"Hi Maan!
હું જાણું છું કે હમણાં તો તારા મન માં હમણાં ઘણા ઉમળકા હશે! આપણા ભવિષ્ય માટે , આપણા લગ્ન માટે! હું તને ખૂબ પ્રેમ કરું છું પણ હું લગ્ન નહિ કરી શકું. મનસ્વી! હું એક એવા સમાજ થી આવું છું જ્યાં બાળકો નાં લગ્ન નાની ઉંમરે જ નક્કી કરી દેવામાં આવે છે કે અમારી દીકરી તમારા ઘર ની વહુ બનશે! મને ખબર છે તને લાગશે કે ૨૧ ની સદી માં પણ હું કેવી ફાલતુ રિવાજો વિશે વાત કરી રહ્યો છું પણ આ સત્ય છે.મારા મોટા ભાઈ પણ એવી રીતે જ પરણ્યા હતા અને મારા લગ્ન પણ મારા ગામ ની એક છોકરી સાથે નિશ્ચિત છે.અમને લગ્ન સુધી એક બીજા ને મળવાનું પણ મંજૂર નથી! ભલે મારા લગ્ન ૨૧ મી સદી માં થાય છે પણ જન્મ તો ૨૦ મી સદી નો ખરો ને! તનેં યાદ છે આપણી પેહલી મુલાકાત! એક કોમન ફ્રેન્ડ ની પાર્ટીમાં મળ્યા હતા! તને હું ત્યારે એક નજર જોઈ ને તારી સુંદરતાથી મોહાય ગયો હતો ને સંજોગ આપણે બંને ને મિત્રો બનાવ્યા... ને હું દરેક સમયે તારા તરફ ખેંચાય જતો હતો. હું જાણતો હતો કે આપણા બંને નું કાઈ જ ભવિષ્ય નથી માત્ર સારા મિત્ર બનીને રહી શકીશું એ જાણવા છતાં તને મારા મન ની લાગણી તને કહી દીધી અને તું પણ મને ચાહે છે જાણી ને મને જેટલી ખુશી થઇ હતી એના થી વધુ ચિંતા થઈ હતી; મને એમ કે તને જ્યારે હકીકત પડશે તો મારા વિશે શું વિચારશે એ વિચારું ને તું લગ્ન ની વાત કરે ને હું ચૂપ થઈ જાઉં. પણ આજે તારી જીદ જોઈ તો મને થયું કે હવે સચ્ચાઈ છુપાવવા થી કોઈ ફાયદો નથી.હા પણ એક વાત છે તને આ વાત જાણી લીધા પછી એમ લાગશે કે મે તારી સાથે આટલા વર્ષ છલ કર્યું પણ એવું નથી હું તારી સાથે જે ફિલ કરું છું એના જેવું મારી થનાર જીવનસાથી માટે પણ ફિલ નથી કરતો.બસ હવે શબ્દ નથી પરિસ્થિતિ ની ચોખવટ કરવા માટે! બસ એટલું કહીશ મને માફ કરી દેજે; અને આપણા આ સંબંધ ને જિંદગીભર એક મિત્રતા થી જોડી દેશે તો હું એમ સમજીશ તે મને માફ કર્યો. I love you so much Maan!
તારો માનવ
____________________________________________________________
આટલું વાંચતા મનસ્વી ની આંખો આંસુ થી ભરાઈ ગઈ.જાણે એક જ પલ માં આખી દુનિયા ઉજાડી દીધી આ હકીકત એ! અને ફોન હાથ માં થી પડી જાય ત્યાં જ ઢગલો થઈ બેસી પડે છે. થોડી વાર માટે સપનું છે કે હકીકત એ સમજાતું નથી અને ત્યાં જ આંસુ ભરેલી આંખે વિતી ગયેલી સુંદર ક્ષણો ની આગોશમાં ખોવાઈ જાય છે.
"કેટલી વાર છે માન?? જો હવે મારા થી રાહ નથી જોવાતી?? ક્યાં છે તું??" માનવ ફોન પર અકળાયેલા સ્વરે બોલે છે.
