chahat -ek love story - 6 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | ચાહત - એક લવ સ્ટોરી - 6

Featured Books
Categories
Share

ચાહત - એક લવ સ્ટોરી - 6

હવે આગળ,

જ્હોન હોસ્પિટલના રૂમમાં અંદર જાય ને જોવે છે કે તેની પત્ની (મેરી ) આસપાસ ડોક્ટરો અને નર્સ ની ટીમ ઉભી હતી અને વચ્ચે તેમની પત્ની લોહી લુહાણ હાલત માં પડી હતી તેમના છેલા શ્વાસ લઈ રહી હતી જ્હોન તરત જ તેમની પાસે બેસીને તેમનો હાથ તેમના હાથ પર લઈ તેમને પૂછે છે કે આ કેવી રીતે થયું (પાગલ બની જાય છે ઘડીક ) તેમની પત્ની (મેરી ) માથા માંથી, પેટ માંથી લોહી વહેતુ જોઈ તે ડોક્ટર ને પૂછે કે,

જ્હોન : ડોક્ટર આ કેવી રીતે થયું,.

ડોક્ટર : અહીં એક આસપાસ ના જંગલ જેવા વિસ્તાર માં 3-4 વ્યક્તિ તમારી પત્ની ને લઈ ને અહીં લોહી લુહાણ હાલત માં તેમને લઈને આવ્યા હતા અમે બવ પ્રયત્ન કર્યો પણ તેમની હાલત માં સુધારો જોવા મળ્યો નથી., કેમ કોઈકે માર્યું હોય તેમ, એમ કહેતા............

જ્હોન ની પત્ની મેરી જ્હોન ને કંઈક કેવા માંગતી હતી તે માં. માં. માં. મારી.દી. દી. આપણી........ એટલું કહેતા તે મરી ગઈ.

ડોક્ટર : ગામ વાળા એટલું કહેતા હતા કે તમારા બન્ને ની અમાનત અને એક રાઝ તેમને ખબર છે, અને તે વાત ખાલી તેમના પતિ ને કહેશે, પછી ડોક્ટર જહોન ને તે ગામ નું અડ્રેસ આપે છે,

ને પછી જ્હોન તરત તે જંગલ વિસ્તાર ગામ માં જાય છે. તે જંગલ વિસ્તાર માં જઈને ભટક્યા કરે છે પણ ગામ જંગલ ની વચ્ચે હોવાથી અને જંગલ પણ ગીચ હોવાથી તે ભટક્યા કરે છે, પછી માંડ માંડ તે અચાનક ગામ માં આવી પહોંચે છે, ગામ તો કે છુટા છવાયા નાના નાના ઘર હતા મોટી નદી, ઝરણાં, પહાડ પણ નાનું ગામ સરસ મઝાનું હતું, કુદરતી ખોળે પથરાયેલું નાનું પણ સુંદર ગામ ત્યાં જ્હોન ધીમે ધીમે પગલાં માંડતો જાય છે, ત્યાં એક દૂર તેમને 4-5 જણા દેખાય છે તે ગામ વાળા તેમને જોતા જ સચેત થઇ જાય છે, પણ તે (જ્હોન ) તેમને દૂર થઈ જ તેમની પત્ની વિશે કહે છે, પણ કોઈ તે સમજતું નથી કારણ કે તે ગામ વાળા તે તેની કોઈ ભાષા સમજતા જ નથી, કારણ કે તે આદિવાસી જેવા છે, જ્હોન કેટલીય ટ્રાય કરે છે પણ કોઈ તેમની ભાષા સમજતા જ નથી, પછી ત્યાં કોઈ ગામ નું કે જે શહેર માં છે નોકરી માટે તે ત્યાં જ હોય છે પછી તે જ્હોન ને મળે છે પછી જ્હોન બઘી જ વાત તેમને કરે છે ને પછી તે વ્યક્તિ જ્હોન ને સાંત્વના આપી બેસાડે છે ને પછી તે બધા ગામડા વાળા ને તેમની ભાસા માં સમજાવે છે તે સમજતા જ્હોન ને હાશકારો થાય છે, પછી જ્હોન ઈશારા થી તેમને કહેવા ની વાત તેમને કહે છે, ત્યાં ઉભા થઈ એક વૃદ્ધ દાદી સમજી જાય છે ને જ્હોન ને તેમની પાછળ આવવાનું કહે છે જ્હોન ને વૃદ્ધ દાદી જાય છે ત્યારે બધા ગામ વાસીઓ એકઠા થઈ જાય છે તે નવા વ્યક્તિ ને જોવા પછી વૃદ્ધ દાદી જ્હોન ને એક નાના ઘર માં લઈ જાય છે તે વૃદ્ધ દાદી તેમને એક નાની સુંદર છોકરી બતાડે છે તે તેમની ભાસા માં કંઈક કહેવા માંગે છે પણ જ્હોન કંઈક સમજતો નથી ત્યાં પેલો વ્યક્તિ આવે છે ને વૃદ્ધ દાદી એ કહેલી વાત તેમને કહે છે, તે કહે છે કે તમારી વાઈફ એ આ સુંદર લક્ષ્મી ને જન્મ આપ્યો છે એટલું પેલા વ્યક્તિ એ કહેતા જ્હોન ખુબ ખુશ થઈ જાય છે તે તેમની દીકરી ને તેડી ને હરખ ના આંસુ આંખ માં આવી જાય છે

વધુ આવતા અંકે
થૅન્ક્સ,