Shikaar - 31 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૩૧

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૩૧


શિકાર
પ્રકરણ ૩૧
ઘણી બધી વાતો અને સાંજના જમણ બાદ ધર્મરાજસિંહ અને દિવાન સાહેબ વિદાય માંગતા હતાં ત્યારે જ SD એ ધર્મરાજસિંહ ને કહ્યું , " બાપુ તમને વાંધો ન હોય તો દિવાન સાહેબને હું રોકી શકું મારે તેમની મદદ લેવી છે અમૂક બાબતે... "
"હા! મને શું વાંધો હોઇ શકે.. આપણાં વચ્ચે એવું કાંઇ છે જ નહી SD,... " પછી શ્વેતલભાઇ તરફ ફરી ધર્મરાજસિંહે ઉમેર્યું , શ્વેતલભાઇ ! પણ દિવાન સાહેબને ડ્રોપ કરી જાવા પડશે પછી ..."
"અરે બાપુ! એ તો સ્વાભાવિક જ હોય ને એમાં થોડું કહેવાનું હોય? "
રોહિતભાઇ ના ધબકારા પળ બે પળ માટે વધી ગયાં ....
પણ SD એ જે વાત કરી એમાં હસવું કે રોવું એ જ ખ્યાલ ન આવ્યો .... SD એ એજ કહ્યું જે એમણે કર્યું હતું એની સાથે???
એ એકદમ નિર્લેપતાથી એમને સાંભળી રહ્યાં હતાં વાત ના બે અર્થ થતાં હતાં એક તો બિલાડીને દૂધની ચોકીદારી સોંપાઇ રહી હતી, અથવા તો પછી..... કોઈક માઇંડગેમ શરૂ કરી હતી SD એ... એમણે SDની સામે જોયું , એ એટલો ભોળો તો નહોતો જ લાગતો.....
મૂંગા બેસી વિચારવું શંકા ઉપજાવે એવું હતું ....
તરત જ એમણે પ્રશ્ન મુકયો , "SD! એ જે કોઈપણ હોય શાતિર કે ગમે તેવો ખતરનાક પણ મને એ નથી સમજાતું કે તમે એને કિધું એમ કેમ કર્યું તમે કેમ આટલી બધી રકમ ચુકવી એને.... તમે જે કહ્યું એ પ્રમાણે તો તમારે બ્લેક મેઇલ થવાની જ જરૂર નથી, કયાંક હજી તમે મને કાંઈક નથી કહેતાં માણેકભુવન બાબતે... "
SD એ સાંભળીને ઘડી ભર તો દિવાન સાહેબની સામે પછી શ્વેતલ સામે જોઈ રહ્યાં , શ્વેતલ ભાઇ નકારમાં માથું ધુણાવતાં હતાં જો કે શ્વેતલભાઇ ને તો એ જ ખબર નહોતી પડતી કે આમને આ કહેવાનો અર્થ શું?????
"માણેકભુવન સાથે એવું તે શું છે કે જે તમે પ્રસરે તે નથી જોવા માંગતા આપણી વાત કે અગળ બાપુ હતાં ત્યારે પણ એવી કોઈ વાત હતી જ નહી કે તમે આમ કોઇની પક્કડ માં આવો, તે સાંજે એક્ઝેક્ટલી થયું શું હતું જો તમે કહી શકો તો કોઈ રસ્તો નીકળે..... "
"મારા માટે અગત્યનું એે નથી કે તે સાંજે શું થયું હતું? કેમ કે એ તમામ પક્ષકારોને બતાવી જ દિધું છે... પણ મારા માટે અગત્યનું એ છે કે તે માણસ કેટલું જાણતો હશે ... સમજો કે મને ફિકર એ ત્રેવીસ રીયાસદારો ના વારસોની જ છે ધર્મરાજસિંહ તો સમજો મારાં અંગત છે, પણ એમનાં સગા કે લાગતા વળગતા લોકો નથી કે બીજાં ય નથી છતાં ધર્મરાજસિંહ જે રીતે કિંમતી જણસ ની વાત લઇ ને આવ્યા છે એ ખરેખર લિસ્ટમાં હતાં જ નહી અને આની શરૂઆત ધર્મરાજસિંહને મળેલ બ્લેકમેઇલર ના પત્ર થી થઈ છે... છતાં હું ધર્મરાજસિંહને સ્થળ પર લઇ જઈશ બતાવીશ હોય તો એમના કિસ્મત નું ... પણ આવા કેટલા પત્ર રખડે છે એ મારે જોવું રહ્યું ને અને આ તો બધું રાજવી લોહી છે... એટલે જ બાકી ..... અને રહી વાત એ સાંજ ની.... "
રોહિતભાઇ એટલે કે દિવાન સાહેબ સજાગ થયા , હવે મૂળ વાત આવી હતી ,આમ તો SD એ એમની ચોરી પકડી પાડી હતી ....
