં નિર્દોષતા હોય બીજી બાબતને સ્થાનના હોય અને લાગ આવે તો બનાવેલ બેનને કે દુનિયાની નજરે આપણે ભાઈ બેન પણ જો તું કે તો, અને પ્રેમના જાળમાં ફસાવી તેનો ઉપયોગ કરતો ઘણી છોકરીયું ને ગમ્યું પણ હશે. પણ ક્યારેક કોઈપણ સાતીલ , ચાલાક , ચબરાક પણ ફસાઈ એવું જ થયું . કિરણ આજે એજ દાવ રમવાનો હતો. તેણે બધું વિચારી રાખ્યું હતું. અને રેશ્માને તે એની જૂની પદ્ધતિથી પ્રેમનું આમંત્રણ આપવાનો હતો. હોસ્ટેલમાંથી બધા રજા લઈ ઘરે ઉત્તરાયણ કરવા જતાં હતાં. પણ રેશમાં દૂર વ્યારાની તો તે કિરણને ઘરે જવાની હતી. કિરને તો ખૂબ વિચારી તેને ગાર્ડન માં લઇ જઇ ફરીને તેની ફિલસુફી કહેવા લાગ્યો જો રેશમાં તું મારી બેન હોય અને મને ભાઈ માનતી હોય તો મારી એક વાત સાંભળ અને પ્લીઝ વચ્ચે ના બોલતી અને કોઈને કહેતી નઈ રેશમાં કે બોલને ભઈલા અને બેનને ખોટું કઈ ન લાગે બિનદાસ...બોલ....જો રેશમાં આપણે બન્ને ભાઈ બેન સગા નથી તું મને ભાઈ માને હું તને બેન પણ મને તો તારા પ્રત્યે અલગ લાગણી હતી. એ હતી પ્રેમની તને પામવાની તનમનધનથી સાચું કહું છું ! મે મારા વિચારો તને જણાવ્યા અને પ્લીઝ તું કોઈને ના કહેતી. જે કહેવું હોય તે કહે ...રેશમાં વિચારમાં પડી ગઈ ઠંડી હતી. કિરણ હિંમત કરી તેના હાથનો સ્પર્શ કરીઓ અને હાથને પકડીને હૂંફ મેળવવા લાગયો . રેશમાં એકાએક વિચારી બોલી ઓકે કિરણ પણ તું પણ ના કહેતો. કોઈને કિરણ અને રેશમાં બન્ને બસસ્ટેન્ડ આવ્યા અને બસમાં બેઠા રેશમાં કઈ બોલતી નોહતી કિરણ થોડી વધારે છૂટ લેવા માંડી અને તેનો હાથ અને ખભા સુધી સ્પર્શ કરતો રેશમાં પણ મુકસહમતી આપતી હોય એમ કરતાં બન્ને સાંજના સાત વજ્ઞાની આજુબાજુ ઘરે આવ્યા કિરણ તો ખુશ હતો. જેમ શિકારી ને શિકાર મળતા ખુશ થાય. કિરને અગાઉથી કાગળ લખેલ તેથી તેના મમ્મી એ જમવાનું બનાબેલું બન્ને જણે ફ્રેશ થઈને જમી લીધું અને પછી કિરણ તો મમ્મી પપ્પા અને બેન અંજલિ સાથે વાત કરવા માંડી હોસ્ટેલની અને મા બાપ પણ આની વાતોથી ખુશ થતા રાત્રે સુવાની ત્યારી કરી...પરસાળ માં કિરણના મમ્મી પપ્પા સુઈ ગયા. કિરણને જોડેના ઘરે સુઈ જવા કહ્યું . અજલી અને રેશમાં ઘરમાં સુઈ ગયા. સવારે ગામમાં બેકી માટે બહાર જવાનું હોય તો રેશમાં સવારે પાંચ વાગે ઉઠી અને અજલીને ઉઠાડી દીદી ઉઠો વાળામાં જવું પડશે. તે સિમ તરફ જતા હતા. ત્યાં વચ્ચે જ રેશમાં એ અંજલી નો હાથ પકડીને મરણપોક મૂકી રડવાનું શરૂ કર્યું. અંજલિ ગભરાઈ ગઈ તે બોલી શુ થયુ બોલ અને તે રડતા રડતા કહેવા લાગી દીદી તમે સાચું ની માનો ....અજલી આસવાસન આપતા કે તારી દીદી છે. ને રડીશ નઈ અને પછી કહ્યું કે, દીદી કિરણભાઈ સારા નથી તે બદમાશ છે. તેમને પત્રમાં બેન કહે અને આખી વાત કરી. અંજલિ ગુસ્સે થઈ અને કહ્યું સારું ચાલ ઘરે જઈને એની ......અંજલિ એ કહ્યું કિરણભાઈ તું તો શહેરમાં હોસ્ટેલમાં ખૂબ શીખ્યો મારો ભાઈ તો ખૂબ ડાહ્યો અને તેના મમ્મી બોલ્યા શુ છે ...અંજલિ ...કઈ નઇ મમ્મી એ તો મારે પારકે ઘરે સંસાર બાંધી રહેવું એના કરતા આ ભાઈને ઘણી તમને સાસુ અને પપ્પાને સસરા કરું... અજલી ની મમ્મી અલી તારું ફરી ગયું તો નથી ને આમ બોલાય....ભાઇ વિશે....અને અંજલિ રડી પડી અને કહ્યું આ ભાઈ કેવાને લાયક નહીં આ કિરણ્યો હરામી ,બદમાશ છે. તે આવી દુરથી હોસ્ટેલમાં રહેતી છોકરીયું ને પહેલા બેન બનાવે અને પછી ફસાવે છે. ...છી....છી.... આ મારો ભાઈ ન હોય અરે બેન ભાઈ ના રીશતામાં કલંક છે. આ કિરણ્યો અને કિરણભાઈ નાથી કઈ ના બોલાયું અને તે સાથે રેશમાં બોલી....."વાહ ભાઈ વાહ કેવા ફસાયા , આજકાલ બનતા તા દોઢ ડાહ્યા "ગુજરાતી ચલચિત્રની લીટી ગાઈ બપોરે તે રેશમાં પોતાના ઘરે જવા નીકળી ગઈ અને કિરણની વાત હોસ્ટેલમાં બધી બહેનપણીઓ ને કરી આવા પણ હોય અમુક કિરણ જેવા પુરુષો....માટે ભરમાવું નહિ અને સ્વરક્ષણ કરતા હોય તે રીતે રહેવું અને કહેવત પ્રમાણે થયું "ખાડો ખોદે તે પડે "

નોંધ :- સમાજમાં આવા પણ માણસો હોય છે માટે તેવાથી સાવધાની રાખવી જોઈએ....આ કાલ્પનિક સ્ટોરી છે.....