saachi samajdari in Gujarati Love Stories by Het Bhatt Mahek books and stories PDF | સાચી સમજદારી

Featured Books
Categories
Share

સાચી સમજદારી

રુચાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી રુચા અને તેના ભાવિ પતિ ઋષિ ફોન પર ખૂબ વાતો કરતા હતા. એક બે-વાર તો તે રાજકોટ અમારા શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ. લગ્ન પછી રુચા ને ઋષિ વિદેશ માં ફરવા પણ ગયા હતા. બંન્ને નું બધુ કેટલુ સારુ ચાલી રહ્યું હતુ. પણ હવે રુચા ને લાગે છે કે આ બધી વીતી ગયેલી વાતો છે. જીંદગી હવે એક રૂટિન બનીને રહી ગઈ છે. લગ્નના એક જ વર્ષમાં રુચા ને જાણ થવા લાગી કે એનો પતિ ઋષિ ખૂબ જ સિમ્પલ વ્યક્તિ છે અને બિલકુલ રોમાંટિક નથી. રુચાને તો હંમેશા ફિલ્મો અને હીરો હિરોહીન જેવુ વૈવાહિક જીવન જોઈતુ હતુ.. કેટલીક સરપ્રાઈઝ.. કેટલીક રોમાંટિક આઉટિંગ... છેલ્લા કેટલાક સમયથી રુચા મન માં ને મનમાં વિચારી રહી હતી કે હુ ઋષિને કહી દઉ કે મને આવું સિમ્પલ જીવન નથી ગમતું આથી હુ મારી મમ્મીના શહેરમાં જઈને જુદી રહેવા માંગુ છુ.. અને છેવટે તક નો લાભ લઈને રૂચાએ રાત્રે જમતા - જમતા આ વાત ઋષિને કહી જ દીધુ..


ઋષિએ રુચા તરફ જોયુ અને બોલ્યો - કેમ ?
રુચા એ કહ્યુ - હુ થાકી ગઈ છુ રૂટિનથી..

બોલતા બોલતા રુચિ થાળીઓ અને વાડકીઓ એકત્ર કરવા માંડી. કોઈ જવાબ ન આપ્યો તેથી રુચાનો ગુસ્સો સાતમા આસમાને વધી ગયો. પણ ઋષિએ રુચાના હાથ માંથી થાળી ઓ અને વાડકાઓ લઇ રસોડામાં મુકીને આવ્યા. અને રુચા સામે બેસી ગયા.. અને બોલ્યા - બોલ હું શુ કરુ કે તુ મને છોડીને જવાનો વિચાર ક્યારેય ન કરે..


હવે ઠીક છે --- રૂચાએ વિચાર્યુ.. અને રુચા બોલી. મારા એક સવાલનો જવાબ આપો.. મને ઠીક લાગશે તો હુ મારો નિર્ણય બદલી નાખીશ. સવાલ એ છે કે જો કોઈ પહાડ પર ખિલેલુ ફુલ તમને લાવવા માટે કહું અને તમને ખબર હોય કે તે ફૂલને લાવવામાં તમારો જીવ જતો રહેશે તો પણ તમે એ ફૂલ તોડવા જશો ?
સવાલ સાંભળીને ઋષિનું દિલ ડૂબી ગયુ. અને રુચાને ટૂંકો જવાબ આપ્યો કે સવારે બતાવીશ..

સવારે જ્યારે રૂચા એ ઉઠીને જોયુ તો ઋષિ ઘરમાં નહોતો.. ટેબલ પર એક બુક નીચે એક કાગળ દબાયેલો હતો. એ ઋષિ
નો રુચા માટે પત્ર હતો..

એમાં લખ્યુ હતુ ...કે ... હુ ફૂલ લેવા નહી જઉ.. કારણ કે હુ જાણુ છુ કે તને મારી જરૂર પડશે... વારંવાર બજારમાંથી સામાન બદલીને ફરી નવો સમાન લાવવામાં મારી મદદની જરૂર પડશે.. તારા મોબાઈલનો પાસવર્ડ ભૂલી જાય છે તેને ફરીથે અનલોક કરવા માટે તારે મને શોધવો પડશે... મિત્રો સાથે બહાર ફરીને આવીશ તો ગરમ પાણીનુ ટબ લઈને આવવા માટે મને બૂમ પાડીશ.. તું રંગ બે રંગોમાં ખૂબ સુંદર લાગે છે આ વાત તને વારેઘડીએ બતાવવા માટે તો મને રહેવુ પડશે ને ? ઘરમાં બધાનો જન્મદિવસ યાદ અપાવવા માટે પણ તો મારે રહેવુ પડશે...

હા જો આવો કોઈ બીજો મળી જાય જે તારા માટે આ બધુ કરી લે તો હુ પહાડ પર ફૂલ લેવા જરૂર જતો રહીશ..

રુચાની આંખોમાંથી આંસુ ની ધારાઓ શરૂ થઈ જેના કારણે કાગળ ભીનો કરવા માંડ્યા.

ઋષિ... જો તને મારી વાત ઠીક લાગી હોય .. અને જો તે નિર્ણય બદલી દીધો હોય તો પ્લીઝ દરવાજો ખોલી નાખજે. હુ બહાર ગાર્ડન માં જ બેસ્યો છુ.. તારા માટે ચા અને ગરમા ગરમ નાસ્તો લઈને...

રુચા એક ક્ષણ નો વિલમ કર્યા વગર એકદમ
ઉતાવળથી અને એટલી જ ઉમળકાથી દરવજો ખોલ્યો અને બહાર ગાર્ડનમાં જોયું તો ઋષિ બહાર જ બેસ્યો હતો.. રુચા હરણી વેગે દોડી ને ઋષિને ભેટી પડી.. ઋષિએ રુચાના આંસુ લૂંછીને હળવી સ્માઈલ કરી... કાર્તિકના મહિના પહેલા જ રુચાની કરવા ચોથ ઉજવાઈ ગઈ...

✍️હેત