JINDAGI RANGIN HEI - 1 in Gujarati Fiction Stories by Bhavin Parmar books and stories PDF | જિંદગી રંગીન હૈ - 1

Featured Books
Categories
Share

જિંદગી રંગીન હૈ - 1

જિંદગી એટલે એક એવું માસ્ટરપીસ કે જેમાં રંગોના એક બીજા સાથેના સંયોજન અને રંગોની પસંદગી કરવાની આવડત જ તેને ખૂબસૂરતી આપી શકે છે. તમે પુરેલા રંગો જ તમારા માસ્ટરપીસને નિખારે અથવા બગાડે છે. માસ્ટરપીસ(જિંદગી) માં કેવા રંગો પૂરવા એ પેઇન્ટર(સ્વયમ) ના હાથમાં છે નય કે સ્પર્ધાના આયોજક(કહેવાતા ઈશ્વર)ના હાથ માં. હા, બીજાના માસ્ટરપીસ ને જોય ને તેમાંથી રંગોના સંયોજન અને રંગોની પસંદગી કેમ કરવી તે શીખી શકાય છે, પરંતુ પોતાના માસ્ટરપીસ માં રંગ તો પોતેજ પુરાવા રહ્યા.જિંદગીમાં યોગ્ય સમયે યોગ્ય રંગની પસંદગી કરવી એ એક કળા છે, અને જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જિંદગી રંગબેરંગી બની જાય છે.

એક ગામમાં એક છોકરો રહેતો હતો . નામ તેનું કલ્પેશ, આમતો કલ્પેશ એવા ઘરમાંથી આવતો હતો કે જ્યાં કોઈ ને ભણવા સાથે દૂર દૂર સુધી લેવા દેવા નોતા. પરંતું કહેવાય છે ને કે બાળકો કોરી કિતાબ છે એમાં જેવું લખવુ હોય તેવું લખી શકાય અથવા તો બાળકના મનમાં જેવું બીજ વાવો તેવું લણી શકાય . કલ્પેશ ના માતા પિતા છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. માતા પિતા માં ભણતર ઓછું હતું પરંતુ જીવન પ્રત્યેના ગણતરની કોઈ કમી નહોતી. હંમેશા માટે તે કલ્પેશને ભણવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા . અને તે બીજું કરી પણ શુ શકે.?? આખો દિવસ મજૂરી કરી, થાક્યા પાક્યા સાંજે વારુ પરવારીને સુઈ જાય, આમ ને આમ આટલી વિકટ પરિસ્થિતિઓ ની વચ્ચે પણ બંનેએ કલ્પેશ નું શરુવાતી ઘડતર ખૂબ સરસ કર્યું . કલ્પેશ ભણવામાં પણ ખુબજ હોશિયાર. સ્કૂલમાં પણ બધા નો માનીતો . કલ્પેશ 10-12 વરસનો થયો ત્યાં તો તેમના માતા પિતા ને એક આશા બંધાય કે કલ્પેશ ખૂબ ભણી ગણી ને મોટો માણસ થાય ને સારી એવી નોકરીએ લાગશે પછી આપણા સારા દિવસો આવશે. કલ્પેશ પણ તેમની આશા ઉપર ખરો ઉતરવા માટે અને ભણી ગણી ને પોતાની જિંદગી સુધારવા માટે ખુબજ લગનથી ભણતો. 10માં ધોરણમાં સારા માર્ક સાથે પાસ થઈ ને ઉચ્ચ અભ્યાસ માટે નજીક ના શહેરની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો . આ એક રંગ હતો કલ્પેશની જિંદગી નો ....


