Premni yaadgaar pado - 4 in Gujarati Love Stories by Jay chudasama books and stories PDF | પ્રેમની યાદગાર પળો - 4

Featured Books
Categories
Share

પ્રેમની યાદગાર પળો - 4

4 - વિશ્ર્વાસ
અબ ના દિલ કો, કિસી કી આદત હો
અબ ના ફિર સે, કભી મહોબ્બત હો
બેકગ્રાઉન્ડમાં આટલું મસ્ત સોંન્ગ વાગતું હતું અને હું મારૂં ઈન્ટાગ્રામ જોવામાં વ્યસ્ત હતો.
અચાનક જ એક મેસેજની ટોન વાગી
ચી....ચી....ચી....
ટોન ના અવાજ પરથી જ ખબર પડી ગઈ કે મેસેજ કોનો છે એ
She - હાય જય, શું કરે છે?
Me - તો ફાઈનલી તમને અમારી યાદ આવી જ ગઈ એમ ને
She - યાદ અને હું, કોઈને કરતી તો નથી પણ આતો અમુક આદતો પડી ગઈ છે
જે હવે બદલવી પડશે.
Me - જમી તો છો ને બરાબર, આજે મિજાજ કઈક બદલાયો બદલાયો લાગે છે
She - લોકો બદલી જાય એના પર મુકેલો એ વિશ્ર્વાસ બદલી જાય અને હું શું મારો મિજાજ ના બદલી શકું ?
Me - બદલી જ શકે, માણસનો સ્વભાવ જ એવો હોય ઘણીવાર બદલવો પડે છે. પણ અચાનક આ વાત જરા ગળે ના ઉતરી
She - વિશ્ર્વાસ જય, આ નાનકડો શબ્દ ઘણીવાર માણસની જિંદગી ઘણી બદલીને રાખી મુકે, હંમેશા બસ એક જ વાત મનમાં ઘુંમ્યા કરે કે વિશ્ર્વાસ કરું તો કોના પર કરું અને એ વિશ્ર્વાસ ટકાવી તો રાખશે ને, જો અધવચ્ચે જ તૂટી જશે તો, અને આ બધી જ વાતોનો છેલ્લે એક જ જવાબ મળે કે નથી કોઈની આદત પાડવી કે નથી કોઈ પર વિશ્ર્વાસ કરવો.
Me - કોઈ એક તારો વિશ્ર્વાસ તોડયો હોય એનો મતલબ એમ તો નથી કે બધાં એવું જ કરશે?
She - કોઈ એક હોય તો જવાં પણ દીધું હોત પણ અહીં તો હર કોઈ એવું જ મળ્યું છે, જેને પોતાનાથી વધારે નજીક રાખી, જેની સાથે નાની વાત પણ ના છુપાવી એ ફ્રેન્ડ પણ છેલ્લે વિશ્ર્વાસ પર ખરી ના ઉતરી, જેની સાથે મે આખી જિંદગી જિવવાના સપના જોયા, જેની વાતોમાં આવી મે ના જાણે કેટલાં સંબંધો ખોયા છેલ્લે એ પણ વિશ્ર્વાસ પર ખરો ના જ ઉતર્યો, જેને મને આ દુનિયામાં લાવી, જેની પાસેથી હું આ દુનિયાદારી શીખી એણે પણ મારી એક ભૂલના કારણે મારા પર વિશ્ર્વાસ કરવાનું ટાળ્યું, હજું કેટલા લોકોના નામ આપું તને, અને અંતે બાકી રહી ગયો હતો તું. જયાં સુધી મને લાગે ત્યાં સૂધી તું પણ કઈક આવું જ કરવાનો છો.
Me - તારા બોલવાના અંદાજ પરથી એટલી ખબર પડી રહી છે કે તે મને પણ એ બધાં જેવો જ ગણ્યો છે
She - એ તું જે સમજે એ, એમ પણ લોકોની તો ખબર નથી પણ all boys are same.
Me - તારા આ વિચારો તે મને કહ્યાં એ જાણીને ખૂબ આનંદ થયો, છેલ્લે તે પણ એ જ કહીં નાખ્યું જે કયારેય મારે સાંભળવું નહતું.
She - તારી આ ફિલોસોફી ભરેલી વાતોથી મને કહી ફર્ક નથી પડતો, હું લોકો વચ્ચે જીવનારી વ્યક્તિ છું, અને આ દુનિયામાં અત્યારે કેવાં લોકો ભર્યાં પડયાં છે એની તને ખબર જ છે, અને ચલ થોડીવાર આ બધું ભૂલીને માની પણ લઉં કે તું એનાથી અલગ છે અને હું તારાં પર વિશ્ર્વાસ કરી લઉં, પણ એની સાબિતી શું કે તું આ બધાંથી અલગ છો.
Me - એટલે હવે હું કોણ છું અને કેવો છું એનું પણ પ્રમાણપત્ર આપવાનું રહેશે મારે તને.
She - હાં એતો તારે આપવું જ પડશે
Me - સારૂં તો શું કરું એ માટે
She - તારાં બધાં જ સોશિયલ મિડીયા ના ID અને PASSWORD તું મને આપ અત્યારે જ
Me - ઓકે ચલ આપી દઉં એ બધું જ મને કઈ જ વાંધો નથી, પણ એક સવાલ પૂંછવો છે મારે તને.
She - સારૂં પૂંછ
Me - ચલ કદાંચ તું મારાં ID અને PASSWORD લઈ લઈશ, અને મારાં પર વિશ્ર્વાસ કરવાં લાગીશ. પણ એક વાત છે જે તે વિચારી જ નથી
She - કઈ વાત.
Me - એ બધું મેળવી લેવાથી તું ફકત મારાં ફોન પર વિશ્ર્વાસ કરે છે મારાં પર નહીં, અને આ બધું મેળવીને તું મારાં ફોનને કંટ્રોલ કરી શકીશ મને નઈ
She - ગોળગોળ ના ફેરવીશ, કહેવાં શું માંગે અે વાત કે
Me - તું મારાં સોશિયલ મિડીયા ઉપર અને મારાં ફોન પર કંટ્રોલ કરી લઈશ, પણ શું મારી પાસે બીજી રીતો નથી કોઈ ખોટાં કામ કરવાની ? ? ? હું તારાથી છુપાવીને એક બીજો ફોન પણ લઈ શકું છું જેની સાથે વાત કરવી હશે એને હું રૂબરૂ જ મળવાં જવા લાગીશ એ પણ તને કહ્યાં વગર જ, ચાલશે એ બધું તને? ? અને મારે ખોટું કરવું જ હશે તો કેટલી જગ્યાએથી પકડીશ તું મને??
She - હમમમ....
Me - ચલ માની પણ લઈએ કે તું જે કહીશ એ બધું જ હું કરીશ. પણ મારી આંખો, મન અને હ્રદય આમને કઈ રીતે અંકુશ માં રાખીશ તું ??? અને મારાં સોશિયલ મિડીયા જોઈને તો તારાં દરરોજ ના સવાલો મને જિવતો જ મારી નાખશે, કેમકે મને લખવાનો શોખ છે અને એ બધું જ લખાણ હું સોશિયલ મિડીયા પર જ Upload કરું છું એટલે મારે ઘણાં જ Online મિત્ર છે જેમાં છોકરાં અને છોકરી બંને છે, એમની સાથે કરેલી વાતો પણ તારાં મનમાં તો નવી શંકાઓને જ જન્મ આપશે.
She - તારી વાતો બસ સાંભળવાંમાં જ સારી લાગે, હું તારા પર વિશ્ર્વાસ કઈ રીતે કરી શકું ?
Me - આપણી વચ્ચે શું સંબંધ એ મને ખ્યાલ નથી. પણ શું મે કયારેય એવું પુંછયું કે હું તારાં પર વિશ્ર્વાસ કઈ રીતે કરી શકું ?
She - ના એવું તો નથી પૂંછયું....પણ....
Me - પણ...શું...? કયારેય એવું બન્યું કે તું Online હોઈ અને તે મને કહે જય થોડીવાર પછી વાત કરીશ ત્યારે મે તારાં પર શંકા કરી ?
She - નાં
Me - એવું બન્યું કે હું રાતે ભરનિંદર માં સૂતો હોય અને 3 વાગે તારો મેસેજ કે કોલ આવે ત્યારે તને જવાબ ના આપું એવું બન્યું.
She - નાં
Me - જયારે પણ તું ઘરે જાય છે અને વાત નથી કરતી અને કહીં દે છો કે ચાલશે વાત કર્યા વગર તારે, શું મે એવું કહ્યું કયારેય?, માન્યું તારાં જીવનમાં ઘણાં ખાસ મિત્રો અને સંબંધીઓ છે પણ જયારે એ બધાંથી રિસાઈને દુખી થઈ જાય છે તું ત્યારે મે તને ના મનાવી હોઈ એવું બન્યું ?
She - ના...પણ એ બધી વાતો ને આની સાથે શું લેવાદેવા
Me - કેમ કે મને તારાં પર વિશ્ર્વાસ છે. જયારે તું Online હોઈ અને મને કહે કામ છે એટલે તારાં પર વિશ્ર્વાસ કરું છું કે તું કામમાં જ છો, રાતે ૩ વાગે તને યાદ આવતી હશે એટલે જ તે કોલ કે મેસેજ કર્યો હોય એ વાતનો મને વિશ્ર્વાસ છે, ઘરે જઈને તારાથી વાત નહીં થાય એટલે જ તું નહી કરે એ વાતનો મને વિશ્ર્વાસ છે, અને તારાં દરેક સુખ, દુખ નો મને એક હિસ્સો માંનીશ એ વાતનો મને વિશ્ર્વાસ છે. અને એટલે જ તું ખાશ છે આ સંબંધ ખાશ છે.
She - વાત તો સાચી છે, પણ....
Me - કોઈ ના ફોન પર કંટ્રોલ કરવાથી તમે એની એક પ્રવુતિ પર રોક લગાવી શકો, એના વિચાર, આદતો, ઈરાદા પર નહીં એતો આજાદ જ રહેવાનાં છે
જયારે કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બાંધો ત્યારે એની ગઈકાલને જોવાને બદલે એ આજ શું છે અને આવતીકાલ શું હશે એ જોવાનું રાખ, કેમકે ઘણાં સંબંધ ભુતકાળનો સ્વિકાર ના કરવાના લીધે જ તૂટી પડે છે, અને તે વ્યક્તિ આજે શું છે આ જાણ્યાં વગર જ સંબંધનો અંત આવી જાય છે, જો તારે વિશ્વાસ કરવો જ હોય તો એનાં આજના વ્યક્તિત્વને કર નહીં કે લોકો એનાં વિશે શું કહે અને વિચારે છે કે એના ભૂતકાળ શું હતો એ જોઈને નહીં. હવે રહી વાત વિશ્ર્વાસની તો એ મને તારાં પર પૂરેપુરો છે, પણ તારાં આવાં પ્રશ્ર્નોથી તને મારાં પર વિશ્ર્વાસ નથી એવું આજે અનુભવી રહ્યો છું અને કદાંચ મારો વિશ્ર્વાસ પણ આજ થોડો ડગમગી ગયો.
She - બસ કરો હવે જય બાબા, છે તમારાં પર વિશ્ર્વાસ બસ
Me - કહેવા અને હોવા બંનેમાં ઘણો ફર્ક છે મિસ મોર્નિગ અલાર્મ
She - ચલ હવે 2:30 થઈ મારે કાલે મોર્નિગની ડયુટી છે, હવે હું સુઈ જઉ છું અને હાં સવારે ઉઠાડી દઈશ તને 8 વાગ્યે.
Me - ઓકે મિસ મોર્નિગ અલાર્મ.

To be continue....