yarriyaan - 10 in Gujarati Love Stories by Dr.Krupali Meghani books and stories PDF | યારીયાં - 10

Featured Books
Categories
Share

યારીયાં - 10

એનવિશા મનમાં વિચારે છે હું બુક આપીશ તો શું કહીશ તેને લાસ્ટ ટાઈમ અમારા બંને વચ્ચે થયેલો ઝઘડો શું તેને યાદ હશે. એમ વિચારતા વિચારતા એસેમ્બલી હોલ પાસે પહોંચે છે.

ક્લાસની બહાર સૃષ્ટિ તેની રાહ જોઈ રહી હોય છે તેની સામે હાથ ઊંચો કરે છે પણ એનીવિશા પોતાનામાં જ ખોવાયેલી હોય છે અને સૃષ્ટિની બાજુમાંથી પસાર થઇ જાય છે.

સૃષ્ટિ તેનો પાછળથી હાથ પકડે છે.

ઓ મેડમ કંઈ બાજુ કયા વિચારોમાં ખોવાયેલા છો કે આવડી મોટી સામે ઊભેલી છોકરી પણ તમને નથી દેખાતી.

એનવિશા : સોરી સોરી મારું ધ્યાન ન હતું.

સૃષ્ટિ : ઓકે ચાલ એસેમ્બલી હોલ માં સર આવતા જ‌ હશે.આપણે આમ પણ આજે થોડુ મોડું થઈ ગયું છે.

બન્ને એસેમ્બલી હોલ માં પ્રવેશે છે એસેમ્બલી હોલ આખો ભરાયેલો હોય છે લાસ્ટ માં જ સીટ ખાલી દેખાય છે.

સૃષ્ટિ એનવીશાને સંભળાય તેમ કહે છે આજે શુ વર્ષ ચાલુ થતાં રીઝલ્ટ આપી દેવાના છે કે જોક્સ પર‌ લેક્ચર આપવાના છે. કેમ એસેમ્બલીહોલ આંખો ભરાયેલો છે.

એમ કહેતા છેલ્લે રહેલી સીટસ પર બંને બેસે છે.

સૃષ્ટિથી રહેવાતું નથી તે તેના આગળવાળા બોય ને પૂછે છે આજે કેમ ક્લાસ મધમાખીના મધપુડાની જેમ ભર્યો છે .

તે બોય તેને વળતો જવાબ આપે છે આજે સમર્થ ના પપ્પા કે જે આપણા નવા ટ્રસ્ટી‌‌ છે તે સ્પીચ આપવાના છે. અને ઉપરથી ધ રોયલ્સ પણ અહીંયા હાજર છે. ગર્લ્સ બધી સમર્થ ને જોવા બેઠી છે અને બોય્ઝ ને રાશિ અને પંછી જેવી હોટ ગર્લ્સ મા ઇન્ટરેસ્ટ છે.
એનવિશા તે બોય ની વાત સાંભળીને ધ રોયલ્સ તરફ નજર ફેરવે છે બધા પોતપોતાના માં મશગૂલ હોય છે એનવીશાને પણ આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું.

થોડીવારમાં મિસ્ટર પટેલ આવ્યા અને સ્પીચ સ્ટાર્ટ કરી.

બધી ગર્લ્સનુ ધ્યાન સ્પીચ કરતાં સમર્થ માં વધારે હતું બધી ગર્લ્સ સમર્થ ને જ જોઈ રહી હતી સૃષ્ટિનું ધ્યાન પણ ત્યાં હતું તે એનવીશાને ઈશારો કરીને સમર્થની સામે જોવાનું કહેતી હતી.

એનવીશા એ તેની વાતમાં બહુ ધ્યાન ન આપતા તેને સર ની સ્પીચ માં ધ્યાન આપવાનું કહ્યું.

એનવીશાના કહેવા છતાં પણ બધી ગર્લ્સની જેમ સૃષ્ટિ પણ તેને જોતી રહી સ્પીચ પૂરી થયા બાદ બધા બહાર નીકળે છે ધ રોયલ્સ પણ બહાર જાય છે સમર્થ ઊભો થઈને એક નજર એનવીશા તરફ ફેરવીને બહાર જતો રહે છે.

એનવીશાને સમર્થને બુક આપવાનું યાદ આવે છે તે સમર્થ ની પાછળ જાય છે.

