Definition of Love - 5 in Gujarati Short Stories by Sandeep Patel books and stories PDF | પ્રેમની પરિભાષા - ૫

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

પ્રેમની પરિભાષા - ૫

અમે ત્રણેય જણા અસમંજસમાં હતા. ધર્મેન્દ્ર ના માતા પિતાને આ પૂરી કહાની કઈ રીતે કહેવી. ત્યાં તો વિચારોના મેળા વચ્ચે સવાર ક્યાં પડી ગઈ એ સમજાયું જ નહિ. વહેલી સવારે અમે સૌ નાહિ ધોઈને તૈયાર થઈ ગયા. ઊંગ્યા તો હતા જ નહિ. જાણે કોઈ પાડોશી રાજ્ય પર ચડાઈ કરવાની હોય એ પ્રકારની તૈયારી મારા મગજમાં ચાલી રહી હતી. ખુબ જ નવીન પરિસ્થિતિ નો સામનો હું કરી રહ્યો હતો. મમ્મી પપ્પા જોડે ચર્ચા કરી કે કઈ રીતે ધર્મેન્દ્રના પરિવારને હું આ બધી વાત સમજાવીશ. પરંતુ કઈ ખાસ રસ્તો મળ્યો નહિ. જે છે એ સ્પષ્ટ જ કહી દેવું એવું નક્કી કરીને ધર્મેન્દ્ર ને સાથે લઈ તેના ઘરે જવા અમે બંને રવાના થયા.

ધર્મેન્દ્ર ના ઘરે પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં અમે બંને એ કઈ પણ વાત કરી નહિ. હું થોડી થોડી વારે તેની સામે જોતો હતો, પણ ધર્મેન્દ્ર એ મારી સામે એક પણ વાર નજર કરી નહિ. આખરે અમે બંને તેના ઘરે પહોંચ્યા. જેવા તેના ઘરમાં પ્રવેશ કર્યો અને સામે જ ધર્મેન્દ્રના મમ્મી આવી ગયા. ધર્મેન્દ્ર ને અંદર રૂમમાં મોકલી દીધો. અને મારા સામે પ્રશ્નોનો વરસાદ. ધર્મેન્દ્ર ની મમ્મીનું નામ શીતલ બેન. મે શીતલબેન ને શાંત કરતા કહ્યું કે તમે શાંતિથી બેસો, હું તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. સૌથી પહેલા મે મનોજભાઈ ને ઘરે બોલાવવા કહ્યું. મનોજભાઈ એ ધર્મેન્દ્રના પિતા. થોડી વાર માં મનોજભાઈ ઘરે આવી પહોંચ્યા. મે બંનેને સામે બેસાડીને બધી જ વાત માંડીને કરી.

ધર્મેન્દ્રના જીવનમાં બનેલી બધી જ ઘટનાઓ મે તેમને કહી સંભળાવી. તે બંને એ ધ્યાનથી મારી બધી જ વાતો સાંભળી. હવે અમે ત્રણેય જણ વિચાર માં હતા કે હવે આગળ શું કરવું ? એટલામાં ધર્મેન્દ્ર તેના રૂમ માંથી બહાર આવ્યો. તેના માતા પિતા બંને તેની સામે દયાભરી દૃષ્ટિ નાખી રહ્યા હતા. મે તેમને ઇશારાથી જણાવવાનો પ્રયત્ન કર્યો કે એવી કોઈ પણ વાત ન કરવી કે જેનાથી ધર્મેન્દ્ર ને લાચારીનો અનુભવ થાય. એક માતા પિતાના પ્રેમનો સાગર ક્યારેય ખૂટતો નથી. તે જ વિષયમાં શીતલબેન અને મનોજભાઈ એ પોતાના પુત્રને પોતાની બાજુમાં બેસાડીને તેને પોતાના શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો. જીવનમાં નાસીપાસ થયેલી અનેક વ્યક્તિઓ કંઈ રીતે સફળ જીવન વિતાવી રહી છે તેના તાદૃશ દૃષ્ટાંત આપીને તેને એક સારું અને સુખી જીવન જીવવા માટે પ્રેરિત કરવા લાગ્યા. મે પણ તેમના સૂર માં સૂર પુરાવ્યો. અને અંતે અમે સફળ પણ થયા. ધર્મેન્દ્રએ હવેથી જૂની વાતો ભૂલીને નવું જીવન શરૂ કરવાની હિંમત બતાવી.

