pratishodh premano -3 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૩

Featured Books
Categories
Share

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૩


હેલો મિત્રો,

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ સહદેવ સહિત બધા હોટેલ મા જમવા જાય છે ત્યાં તેમની મુલાકાત જયંત અને મનીષ નામના બે તેમની જ કોલેજના સિનિયર સાથે થાય છે અને તે કહે છે કે તે કોલેજ ભૂતિયાં છે હવે આગળ

*****************************

સવારે બધા સ્નાન ની વિધિ પૂરી કરીને કોલેજ ના પહેલા દિવસ માટે પોતાને વધારે નિખારી રહ્યા હોય છે ક્યારેક સેન્ટ છાટે તો ક્યારે દાંતિયા થી વાળ ને આમથી તેમ ફેરવે એટલી વાર માં નીચેથી માસી નો અવાજ આવે છે "ચાલો સાહેબ નાસ્તો રેડી છે ફટાફટ આવી જાવ"

બધા નાસ્તો કરવા ભેગા થઈ જાય છે અને જમતા જમતા કવિતા ના મગજ માં કાલ ની વાત આવતા તે માસીને કહે છે " માસી અહી ની આયુર્વેદ મેડિકલ કોલેજ કેવી છે મતલબ કે સારી છે ને......"

એટલે માસી ના મુખ પર એક ડર ની કરચલી આવે છે અને કહે છે"જો મેડમ હું તમને ડરાવી નથી રહી પણ જે લોકો વાત કરે છે એ કવ છું ત્યાં આજથી બે વર્ષ પહેલા ભૂતો નો વાસ હતો એતો એક સિદ્ધિ પ્રાપ્ત મુનિએ તેને એક રૂમ માં કેદ કર્યા છે એટલે હવે તો એવું કાઈ અજુગતું નથી થતું"

પછી આગળ કોઈ કંઇજ ના બોલ્યું બધાએ નાસ્તો પૂર્ણ કર્યો અને કોલેજ માટે નીકળી ગયા

અલ્પા કોલેજ વહેલી પહોંચી ને આ બધા ની રાહ જોઈ રહી હતી દિવ્યેશ સહદેવ અને કવિતા રસ્તા માંજ હાર્દિક માનવ અને શિવ ની સ્કુલ હોવાથી તેમને છોડી ને આવવાના હતા

"ઓહ કેમ આ લોકો હજી ન આવ્યા"કેન્ટીન ની બારી માંથી અલ્પા એ કોલેજ ના મેઈન ગેટ તરફ જોતા કહ્યું

એટલી વાર માં તે બધા આવી જાય છે એટલે અલ્પા તેમને બૂમ પાડે છે અને તેથી તે બધા કેન્ટીન માં જાય છે બધા નાસ્તો કરીને આવ્યા હોવાથી ફક્ત એક ચા ઓર્ડર કરે છે અને સહદેવ આમ તેમ જોતા બોલ્યો "દિવ્યેશ પેલા જયંત અને મનીષ ક્યાંય દેખાતા નથી"

"એ કોણ છે?"અલ્પા એ સહદેવ તરફ જોતા કહ્યું

એટલે સહદેવે કાલે ઘટેલી આખી ઘટના કહી એટલી વાર માં ત્યાં જયંત અને મનીષ પણ ત્યાં આવે છે એટલે સિનિયર ને જોઈ બધા જુનિયર પોતાની વાતું બંધ કરી ચૂપચાપ બેસે છે એટલે તે સીધા દિવ્યેશ ને એ બધા બેઠા હોય ત્યાં આવે છે એટલે દિવ્યેશ બાકડા પર તેમના બેસવાની જગ્યા કરે છે તે બંને ત્યાં બેસે છે

