confused - 2 in Gujarati Horror Stories by soham brahmbhatt books and stories PDF | અસમંજસ - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અસમંજસ - 2

પાર્ટ – ૨ (અડગતા)

સવારના ૭ વાગી ચુક્યા હોઈ છે.....અને વોચમેન પણ ત્યાં પોહચી ગયો હોય છે.....

વોચમેન : સર તમે અહિયાં કઈ રીતે પહોચ્યા ?

વિરેન : મને ખબર નથી. તું રાત્રે આવવાનો હતો ને અત્યારે કેમ આવ્યો ?

વોચમેન : સાહેબ પછી કંઇ વાહનના મળ્યું એટલે અહિયાં આવવાનું .....મેં તમને કોલ કર્યા પણ તમે રીસીવ જ ના કર્યો ??

વિરેન :- કેટલા વાગ્યા ?

વોચમેન : સર ૭ વાગ્યા છે....પરંતુ સર તમે આ ખાલી ફ્લેટ માં પહોચ્યા કઈ રીતે ? આ ફ્લેટ તો બંધ હતો ?

વિરેન : ખાલી ફ્લેટ ??? શું વાત કરે છે તું ? seriously

તેણે એક અવિશ્વસનીય વસ્તુ જોઈ કે અહિયાં તો બધું હતું...ક્યાં ગાયાબ થઇ ગયું ???

વિરેન :- સારું ચાલ મારે મોડું થઇ જશે ઓફીસ જવાનું....

વિરેન પુરેપુરો વિચારમાં જ ખોવાઈ ગયો હતો. આ બધું શું થયું અને મુદ્દાની વાત તો એ કે રવિ સાથે શું સબંધિત છે આ બધી ઘટના કારણકે રવિને મળ્યા એને તો હજુ માત્ર બે મહિના જ થયા હતા.

............ તમને ખબર છે એમ વિરેન અને રવિ બસમાં મળ્યા હતા. તે બન્ને મળ્યા એને હજુ માત્ર ૨ જ મહિના થયા હતા. એટલે વિરેનને સમય નહતો મળ્યો કે રવિના ફેમેલી ને મળી શકે..વિરેન વિચારે છે હું તો એનાં ફેમેલી ને મળ્યો પણ નથી તો ય મને જ કેમ દેખાણા ? કઈ રીતે ?? વિરેને નક્કી કર્યું કે આજે રાત્રે ફરી પાછો તે ફ્લેટમાં જઈશ..જે થશે તે જોઇશ પરંતુ આ પહેલી તો સુલજાવી પડશે જ....વિરેને રવિ ને કોલ કર્યા પણ લાગ્યો નહી....વિરેન પાસે રવિના ઘરનું પાકું સરનામું પણ નહતું. કે તે તેનાં ઘરે જઈ શકે.. પરંતુ જેટલું યાદ હતું તેનાથી પહોચવાની કોશિશ કરી....વિરેન તે એરિયામાં ગયો જ્યાં રવિએ કહ્યું હતું. પાકું સરનામું તો ના હતું પણ વિરેને બધે પૂછી પૂછીને ફોટો દેખાડીને અંતે મહા મહેનતે શોધીયું.

વિરેન : અંકલ આ રવિનું ઘર છે. ( ફોટો દેખાડીને પૂછ્યું ...)

રવિના પિતા મોહનભાઈ : હજી તમે કોણ ?

વિરેન : સર હું તેનો મિત્ર છું . હમણાં જ અમે નવા મિત્રો બન્યા છીએ...

મોહનભાઈ : સારું બેટા ! અંદર આવ.

અંદર જતા વિરેન આમ તેમ નજર ફેરવી તો જોયું કે રવિ , તેની પત્ની અને લાડકીના ફોટો પર સુખડનો હાર....વિરેનનું મગજ કામ કરતું બંધ થઇ ગયું અચનક સીધો ઉભો જ થઇ ગયો..હે...આ શું ......

વિરેન : સર આ ફોટોમાં ?? સર આ શું થયું ? ( ઘણું આશ્ચર્ય સાથે અને ભીની આંખો સાથે પૂછયું )

મોહનભાઈ : આ રવિ , તેની પત્ની વીણા અને લાડકી ...તેનાં ફ્લેટમાં આગ લાગતાં તેમાં અંદર જ ફસાઈ રહેવાથી મૃત્યુ થઇ ગયું હતું.

વિરેન : ઓહ માય ગોડ .... ઘણું જ ખરાબ થયું મને ઘણું દુખ થયું સર આઈ એમ સોરી...

મોહનભાઈ : અરે ...બેટા કાંઇ વાંધો નહી..પણ તને ખબર કેમ નથી બેટા ???

વિરેન : સર. વસ્તુ બહુ જ વિચિત્ર બની છે. થયું એવું કે મેં શનિવારે એ પ્રતિકને કોલ કર્યો.

