સંધ્યાને જોઈને ક્રિસ્ટલ અને મેઘનાને અજીબ લાગ્યું પણ તે બંનેમાંથી કોઈએ કઈ કહ્યું નહીં. સંધ્યા ભૂમિને ગળે મળી ત્યારબાદ ભૂમિએ સંધ્યાને મેઘના અને ક્રિસ્ટલનો પરિચય આપતા કહ્યું, “આ મેઘના છે, રાજવર્ધનની પત્ની અને આ ક્રિસ્ટલ છે, આર્યવર્ધનની ફિયાન્સી.” મેઘનાનો પરિચય મેળવ્યા પછી સંધ્યાએ મેઘના અને ક્રિસ્ટલ સાથે હાથ મિલાવ્યો.
સંધ્યા બોલી, “ભૂમિ, રાજવર્ધન ક્યાં છે?” એટલે તરત ભૂમિએ જવાબ આપતાં કહ્યું, “રાજવર્ધન, અત્યારે લેબમાં છે.”
આ સાંભળીને સંધ્યા બોલી, “oky, તમે બધા લેબમાં જાવ, હું ફ્રેશ થઈને આવું છુ.” આટલું કહીને સંધ્યા તેના રૂમ તરફ ચાલી ગઈ. સંધ્યાના ગયા પછી ક્રિસ્ટલે ભૂમિને પૂછ્યું, “આ યુવતીનો ઇંડિયન છે તો તે રાજકુમારી કઈ રીતે બની ગઈ?”
આ પ્રશ્નનો જવાબ ભૂમિએ ઊંડો શ્વાસ લઈને આપ્યો, “આ એક લાંબી કહાની છે. પહેલાં આપણે લેબમાં જઈને ત્યાંની પરિસ્થિતિ જાણી લઈએ, ત્યાર પછી કહીશ.” આટલું કહીને ભૂમિએ લિફ્ટ પાસે જઈને લિફ્ટ આવવાની રાહ જોવા લાગી એટલે મેઘના અને ક્રિસ્ટલે તેનું અનુકરણ કર્યું.
લેબમાં રાજવર્ધન નિધિના કહેવાથી રિદ્ધિ અને આર્યવર્ધનના ડીએનએનું સિન્થેટીક વર્ઝન બનાવવાનો માટે પ્રયત્ન કરી રહ્યો હતો. ભૂમિ સાથે બધાને જોઈને રાજવર્ધન કામ કરતો અટકી ગયો એટલે મેઘનાએ રાજવર્ધનને પૂછ્યું, “કોઈ સોલ્યુશન મળ્યું કે નહીં?”
રાજવર્ધન પાછો કમ્પ્યુટર સ્ક્રીન પાસે આવીને ફરીથી એલ્ગોરિધમ પ્રોગ્રામ ફરીથી ઓપન કર્યો અને તેમાં મૈત્રીના ડીએનએ ની ડિઝાઈન ઓપન કરી. તે ડિઝાઈન બધાને બતાવતાં ચિંતાતુર અવાજે કહ્યું, “બેડ ન્યૂઝ છે.” આ સાંભળીને ક્રિસ્ટલ બોલી, “શું થયું છે? તું કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે?”
“પહેલાં, તમે બધા આ ડિઝાઈન જોવો. મૈત્રીનું ડીએનએ સ્ટ્રકચર ઝડપથી તૂટી રહ્યું એટલે તેના ખૂબ જ ભયાનક પરિણામ આવી શકે છે.” રાજવર્ધને કહ્યું “જેમ કે તે બધાનું દર્દનાક મૃત્યુ પણ એથી ભયાનક તો તેમને પડનારી તકલીફો હશે. પહેલાં તેમનું નર્વસ સિસ્ટમ બંધ થઈ જશે ત્યારબાદ પેરાલિસિસ એટેક અને છેલ્લે હાર્ટ એટેક.”