એટલે સહદેવ બીજી વધારાની ચર્ચા ન કરતા સીધો તે ભૂત વિશે પૂછે છે એટલે મનીષ કહે છે હા હું કહું છું પણ તમે બીજા કોઈને ન કહેતા એમ કહી તે કહેવા નું સરું કરે છે " અમે જ્યારે તમારી જેમ પહેલા વર્ષ મા હતા ત્યારે 31st ની પાર્ટી હતી એ દરમિયાન એક છોકરો અને તેની પ્રેમિકા સાથે આત્મહત્યા કરે છે બધા ગાર્ડન મા નાચી રહ્યા હતા ત્યારે કોલેજ ની પાછળ ચીસ નો અવાજ આવે છે ત્યારે અમે ત્યાં જઈને જોઈએ છીએ ત્યારે તે બંને ત્યાં લટકતા હતા એટલે પોલીસ તેમના બોડી ને લઈ જાય છે પણ તેના થોડા દિવસ બાદ એક પછી એક વિદ્યાર્થી સાથે હતશા થવા લાગે છે અને તેથી અહી એક તાંત્રિક ને બોલાવાય છે અને તેની સાથે તે આત્મા ને સ્ટોર રૂમ માં બંધ કરે છે પણ હેરાની ની વાત એ છે કે તે એકજ આત્મા ને પકડી શકે છે તે પેલા છોકરાની અને કહે છે જે દિવસે આ બારણું ખુલ્યું ત્યારે તમે બધા મારશો"

બધા તેની વાત ધ્યાન થી સાંભળતા હતા એટલા માં દિવ્યેશે કહ્યું"શું નામ હતું તે છોકરાનું"

"પ્રેમ"

એટલી વાર માં બેલ વાગે છે એટલે બધા ક્લાસ તરફ જાય છે અને એક બીજાને બાય કહે છે

પેલો લેક્ચર કોઈ કોઠારી મેમ નો હોય છે તે પોતાનો લેક્ચર સરું કરે છે અને જોત જોત જોતા માં સાંજ પડી જાય છે અને કોલેજ પૂરી થાય છે બધા ઘરે જાય છે

રાત્રે બધા જમીને દિવ્યેશ ના રૂમે બેઠા હોય છે અલ્પા પણ તેમની સાથે હોય છે કારણ કે એને કોઈ ભાઈ બહેન ન હોવાથી તે બોર ન થાય એટલે દિવ્યેશ ના ઘરે આવતી રહે છે

સહદેવ અને કવિતા કોમ્પ્યુટર માં મથી રહ્યા હોય છે જ્યારે હાર્દિક માનવ અને શિવ પોતાની રીતે તેમની સ્કુલ ની વાતું કરી રહ્યા હોય છે અલ્પા દિવ્યેશ ની બાજુ માં બેઠી બેઠી મોબાઈલ માં મથી રહી છે અને દિવ્યેશ કોઈ ઊંડા વિચાર મા હોય છે


અલ્પા નું ધ્યાન દિવ્યેશ પર પડતાં તે પૂછે છે"ઓય કયા વિચાર મા ખોવાય ગયો"

"કાઈ નહિ યાર પેલા મનીષે કહી એ વાત વિશે વિચારું છું"દિવ્યેશે વિચાર માંથી બહાર આવતા કહ્યું

"ઓહ તો તું પેલા લોકો ની આત્મહત્યા ની વાત કરે છે"અલ્પા એ કહ્યું

"તે આત્મ હત્યા નહિ હત્યા હોવી જોઈએ કારણ કે કોઈ પણ આત્મા કારણ વગર કોઈને હેરાન નથી કરતી "દિવ્યેશે કહ્યું

"ભઈલા પ્લીઝ આવી વાતું ના કરો મને ડર છે"માનવે થોડા ડર ના ભાવ થી કહ્યું

એટલે કવિતા કહ્યું"ભઈલા એ બધું મુક ને"

"હા યાર ચાલો ક્યાંક બહાર જઈએ"અલ્પા એ કહ્યું

શિવે કહ્યું"ના દીદી તમે લોકો જાવ અમને ઊંઘ આવે છે"

સહદેવે કહ્યું"હા યાર મને પણ ઊંઘ આવે છે"

દિવ્યેશ ના પાડવા જતો હતો પણ અલ્પા એ આખ થી ઈશારો કર્યો એટલે તેને હા પાડી પણ કવિતા કહ્યું"તમારે બંને ને જવું હોય તો જાવ હું તો ટીવી જોવું છું"

