Return of shaitan - 21 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitan - 21

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Return of shaitan - 21

‘હા બિલકુલ ઈલુમિનેટી ગ્રુપ હંમેશા ઇન્ટેલિજેન્સ ની કદર કરે છે રાફેલ સેન્ટી પણ ગ્રેટ મૂર્તિકાર હતા તેમને માન આપવા માટે જ એ રસ્તો તેમની કબર થી શરુ થતો હશે.’
' ઓકે તો તેમને ક્યાં દફનાવ્યાં હશે એ તો તમે જાણતા જ હશો ને?"
"હા મને ખબર છે તમને વિશ્વાશ નહિ થાય પરંતુ તેઓ ની કબર પેંથીઓન (રોમ નું સૌથી જૂનું ચર્ચ) માં એમની કબર આવેલી છે."
"પરંતુ પેંથીઓન તો કેટલું મોટું ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ કેવી રીતે કોઈ નું ખૂન કરી શકે ?"લોરા એ પૂછ્યું.
"કેમ તમે ભૂલી ગયા કે હત્યારા એ શું કહ્યું હતું? તેણે કહ્યું હતું કે તે આખી દુનિયા ને બતાવા માંગે છે કે ઈલ્લ્યુમિનાટી સાથે જે થયું તેનો તેઓ બદલો લેવા માંગે છે." રાજે જવાબ આપ્યો.
"હા રાજ પરંતુ હજુ પણ મને શક છે કે કોઈ આટલી વ્યસ્ત જગ્યા પર કોઈનું ખૂન કરી ને કેવી રીતે ભાગી શકે?" લોરા એ સવાલિયા નજરે રાજ ની સામે જોયું.
"મિસ લોરા એવી જ રીતે જેવી રીતે તેણે ચાર ચાર કાર્ડીનલસ ને કિડનેપ કર્યા."
"તમે સ્યોર છે કે રાફેલ સેન્ટી ની કબર પેંથીઓન માં આવેલી છે?"
"હા મિસ લોરા."
" શું ટાઈમ થયો છે અત્યારે?"
"સવા સાત મિસ લોરા. હજુ આપણી પાસે સમય છે."
"ઓકે ચાલો આપણે કમાન્ડર ઓલિવેટ પાસે જઈએ."
****************
થોડી વાર પછી રોમ ની સડકો ઉપર ચાર આલ્ફા રોમીઓ કાર ઉતરી અને એવા અવાજ સાથે આગળ વધી કે જાણે ફાઈટર પ્લેન આગળ વધી રહ્યા હોય.એમાં સૌથી આગળ ની કાર માં કમાન્ડર ઓલીવેટ અને તેમનો ડ્રાઈવર તથા પાછળ ની સીટ પર લોરા તથા રાજ બેઠા હતા.
"ઓકે તો મી. રાજ કહો મને કે તમારી રિસર્ચ પ્રમાણે હત્યારો ક્યાં મળશે?"
"પેંથીઓન માં ."
"શું કહ્યું તમે? ફરીથી કહો ? ક્યાં મળશે?"
"પેંથીઓન માં સર ."રાજે ફરીથી જવાબ આપ્યો.
"મી.રાજ શું તમને જરા પણ ખબર છે કે તમે શું કહી રહ્યા છો? પેંથીઓન શું છે એ પણ તમને ખબર છે?"
"હા સર ખબર છે એ ચર્ચ છે અને મારા અનુમાન પ્રમાણે એ ચોક્કસ પેંથીઓન ચર્ચ માં પહેલા કાર્ડિનલ નું ખૂન કરશે."
"હા અને એ ચર્ચ કેવું છે એ પણ તમને ખબર છે? કોઈ દિવસ પેંથીઓન જોયું છે તમે?"
"ના"
" ડ્રાઈવર કાર સાઈડ માં રોકો." કમાન્ડર ઓલિવેટ બોલ્યા.
ડ્રાઈવર એ તરત જ કાર સાઈડ માં લઇ ને રોકી દીધી એની પાછળ બીજી ૩ કાર પણ એક પછી એક કાર ની પાછળ આવી ને રોકાઈ ગઈ.