થોડી થોડી વારે એ તરફ જોતી જોતી તેની પાછળ જાય છે પંથને જાણે સમજાઈ ગયું હોય તેમ બધાંને સંબોધીને ફ્રેન્ડ્સ તમે લોકો મારી અને સમર્થ ની કેન્ટીનમાં રાહ જોશો.. મારે થોડું સમર્થનું કામ છે મારા ફાધરના બિઝનેસ રિલેટેડ. અમે તમને પછી મળીએ એમ કહીને બધાને આગળ જવાનું કહે છે.

બધા ઓકે સારું એમ કહીને આગળ જાય છે.

સમર્થ :‌ હા બોલ શું કામ છે.

પંથ : મને લાગે છે કે આપણી ડિપાર્ટમેન્ટ બ્યુટીને તારું કામ છે.

સમર્થ : મતલબ.

પંથ : તે‌ ક્યારની આપણી પાછળ આવે છે અને તેનું ધ્યાન પણ આ તરફ જ હતું.

થોડીવાર ઉભા રહી હમણાં ખબર પડી જશે.

બધાના ગયા પછી સૃષ્ટિ અને એનવિશા સમર્થ અને પંથની તરફ આગળ વધે છે.

એનવીશા : હાય!

સમર્થ અને પંથ : હેલો .

એનવીશા : સોરી ડિસ્ટર્બ કરવા માટે પણ‌‌ આ તમારી બુક લાઇબ્રેરીમાં રહી ગઈ હતી.

સમર્થ : ઓહ થેન્ક્યુ.. અને પ્લીઝ સોરી ના બોલ.

એનવીશા : આમ પણ મારે તમને સોરી કહેવું જ જોઈએ લાસ્ટ ટાઇમ મને સિચ્યુએશન ની ખબર ન હતી અને આપણા બંનેના ઝઘડામાં મે તમને ઘણું સંભળાવ્યું‌ હતુ.

સમર્થ : તો પછી સોરી મારે પણ કહેવું જોઈએ મે પણ તમને કંઈ કહેવામાં બાકી નહોતું રાખ્યું.અને આપણો ઝઘડો થયો હોવા છતાં પણ તે અમારી ખૂબ મદદ કરી છે તે માટે પણ થેન્ક્સ.

બંનેની વાત પૂરી થાય એ પહેલાં જ પંથ બોલી ઉઠ્યો.

પંથ : ઓકે ચાલો તો બને sorry feel કરો જ છો તો એક એક કપ ચા થઈ જાય.

સમર્થ કંઈ બોલ્યા વગર પંથ સામે લુક આપે છે.

એનવીશા પંથ સામે નજર કરીને... ઓકે કંઈ પ્રોબ્લેમ નથી.

સમર્થ : તો ઠીક છે મને પણ કંઈ પ્રોબ્લેમ નથી.

પંથ : ઓકે તો પછી આપણે કાલે કેન્ટીનમાં આ જ સમયે મળીશું.

એનીવિશા‌‌ અને સૃષ્ટિ ઓકે બાય એમ કહીને ત્યાંથી જતી રહે છે.

સમર્થ : પંથ‌ તારે કેટલું બાફવુ છે હજી.

પંથ : જો તને એમ લાગતું હોય કે હું બાફુ છું તો તેમને બંનેને ના પાડી દઈએ મને કંઈ એવું જરૂર નહીં કે ચા પીવી જ.

સમર્થ : ઓકે સારું હવે નક્કી જ કર્યું છે તો કંઈ વાંધો નહીં.

પંથ : ઓહ‌ એમ‌.. કંઈ વાંધો નહીં
એમ કહીને હસે છે.. થોડીવાર પછી સિરિયસ થતા પાછો બોલે છે જો સાંભળ દિલ માં કઈ હોય ને તો સમયસર કહી દેવું જોઈએ બાકી સમય કોઈની રાહ નથી જોતો.

સમર્થ : તું શું કહેવા માંગે છે!

પંથ : તને ખબર છે કે હું શું કહેવા માગું છું મારા ઇશારાને ના‌ સમજ એટલો નાનો પણ તું નથી.

આગળ વધારે વાત ન ચલાવતા બંને ત્યાંથી કેન્ટીન તરફ સાથે જતા રહે છે.

ક્રમશ :