આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ!
ચાલ આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!!
કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદા વાક્ચાતુર્ય અને મોહક સ્મિત ધરાવતા હતા. કંદર્પ કોલેજના વિદ્યાર્થીઓની દરેક પરિસ્થિતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને સૌનું ભલું થાય એ રીતે જ નિર્ણય કરતો અને કામગીરીમા કંઈ પણ ખોટું થાય તો મેનેજમેન્ટ ને પણ તાકીદ કરવામાં ખચકાતો નહી.અને તેનાથી સમપૂણૅ વિપરીત કૃતિ સ્વહિત માટે કંઈ પણ ખોટું કરતા પહેલા એક પણ વાર બીજાનો વિચાર ન કરતી.
કંદર્પ ખુબ સાદગીભર્યા અને સિધ્ધાંતવાદી પરિવારનો એકમાત્ર લાડકવાયો દીકરો હતો અને કૃતિ ગર્ભશ્રીમંત પરીવારનું સંતાન હતી. લાંબો, તેજસ્વી ચહેરો અને સુદ્રઢ સ્નાયુબદ્ધ શરીર, ઘઉંવરણો પણ મોહક સ્મિત ધરાવતા કંદર્પ ને કોલેજમાં આવતા-જતા બે ઘડી એકીટશે જોઈ રેવાની તક ભાગ્યે જ કોઈ છોકરી ચૂકતી હશે!!આ બાજુ કૃતિ એ ખરેખર ઈશ્વરની શ્રેષ્ઠતમ કૃતીઓમાની એક હતી એમ કહેવું જરાય અતિશોક્તિયુક્ત નોતું!! મૃગનયની, અણિશુદ્ધ નાંક, ગોરી ગોરી રૂ ની પુણી જેવી ત્વચા, કાળા ભમ્મર જેવા લાંબા વાળ અને આકર્ષક ફિગર. ઇંદ્ર લોકની અપ્સરા જેવી લાગતી કૃતિ ની એક ઝલક માટે કોલેજના તમામ અધ્યાપકો સુધ્ધાં સદાયે આતુર રહેતા હતા. કંદર્પ અને કૃતિ વચ્ચે સદાય કોલ્ડ વોર તો ચાલુ જ રહેતું. પણ ક્યારેક તો નાનું અમથું વાક્યુદ્ધ ઉગ્ર બોલાચાલી માં પરિણમી જતું અને અધ્યાપકો દ્વારા માંડ માંડ પરિસ્થિતિ કાબુ માં આવતી.કંદર્પ ની ભલમનસાઈ અને કૃતિ નો સેલ્ફ સેન્ટરડ અભિગમ આ જ મુખ્ય કારણ બનતું.
આ બંનેની પરિસ્થિતિ માં જમીન -આસમાન નું અંતર હતું. કંદર્પનું આત્મવિશ્વાસપૂર્ણ વ્યક્તિત્વ, તેની સાદગી અને તેની નામના કૉલેજમા ઘણા લોકો ને ખટકતા હતા અને ઘમંડથી ભરપુર કૃતિ પણ એમાની એક હતી.કૃતિને કોઈ પણ સિનિયર, અધ્યાપક કે કલાસમેટને પોતાની પાછળ લટ્ટુ બનાવતા પળવાર પણ માંડ લાગતી.આમ તો આ માટે તેની મોહક દેહયશ્ટી અને ઘાયલ કરી દે એવી સ્માઈલ જ પૂરતી હતી.તેની આ જ વાત કંદર્પ ને અસહ્ય લાગતી કારણ કે તેની સુંદરતા અને મદમસ્ત અદાઓથી ઘાયલ થયેલ પોતે પણ તેને પોતાની જીવનસાથી બનાવવાના સપના સેવતો હતો!! પણ એકબાજુ પોતાની ગરીબી અને બીજી બાજુ કૃતિ ના રાજસી ઠાઠમાઠ અને ઘમંડી સ્વભાવને જોતાં પોતાનાં આવા સપના ને શેખચલ્લીના વિચારમાં ખપાવતો તે બીજા કામમાં પોતાનું મન પરોવી દેતો.
પરંતુ આજે એ બંનેના મનમાં કંઈક બીજું જ હોય એમ લાગતું હતું. આજે બંને ની આંખોમાં એકબીજા માટે દ્વેષ અને વેરઝેર ને બદલે આદર અને સન્માન દેખાતાં હતાં. જેની પાછળનું કારણ આગલા દિવસે બનેલ એક ઘટના હતી.કે જેણે આ બન્ને જણ ના સ્વભાવમાં આમુળ પરીવર્તન લાવી દીધું હતું.અને સતત એકબીજા થી વિમુખ તે બંને ને આમ આટલા નજીક લાવી દીધા હતા.
શું હશે આ ઘટના?? ક્યાં કારણથી એક સમય નાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' કંદર્પ અને કૃતિ ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હશે??? અચાનક બંને નાં સ્વભાવમાં કેમ આટલું બધું પરિવર્તન થયું હશે?? એ બધું જાણવા માટે વાંચતા રહેજો હવે પછી નો અંક.....
આપના પ્રતિભાવો ની પ્રતીક્ષામાં....