અત્યારના લોકડાઉન ના સમયની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને મોટાભાગના રાજયો, ગામડાઓ તથા શહેરો બધી જગ્યાએ બંધ છે. આવા સમયે આપણને એવું થાય છે કે જ્યારે આ ભયંકર કોરોનાવાયરસ નીકળ્યો છે ત્યારે આપણે આપણા ઘરમાં જ રહીને બને તેટલું ધ્યાન રાખી અને ઘરમાં જ પડેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જાતજાતની વાનગીઓ બનાવી આપણા ઘરના સભ્યો ને જમાડી અને તેમનું ધ્યાન રાખીએ. આથી ખૂબ જ થોડા શાકભાજી અથવા તો કઠોળનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ અને સ્વાદ માણી શકીએ છીએ. આ સમય દરમ્યાન એવું થાય છે કે આપણે બહાર જવું નથી કારણકે આપણા લીધે પણ બીજાને અને આપણને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એક નાગરિક તરીકેની આપણી ફરજ છે. આથી સરકારે આપેલા નિયમોને ધ્યાનમાં રાખી તેનું પાલન કરવું જરૂરી છે જે આપણા દેશના ભવિષ્ય માટે સારું પરિણામ લાવી શકે છે. તો ચાલો આપણે જોઈ અમુક વાનગીઓ જે આપણે આ કપરા સમયમાં બનાવી શકીએ છીએ.
શાકભાજી વગરનુ જમવાનું મેનુ
1-દાળ ઢોકળી
2-દંહીવડાં
3-મગ-અડદના ઢોસા/પૂડલા
4-ઈડલી/ઢોસા/મેંદુવડા- સંભાર/ચટણી
5-ખીચુ
6-મગદાળની કચોરી
7-ખસ્તા કચોરી
8-દાળ ભાત
9-મોગર દાળ ભાત/ખીચડી
10-ખીચડી કઢી થેપલા
http://tiny.cc/lzqinz
11-ખાંડવી
12-ભાતના થેપલા દંહી
13-ઊસળ પરોઠા
14-રાંધેલા ભાતના મુઠીયા
15-મગ/ઘંઉ ના લોટનો શીરો
16-ઢોકળા/હાંડવો
17-ચણાદાળ નો પુલાવ
18-પાંચ દાળની દાલ ફ્રાય
19-પાણી પુરી
20-દંહી પકોડી પુરી
21-ચોખાની રોટલી છોલે ચણા
22-મગ અડદના ભજીયા
23-દાળ ના ભજીયા
24-ગોળની ભાખરી છોલે ચણા
25-દાળ પકવાન
26-છોલે પુરી
27-ખાટામગ રોટલી
28-ખમણ ઢોકળા
29-મઠ અને રોટલી
30-રગડા પરોઠા
31-પૂરણપોળી
32-પનીર પરાઠા, બુંદી રાયતું
33-રાજમા રાઈસ
34-ગટ્ટા નુ શાક,સાત પડી રોટલી
35-ગટ્ટા નોભાત અને દંહી
36-બેસન રોટલી
37-પનીર મખની, પરાઠા
38-પાપડ વડીનુ શાક
39-પાપડ મેથી નુ શાક
40-મગની ફોતરાંવાળી દાળ, પરાઠા
41-મસુરની દાળ અને પરાઠા
42-પનીર ટિક્કા
43-દુધપાક/ખીર/બાસુંદી અને પુરી
44-ગોળબદામ નો શીરો
45-દાળબદામ નો શીરો
46-રસમલાઈ
47-દુધજલેબી
48-ખજુરડ્રાયફ્રુટ હલવો
49રસગુલ્લા
50-માલપુઆ
51-રબડી મકાઇ ના પકોડા
52-દાલ બાટી
53-શ્રીખંડ પુરી
54-પુરી ભાજી
ઓછા શાકભાજી માં બનાવી શકાય એવી વાનગીઓનું મેનુ:
1. દાળ ઢોકળી
http://www.myfoodrecipes.co.uk/?m=1
2. દહીં વડા
3. મગના ઢોસા (મગની દાળ પલાળી ને પીસી લેવી)
ખૂબ સરસ બને
4. અડદ ની દાળ અને ચોખા ના ઢોસા
5. ચણાના લોટ ના પુડલા
6. રવા ઢોસા
7. ઈડલી સંભાર ( સાંભારમાં શાકભાજી ઓછું નાખીએ તો ચાલે)
8. બાજરી, ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી મુઠીયા
9. ખીચું
10. મગની દાળની કચોરી
11. મગની દાળ ના દાળવડા