************


હવે જિંદગી રંગો બદલે છે. શહેરની સારી સ્કૂલમાં પ્રવેશતો મળી ગયો પરંતુ શહેરમાં રહેવાનું ક્યાં રાખવું તે મોટો પ્રશ્ન હતો. હોસ્ટેલમાં રહેવું તે કલ્પેશના પાપા એટલે કે મોહનભાઇ ને પસંદ નહોતું , કેમ કે તેની 45 વર્ષની જિંદગીએ એવા કેટલાય બધા દાખલાઓ જોયા હતા કે હોસ્ટેલમાં છોકરાવો પર કોઈ જાતનો કાબુ રહેતો નથી અને ગામડામાંથી નવા નવા શહેરમાં ગયેલા છોકરાવો ભાઈબંધ દોસ્તોની સંગતના રંગ માં રંગાય ને પોતાનું ભવિષ્ય અંધકારમય કરી નાખે છે. મોહનભાઈના મોટાભાઈનું ઘર ત્યાં શહેરમાં જ હતું , પરંતુ દેરાણી જેઠાણી ના જગડાઓ એ બંને ભાઈ વચ્ચે એટલી ખાય ઉભી કરી દીધી હતી કે તેને ઓળંગીને ફરીથી સબંધો સ્થાપવા મુશ્કિલ હતા .એટલે કે આ વિકલ્પ પણ બિલકુલ બંધજ સમજો. મોહનભાઇ અને તેમના મોટાભાઈ ને એક બીજા પ્રત્યે માંન હતું, બંને ભયો વચ્ચે કોઈ નફરત નહોતી પરંતુ બંનેના ઘરના સભ્યો તરફથી ક્યાંક એવા રંગો પૂરવામાં આવ્યા હતા કે અત્યારે તેમને ત્યાં કલ્પેશનું રેવું શક્ય જ નહોતું. આવા સમયે મોહનભાઇ પાસે એકજ વિકલ્પ હતો કે કલ્પેશને આગળ અભ્યાસ કરવાં માટે નાછૂટકે હોસ્ટેલમાં રાખવામાં આવે. કલ્પેશ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા લાગ્યો . દિવસો પછી દિવસો વહેવા લાગ્યા , આ બાજુ તેના મા બાપ તેના માટે રાતદિવસ મજૂરી કરીને તેને જરીયે અગવડતાના પડે એટલા માટે પૂરતા પૈસા મોકલાવતા હતા. પરંતુ કલ્પેશભાઈ તો શહેરના રંગ માં રંગાવા લાગ્યા હતા.!. શહેરના સામંત ઘરના છોકરાઓની સંગત માં આવીને હરવા ફરવા, સિનેમા જોવા અને રાત્રે મોડે સુધી ગપ્પા મારવામાં ને મારવામાં પોતાનો ધ્યેય , પોતાની પરિસ્થિતિ બધુજ ભૂલીને કલ્પેશ એક કાલ્પનિક દુનિયામાં ઉડવા મંડ્યો હતો. આબધી વસ્તુનું ભાન તેને ત્યારે થયું કે જ્યારે તેનું 12માંનું રિઝલ્ટ આવું. રિઝલ્ટ માં કલ્પેશભાઈ 4વિષયમાં બે આંકડા સુધી પણ નહોતા પહોંચી શક્યા . હાથમાં રિઝલ્ટ આવતાની સાથેજ કલ્પેશના પગ નીચેથી જાણે ધરતી ખસકી ગઈ . મગજ શુન્ય થઈ ગયું, સુ કરવું ? ઘરે સુ કેવું ? છેલ્લા 2 અઠવાડિયામાં પાપાએ 4 વખત તો રિઝલ્ટ આવ્યા પછી આગળ શું કરવું છે તેના વિસે પૂછી લીધું હતું, હવે પપ્પાને સુ જવાબ દેવો ? 12માં'ના વેકેશનમાં ચાલુ કરેલા કૅર્ટિફિકેટ્સ કોર્ષોનું સુ કરવું ?? પુરા કરવા કે નય ? અને કરવા તો હવે સુ કરવું ? આવા જાત જાત ના વિચારો સાથે કલ્પેશ હોસ્ટેલે તો પહોંચ્યો પણ કલ્પેશ પાસે આ સવાલોના જવાબો ન હતા. આજે પહેલીવાર કલપેશને અહેસાસ થયો હતો કે મેં 2 વરસ જે કર્યું તે મારી જાત અને મારા માતા પિતાના સપનાઓ સાથે છેતરામણી હતી . આવા વિચારોના વમંડળમાં કલ્પેશ ક્યારે નિરાશાની ખાય તરફ ધકેલાય ગયો અને હોસ્ટેલ ની છત પરથી કુદી પડ્યો તેની તેણે સુદ્ધાંને પણ ખબર નહોતી. કલ્પેશની આંખ ઉઘયડી ત્યારે તે સરકારી હોસ્પિટલના એક જનરલ વોર્ડ માં હતો. તેની આજુ બાજુ માં મમ્મી પપ્પા અને સગા સંબંધીઓ ને જોય ને તેને સમજાતું નો'તું કે આ બધું સુ છે. કલ્પેશ કાય સમજે એ પહેલા તો તેના મમ્મી ની આંખમાંથી આંસુ પડતા જોયને કલ્પેશને ભાન આવ્યું કે હું હોસ્ટેલની છત ઉપરથી કુદી ગયો હતો અને અત્યારે હું હોસ્પિટલમાં છું. તેને એ સમજતા પુરા બે દિવસો લાગયા કે તેનો એક પગ હવે હંમેશને માટે નથી રહ્યો ..!!


*****************


તમારી જિંદગીના કેનવાસ પર પુરેલા એક ખોટા રંગથી તમારી જિંદગીનું માસ્ટરપીસ બેરંગી થઈ શકે છે , એટલા માટે જિંદગીને હમેશા એક ખુબસુરત સહેલીની માફક માણો. જ્યારે પણ જીવનના રંગો ફિક્કા પડવા લાગે, બિલકુલ ગભરાશો નય, આ સમય પણ ચાલ્યો જ જશે ને ધ્યાનમાં રાખીને સમસ્યાનો હલ શોધો, અને આવીજ સમસ્યા બીજીવાર ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો . એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે દરેક ભૂલમાંથી કાયક ને કાયક શીખવા જરૂર મળે છે, એનો મતલબ એવો બિલકુલ નથી કે હંમેશા ભૂલ કરો અને એમાંથી જ શીખો , દરેક વખતે ભૂલ કરીને શીખવામાં જિંદગી ટૂંકી પડી જાશે, કોશિશ એવી રાખો કે બીજાની ભૂલો માથી કાયક શીખયે.


શુ કલ્પેશે તેણે કરેલી ભૂલો માંથી કાય શીખ મેળવી હશે ? કલ્પેશનું શુ થયું હશે ? કલ્પેશ સાથે જિંદગીએ કેવા રંગો ઉડાળ્યા હશે ? અથવા તો કલ્પેશે તેની જિંદગીમાં કેવા રંગો પૂર્યા હશે .??


(ક્રમશઃ)