"બસ આવી માનવ ડ્રાઇવ કરું છું મળીએ આપણે............. " અને અચાનક ફોન કટ થઇ જાય છે.
"હેલ્લો મનસ્વી! માન! શું થયું? Are you there? is everything alright?"
પણ એનો અવાજ ક્યાં મનસ્વી સુધી પોહંચતો જ હતો....ઘણી વાર કોલ કરે છે પણ મનસ્વી ફોન ઉપડતી જ ના હતી...ને આખરે કોઈ અજાણ વ્યક્તિ ફોન ઉપાડે છે.
"હેલ્લો કોણ? મનસ્વી ક્યાં છે??"
"ભાઈ આ બુન નું એક્સિડન્ટ થયું હે. હું ગૌરીશંકર બોલું! તમે કોણ થાઓ એના? જલ્દી કાકરિયા તળાવ આગળ આઇ જાઓ. આ બુન વાત કરવાની હાલત માં નથી."
માનવ એટલું સાંભળતા જ મનસ્વી પાસે પોહચી જાય છે.અને તરત હોસ્પિટલ લઈ જાય છે.ચાલુ ગાડીએ ફોન પર વાત કરવા માં સામે કાર સાથે ઠોકતા ગાડી ફૂટપાથ પર પડી તો એના ચેહરા નાં ડાબી બાજુ નાં ભાગે અને દાઢી પાસે ઇજા થઇ હતી.હાથ પગ છોલાય એ અલગ! અને માથા મા મુંગો ઘાવ....
મનસ્વી ની સારવાર થાય જાય છે એને દાઢી નાં ભાગે ૪ ટાંકા આવ્યા હતા. સારવાર થાય બાદ એ હોસ્પિટલ બેડ પર આરામ કરતી હતી.માનવ એ એના મમ્મી પપ્પા ને કોલ કરી બોલાવી લીધા હતા પણ હજુ તેઓ આવ્યા ન હતા.માનવ બધી સારવાર પત્યા પછી મનસ્વી ને મળવા જાય છે.પેહલા તો એની એવી હાલત જોઈ એની આંખો આંસુ થી ભરાઈ જાય છે.નજીક જઈ ને એના માથા પર હાથ મૂકે છે.....
"મનસ્વી...મનસ્વી...શું થયું બેટા! કેમ એમ જમીન પર બેઠી છો?"... મનસ્વી વિચાર તંદ્રા માંથી જાગે છે તો સામે મમ્મી ને જુએ છે.
"કેમ રડે છે બેટા?? શું થયું કઈ કેશે??"
મનસ્વી એની મમ્મી આગળ લેપટોપ ધરે છે અને એના મમ્મી આખો મેઈલ વાંચે છે.
"ભૂલી જા બેટા જે આપણું નાં હોઈ એના માટે ખોવાનો શું અફસોસ?"
"વાત આપણા કે પારકા ની નથી મમ્મી! વાત એ છે કે જે મારું છે છતાં મારું નથી એ તો કેવી હકીકત?? નથી થતો સામનો!" અને મનસ્વી ની આંખ માં થી ધડ ધડ આંસુ વહી રહ્યાં!
ત્યાં મનસ્વી નાં ફોન ની રીંગ વાગે છે..
Manav calling.......
મનસ્વી કટ કરી દે છે.
"એક વાર વાત તો કરી દે જે હોઈ તે!"
મનસ્વી ફોન અને લેપટોપ બંદ કરી એના રૂમ માં જતી રહે છે અને બેડ પર પડી આંખ બંધ કરતા આંસુ સાથે યાદો વેહવા લાગે છે..
.
.
.હોસ્પિટલ માં માનવ મનસ્વી પાસે જઈ એના માથા પર હાથ મૂકે ત્યાં એના આંસુ મનસ્વી નાં ગાલ પર પડે છે અને મનસ્વી ની આંખ ખુલી જાય છે.