" જુઓ મી. રાજ મેં તમારી પાસે થી ઘણું એક્સપેક્ટ કર્યું હતું.અને તમને કોઈ ૪૦૦ વર્ષ જૂની કવિતા કે પોએમ વાંચી ને એ નિષ્કર્ષ પર આવ્યા છો કે પેંથીઓન ચર્ચ માં હત્યારો પહેલા કાર્ડિનલ નું ખૂન કરશે? મી. રાજ કોંકલેવ ચાલી રહી છે મેં મારા બેસ્ટ માણસો ને સિકયુરિટી માં થી હટાવ્યા છે અને તમે મને એવું કહેવા માંગો છો કે ટુરિસ્ટ પ્લેસ પેંથીઓન ચર્ચ માં આટલા બધા લોકો ની વચ્ચે હત્યારો કાર્ડિનલ નું ખૂન કરશે. આઈ એમ સોરી મી. રાજ પરંતુ મને તમારી આ વાત પાર ભરોષો નથી થતો." કમાન્ડર ઓલિવેટ બહુ જ ગુસ્સા માં આ વાત બોલ્યા.
"મને નથી ખબર પરંતુ ઈલ્લુમિનાટી પહેલેથી જ સાધન સંપન્ન રહ્યા છે તેમને CERN માં પગ પેસારો કર્યો અને કાર્ડિનલ ને પણ કિડનેપ કરી લીધા છે આપણે ધારીએ છે એ કરતા પણ આ લોકો બહુ જ ચાલાક છે સર આ તો આપણે લકી છે કે આપણને એક કલુ મળ્યો છે અને મારા અંદાજ પ્રમાણે કાર્ડિનલ નું ખૂન પેંથીઓન માં જ થશે." રાજે બહુ જ શાંતિ થી જવાબ આપ્યો.
"મી. રાજ તમે જયારે મને કહ્યું કે તમે રસ્તા માં મને બધું સમજાવી દેશો ત્યારે મને લાગ્યું કે આપડી પાસે ક્લીયર આઈડિયા છે કે આપણે ક્યાં જવાનું છે હત્યારો ક્યાં હશે કાર્ડિનલ ક્યાંથી મળશે પણ જે રીતે તમે મને કહો છો એ રીતે તો હું જ કન્ફુઝ છુ કે શું કરવાનું અને જો મને જ કઈ સમાજ માં ના આવતું હોય તો હું મારા માનશો ને શું ઓર્ડર આપી શકું ? હું આ મિશન પાછું ખેંચું છુ હમણાંજ." આટલું બોલી ને કમાન્ડર વોકી ટોકી બહાર કાઢે છે અને વાયર ખેંચી ને કઈક બોલવા જાય છે પરંતુ એ પહેલા તો લોરા એમનો હાથ ખેંચી ને પૂછે છે " કમાન્ડર સર તમે શું કરી રહ્યા છે? " મારુ કામ મિસ લોરા."
" નો સર પ્લીસ તમે આવું ના કરી શકો સર આપણી પાસે આ લાસ્ટ ચાન્સ છે હત્યારા ને પકડવાનો ."
"સોરી મિસ લોરા પણ હું આ કરી રહ્યો છુ આ મિશન અહીંયા જ સમાપ્ત થાય છે તમે તો પેંથીઓન ચર્ચ જોયું છે ને એક પણ પોસ્સીબ્લ સિનારિયો બતાવી શકો છો તમે મને કે જ્યાં હત્યારો કાર્ડિનલ નું ખૂન કરી શકે?"
"હા જરૂરથી કેમ હત્યારો હેલીકોપટર ને ફ્લાય કરી ને ચર્ચ ઉપર થી લઇ ને કાર્ડિનલ ને ચર્ચ ની ઉપર ના છાપરા પર થી નીચે ના ફેંકી શકે ? આવી રીતે કાર્ડિનલ ચર્ચ ની છત તોડી ને પેંથીઓન ચર્ચ ના માર્બલ ફ્લોર પર પછડાય અને મૃત્યુ પામે."
કમાન્ડર, ડ્રાઈવર અને રાજ ૩ જણા લોરા ની આ કલ્પના થી હલબલી ઉઠ્યા.
" નહિ તો હત્યારો કાર્ડિનલ ને ડ્રગ આપી વ્હીલ ચેર માં બેસાડી ને ચર્ચ માં લાવે અને પછી તેમના ગળા ની નસ કાપી નાખે અને પછી ચાલી ને જતો રહે કોઈ ટુરિસ્ટ ની જેમ." લોરા નું બોલવાનું હજુ ચાલુ જ હતું.
