"Excuse me, may i ?"
"yes sure"
સારીકાએ કહ્યું.
આજ સમરના હાવભાવ જરા અજીબ થઈ ગયા હતા , સારીકા કોફી તો પી રહી હતી પણ સમરની હરકતો પર સતત નજર રાખીને બેસી હતી, રોજ ની જેમ આજે પણ એ પેડ અને પેન કાઢીને લખવાનું શરૂ કરે છે, પણ આજ બરાબર લખી નથી શકતો, લખતા લખતા ચેકિને ફરી નવુ….. પેજ લેવું એક લાઇન લખીને ચેકિ નાખવી, ફરી લખવી, આવું વારંવાર થઈ રહ્યું હતું. જાણે સમરને કંઇક લખવું તો છે પણ સામે કોઈનુ બેસેલું હોવું એ ઘ્યાન ભંગ કરાવતું હોય એવું લાગી રહ્યું હતું. થોડીક વાર માં બધું સમેટીને ચાલી નીકળે છે.
સારીકા હવે સમર સાથે થોડીક મિત્રતા કરી જાણવા માંગતી હતી ,એટલે એ કેટલાક દિવસથી સમય કરતાં વહેલા આવી જતી અને એ જ ટેબલ પર બેસતી, થોડાક્ દિવસોમાં hii, hello, good morning, જેવા શબ્દોની વાતચીત શરૂ થવા લાગી હતી ,ધીરૅ ધીરે સારીકા એને સમર વચ્ચે થોડુંક અંતર ઘટ્યું હતું, સારીકા ઘરેથી કંઈક સવાર માં સારું બનાવીને લાવતી તો સમરને ટેસ્ટ કરવા માટે પણ પૂછતી હતી, ભલે કયારેક ના કહેતો તો કયારેક એ ટેસ્ટ કરી પણ લેતો. એક દિવસ એવો આવે છે કે સારીકાએ નક્કી કર્યું કે આજે આ વાત જાણીને જ રહેશે, સમર થોડીક વાર માં પેડ અને પેન બેગ માં મૂકી ને જવાની તૈયારી જ કરે છે અને સારીકા સાથે થોડોક વાર્તાલાપ શરૂ થાય છે
સારીકા - wait, i want to talk with u, if u dnt mind.
સમર - yes?
સારીકા - hii my name is sarika (કહી ને હાથ મીલાવવા માટે હાથ આગળ કરે છે)
સમર - hi, i m samar, how may i help u ?(હાથ મિલાવી, ફરી સીટ પર બેસી ને આગળ વાત કરે છે)
સારીકા - i just need few minutes.
સારીકા - so i m sarika patel from gujrat and since 1 year i am in mumbai, i got to know about you, regarding charity and all, i really really appreciate that work.
સમર - well, thank u so muchh.
સારીકા - would you please tell me more about you.?
સમર - yes sure. i am samar patel, but u can call me samar, and its been 5 year me in mumbai, હાલ leo કંપનીમાં મેનેજર છું.
સારીકા - અને હું એડેલીન મેનેજમેન્ટમાં માર્કેટિંગ હેડ...
સમર - એડેલીન મેનેજમેન્ટ... સાઉથ...??
સારીકા - હા exactly, southern branch.
સમર - wow, what a great coincidence (આટલું કેહતા જ સમર જાણે ઘણું બધું જાણી ગયો હોય એવું લાગ્યું. જરાક સ્મિત આપીને એ નીચે જોવા લાગે છે, જાણે એ બધું જાણતો હોય. એટલા માં સારીકા એ વાત આગળ વધારતા કહ્યું)
સારીકા - coincidence ? means ?
સમર - nothing, pls ignore just continue..ખૂબ સરસ કંપની છે એ તો.
સારીકા - હા and u know what, i m very lucky to have this job. હું 3 વર્ષથી આ જોબ માટે એંપ્લાય કરી રહી હતી ,મારુ સિલેક્શન થોડા માટે રહી ગયું હતું,એવામાં વેકૅન્સી ભરાઈ ગયા ના 6 મહિના પછી એટલે કૅ 1 વર્ષ પહેલાં અચાનક ઓફર લેટર આવ્યો અને મારું સિલેક્શન થઈ ગયું.
સમર - great, congratulations for that.
