childhood in Gujarati Magazine by Mahadevhar books and stories PDF | આર્ટીકલ

Featured Books
Categories
Share

આર્ટીકલ

વિષય :- બાળપણ

ચાલો આજે આપણે આપણુ બાળપણ યાદ કરી લઈ એ બાળપણ એટલે મનમુકી ને ખાવાનું , રમવાનું અને હા , જીદ કરવા નું , અને જરા પણ શરમાયા વગર રોવા નું અરે યાદજ હશે ને બા ના પાલવ માં પાછુ મોઢુ પોછવાનું...કેમ યાદ તો આવી જ ગયુ હશે એ બાળપણ અને તેની સાથે જોડાયેલ ખટ્ટી મીઠ્ઠી યાદો ..

શું ? આપણે જેવું બાળપણ વિતાવ્યુ તેવુ આજકાલ ના ભૂલકાઓ માણે છે ખરા !

બાળકને સમજવા નો પણ કોને સમય છે હવે, આ ભાગ દોડ ની જીંદગી માં બાળક ના મોમ ડેડ પાસે આવો સમય પણ રહયો નથી કયાક ને કયાક તે નુ કારણ mobile છે . બાળક જમવા બેસે તો તેને કાર્ટુન જોવુ હોઈ આ આદત કોણે પાડી બાળકની સાથે રમતો રમતા કવિતા ઓ સંભડાવતા પણ તેમ ને ભોજન કરાવી શકાય છે .મોબાઈલ ફોન પણ એટલો જ મહત્વ નો છે પરંતુ બાળક માટે નહી .પાંચ વર્ષ સુધી ઘણુ જ નાનુ હોઈ છે જો તે ને 21 મી સદી માટે તૈયાર કરવુ હોઈ તો ઘરમા યોગ્ય વાતાવરણ જાડવવુ ઘણુ જરુરી છે , તમે સવારે યોગ , ઘ્યાન તેમજ અન્ય ઘણી રમતો રમી શકો છો..સવારે સારો નાસ્તો લેવા ની આદત રાખો તો બાળક પણ ચોકકસ લેશે . અન હા તે ભોજન લેતા વેરશે પણ ખરુ તો તેના પર ખોટા રોપ ના અજમાવા જોઈ એ તે આપમેડે શિસ્તમા આવશે..અરે ભઈ બાળક નહી વેરે ભોજન તો કોણ વેરવાનુ આપ મેડે તે ઘરના વડીલો ને જોઈ શિષ્ટાચાર શિખશે . બાળક ને સમજવા નો પ્રયત્ન કરવો જોઈ એ

જેમ ધીમે ધીમે બાળક થોડુ સમજણુ થશે તેમ તે શેરી મા રમવા પ્રરેરાશે તો તેને છુટુ મુકવુ જોઈએ જેથી કરી આપણી સાંસ્કૃતીક રમતો પણ જડવાઈ રહે ..આ લેખ વાચતા ઘણી બધી રમતો યાદ આવી ગઈ હશે . અને અમેરિકાના વૈજ્ઞાનીકો નું માનવુ છે કે, માટી મા રમવા થી બાળક મજબુત બને છે અને રોગ પ્રતીકારક શક્તી વધે છે , બાળક ને આજકાલ એનું જીવન બોજ રુપ લાગે છે , અને સતત કોઈ નવા વિચારો માં નવી ખોજ માં ઘુમ્યા કરે છે .અભ્યાસ ક્રમ પણ એટલોજ બોજ રુપી લાગે છે. કેમકે બાળક ને સમજવા કોઈ પ્રયત્ન કરતુ નથી , તની માનસીકતા અને જે ખાસ કરી ને પાયા ની બાબતો તેના રુચી ના વિષયો અને તેનુ માનસીક સ્તર પણ ચકાસવુ જોઈએ . પરંતુ આજ કાલ ની આ હરીફાઈ માં મારુ બાળક કયાંક પાછળ રહી જશે તો પણ , થોડુ વિચારવા જેવુ છે દરેક બાળક ની વિચારણા , પસંદ એને ગમતા વિષયો એક સરખા હોતા નથી , એટલે તેની કોઈ અન્ય બાળક સાથે સરખામણી કરતા માતા -પિતા તેમ જ પરિવારજ નો એ એ વિચારવુ જોઈ એ કે બાળક ના પોતાના પસંદ ના વિષયો અને રમતો છે ખરા ! માત્ર બાળક ને દોષ આપવો અથવા તેને લાયક ના સમજવુ યોગ્ય નથી હોતુ ..બાળપણ એ તેનુ હળવાશ ભર્યુ બનાવવુ જોઈ એ જેથી બાળક ને દિશા ભટકતુ રોકી શકાય ફોન કરતા બાળક સાથે થોડો વધારે સમય વિતાવવો જેથી બાળક તેની દરેક સમસ્યાઓ મોમ ડેડ જે તેના જીવન નાપ્રથમ મિત્ર બની જાય અને કોઈ પણ સંકોચ વગર દરેક પરિસ્થીતી વર્ણવી શકે બાળપણ વિતી ગયા પછી તે પાછુ લાવી શકાતુ નથી તેથી બાળકને દરેક પળ ખુશીમય બની રહે તેવુ વાતાવરણ પુરુ પાડવુ...

ચોકકસ આ લેખ પર થી તમારી પણ વિતેલી ક્ષ્ણો સ્મરણ થઈ ગઈ હશે !