કેમ છો મિત્રો? મને ખબર છે! તમે બધાં ઘરે જ હશો લોકડાઉન છે તો. પણ તમારા માટે તો ફક્ત થોડા સમય નું લોકડાઉન હશેને? પણ મીનાતો જન્મી એટલે કે છેલ્લા વીસ વર્ષથી લોકડાઉનમાં જ જીવે છે. એટલે તમે એવું ના વિચારતા કે આ વળી કેવું લોકડાઉન હશે! પણ આતો પોતાના પરિવારના રીત -રિવાજો અને તે એક દિકરી છે એ માટે મીનાને ઘરની બહાર જવાની કે ઘરનો ઉમરો ઓળંગવામા મર્યાદાનો ટોપલો આડે આવે છે. મીનાના પપ્પા એટલે કે હસમુખભાઈ. નામેથી તો હસમુખભાઈ પણ છેલ્લે ક્યારે હસેલા તે એમના પરિવારને પણ યાદ નહિ હોઈ! વળી તેમને થશે આતો કેવા હસમુખભાઈ? પણ નાના ગામના મોભી સરપંચ હોવાને કારણે પોતાના પરિવાર ની પ્રતિષ્ઠા અને ઈજ્જત ખુબ જ વ્હાલી હતી. તેથી તેઓની પરવાનગી વગર ઘરની સ્ત્રીઓને બહાર નીકળવાની મનાઈ હતી. તેઓ એવી માન્યતા રાખતા કે જો પોતાનો પરિવાર મન મર્યાદાનું પાલન નહિ કરે તો પછી હસમુખભાઈ ગામ લોકોને નિયમોના અમલ કરવાનું કહી જ ના શકે. આથી આવી ખોટી માન્યતા રાખી અને તેના પરિવારને જાણે કે પાંજરામાં પક્ષી હોઈ તે રીતે કેદ કરી દીધો હોઈ તેવું લાગતું હતું
મીના ભણવામાં ખુબજ હોંશિયાર હતી પણ તેના ભણતરની વચ્ચે તેના પપ્પાએ બાંધેલી મર્યાદા નડતી હતી અને એટલે મીનાને દૂર સારી કોલેજમાં જવાની મંજૂર તો શું એનો વિચાર પણ કરી શકાય તેમ ન હતું. બારમા ધોરણમાં મીના ગામમાં પ્રથમ આવી હતી અને એક બાજુ મીનાને એ વાતની ખુશી હતી અને બીજી બાજુ દુ:ખ પણ હતું. હવે ખુશી કઈ વાતની હશે એ આપ સમજી જ ગયા હશો? પણ મીનાને બીજી બાજુ દૂર મોટા શહેરમાં જઈને કોલેજ ન કરી શકવાનું તેમજ મીનાના બધાં મિત્રો મોટા શહેરની કોલેજમાં ભણવા જવાનાં હતાં અને મીનાના સારા માર્કસ હોવા છતાં એ સારી કોલેજમાં ન જઈ શકે એનું દુઃખ હતુ. પછી તો રીતુ સાથે ગામની બહાર નાનું એવું શહેર હતું ત્યાં કોલેજમાં એડમીશન લીધું એ પણ બધાં લોકોએ એમના પપ્પાને સમજાવ્યાં પછી. અરરે! આપને એની બહેનપણી વિશે કહેવાનું તો રહી ગયું. રીતુ મીનાની બહું નજીકની સહેલી અને મહત્વની વાત તો એ હતી કે મીનાને આ એકજ સહેલી હતી કારણકે બીજી છોકરીઓ મીનાના ઘરના કડક રિવાજો અને પપ્પાની મર્યાદાને કારણે સહેલી બનવા તૈયાર નહોતી. કોલેજમાં ગયા પછી પણ મીનાના કોઈ મિત્રો ન હતાં અને હવે તો એ કોઈને બોલાવતી પણ ન હતી. મીનાએ પણ હવે આશા છોડીને દીધી હતી કે તેને બીજી છોકરીઓની જેમ જીવવા મળશે.
તો હવે તમે સમજી જશો કે કોઈ છોકરો તો મીનાનો મિત્ર બની શકે જ નહિ. હા એક વાત યાદ આવે છે, કોલેજમાં થોડા સમય પછી રમેશ નામના એક છોકરાનું એડમીશન થયેલું. હવે જે મીના સાથે પહેલેથી ભણતાં એ છોકરાઓને તો ખબર જ છે. તેના પાપાના નિતિ-નિયમો પણ રમેશ કે જે નવો હતો એણે બસ મીનાને એકવાર કોલેજની બહાર કોઈ બુક લેવાના કારણસર બોલાવવાનું થયું અને મીનાના બોલાવ્યાના વીસેક મિનિટ પછી રમેશ હોસ્પિટલમાં હતો. અરરે! તમે એમ ના સમજતા કે મીનાએ કોઈ ઝગડો કર્યો હશે કે માર્યુ હશે એતો ઈચ્છતી હતી કે એના ઘણાં બધાં મિત્રો હોય પણ હસમુખભાઈ એ મીના જયારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેની સાથે બોડીગાર્ડ મોકલતા એટલે જો ક્લાસમાં હોય તો પણ મીના સાથે બોડીગાર્ડ ઊભા રહે એટલે તમે સમજી શકો કે મીના માટે તો લોકડાઉન જ હશે.
ક્રમશઃ