SD એ ટૂંકાણમાં એ વાત કહી..., " આશરે હું પંદર સોળ નો તરૂણ હોઈશ ત્યારે પિતાને મોટું કામ મળેલું હતું વાણોતર નું આ માણેકભુવન માં રહીને જ પાર પાડવાનું હતું
આખરે એ સાંજ આવી ગઈ હતી... ત્રેવીસ એ ત્રેવીસ ભાગીદારો જે કંપની સ્થપાઇ હતી એનાં હિસ્સેદારો મિલકત ના પ્રમાણે જ થવા નાં હતાં એ બધાં ભેગાં થયાં હતાં પહેલી ખેપ જવાની હતી એ બધાં નાં ખજાનાનો એક ભાગને લઇ જતી...."
"મૂળ વિવાદ શરૂં થયો હતો લાઇટ હાઉસનાં ભંડકીયામાં કે પછી ભોંયરામાં એક મોટો હોલ જેવું હતું એમાં હા કદાચ ધર્મરાજસિંહ એ કહ્યું એમ કદાચ કંપનીની હિસ્સેદારી અને કેપિટલ હિસ્સા ને લઇ ને વિવાદ હોઈ શકે પણ ભોંયરામાં ત્રેવીસ એ ત્રેવીસ નહોતાં, સાત જણાં, જે ત્યાં આફ્રિકા રહી વેપાર કરવાનાં હતાં તે તો જહાજમાં જ હતાં વિવાદ વધતાં બધાં જેટ્ટી પર પહોંચ્યા અને પછી નાની બોટ મારફત જહાજમાં પહોંચ્યા હવે જહાજમાં તો હું ગયો નહતો કે પછી મને જહાજમાં મને લઈ નહોતા ગયાં કારણ હું સોળ સત્તર વર્ષની વયનો જ હતો ત્યારે તો કલાક પછી તો ધાણીફૂટ ગોળી છૂટવા લાગી હું ગભરાઈ ગયો હતો પણ મારા બાપું માણેક અદા ત્યાંથી એક નાવિક લઇને નીકળી ગયાં હતાં... મને પહેલાં ઘર મોકલવાની તાજવીજ કરી પણ પછી તો ખબર મળ્યા કકે કુલ અઠ્ઠાવીશ લાશો ઢળી હતી ત્યારે જહાજ ના કપ્તાન એ લંગર ઉપાડી લીધું હતું .... ગભરાટમાં ....
બસ પછી બાપુએ અહીં બધાં ના પરિવાર ને બોલાવી હિસાબ મંડાવ્યો હતો એમાં ય ઘણા વિવાદ ચાલ્યા હતાં લગભગ પાંચ સાત વર્ષ પછી એ મેટર પુરી થઇ હતી .... ઘણાય સમાધાન દાવાદુવી પછી બસ બાપુની કુનેહ હતી કે કોઈ વાત છાપે નહોતી ચડી ... આ બધાં પરિવાર ગરમ લોહી ધરાવતા લોકો ના છે , અેટલે જ હું ઇચ્છું છું કે એ ભુતાવળ ફરી ન ઉઠે.... માણેકભુવન નો ઉલ્લેખ ન હોત તો હું કોઈ ફોન ને ધ્યાનમાં જ ન લેત.. "
શ્વેતલ ને હાંશકારો થયો કે, જહાજની મિલકત જણસ ની કોઇ વાત જ ન કરી SD એ ...
પણ એમ તંત મુકે એ રોહિતભાઇ એટલેકે દિવાનસાહેબ શેના??
"જહાજનું શું થયું જહાજમાં ય અણમોલ ખજાનો હતો.."