12. મેંદુવડા
13. ખાંડવી( બનાવતી વખતે દહીં ન હોય તો લીંબુ અથવા લીંબુના ફૂલ વાપરી શકાય)
14. ખીચડી કઢી
15. થેપલા દહીં
16. હાંડવો
17. લાપસી
18. શીરો
19. ઓરમુ
20. ઘઉંના લાપસીના લોટમાંથી બનાવેલી ખીચડી
21. રગડા પેટીસ( બટેટા ન હોય તો પેટીસની જગ્યાએ ચણાના લોટ માથી ઢોકળી બનાવીને નખાય)
22. ઢોકળી નું શાક
23. ચણાના લોટ અથવા દાળ પલાળીને ખમણ
24. સેવ ટામેટાનું શાક અને પરોઠા
25. ખાટા ઢોકળા
26. વધેલા ભાતના ભજીયા(દહીં ઉમેરી લીલા મરચાં, મીઠું ચણાનો લોટ..ખૂબ સ્વાદિષ્ટ બને)
27. ઘઉંના લોટ ના ઢોસા(ખૂબ સરસ પાતળા બને, નોન સ્ટિક માં બનાવવા)
28. ઘઉંના લોટ ના મીઠા પુડલા( ગોળ નાખી બનાવવા, ગળ્યું ભાવતું હોય એમને સ્વાદિષ્ટ લાગે)
29. મીઠી રોટલી(રોટલી બનાવતી વખતે એક ચમચી કે સ્વાદ અનુસાર ખાંડ નાખી પૂરણ ની જેમ ભરી ફરી વણી લેવી, ક્રિસ્પી ચોડવીને ચડિયાતું ઘી લગાવી શકો)
30. પુરણ પોળી
31. રસિયા ઢોકળા( બાજરી, ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી તેમાં દૂધી, મેથી જે હાજર હોય તે નાખી, મોણ તથા મસાલા નાખી, નાના નાના બોલ્સ વાળવા, છાસ અથવા પાણી, જેમાં અનુકૂળ હોય તેમાં વઘારવા)
32. દાલ ફ્રાય અને જીરા રાઈસ અથવા પરોઠા
33. રાજમા રાઈસ
34. મેથી પાપડનું શાક
35. મગ મેથી નું શાક ( મેથી રાત્રે પલાળી લેવી)
36. ફણગાવેલા કઠોળ ના શાક અથવા સલાડ
37. મગની દાળનો શીરો
38. ખજૂર પાક
39. દાલ બાટી
40. દાલ પકવાન
41. સુખડી
42. મોહન થાળ
43. મગસ
44. છોલે પૂરી
45. વઘારેલ ખીચડી અથવા ભાત ( ડુંગળી, બટેટા, વટાણા અથવા જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરીને વઘાર કરી કૂકરમાં ચોખા કે ખીચડી બનાવી શકાય)
આ ઉપરાંત અત્યારના સંજોગોમાં અનાજનો બગાડ ન થાય એ માટે..
1. વધેલા ભાતને વઘારી ને ખાવ
2. વધેલા ભાતમાં મસાલો કરી, પેસ્ટ બનાવી પરોઠામાં સ્ટફિંગ ભરી બનાવાય
3. રોટલી વધી હોય તો છાસ માં વઘારીને ખવાય
4. વધેલ રોટલી તળીને ભેળ બનાવતી વખતે પૂરી ની જગ્યાએ ઉપયોગમાં લઇ શકાય
5. વધેલ રોટલી માં બટેટા નું મસાલા વાળું પૂરણ ભરીને સમોસા બનાવી શકાય
6. વધેલ રોટલીને બે ભાગ કરીને પછી લાંબી ચિપ્સ માં કાપીને વઘારીને ધીમા તાપે શેકો. તળેલા મગફળીના બી નાખીને ચેવડો બનાવો
7. ચણાનું શાક વધે તો ભેળમાં વાપરો.
અત્યારે સલાડ માટે શાકભાજી ઓછું હોય તો ચટણી બનાવો...લીલી ચટણી...( લીલાં મરચાં અને લસણ સાથે થોડું જીરું અને લીંબુ, મીઠું, ખૂબ સ્વાદિષ્ટ બને)
અથવા લસણ ની લાલ ચટણી બનાવો.
તમે ઉપર આપેલી લિંક પરથી અલગ અલગ પ્રકારની વાનગીઓ જોઈ અને બનાવી શકો છો.
આ સિવાય વધુમાં વધુ વાનગીઓ ની વિગત મેળવવા માટે તમે મારી વેબસાઇટ પર અથવા તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ પર પણ મને ફોલો કરી શકો છો.
https://www.facebook.com/mFoodRecipes