લોરા ની આ વાત થી કમાન્ડર જાણે ઊંઘ માં થી જાગી ગયા હોય તેમ એકદમ ચમકી ને સતર્ક થઇ ગયા. રાજ ને પણ લાગ્યું કે લોરા સાચું બોલી રહી છે.
"નહિ તો એવું પણ બની શકે................' લોરા ની વાત વચ્ચે થી કાપતા કમાન્ડર બોલ્યા," ઇનફ લોરા હા મેં સાંભળ્યું ."
અચાનક જ કાર ની વિન્ડો પર કોઈ ના ટકોરા પડ્યા. કમાન્ડર એ કાચ નીચો કર્યો . એક સોલ્જર હતો જેને સિવિલ કપડાં પહેર્યા હતા ," ઍવેરીથીંગ ઑલરાયટ સર? " તેણે પૂછ્યું અને પછી કાંડા ઘડિયાળ માં સમય બતાવતા બોલ્યો ,"૭ અને ૩૦ સર આપણી પાસે સમય ખુબ જ ઓછો છે. ક્યાં અને કેવી રીતે પોઝિશન માં આવાનું તેની માટે પણ હજુ આપણે પેંથીઓન પહોંચી ને નક્કી કરવું પડશે સર."
" હા સોલ્જર તમે જાવ આપણે હમણાં જ નીકળીએ છે ક્યાં અને કેવી રીતે પોઝિશન માં આવાનું એ પણ હું તમને જણાવું છુ ." કમાન્ડર ની આ વાત સાંભળી ને સોલ્જર તેમને સેલ્યૂટ મારી ને તેની કાર તરફ જવા રવાના થઇ ગયો.
"ડ્રાઈવ " કમાન્ડર એ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા કમાન્ડર તરફ જોઈ ને કહ્યું.તેમના એક જ ઈશારે સોલ્જર એ અકસિલેટર પર પગ દબાવ્યો અને કાર એ તરત જ સ્પીડ પકડી લીધી.તે કાર ની પાછળ બીજી ૩ કાર પણ ચાલવા લાગી.
લોરા ને શાંતિ થઇ તે વિચારવા લાગી કે એક વાર હત્યારો હાથ માં લાગે તો એન્ટી મેટર પણ હાથ માં આવી જશે પછી તેણે પોતાના હાથ માં શેતાને કરેલા ટેટુ તરફ જોયું . તેણે જોયું કે ટેટુ લગભગ અડધું ભૂંસાઈ ગયું હતું તેનો મતલબ એ હતો કે તેની પાસે સમય ખુબ જ ઓછો હતો હજુ પણ તે અસમંજશ માં હતી કે એન્ટી મેટર ને તે CERN માં પાછું લઇ જશે કે પછી લુસિફર ને આપી ને હંમેશ માટે આ દુનિયા માં શેતા નું રાજ આવા દેશે. અને જો એન્ટી મેટર શેતાન ને ના આપતા cern માં લઇ જસે તો તેના પિતાજી ની રૂહ જે શેતાન પાસે કેદ માં છે તેમનું શું થશે? લોરા ની આંખો માં થી પાણી નીકળવા લાગ્યું. તે ખુબ જ વ્યથિત હતી. રાજ એ આ જોયું અને તેણે લોરા ના આંશુ કઈ પણ બોલ્યા વગર પોતાના હાથ રૂમાલ થી લૂછી કાઢ્યા અને લોરા ના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો જાણે કહેવા ના માંગતો હોય કે ," લોરા બધું ઠીક થઇ જશે ઈશ્વર ઉપર ભરોષો રાખો."
આ બાજુ કમાંડર ઓલિવેટ એકદમ ગહન વિચાર માં હતા. કોઈ કઈ જ બોલતું ના હતું. થોડી મિનિટ એમ જ પસાર થઇ ગઈ અને પછી ઓલિવેટ લોરા ને રાજ ની તરફ ફર્યા તથા વોકી ટોકી પણ ઓન કર્યું અને બોલ્યા," ચાર કાર ચાર અલગ દિશાઓ માં થી પેંથીઓન ને ઘેરી લેશે અમારી કાર પેંથીઓન ની સૌથી નજીક બે બ્લોક દૂર ઉભી રહેશે." આપણે એકદમ ચોર પગલે પેંથીઓન તરફ જઈશું અને હત્યારા ને પકડીશું. ઇસ ધેટ કલીયેર?" કમાન્ડર ઓલિવેટ સખત અવાજે બોલ્યા.