આ સાંભળીને બધા એકબીજા સામે જોવા લાગ્યા એટલે રાજવર્ધન આગળ બોલ્યો, “બીજા પણ બેડ ન્યૂઝ છે. સિરમ ત્રણ અઠવાડીયામાં તૈયાર કરી દેવું પડશે નહીં તો આપણે કોઈને પણ નહીં બચાવી શકીએ અને સિન્થેટીક ડીએનએ બનતાં ઓછામાં ઓછો એક મહિનો લાગી શકે તેમ છે. પણ મને વિશ્વાસ છે કે આપણે કઈક કરી લઈશું જેથી બધાને બચાવી શકાય. માટે હું તમે મને થોડી વાર માટે એકલો રહેવા દેશો. હું થોડો સમય એકલો રહેવા માંગુ છુ.” આટલું કહીને રાજવર્ધન લિફ્ટમાં દાખલ થઈને સેકન્ડ ફ્લોર પર જવા માટેનું બટન દબાવ્યું.
આ જોઈને મેઘના લિફ્ટ તરફ આગળ વધી પણ ત્યાં જ રાજવર્ધને શાંતિથી હાથ ઊચો કરીને મેઘનાને તેની જગ્યાએ ઊભા રહી જવા માટે ઈશારો કર્યો અને કહ્યું, “મે કહ્યુંને કે હું એકલો રહેવા માંગુ છું એકલો મતલબ હું અને એકાંત. સાથે બીજું કોઈ જ નહીં તું પણ નહીં.” ત્યાંજ લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો.
ભૂમિ, ક્રિસ્ટલ, મેઘના, નિધિ અને ખુશી બધા એકબીજા સામે જોઈ રહ્યા. હવે શું કરવું તેની કોઈને સમજ પડતી ન હતી. નિધિએ ભૂમિને કહ્યું, “ભૂમિ, મારે અને ખુશીએ અત્યારે જ હવે પાછું જવું પડશે તો તું એક કારની એરેંજમેંટ કરીશ.” નિધિના કહ્યા પછી ભૂમિએ તરત એક કોલ કરીને અમુક સૂચનાઓ આપી ત્યારબાદ તેણે નિધિ ને કહ્યું, “તમારી કાર રેડી છે અને તમારો સામાન કારમાં મુકાવી દીધો છે. તો હવે તમે નીકળી શકો છો.”
આ સાંભળીને નિધિએ ભૂમિ ને થેન્ક્સ કહીને બધાને ગળે મળીને ખુશી સાથે ત્યાથી નીકળી ગઈ. તેમના ગયા પછી મેઘનાએ ભૂમિને પૂછ્યું, “હવે આપણે શું કરીશું?”
ભૂમિએ પોતાના કપાળને નેપકિનથી સાફ કરતાં કહ્યું, “એ તો મને પણ ખબર નથી, પણ ખબર પડી જશે. આપણે અત્યારે પાછા જઈએ, અહી રહેવાનો કોઈ અર્થ નથી. થોડો સમય આરામ કરીને મળીએ.” ભૂમિની વાત સ્વીકારતાં મેઘના અને ક્રિસ્ટલે માથું નમાવ્યું. ત્યારબાદ તેઓ બધા પોતાના રૂમમાં ગયા.
મેઘના તેના રૂમમાં જઈને રાજવર્ધનના આવવાની રાહ જોવા લાગી. ક્રિસ્ટલ રૂમમાં રહેલા કમ્પ્યુટર પર ફેસબુકમાં તેનું એકાઉન્ટ ઓપન કરીને ફોટોગ્રાફ્સ જોવા લાગી. જ્યારે ભૂમિ તેના રૂમમાં આવીને દરવાજો બંધ કરીને બેડ પર સૂઈ ગઈ, ત્યાંજ તેની નજર બેડની સામે ખૂણામાં ખુરશી પર બેઠેલી સંધ્યા પર પડી. એટલે ભૂમિ તરત ઊભી થઈ ગઈ.
આ જોઈને સંધ્યા ઊભી થઈને તેની પાસે આવી અને ભૂમિને બેસવા માટે કહ્યું. સંધ્યા પોતે પણ તેની બેસીને ભૂમિના ખભા પર હાથ મૂકીને બોલી, “તારી તબિયત તો ઠીક છે ને?” ભૂમિએ સંધ્યાના ખભા પર માથું મૂકીને બોલી, “મને ખુદને પણ ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે. પણ હવે તમે આવી ગયા છો તો મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે.”