હું ધર્મેન્દ્ર ને નવા જીવનની શરૂઆત માટેની શુભકામનાઓ પાઠવી ઘરે પરત ફર્યો. અને ઘરે આવીને મારા માતા પિતાને આ સુખદ સમાચાર પણ આપ્યા. થોડા દિવસ ધર્મેન્દ્ર સાથે મુલાકાત થઈ નહિ. માત્ર ફોનથી જ વાત થતી. એ સમયે એવું લાગતું કે તે ખરેખર એક નવા જીવનની શરૂઆત કરી ચૂક્યો હતો. ત્યાર બાદ મને ધર્મેન્દ્ર ને મળવાની ઈચ્છા થઈ આવી. હું તેને મળવા પણ ગયો. આ વખતે ખરેખર ચમત્કાર થઈ ગયો હતો એવું કહું તો કંઈ ખોટું ના કહેવાય. ધર્મેન્દ્ર નું એક નવું જ રૂપ જોવા મળ્યું. દુઃખમાં ડૂબીને દેવદાસ થઈ ગયેલો ધર્મેન્દ્ર ક્યાંય દેખાતો ન હતો. મને તો ખ્યાલ જ ના આવ્યો કે તેણે પોતાની જાતને આટલી જલ્દી કંઈ રીતે સંભાળી લીધી હતી ? જે હોય એ, પરંતુ હું પ્રભુને એક જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ફરીથી તેને કોઈની નજર ના લાગે.
ધર્મેન્દ્ર મને જોતાની સાથે જ ભેટી પડ્યો. મને તેણે સીધી એક જ વાત કહી - " મારા લગ્ન માટે બેન્ડ નક્કી કરવા જવાનું છે, તારી પસંદગીનું. " થોડી વાર તો હું બેભાન થઈ જવાની અવસ્થામાં હતો. મે કહ્યુ - " પાક્કુ જઈશું, બોલ ક્યારે જવું છે? " મને તેણે જવાબ આપ્યો " કાલે સવારે. " અમે બંને એ બીજા દિવસનો કાર્યક્રમ બનાવી લીધો. અને બીજા દિવસે વહેલી સવારે બેન્ડની શોધમાં નીકળી પડ્યા. લગ્નની સીઝન હોવાથી આખા દિવસની દોડા દોડી બાદ રાતે ૧૧:૩૦ કલાકે બેન્ડ નક્કી કરીને ઘરે પાછા ફર્યા. ધર્મેન્દ્રના લગ્નના વધારે દિવસો બાકી ન હતા. હવે હું રોજ ધર્મેન્દ્રના ઘરે જતો હતો. તેના લગ્નની તૈયારીઓમાં મદદ કરવા માટે. થોડા જ દિવસોમાં તેના લગ્ન પણ થઇ ગયા.
અહીંયા પણ એક દુઃખદ સમાચાર ( વિધાતાના લેખ ) આપ સૌ મિત્રોને જણાવી દઉં કે મેઘાના જન્મ દિવસની તારીખે જ ધર્મેન્દ્રના લગ્ન થયા હતા. પરંતુ ધર્મેન્દ્ર એ કોઈ સંકોચ કે દુઃખદ વિચાર કર્યા વિના હસતા મોઢે તે જ દિવસે લગ્ન કરી લીધા.

( ક્રમશ: )