આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૮
નીકી બંધ આંખે નિર્વસ અવાજે બોલી, "મમ્મી, કાલે મારી સાથે સારુ પણ થયુ અને ખોટુ પણ થયું. બોલ મમ્મી તને શું કહું."
"પહેલા ખોટુ કહે પછી .."
"મમ્મી ખોટુ એ થયુ કે વિશ્વાસ અને મારી વચ્ચેના જે કંઇ રીલેશન હતા તે બધા પુરા થઇ ગયા, તુટી ગયા, મેં...મેં અમારી વચ્ચેની રીલેશન શીપ નો અંત લાવી દીધો. હવે હું...."નીકીઅ પાંપણ પર આવેલા આંસુને લુછ્યુ અને બોલતા બોલતા થોડી વાર માટે અટકી.
"નીકી બેટા, તું નિરાંતે હળવેકથી વાત કર." નીકીની મમ્મીએ માથે હાથ ફેરવતા ફેરવતા હળવેકથી કહ્યું."
"હા મમ્મી " નીકી ગળુ ખંખેરી રુંધાતા અવાજે બોલી.
નીકીએ બારીની બહાર જોયુ તો બહારનું વાતાવરણ આજે તેને રોજ કરતા અલગ જ લાગતું હતું. તેને રોજ કરતા વઘુ ગરમી અનુભવાતી હતી. તે બારીમાંથી નમતી બપોરના તડકાને તાકી રહી હતી અને પળભર માટે ફરી વિચારોમાં ખોવાઇ ગઇ.
તેની મમ્મી તેને તાકી રહી હતી. નીકીના ચહેરા પર સતત બદલાતા ભાવ તેની મમ્મી જોઇ રહી હતી. નીકીના મન પર મુંઝવણના વાદળો ઘેરાયા હતાં. તે શું કહેવુ અને શું ન કહેવુ તેના વિચારોમઆમ ગુંચવાયેલી હતી. થોડી વાર પછી તેની મમ્મીએ હળવેકથી તેના ખભે હાથ મુકીને કહ્યું, "બેટા."
મમ્મીનો અવાજ કાને પડતા જ તેના વિચારોમાં ભંગ પડ્યો અને તે ફરી પાછી સ્વસ્થ થઇને બોલી,"મમ્મી કાલે અમે કોફી શોપમાં મળ્યા અને પછી ગાર્ડનમાં ગયા હતા. અમે બંનેએ જુની વાતો કરીને આગળની લાઇફ માટેની સ્પષ્ટતાઓ કરી અને ..."
"બેટા, બહુ યાદ આવે છે?"
"ના મમ્મી. તેની યાદ નથી આવતી પણ ..પણ તેની સાથે વિતાવેલ સમય યાદ આવે છે."
"બેટા, તમારી વચ્ચે હવે..."
"મમ્મી કોઇ રીલેશન નથી. મેં જ રીલેશનશીપ ને એન્ડ કરી દીધી."
તે બંનેની વાત ચાલતી હતી તેવામાં નીકીના મોબાઇલ પર વિશ્વાસની મમ્મીનો કોલ આવે છે, નીકીની મમ્મી મોબાઇલ સ્કરીન પર નોટીફીકેશન જોઇ ત્રાંસી નજર નીકી તરફ કરીને બોલી, "મોના બેનનો કોલ .."
નીકીએ કોલ કટ કરીને બોલવા જતી હતી ત્યાંજ વિશ્વાસનો કોલ મોબાઇલ પર આવે છે, નીકી ગુસ્સે થઇને તેનો મોબાઇલ સાઇલન્ટ કરી દે છે."
"બેટા, આમ કોલ રીસીવ ન કરીને તું .."
મમ્મીની વાત અટકાવીને નીકી ગુસ્સાભર્યા સ્વરે બોલી, "મમ્મી, હું હાલ તારા સિવાય કોઇની સાથે વાત કરવા નથી માંગતી."
"હા બેટા, તું શાંત થઇને શાંતીથી વાત કર."
"બેટા, તારી ફિલીંગ્સ નું શું? "
"મમ્મી, હવે મારી કોઇ ફિલીંગ્સ નથી."
"તો તમારી વચ્ચે જે કંઇ .."
"અમારી વચ્ચે ગેરસમજો સિવાય કંઇ હતુ જ નહીં. મારી ફિલીંગ્સ, લવ અને જે કંઇ રીલેશનશીપ હતી તે બધી એકતરફી હતી."
"તો હવે, મોનાબેનની વીશ, તારા અને એમના ડ્રીમ નું શું થશે? "
"વિશ્વાસ ના ગોલ, તેના ડ્રીમ આગળ કંઇજ માને નથી રાખતું મમ્મી ."
નીકીની વાત કરતા કરતા નજર મોબાઇલ સ્કરીન પર પડી અને તે બોલી, "શીટ યાર, આ ડફર કન્ટીન્યુ કોલ કરી રહ્યો છે. તેને કેમ કંઇ સમજાતું નહીંં હોય."
"બેટા, કદાચ કોલ મોના બેન પણ કરતા હોય.."
"જે કોઇ પણ હોય, હમણા મારે કોઇ વાત કરવી જ નથી."નીકી બોલતા બોલતા મોબાઇલ સ્વીચ ઓફ કરી દે છે.
નીકી ઉંડો શ્વાસ છોડતા બોલી,"મમ્મી, તું શું કહેતી હતી."
"બેટા, તુ રીલેકસ થઇ જા. અને મને કહે કે, તમારી વચ્ચે બધુ જ એક તરફી હતું એમ તું માને છે અને મને સમજાવે છે, શું આ જ હકીકત છે. "નીકીની મમ્મી ધીમે ધીમે નીકીના મનની વાત કરી તેને હળવી કરતા માંગતી હતી.
"હા મમ્મી હા આ જ સત્ય છે અને હકીકત."
"બેટા, મને તો પહેલેથીજ આ ખબર હતી પણ તું અને મોનાબેન એકતરફી જ વિચારી રહ્યા હતાં."
"તો મમ્મી તે મને કયારેય, કેમ કંઇ .."
"બેટા કેટલીક વાતો સમજાયે ના સમજાય પણ અનુભવે જ સમજાય. એટલે જ મેં તને કયારેય કંઇ પણ કહ્યુ નથી. પણ હવે તને..."
"હા મમ્મી. હવે મને બધુ સમજાઈ ગયુંં."
"જો બેટા, હવે તને બધુ સમજાઇ જ ગયુ છે તો આગળ તને જે વાત કરુ છુ તે પણ સમજાઈ જશે."
"હા મમ્મી."
"જો બેટા, મારે તને એક વાત કરવી છે. જે મેેં કેેટલાય દિવસથી વિચારી રાખી છે." નીકીની મમ્મી ગંભીર સ્વરે બોલી.
"હા મમ્મી. શું વાત છે."
નીકીની મમ્મીએ મનોમન શબ્દો ગોઠવતા બોલવાનું શરુ કર્યું "જો બેટા, હવે ....
વધુ આવતા અંકે
પ્રકરણ ૨૮ પુર્ણ
પ્રકરણ ૨૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.