થોડીવારમાં નુર પુલાવ લઈ આવી. અમે બધા પુલાવ ખાવા લાગ્યા. મેં પેલા બિયર ઉપર પૂરું ધ્યાન રાખ્યું હતું. નુર પુલાવ અર્ધો ખાઈ લે એ પછી જ બિયર ઉઠાવતી એટલે હું એ જ ધ્યાનમાં હતી. નુર બિયર ઉઠાવે એ પહેલાં જ મેં એ બિયર ઉઠાવીને નુરને આપ્યું, “ભૂલી ગઈ કે શું?”
“ના ના થેન્ક્સ યાર…..” કહી નુર પણ મને એક બિયર ઉઠાવીને આપ્યું. ત્રીજું બિયર કાયરા ઉઠાવ્યું. ત્રણેય હસતા હસતા પુલાવ ખાઈ લીધો પછી પૈસાના ભાગ પાડ્યા. કાઈ ગણતરી તો કરી નહોતી માત્ર બંડલની ગણતરી કરીને ત્રણ ભાગ પાડ્યા હતા કેમ કે અમને ખબર હતી કે હમણાં નુર મરી જવાની છે એટલે એના ભાગના પૈસા પણ અમારા જ છે!
પૈસાના ભાગ પાડી નુર એક સિગરેટ સળગાવી અને જેવો સિગરેટનો કસ લીધો કે એના મોઢામાંથી ખુન નીકળ્યું. મેં અને કાયરા એકબીજા સામે જોયું અને હસ્યા… પણ કાયરા અને મારા હાસ્યમાં ઘણો ફેર હતો એ મને બીજી જ પળે ખબર પડી જ્યારે મને ચક્કર આવવા લાગ્યા, આંખો ખેંચાવા લાગી….
હું અને નુર બંને જમીન ઉપર પડ્યા હતા. છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે કાયરા બધા પૈસા એ બેગમાં ભર્યા. બેગ ખભે કરીને એક સિગરેટ સળગાવી એ અમારી નજીક આવી….
“તમે બન્ને કેટલા મૂર્ખ હતા…!!!!!”
અમે બોલી શકવાની હાલતમાં નહતા માત્ર એના શબ્દો સાંભળી શકતા હતા….
“ઉલુલુલુલુ…… તું જ્યારે બાથરૂમમાં ગઈ ત્યારે નુરને પણ મેં એ જ પ્લાન આપ્યો જે મેં નુરના ગયા પછી તને આપ્યો…..” કાયરાનું ખડખડાટ હાસ્ય મારા કાને અથડાયું….. “બન્ને બિયરમાં ઝેર હતું એ મને ખબર જ હતી અને એ પણ ખબર હતી તમે પણ ટમૂર્ખાઈ કરશો. મને ખબર જ હતી કે તમે તૈયાર થઈ જશો એટલે ચોરી કરતા પહેલા મેં આ પ્લાન બનાવ્યો હતો….”
ફરી એકવાર કાયરાનું ભયાનક હાસ્ય મારા કાને પડ્યું અને મેં કાયરાને રૂમનો દરવાજો ઓળંગતી જોઇ….
મેં નુર તરફ જોયું અને નુરે મારા તરફ….. બન્ને પોતાની જાત ઉપર અફસોસ કરતા પડ્યા હતા…. અમારા મોઢામાંથી ફીણ નીકળતું હતું….. નુરનું શરીર જરાક પાતળું હતું એટલે એ મારી પહેલા….. પોતાની આંખો મારા ઉપર રાખી નુર શ્વાસ છોડી ગઈ…..
મારુ મોત પણ મારા ઉપર ચક્કર મારતું હતું….. પણ મારા મજબૂત શરીરમાંથી હજુ શ્વાસ ઉડતો નહોતો…. આંખો સામે ફરી એકવાર જીવનની પટ્ટી ફરવા લાગી….
કાશ કે મેં નુર સાથે દગો ન કર્યો હોત… કાશ કે હું થોડી પણ માણસ હોત…. કાશ કે હું બાળપણમાં હતી એવી જ હોત…. કાશ કે મને એક બોયફ્રેન્ડ મળ્યો હોત… તો હું પણ રીમાની જેમ સુધરી જાઓત…. એના પ્રેમમાં…. એ મારા હ્ર્દયમાં એજ પ્રેમ ભરી દેત જે મારા બાળપણમાં હતી! જેવી હું હતી બાળપણમાં એવી જ એ મને એના પ્રેમથી સદાય રાખત…. એની સાથે લગન કરીને મારા બાળકો સાથે હું પણ સુખી જીવન જીવતી હોત!!!!! કાશ મને એક બોયફ્રેન્ડ મળ્યો હોત તો તો એ એના કોમળ હૃદયથી મારા મનનો આ મેલ કાઢી નાખત…. એ મને માણસ બનાવી દેત રીમાની જેમ…… પણ એ બધું હવે કાશ જ છે…… હું તો હવે એકાદ બે મિનિટનો કે એથી પણ ઓછા સમયની મહેમાન છું….. એ કાશ હવે કાશ જ રહેશે….. આ આખી કહાનીમાં ક્યાંય મારુ નામ તો મેં લખ્યું જ નથી…. ખેર મારા નામમાં શુ રાખ્યું છે? મારુ નામ એક રહસ્ય જ રહેશે તો સારું…. પણ મરતા પહેલા મેં આ જે લખ્યું છે એ જો રીમા ક્યારેય વાંચશે તો એ સમજી જશે કે મારું નામ શું છે….. અલવિદા…….
ઇન્સ્પેકટર કવિતા ચોહાણ કાગળ વાંચી લીધો. એની આંખમાંથી આંસુ સરી પડ્યા… એણે તરત બન્ને બોડી પી.એમ. માટે લઈ જવા કહ્યું….
ક્યાંય સુધી ઇન્સ્પેકટર કવિતા એ હોટેલના રૂમમાં જ બેસી રહ્યા. તો મારો ભાઈ કિશન આ રીમાની સાથે લગ્ન કરવાનો છે એમ? ખેર ચલો એક રીમા તો મારી ભાઈના લીધે બચી ગઈ નહિતર આ બન્નેની જેમ આ જ હોટેલમાં એની પણ લાશ પડી હોત….
ઇન્સ્પેકટર કવિતા મરણ કાગળ ખિસ્સામાં મૂકી રૂમ બહાર નીકળી ગઈ.....
(સમાપ્ત.....)