Kem ke, mane taari chinta chhe in Gujarati Short Stories by Bindiya Sharma books and stories PDF | કેમ કે, મને તારી ચિંતા છે !!!

Featured Books
Categories
Share

કેમ કે, મને તારી ચિંતા છે !!!

આજે વળી ,મારુ દિલ બેચેન છે......!!! કંઈક સારું ફિલ્ નથી થઈ રહ્યું...... રોજ તો ઓફિસમાં "ગુડ મોર્નિંગ" કહીને ,એકબીજાને જોઈ લઈએ.. આજે સન્ડે ની છુટ્ટી છે" ગુડ મોરનીંગ" મેસેજ સવારનો કરેલો છે પણ કેમ ,સવારના અગિયાર વાગ્યા છતાં ,કોઈ મેસેજ નથી "રાજ "નો????




વળી રસોડામાં
જઈ આમતેમ થોડું કામ પતાવી...... અને વળી મોબાઈલ તરફ જોયું ......તો હજી પણ મેસેજ પહોંચ્યો પણ નથી whatsapp પર
રસોડા પર બધું કામ પતાવીને .....બધા ઘરના ને જમાડી ...............
મોબાઇલને હાથમાં લઇ ..બેડરૂમ તરફ ગઈ .
બેડ રૂમમાં ,સુતા --સૂતા આમતેમ whatsapp ચેક કરી.....હજી પણ મેસેજ પહોંચ્યું નથી......................

શું થયું હશે!!!! કેમ whatsapp નથી ચલાવતો .....આજે કંઈ પણ અણધાર્યું ન બન્યું હોય જ્યારે પણ ,હું ચિંતા કરું છું આવી ત્યારે વાત થાય તો ખબર પડે કે આજે તો ભાઈસાબ બીમાર હતા .......અથવા તો તો કોઈ મોટી મુસીબતમાં હતા ......

વાત થાય તો ,ખબર પડે પણ કંઈ જ રીપ્લાય નથી !!!!???

ચાલો ,થોડી વાર સુઈ જવા દે ........બપોરના ચાર વાગ્યા......

વળી ,મોબાઇલને હાથમાં લઇ જોયું તો મેસેજ સીન થયું છે પણ કઈ રીપ્લાય નથી
મેસેજ સીન છે, જોઈને તો ધડાધડ મેસેજ કર્યા
"કેમ સવારનો રીપ્લાય નથી ,કેમ છે??
"ને તારી તબિયત ?"
"એવરીથિંગ ઇસ ઓલરાઇટ "

સામેથી ,રીપ્લાય આવે છે
"l will reply after some time......."

વળી ,ચિંતામાં આવી ગઈ...... શું થયું હશે ??
સાંજે જ્યારે સાત વાગ્યા ,
ત્યારે મેસેજ આવ્યો કે "now I am okay"

" કારનો એકસીડન્ટ થયું હતું રાત્રે...... પણ હવે બધું બરાબર છે.. "

મેં જવાબ લખ્યો, શું બરાબર છે!!!??
આખો દિવસ બેચેન રહી છું.......... કે શું થયું હશે...... તને કંઈ ખબર જ છે કે મને શું થયું આખો દિવસ

કેમ કે ,મને તારી ચિંતા છે !!!!!!!!!

મેં તને સમજાવી છે કે ..........."તું મને મેસેજ ના કર..... we are friends અને આ વાત આ સમાજને નહીં સમજાવી શકવાના કે આપણે એક સારા મિત્રો છીએ....... ઓકે ચલ બાય"

સીમરન મન માં વિચારે છે કે રાજ, હમણાં થી કેમ આવું રુડ રીપ્લાય કરતો હોય છે !!!!!!

આ બાજુ રાજ
મનમાં વિચારે છે કે "ખબર છે ,બધી મને કે તું મારી બહુ ચિંતા કરે છે....... તારી લાગણી એક સારા મિત્ર ની છે ...... પણ આ સમાજ ,તારા ઘરના, મારા ઘરના કોઈ આ વાતને નહીં સ્વીકારી શકે....... મને યાદ છે .....અશોકની પાર્ટીમાં તારા પતિ એ જે મને ટકોર કરી હતી..... હું ભૂલી નથી શકતો આપણે બંને પરિણીત છીએ..... સાથે કામ કરીએ છીએ..... એટલે એકબીજાને મદદ કરીએ છીએ અથવા સપોર્ટ કરીએ છીએ પણ આ બધુ લોકો નહી સમજે .......એટલે જ હું તને ઇગનોર કરું છું.........

કેમ કે ,મને તારી ચિંતા છે !!!!!!!

લેખિકા: બિંદીયા જવાહર શર્મા


हमें मिलना ही है
हमें मिलना ही है
आज आई है काली रात ,
कल सवेरा होना ही है ,
क्योंकि ,हमें मिलना ही है
हमें मिलना ही है

बहुत हुई लोगों की कानासुनी
बहुत हुई एक दूसरे से लड़ाई
पर कोई नहीं कर सका जुदाई
क्योंकि ,
हमें मिलना ही है
हमें मिलना ही है

पता है वजूद नहीं मेरा कुछ भी
तुम से नाता नहीं अब कुछ भी,
पर यकीन है खुद पर ,एक दिन बनूंगी सब कुछ भी
क्योंकि, हमें मिलना ही है
हमें मिलना ही है

लिखीत: BINDIYA SHARMA