" યસ સર" જેટલા પણ સોલ્જર તેમને વોકી ટોકી પર સાંભળતા હતા તેમણે જવાબ આપ્યો. લોરા અને રાજે પણ માથું હલાવી ને પોતાની સંમતિ જાહેર કરી.
************************************
ડિરેક્ટર ઓફ CERN મેક્સમિલિઅન કોહલર ધીરે રહીને તેમની આંખો ખોલે છે હવે તેમનું બ્રિથિંગ બરાબર થઇ ગયું હતું.તેઓ પોતે અત્યારે કોઈ પ્રાઇવેટ રુમ માં હોય એવું મેહસૂસ કરી રહ્યા હતા. બાજુ માં થી મશીન નો બીપ બીપ અવાજ આવી રહ્યો હતો તેમને લાગ્યું કે તેઓ કોઈ હોસ્પિટલ ના રુમ માં હોય એવું લાગ્યું બહારથી નર્સ ના અવાજ આવી રહ્યા હતા. તેમને આખો ઉપર કરીને જોયું તો તેમના હાથ પર એક પટ્ટી બાંધેલી હતી અને તેની સાથે થઇ ને એક પાઇપ જોડે રહેલા સ્ટેન્ડ પર લટકેલા બોટલ સાથે કન્નેક્ટ થતો હતો. પાસે મુકેલા એક કબાટ માં તેમણે પોતાના કપડાં જોયા . હજુ પણ તેમણે સમજ માં નહતું આવતું કે તેમની સાથે શું થયું હતું. તેમણે દિમાગ પર જોર આપવા માંડ્યું કે છેલ્લે તેમની સાથે શું થયું તેમણે યાદ આવ્યું કે તેમણે લોરા ને છેલ્લે જોઈ હતી . લોરા નું નામ યાદ આવતા જ લિઓનાર્દો અને એન્ટી મેટર ની CERN માંથી ચોરી થઇ છે તે તેમણે યાદ આવ્યું. અચાનક જ એક ઝટકા સાથે તેઓ બેઠા થઇ ગયા અને સૌથી પહેલું કામ તેમણે હાથ માં લગાવેલી સોંય ને ઝટકા થી કાઢી નાખવાનું કર્યું. તેમના હાથ માં થી લોહી નીકળવા લાગ્યું તેમણે પાસે પડેલી ટ્રે માં થી રૂ લઇ ને જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં જોર થી દબાવ્યું. હવે તેમને ખરેખર ચિંતા થવા લાગી હતી કે એન્ટી મેટર નહિ મળે તો શું થશે લોરા સાથે વાત કરવી જરૂરી હતી તેમણે પાસે પડેલો ફોન ચેક કર્યો પણ તેમણે કઈ ખબર ના પડી કે શું કરવાનું . તેઓ એ ત્યાં પડેલી વ્હીલ ચેર ને નજીક ખસાવી અને પછી તેમાં બેસી ને જ્યાં તેમના તેમના કપડાં મૂક્યા હતા તે તરફ વ્હીલ ચેર ને ખસાવી ને લઇ ગયા. તેઓ એ કપડાં બદલ્યા અને વ્હીલ ચેર ને હાથ થી ધક્કો મારતા મારતા બહાર આવ્યા ત્યાં આવી ને જોયું તો હોલ આખો ખાલી હતો.
******************************************
"સેવન ફોર્ટી એન્ડ ફોર્ટી સેકન્ડ " કમાન્ડર ઓલિવેટ વોકી ટોકી પર બોલતા હતા . અત્યારે તેઓ આલ્ફા રોમીઓ કાર માં હતા અને કમાન્ડર બધા ને વોકી ટોકી પર ઇન્સ્ટ્રકશન આપી રહ્યા હતા," આઈ રિપીટ આઈ વોન્ટ ટાર્ગેટ અલાઈવ નાવ ગો. "
લોરા ત્યાં બેસી ને આ બધી વાત સાંભળી રહી હતી તેણે પૂછ્યું ," સર ચર્ચ ની અંદર કોઈ નથી જઈ રહ્યું?"
"અંદર?"
"હા સર પેંથીઓન માં?"
" ના લોરા અમે બહાર રહી ને ટાર્ગેટ ને પકડવાનો ટ્રાય કરીશું ત્યાં આટલી બધી ટુરિસ્ટ પબ્લિક હશે અમે એમનો જાન જોખમ માં ના મૂકી શકીએ "
" પણ સર હત્યારો અત્યારે અલરેડી અંદર હશે."