“પણ તે બધાને સાચી હકીકત જણાવી દીધી છે ને ?” સંધ્યાએ ભૂમિનું માથું સવારતા પૂછ્યું. “ના, જો હું તેમને સાચી વાત કહી દઇશ તો તે બધા મને દગાબાજ સમજશે. હું નથી ઇચ્છતી કે તેઓ મને ખોટી સમજે.” ભૂમિ સંધ્યાની આંખોમાં જોઈને કહ્યું.
સંધ્યા ઊભી થઈને બાલ્કની પાસે ગઈ. બાલ્કનીમાંથી બહારનું દ્રશ્ય જોઈને બોલી, “જો ભૂમિ વાત હવે ઘણી આગળ વધી ગઈ છે. આર્યવર્ધન આપણને છોડીને ચાલ્યો ગયો છે, વાત જેટલી આગળ વધશે એટલું મુશ્કેલી વધશે. હું અત્યારે જ તેમને કોલ કરીને બોલાવી લવ છું. એ આવીને જો કોઈ વાત કહેશે તો આ બધા તેમની વાત ચોક્કસ માની લેશે.”
સંધ્યાની વાત સાંભળીને ભૂમિ તેની જગ્યાએ થી ઊભી થઈ ગઈ અને ધ્રૂજતાં અવાજે બોલી, “શું તમે સાચું કહી રહ્યા છો. ખરેખર તેમને બોલાવવાના છો?” ભૂમિની આંખોમાં અને અવાજમાં એક ડર હતો. આ જોઈને સંધ્યા હસી પડી અને બોલી, “હા, સાચું કહું છું. જો તને વિશ્વાસ થતો ન હોય તો તારી સામે જ કોલ કરું છું.” આટલું કહીને સંધ્યા એક કોલ કર્યો. એક રિંગ વાગ્યા પછી તરત કોલ રિસીવ થઈ ગયો.
“Hey સંધ્યા, How Are you?” એક મૃદુ અવાજ સંભળાયો. એટલે સંધ્યા આગળ બોલી, “i am fine. તું જલ્દીથી પાછો આવી જા. બધા અહી આવી ગયા છે અને એક ખરાબ સમાચાર છે, આર્ય હવે આ દુનિયામાં નથી રહ્યા.”
આ સાંભળીને સામેથી પહેલા સંભળાયેલો મૃદુ અવાજ હવે ઉગ્ર બની ગયો, “જેણે આર્ય સાથે આ કૃત્ય કર્યું એણે પોતાના મૃત્યુને બોલાવ્યું છે. હું અત્યારે જ આવવા માટે નિકળું છુ. મોડી રાત સુધીમાં આવી જઈશ.” આટલું સાંભળીને સંધ્યાએ કોલ કાપી નાખ્યો અને ભૂમિ સામે જોયું. ભૂમિ બીકથી પર્ણની જેમ ધ્રુજી રહી હતી. એટલે સંધ્યાએ તેને આરામ કરવા માટે કહ્યું અને પોતે રૂમમાંથી બહાર નીકળી ગઈ.
પાર્થ રિદ્ધિ સાથે વાત કર્યા પછી તેના અંકલ નિમેશભાઈ પાસે ગયો અને રિદ્ધિ સાથે થયેલી બધી વાત તેમને જણાવી. રિદ્ધિનું ગ્રૂપ આર્યવર્ધનથી દૂર રાજસ્થાનમાં છે. તે જાણીને નિમેશભાઈને રાહત થઈ. પાર્થ પણ પોતે રિલેક્ક્ષ થઈને પોતાના પ્રોજેકટ પર કામે લાગી ગયો.
બીજી બાજુ એક રોલ્સરોઈસ સ્પોર્ટ્સ કાર ઝડ્પથી સંધ્યાના મહેલ તરફ વધી રહી હતી. કાર ચલાવી રહેલો વ્યક્તિ એક નવયુવક હતો. તેની આંખોમાં એક અજીબ પ્રકારનું ઝનૂન હતું અને ચહેરા પર ભયંકર ગુસ્સો હતો. તેના મગજમાં ઘણા વિચારોનું ચક્રવાત સર્જાયું હતું પણ તેનો અણસાર ચહેરા પર દેખાતો નહોતો.