વિરેન કાંઇ આગળ બોલે તે પહેલા અંકલએ તેન રોકતા કહ્યું કે ‘’’બેટા તે શનિવારે કઈ રીતે કોલ કર્યો હોય ???? સોમવારની રાત્રે તો આ બધું બન્યું હતું અને સોમવાર રાત્રે જ પ્રતિક , વીણા અને લાડકી સાથે આ ઘટના થઇ હતી. આ તો ઘણા દિવસ થઇ ગયા. અને રવિનો ફોન તો ત્યાં આગમાં સળગી ગયો હતો.

વિરેને આ વાત સાંભળી તો આખો ફાટી ગઈ અને ખુબ જ અચંભિત લાગ્યું કે તો તેની શનિવારે રાત્રે કોની સાથે વાત થઇ હતી. ??

મોહનભાઈ : બેટા મને લાગે છે કે રવિ તારી પાસે મદદ માંગે છે. જો તારાથી થાય તો અમારી મદદ કર તને એટલી જ વિનંતી કરું છું. ( હાથ જોડતા , આંખોમાં પાણી સાથે કહ્યું )

વિરેન : અરે..અંકલ હાથના જોડો મારાથી બનશે તેટલી તમને અને રવિ ને જરૂર ૧૦૦% મદદ કરીશ જ .....

વિરેન રવિના ઘરથી જવા નીકળ્યો ત્યાં ક મોહન કાકા એ પૂછ્યું કે ‘’ બેટા તું રહે છે ક્યાં ? ....વિરેન એ સરનામું આપ્યું તો મોહનભાઈના હોશ જ ઉડી ગયા.

મોહનભાઈ : અરે ! અમારો ફ્લેટ પણ ત્યાં ૯મા માળે જ છે. તને કોણે સરનામુ આપ્યું ત્યાં રહેવાનું ?

વિરેન : અંકલ એ જ તો વાત છે. મેં રવિ ને કોલ કર્યો હતો તેને તેનો કોઈ મિત્ર છે ને બિલ્ડર સુભાષરોય તેનો નંબર આપ્યો હતો.

મોહનભાઈ : અરે હા તે તેનો મિત્ર છે બરોબર. પણ આ વાત ખુબ નવાઈ ની છે કે શનિવાર એ કોલ કર્યો તો વાત કોની સાથે કરી હશે ?

વિરેન : કાકા તમે હવે ચિંતાના કરો હું આ પહેલી સુલજાવીને જ રહીશ. જે હશે અને થશે એ તમને કહીશ......

વિરેન રવિના ઘરેથી નીકળી ગયો કે ...અને વિચાર્યું કે આજે રાત્રે ફરી ત્યાં જશે.. ફ્લેટ નંબર ૯ માં ને જોશે કે હવે શુ થશે ?

ઘરે પહોચતા તેને વોચમેન ને પૂછ્યું કે ‘ તે મને સવરે શોધ્યો કઈ રીતે ??

વોચમેન : સર તમે કોલ રીસીવ નો હતા કરતા ને તો મેં વિચાર્યું કે હું ઉપર આવીને જ તમને મળી લઉં ? એટલે હું લિફ્ટ પાસે આવ્યો. મેં બટન દબાવ્યું પણ લિફ્ટ નો દરવાજો ખુલ્લો હતો. મને એમ થયું તમે કદાચ દરવાજો બંધ કરતા ભૂલી ગયા હશો...એટલે મારે પગથીયા ચડીને ઉપર આવું પડે , તો મેં જોયું કે ૯માં માળે કેમ લિફ્ટ ખુલી પડી છે. ? અને જોયું તો ફ્લેટ નંબર ૧૪નો દરવાજો પણ ખુલ્લો હતો..ત્યાં આવીને જોયું તો તમે બેહોશ હતા ......

દરવાજો ખુલ્લો હતો ?? – વિરેન ને પૂછ્યું ....

વોચમેન : હા સર એ જ ને....

વિરેન : કાઈ વાંધો નહીં.....આજે તો કાર ધોઈ નાખ યાર...

વોચમેનની વાત સાંભળતા તેને નવાઈ લાગી કે તેની જાતે જ દરવાજો કેમ ખુલી ગયો ? હવે તો વિરેન નિશ્ચય કર્યો કે જે થવું એ થાય પણ ત્યાં જવું જ છે હવે તો...બસ વિરેન રાત પડવાની રાહ જોતો હતો. .....