ઓલિવેટ એ તેમની ઘડી માં ટાઈમ જોયો ૭:૪૨ થઇ હતી અત્યારે હત્યારો પહેલા કાર્ડિનલ ને લઇ ને ચર્ચ ની અંદર જતો રહ્યો હશે.
તેઓ ટાઈમ જોઈ ને બોલ્યા હા લોરા પરંતુ બહુ રિસ્કી છે આટલા લોક ની વચ્ચે અંદર જઈ ને તેને પકડવાનું ."
"પણ સર તમને કેવી રીતે ખબર પડશે કે આ હત્યારો છે તમને તો એનો નામ કે ચેહરો પણ ખબર નથી તમે તેને પકડશો કેવી રીતે?"
"હા એ વાત તો છે પણ એ ચિંતા તમે મારી પર છોડી દો અમારી પાસે સોલ્જર છે તેઓ પકડી પડશે હત્યારા ને."
"સર મારી પાસે એક રસ્તો છે જો તમે હા કહો તો હું અંદર જાવ?"
" ના લોરા તમે કેવી વાત કરો છો? પરંતુ તેણે મારા પિતાનું ખૂન કર્યું છે ને મેઈન વાત એન્ટી મેટર નહિ મળે તો શું કરીશું?"
" એટલા માટે જ નહિ લોરા કેમ કે હત્યારો તમને ઓળખે છે જો તેણે તમને અહીંયા જોઈ લીધા તો તમે મુસીબત માં આવી જશો."
"પણ સર તમને તેણે વાત કરતા સાંભળ્યો હતો તેને કોઈ જ આઈડિયા નથી કે લિઓનાર્દો વેત્રા ને એક છોકરી પણ છે એને ચોક્કસ ખબર નહિ હોય કે હું કેવી દેખાવ છુ અને એમ પણ હું તો ટુરિસ્ટ ની જેમ અંદર જઈશ કોઈ ને મારી પર શક નહિ જાય."લોરા લગભગ રડમસ અવાજ માં બોલી.
"ના હું કોઈ પણ સિવિલિયન ને આર્મી ની કામગીરી માં દાખલ કરવા નહિ દવ." કમાન્ડર સખ્ત અવાજે બોલ્યા. પણ લોરા કાર નો દરવાજો ખોલી ને લગભગ ભાગવા લાગી. રાજ પણ તેની પાછળ બહાર નીકળી ગયો. કમાન્ડર પણ બહાર આવી ને બોલ્યા,"લોરા પ્લીસ વેઈટ તમે અંદર જશો તો આપડો કોન્ટાક્ટ કેવી રીતે થશે?"
લોરા એકદમ ઉભી રહી ગઈ અને પોતાના પોકેટ માં થી મોબાઈલ કાઢી ને બોલી," આનાથી કમાન્ડર લાવો તમારો નમ્બર આપો "
કાર ની અંદર બેઠેલો સોલ્જર જે આ બધી વાતો સાંભળી રહ્યો હતો તે બહાર આવ્યો અને લોરા ને નમ્બર આપી ને કહ્યું ,"મિસ લોરા આ નંબર સેવ કરો લો."
લોરા એ નંબર સેવ કર્યો અને એ નમ્બર પર કોલ કર્યો તો કમાન્ડર ના પોકેટ માં મુકેલા મોબાઈલ માં રિંગ વાગવા લાગી . કમાન્ડર એ ફોન ઉઠાવ્યો અને કહ્યું,"મિસ લોરા જાવ અને પેંથીઓન માં કઈ પણ શંકાસ્પદ લાગે તો મને કહો."
રાજ ક્યારનો ત્યાં ઉભો હતો તેણે લોરા ને કહ્યું,"મિસ લોરા વેઈટ હું પણ આવું છુ."
"ના મી. રાજ આ જંગ મારી એકલી ની છે પ્લીસ હું તમારી જાન જોખમ માં નથી મુકવા માંગતી.'
"ના મિસ લોરા હું તમારી સાથે કોઈ પણ સંજોગો માં આવીશ જ ત્યાં તમને એકલા નહિ જવા દવ ."
"હા લોરા રાજ બરાબર કહે છે તમે બંને જશો તો ન્યુલી વેન્ડેડ કપલ જેવા લાગશો સાથે તમે બંને સાથે હશો તો કોઈ ને પણ શક નહિ જાય તમારી પર. અમે આર્મી વાળા પણ એકલા કામ કરવામાં નથી માનતા." કમાન્ડર ઓલિવેટ બોલ્યા.