" તે મને થોડી વાર માટે તે ડરાવી દીધો ખબર..થયું તને ગુમાવી દીધી મે તને એક પળ માટે!" - માનવ ત્યાં ને ત્યાં જ રડી પડ્યો..
મનસ્વી થી દર્દ નાં લીધે કઈ બોલતું ન હતું પણ માનવ ની આંખ માં આંસુ અને ગુમાવવાનો ડર જોઈ આંખ મા થી આંસુ વહી ગયા.....
આંસુ હમણાં પણ હતા પણ તકલીફ બીજી હતી.. હમણાં માનવ ને ડર નાં લાગ્યો મને ગુમાવવાનો??? જો સાથે રેહવું જ નાં હતું તો એટલો સમય પ્રેમ જ કેમ આપ્યો??
માનવ ની દરેક યાદ ને વર્તમાન ની હકીકત નો સામનો કરતા સવાર ક્યાં પડી ગઈ ખબર જ ના પડી...
મનસ્વી એ હવે માનવ નાં કોલ messeges નો જવાબ આપવાનો બંદ કરી દીધો!
ઘર માં પણ કોઈ સાથે બોલતી નહિ. મનસ્વી નાં કલરવ થી ગુંજતું ઘર હવે સ્મશાન જેવું શાંત થવા લાગ્યું હતું.તેના માતા પિતા ને ચિંતા વધતી જતી હતી. જમતાં જમતાં પણ રડી પડે.. ખાવાનું અધૂરું મૂકી રૂમ માં જતી રહે.. મનસ્વી ઘર માં પાણી માંગે તો દૂધ મળે એ રીતે મોટી થઈ હતી અને ઉપર થી મા બાપ નું એક જ સંતાન!
તો આ ઘાવ જીરવવો એના માટે મુશ્કેલ હતો...!
દિવસો વીતવા લાગ્યા પણ સમય સાથે મનસ્વી ની હાલત સામાન્ય થવા ને બદલે વધુ શાંત થવા માંડી હતી.. હવે એને કોઈ pshycrytics પાસે લઈ જવી જોઈએ એમ એના માતા પિતા એ નક્કી કર્યું..
એક દિવસ મોકો જોતા મનસ્વી નાં પિતા એ વાત છેડતા કહ્યું, "મનસ્વી બેટા, કાલે મારા ફ્રેન્ડ નાં ઘરે ડિનર માટે જવાનું છે, તારે પણ આવાનું છે.. તૈયાર થઈ જજે દીકરા!"
"સારું પપ્પા!" એટલુજ બોલી એ રૂમ માં જતી રહી.. ની ત્યારે તો ઘણા સવાલ કરી દે; કોણ, ક્યાં , કેમ અચાનક??
મનસ્વી નાં પિતા મનોજ ભાઈ ના એક સારા મિત્ર મનોવિજ્ઞાની હતા.. અને આ વાત જો સુધી રીતે મનસ્વી ને કેહવામાં આવે કે તને મનોવિજ્ઞાની ત્યાં લઈ જઈશું તો એને આડકતરી રીતે આઘાત અનુભવાય, "શું હું હવે પાગલ લાગુ છું?" માટે આ રીતે લઈ જવા નક્કી કરવામાં આવ્યું!
અને નક્કી કર્યા મુજબ બીજા દિવસે ૩ જણા પોહચી જાય છે Dr. Apurva ના ઘરે!
To be continued.....
Precape:
અપૂર્વ: મનસ્વી! જો તને પ્રેમ નાં બહાને માનવ ફાયદો ઉઠાવી શારીરિક લાભ
ઉઠાવ્યો હતે તો ચકિત?
"Are you mad or what? તમે પપ્પા ના friend છો એટલે કંઇ બોલતી નથી
મતલબ એમ નથી કે તમે કઈ પણ બોલી દો!" મનસ્વી ની આંખો માં ગુસ્સા સાથે આંસુ વેહાવા લાગ્યા......