સારીકા - thank u, but તમને અમારી કંપની વિશે કેવી રીતે ખબર ?
સમર - હા એ મારી પત્ની સન્યા, સેમ કંપની (આટલું કેહતા જ વચ્ચે અટકાવી આતુરતાથી સારીકાએ પૂછ્યું)
સારીકા - ohh wow, wich department ?
સમર - માર્કેટિંગ હેડ, પણ છે નઇ હતી 1 વર્ષ પહેલાં, she is no more.
(આટલું કેહતા જ જાણે સમગ્ર કેફેનો ઘોંઘાટ અચાનક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની જેમ ઓછો સંભળાવા લાગ્યો અને ક્ક્ત સમરની વાર્તા પર ભાર પડવા લાગ્યો, સમરે ખૂબ સરળતાથી આ જવાબ આપ્યો પણ આ જવાબ આપતા બદલાયેલો હાવભાવ તરત દેખાઈ આવતો, જાણે આગળના દિવસો ની આછી ઝલક મનમાં ફરવા લાગી હોય, સારીકા અહીં બધી જ વાત સમજી ગઇ હતી ,સારીકાને એ વાત પણ સમજાઇ ગઇ હતી કે એનું સિલેક્શન એ એક તરફ એની ખુશી તો સાથે સાથે કોઈકના ઝીદગીભરનું દુઃખનું મહત્વનું કારણ પણ હતું કારણકે 1 વર્ષ પહેલાં અચાનક આવેલા ઓફર લેટર એ કોઈકની ગેરહાજરીની અસર હતી)
સારીકા - i m really sorry, તમને યાદ હોય તો 2 - 3 વાર જ્યારે હુ સીટ માંગવા આવી ત્યારે તમે reserve કહીને નહોતી આપી, જે છેક તમારા ગયા સુધી ખાલી જ રહેતી હતી, બસ એ જાણવા માટૅ મારે વાત કરવી હતી.
સમર:-હાં , એમાં એવું છે કે હું અને સન્યા કાયમ આ ટેબલ પર જ બેસતા, એટલે કેફેનું આ કોર્નર બીજા માટૅ ફક્ત એક સીટ છે પણ મારા માટે પુષ્કળ યાદોથી ભરેલું એક સ્થળ ,કોફી પીને કાયમ અહીંથી અમે પોતાના રસ્તે જવા છુટા પડતા ,એંમાં ને એમાં ક્યારે અમે કાયમ માટૅ છુટા થઈ ગયા ખબર જ ના રહી, પણ આ સીટ, આ કોંર્નર હંમેશા મને એના હોવાની પ્રતીતિ કરાવે છે, વાત તો હવે શક્ય નથી પણ પેડ અને પેન પર ક્યારેક એની હાજરી ગણી ને વાત કરી લઉ છું, thats its.
સારીકા - so sorry about that.
સમરે સારીકાને એના સ્વભાવ બદલ જે તકલીફ થઈ એની માફી પણ માંગી લીધી , અને એની સાથે જ સારીકા અને સમરની એક નાનકડી મીત્રતાનો પ્રારંભ થવા લાગ્યો હતો. સારીકા આખો દિવસ આ વાત વિચારતી રહી, જાણે એ શબ્દો ખોઈ બેસી હોય, સમર માટે પોતે કેટલું ખોટું વિચાર્યું હતું, આ બધું સાંભળ્યા પછી એક લહેરાતો સમુંદર જાણે અચાનક શાંત થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું, સારીકા ખૂબ પ્રેક્ટીકલ માઈન્ડની હતી, એ વિચારતી હતી કે સમરને આ વાતનો સ્વીકાર કરી લેવો જોઇએ , આમ રોજ એક કોર્નર પર બેસી રહેવાથી શુ મળવાનું હતું, બની શકે એ જગ્યા ક્યારેક પોતાના માટૅ ખાસ લાગવા લાગે પણ ક્યારેક તો આ અહેસાસ માંથી બહાર આવવુ પડશેને, સમર કદાચ હજુ એ આખી પરિસ્થિતિને ભુલાવી શક્યો નથી, અને એમા ને એમાં જ રહે છે, પણ હું એમને કાઢીશ આમાંથી, પણ કેવી રીતે......
Continue