એટલે દિવ્યેશ અને અલ્પા જાય છે પણ બહાર જતાજ દિવ્યેશ બોલ્યો"આ તે જાણી જોઈને કર્યું ને!"
અલ્પા એ કહ્યું"અરે યાર ચિલ એમ પણ તું મને ઘરે મૂકવા તો આવવાનો જ હતો ને"

"હા સારું સારું બોલ હવે ક્યાં જવું છે

"ચાલ કોઈ કેફે માં જઈએ"અલ્પા એ કહ્યું
"તો ચાલ"દિવ્યેશે પોતાના અંદાજ માં કહ્યું

તે બને નજીક માં આવેલા કેફે પર જાય છે અને એક એક કોફી ઓર્ડર કરે છે પણ કેફે માં તો જેને નવો નવો લવ થયો હોય એવા વધારે હોય એટલે આજુ બાજુ કોલેજીયન કપલો બેઠા હતા

દિવ્યેશ ના ફોન પર સહદેવ નો ફોન આવે છે એટલે તે રિસિવ કરવા બહાર જાય છે

"હા બોલ"દિવ્યેશ જલ્દી વાત પતાવવા માગતો હોય એમ બોલ્યો

"સોરી ડિસ્ટર્બ તો નથી કર્યો ને"સહદેવે હસતા હસતા કહ્યું

"અરે! ના ના બોલ ને ફોન કેમ કર્યો"દિવ્યેશે કહ્યું

"અરે મે તને વોટ્સએપ માં બુક ના નામ મોકલ્યા છે એ હાર્દિક અને માનવ માટે લેતો આવજે"સહદેવે કારણ આપતા કહ્યું

"ઓકે"દિવ્યેશે આટલું કહી ફોન કટ કર્યો અને અંદર જતો હતો ત્યારે તેણે જયંત અને મનીષ કોઈ છોકરી સાથે બહાર બાકડા પર બેઠા હતા ત્યાં તેની નજર ગઈ પણ તે પાસે ગયો એ પહેલા તે ત્યાંથી જતા રહ્યા દિવ્યેશ તેમણે અવાજ લગાવી રહ્યો હતો ત્યારે તેણે મનીષ ના પેન્ટ ના પોકેટ માંથી પડેલું એક કાગળ જોયું તેને તે વાચ્યા વગર તેને પોતાના ખિસ્સા માં મૂકી અલ્પા પાસે જતો રહ્યો તેને વિચાર્યું કે કાલે એ મનીષ ને આપી દેશે અને આવા વિચાર સાથે તે ફરી કોફી પીવા લાગ્યો

"અહીંનો માહોલ કેટલો રોમેન્ટિક છેને"આલ્પાએ દિવ્યેશ ના હાથ પર હાથ મૂકીને કહ્યું

"શું! તું પણ કેવી વાતું કરે છે"દિવ્યેશે કોફી ની ચૂસકી લેતા કહ્યું

"કેમ તને કોઈ સાથે કોઈ દિવસ પ્રેમ નથી થયો"અલ્પા એ મસ્તી ભરેલા મૂડ માં કહ્યું

"કેમ તને થયો છે"દિવ્યેશે ફિરકી લેવાના ઇરાદા થી પૂછ્યું

"હા"તેને ખૂબ સરળતાથી કહ્યું

"કોની સાથે"દિવ્યેશે હવે થોડા ઉતેજીત સ્વરે કહ્યું

"પછી ક્યારેક કહીશ અત્યારે મોડું થાય છે"અલ્પા થોડી શરમ સાથે કહ્યું

દિવ્યેશ ને પણ ઊંઘ આવતી હોવાથી તેને વધારે ન ખેચ્યું અને અલ્પા ને ઘરે મૂકી તે બુક્સ લઈને ઘરે જઈને પેલો કાગળ તેને તેની તિજોરી માં મૂક્યો અને પોતે સેટી પર પડ્યો તેના મગજ માં ઘડીક અલ્પા ની પેલી વાત ના વિચાર આવતા તો ઘડીક મનીષ ના કાગળ ના વિચારો સાથે તેની આંખ બંધ થઈ


ક્રમશ: