રાધા ઘેલો કાન - 4
રાધિકાને કોલેજ પર છોડીને આવતો કિશન બસ ગાડીમાં બેઠો બેઠો કંઈક વિચારી જ રહ્યો છે.. એના વિચારમાં ને વિચારમાં એ સાંઈમંદિર પણ ચુકી જાય છે.. એનું આટલુ ગહન વિચારવાનુ કારણ બીજું કઈ નહીં પણ નિક હતો.. અને એટલા માટે નહીં કે તે રાધિકાનો ફ્રેન્ડ છે પરંતુ એટલા માટે કારણ કે જયારે એ કિશનને મળ્યો ત્યારે એ બસ એટલું જ બોલ્યો હતો કે મેં તને ક્યાંક જોયો છે..
અને કિશનનું ભૂતકાળ માત્ર કિશનને જ ખબર છે કે એનું ભૂત શુ છે?
જે ભૂતને ભૂલવા માટે તે આટલો ખુશ અને અધૂરી લાગણી લઈને ફરે છે એનું કારણ માત્ર એનું ભૂતકાળ છે..
એટલામાં જ એના ફોનની રિંગ વાગે છે..
" હા,અંકલ
સામેથી અવાજ આવે છે, ' હા બેટા કેટલી વાર?
બસ અંકલ થોડીવારમાં પહોંચું..
રસ્તામાં જ છું.. " કહીને ફોન મૂકે છે..
સાલું, ખબર નહીં ગમે તેટલો પ્રયાસ કરો પણ એની વાતો, એનાં કારણો અને એની આદતો મારો પીછો જ નથી છોડતાં..
હવે આ નિખિલ કોણ છે ને મને ક્યાં જોયો છે કઈ જ ખબર નથી પડતી..
આ વખતે એના કારણે મારાં વર્તમાન જીવન પર કોઇ અસર ના થવી જોઈએ..
કિશન આટલુ બોલ્યો અને સાંઈમંદિર પોહ્ચ્તા અંકલને ચાવી આપે છે..
મૂકી આવ્યો બેટા?
હા અંકલ..
બવ દૂર હતી કોલેજ?
ના ના અંકલ, બસ નજીક જ છે..
બે સર્કલની આગળ..
તો કેમ આટલી વાર લગાડી?...બેટા
અરે અંકલ, થોડો ટાઈમ ઊભો હતો ત્યાં એટલે..
આટલા બધા કોણ સવાલ કરે અંકલ..?
અરે બેટા હું તો એમ જ પૂછું છું..
ઓકે ચલ હવે હું ઓફિસ જઉં છું..
તુ અને તારા કાકી ઘરે જાવ.. હું આવું સાંજે..
ઓકે..
આટલુ કહીને કિશન ઑટો માટે હાથ લંબાવે છે અને તેના કાકી ને બન્ને ઘરે જાય છે..
( હવે આપણે રાધિકા પાસે જઈએ,
જોઈએ તો ખરા શુ કરે છે નિખિલ-રાધિકા અને એમની કોલેજ ? )
અરે નિખિલ ક્યાં ક્લાસમાં નંબર છે તારો? રાધિકા નિખિલને પૂછે છે..
7th B.. અને તારો?? નિક ઉતર વાળે છે..
જોવો પડશે.. હજી હમણાં તો આવી..
અરે હા, ચલ જોઈ લઈએ..
રાધિકા પોતાનો નંબર નોટિસબોર્ડ પર શોધતા બોલે છે..
જો યાર.. દર વખતની જેમ આ વખતે પણ મારો નંબર બધાથી અલગ જ છે..
હે.. હે.. એ તો તુ હોશિયાર છે ને એટલે..
તારે ચોરીની જરૂર તો પડતી નથી..
તો બધા જોડે નંબર હોય કે એકલો શુ ફર્ક પડે.. નિક ફરી બોલ્યો..
એ તો ખરું પણ..તો પણ શુ યાર.. બધા જોડે હોય તો મજા આવે ને..
રેવાદે.. કઈ મજા આવતી નથી.. બસ એકબીજા પાસેથી થોડું ઘણું મળી જાય તો લખી લઈએ છીએ..
શુ યાર..મને આ બિલકુલ નહીં ગમતું યાર..
ચોરી કર્યા વગર જે લખાય એ લખી નાખવાનું.. પાસ થવાય તો ખરું.. ચોરી કરો ને એ પાપ તો છે જ.. એવુ આપણને નાના હતા ત્યારે કેહતા પણ એની બીજી પણ બવ બધી અસરો છે..
હા હવે.. ચલ તુ તારું સત્સંગ ના ચાલુ કર.. નારીશક્તિ..
અમને ખબર છે હો આજે તમારો દિવસ છે..
જો તને ખરેખર એવુ લાગતું હોય અને મહિલાદિવસમાં માનતો હોય તો આજનો દિવસ ચોરી કર્યા વગર પેપર આપ ચલ...
સાચું ક્વ રાધિકા તો તારી આવી વાતો જ મને બવ વખત ગમી જાય છે..
હે..હે.. એવુ??
ચલ બવ ડોઢો ના થા.. પેપર આપવા જા હો..
ઓકે ચલ બેસ્ટ લક.. તને પણ..
નિક :- ઓય પેન તો આપ..
રાધિકા:- છે પણ..!
ખબર હતી મને હું કંઈક તો ભૂલું છું.. રોજ મારે જ લઈને આવાની તારી પેન..?
ચલ હવે કહી ના બતાવ.. By બેસ્ટ લક.. અને જલ્દી બહાર નીકળજે.. ઓકે..
રાધિકા :- ઓકે by.. જોવું એતો..
શુ લાગે નિકનાં દિલમાં કઈ વિશેષ છે રાધિકા માટે..?
કે પછી....
આગળના ભાગમાં જોઇશુ.. તમને પણ બેસ્ટ લક.. અને
કિશનને પણ.. 😉
તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો..
આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે..
:- સાર્થક પારેખ sp "દબદબો"