"એ જહાજે જળસમાધિ જ લઇ લીધી હતી કે પછી અંદરના લોકોએ વિસ્ફોટ થી નુકસાન પહોંચાડી દીધું હતું એટલે પછી ડુબી જ ગયું છેવટે હા એમાંથી ચાર સંદુક ગોતાખોર પાસેથી પાછા લેવડાવ્યા હતાં જેમાંથી બે સંદુક બાપુએ રાખ્યા હતાં એમના માટે ને એ કઢાવવાના ખર્ચ માટે જ્યારે બે જે તે પરિવાર ને વહેંચી આપ્યા હતાં..... "
"એમાં ય અઢળક મત્તા હશે ..."
"હશે! પણ એ તમારો વિષય નથી કદાચ કારણ કે આ બધા પરીવાર ને ખબર જ હતી એ અંગે... "
"હવે તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો .."
"હવે હું ઇચ્છું કે એને પકડવામાં તમે મને મદદ કરો કે પછી તમે જ મધ્યસ્થી કરો એ જ્યારે પણ એક્ટીવ થાય... "
"પાક્કું શેઠ ...."
દિવાનસાહેબ ઉભા થતાં થતાં બોલ્યા ,હું એ છોકરા ને મળવા માંગીશ જેને તમે મારી ઓફિસમાં મોકલ્યો હતો સિરામિક ઉદ્યોગ નું કાંઇ કામ લઇને આવ્યો હતો ... હા એ જ જેણે બ્લેક મેઇલર ને જોયો છે એ... "
SDએ શ્વેતલ સામે જોયું , શ્વેતલ એ કહ્યું , હા! જરૂર હું કહીશ એ તમને મળી જશે.... "
દિવાન સાહેબ પછી ઔપચારિક વાત કરી ત્યાંથી રવાના થયાં...
એમનાં ઓફિસમાંથી બહાર જતાં વેંત SD એ કહ્યું ," શ્વેતલ એક માણસ આમની પાછળ લગાડી દે એ કોને મળે છે, શું કરે છે? આ માણસ ખતરનાક છે, આકાશે શું કહ્યું હતું યાદ છે ને? આમની આંખો એવી જ છે ધારદાર... લાગે છે ક્યાં હવે કોઈ ફોન નહી આવે ક્યાં પછી કાંઇક મોટી ઘટના ઘટશે ... આ માણસ ને હલકામાં ન લઇ શકીએ... "
શ્વેતલ ના મગજ માં પણ ચમકારો થયો ,સાલુ આના પર તો હું વિચારી જ ન શકું , એ કાંઇ વિચારી ને બોલ્યો ,"પણ ધર્મરાજસિંહ બાપુ ...."
એમને ઈન્વોલવ નથી કરવા હાલ કોઇ એક્શન નથી લેવાનાં બસ નજર રાખજે....
જહાજની સમગ્ર મત્તા માણેક અદાએ સગેવગે કરી હતી એ વાત જાણી જોઈને SD એ ઉડાવી દિધી હતી, રાજ પરીવારો ને તો એ ડુબેલી મત્તા નો અંશ જમળ્યો હતો.....
SD સમગ્ર ઘટનાક્રમ ને યાદ કરી રહ્યો હતો , જ્યારે આ બાજુ આકાશ પહેલાં કોનો સંપર્ક કરવો એની અવઢવમાં હતો
કાલે એનાં માટે ત્રણ દીશા હતી, એનાં મામા જેને મળવું જરૂરી હતું સેમ રિચાર્ડ ને લઇ ને કે પછી એને SD સાથે મુલાકાત કરાવવા SD ને મળવું......
ત્રીજો એનો અંગત ખજાનો હતો... પ્રેમનો ખજાનો.... ગૌરી....
ગૌરી ને મળ્યા વગર તો કેમનું ચાલશે એને પરમદિવસે મળ્યો હતો... પછી ખાલી એક વાર વાત થઇ હશે એના ફ્લેટ ના ફોન પર....
એને મન થયું , સાલું આ બધું મુકીને અમદાવાદ જ જતો રહું ગૌરી ના આલિંગન માં.... અહીં આ બધું તો થયા કરશે આમેય મામા તો સંકેત આપે પછી જ મળવાનાં હતાં
પણ મામા ને મળવું ય જરૂરી તો ખરૂં જ આ સેમ રિચાર્ડ બીજી કોઈ રીતે એમના સુધી પહોંચે એ પહેલાં......
(ક્રમશઃ...)