"ઓકે રાજ તમે પણ ચાલો સાથે."
બંને હાથ પકડી ને ચાલવા લાગ્યા.
" લોરા એક મિનિટ." કમાન્ડર એ બુમ પાડી અને લોરા ની પાસે આવ્યા અને તેમણે લોરા ના હાથ માં કંઈક આપ્યું.લોરા એ જોયું તો એક લોડેડ ગન હતી તેના હાથ માં .
"મિસ લોરા આ તમારી સુરક્ષા માટે છે મને ખબર છે કે તમે એક સાયન્ટિસ્ટ છો તમે કદાચ આ વસ્તુ ક્યારેય હાથ માં પણ નહિ પકડી હોય પરંતુ જયારે જાન પર બની આવે છે ત્યારે માણસ ને બરાબર ખબર હોય છે કે પોતાની સુરક્ષા કેવી રીતે કરવી. જાઓ લોરા ઓલ ધ બેસ્ટ." કમાન્ડર ઓલિવેટ બોલ્યા.
લોરા એ ગન લઇ ને પોતે પહેરેલા ઓવરકોટ ના પોકેટ માં મૂકી દીધી અને પછી રાજ નો હાથ પકડી ને ત્યાંથી ચાલવા લાગી.
બે બ્લોક આગળ ચાલ્યા હાહસે ત્યાં લોરા ને પોતા ની હાથ ની પકડ મજબૂત લાગી તેણે જોયું કે રાજ ટેન્શન માં લાગે છે અને તેણે સખત રીતે પોતાનો હાથ પકડી રાખ્યો છે. તેણે કહ્યું,"રિલેક્સ રાજ ."
"હું રિલેક્સ જ છુ."
"હા ખબર છે મને તમે કેટલા રિલેક્સ છો મારા હાથ ની આંગળીઓ હવે દર્દ કરવા લાગી છે તમારી મજબૂત પકડ થી ."
"ઓહ સોરી લોરા " આટલું બોલી ને તેણે લોરા ના હાથ ની પકડ ઢીલી કરી દીધી.
બહુ જલ્દી તેઓ એ બિલ્ડીંગ ની અંદર જવા જઈ રહ્યા હતા જ્યાં હત્યારો પહેલા કાર્ડિનલ નું ખૂન કરવાનો હતો.
બસ થોડી મિનિટ ઓર...
૩ મિનિટ ઓર અને તેઓ પેંથીઓન ચર્ચ ની અંદર આવી ગયા હતા. તેઓ અત્યારે કોઈ ટુરિસ્ટ જેવા લાગી રહ્યાં હતા. થોડી સિક્યુરિટી અને થોડા ઘણા ટુરિસ્ટ તેમની આજુ બાજુ દેખાતા હતા. લોરા અને રાજ હાથ છોડી ને આમ થી તેમ જોવા લાગ્યા.
રાજે લોરા ને ધીમે થી કહ્યું,"લોરા તમે પેલી સાઈડ પર જાવ હું અહીંયા જોવ છુ કઈ પણ થાય તો તરત જ કમાંડર ને ફોન કરવાનો છે." લોરા એ માથું હલાવ્યું અને ત્યાંથી બીજી સાઈડ પર જવા નીકળી ગઈ.
રાજ અહીં આમથી તેમ જોતો હતો કોઈ પણ શકમંદ માણસ મળે તો શું કરવાનું એ તેને સારી રીતે ખબર હતી.
"ગુડ ઇવનિંગ મિસ્ટર ."એક માણસ રાજ ની પાસે આવી ને ઉભો રહ્યો.
ક્રમશ:
કેમ છો વાંચક મિત્રો ઘણા સમય થી મારી આ સ્ટોરી અટકી ગઈ હતી પરંતુ હવે હું પ્રયત્ન કરીશ કે સમય પર પબ્લીશ કરી શકું. આશા રાખું કે આ વાંચકમિત્રો આપ સહુ તંદુરસ્ત હશો સહુ ઘર માં જ રહેજો અને સુરક્ષિત રહેજો. બહુ જલ્દી નવા એપિસોડ માં મળીશું ત્યાં સુધી વાંચતા રહો અને રેટિંગ આપતા રહો રીટર્ન ઓફ શેતાન ને.
\