મિત્રતા નિભાવવાનો સમય

રાત પડતા વિરેન એ ફ્લેટ પર જવાની તૈયારી કરી ...કારણકે ત્યાં પીવાનું પાણી નહતું તો એક બોટલ સાથે લીધી અને મનથી પૂરી તૈયારી કરી લીધી. ....વિરેન ૯માં માળે ગયો અને દરવાજો ખોલવાની કોશિશ કરી તો પહેલે થી જ દરવાજો ખુલો હતો. વિરેન બધે નજર કરી તો કઈ વિચિત્ર ના લાગ્યું. રૂમમાં પણ જોઈ આવ્યો., ત્યાં પણ કાંઇ જ ના દેખાણું. વિરેન ને કાંઇ અલગ દેખાણું તો નહી પરંતુ વિચિત્ર લાગ્યું કે આ કેમ થયું ? અને ફ્લેટમાં કોઈ સામના પણ નહતો. વિરેન ત્યાં જ રાહ જોઇને બેસી રહ્યો. ગરમીના કારણે તેને તરસ વધારે લાગી હતી. પાણી પીતા પીતા પૂરું થઇ ગયું હતું. તેની આંખો ભારે થવા લાગી. ત્યાં ફ્લેટમાં અંધારું હતું . તેને ધીરે ધીરે નિંદર આવવા લાગી. પરંતુ તેનાં સિવાય પણ બીજા કોઈ ત્યાં શ્વાસ લઇ રહ્યું હોઈ તેવો અવાજ આવ્યો....વિરેન એ ધીમે થી ડાબી બાજુ મોઢું ફેરવ્યું અને જોયું તો વિરેન તરતજ ઉભો થઇને દોડ્યો પરંતુ લપસી ને પડી ગયો. અને માંથું નીચે ભટકાણું અને તે નીચે બેસી ગયો ત્યાં જ થોડીવાર માં સફેદ ધુમાડો આખા ફ્લેટમાં પ્રસરી ગયો. અને વિચિત્ર અવાજ આવ્યો. કોઈ માણસ ધમકી ભર્યા અવાજ થી વાત કરતો હતો. ‘’ મારા રૂપિયા મને અત્યારે જોઈએ છે નહી તો આરે તારી લાડકીના જન્મદિવસ ને બધાનો મરણદિવસ બનાવી દઈશ. ‘’

વિરેને એ રૂમ પાસે જઈ જોયું તો પેલો સુભાષરોય ત્યાં હતો અને તે રવિને ધમકી આપતો હતો કે પૈસા નહી આપે તો બધા ને મારી નાખીશે.

વિરેન ને મદદ કરવી હતી પરંતુ તે કોઈ ને સ્પર્શ ણ હોતો કરી શકતો. પછી જોયું તો રવિ અને રોયની વાત આગળ વધી ગઈ હતી બગડી પણ ગઈ હતી અને રોયનો મગજ ફરી ગયો અને હાથમાં રિવોલ્વર લઈને પણ બેઠો હતો....વિરેન ઘણો દુખી થયો કાશ ! ત્યારે હું તેની મદદ કરી શક્યો હોત. ! નિરાશ થઇ ને હોલમાં આવ્યો અને રવિ અને રોયનો ઝઘડો એટલો ચાલ્યો કે રોય એ રવિને માથામાં ગોળી મારી દીધી. અને લાશને હોલમાં ખેંચી લાવતો હતો.

પછી તેને રવિની પત્ની વીણા સામે બંદુક તાકી અને ગોળી ચાલવી ત્યાં લાડકી વચ્ચે આવી ગઈ તેનાં હદયમાં ગોળી વાગી ગઈ. અંતે તેને વીણાને પણ ગોળી મારી દીધી. અને સુભાસરોય આખો ફ્લેટ સળગાવી દીધો કોઈ પુરાવો ના મળે એટલે..ફ્લેટ સળગાવી ત્યાંથી નીકળી ગયો. પરંતુ એક પુરાવો રહી ગયો હતો એ કે વીણા વીડીયો રેકોર્ડીંગ કરતી હતી. અને જયારે રોય આવ્યો ત્યારે વીણા એ કેમેરો ટેબલ પર મૂકી દીધો હતો અને બધું તેમાં રેકોર્ડ થઇ ગયું હતું. રોય જયારે બધું સળગાવીને જતો રહ્યો ત્યારે વીણામાં થોડો જીવ બાકી હતો એટલે તેને રસોડાની નીચેના ડ્રોવર માં મૂકી દીધો હતો.

વિરેન એ દેખાણું એનાં પરથી કેમેરો શોધ્યો અને વિરેન તરત જ જોયું કે વિડીયો દેખાય છે. પરંતુ તેની બેટરી ઉતરી ગઈ હતી. તેને ચાર્જ કરીને વિડીયો જોયો અને બીજી સવારે પ્લોસ સ્ટેશનમાં જઇને રોય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તેને પકડી લીધો. અને તેને હત્યા માટે આજીવન કેદની સજા થઇ.

વિરેનની મદદે આખરે રવિ , વીણા અને લાડકીની આત્મા ને શાંતિ મળી અને માતા પિતા ને પણ ન્યાય મળતા ખુશી થઇ. પછી વિરેન પોતાના ઘરે જાય છે. ત્યાંથી નોકરી છોડીને અને પિતાને બધી જ વાત કરે છે. પિતા કહે છે. બેટા ! તે સાચી મિત્રતા નિભાવી... હવે લાગે છે તું મોટો થઇ ગયો છે.....

સમાપ્ત. વાર્તા કેવી લાગી ?..તમારા અમુલ્ય પ્રતિભાવ આપશો...