Shutdown -1 - 3 in Gujarati Fiction Stories by Ghanshyam Katriya books and stories PDF | અક બંધ - ભાગ 1.3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અક બંધ - ભાગ 1.3

આકૃતિ એ એના ગુસ્સે ભરેલા અવાજ થી મને એમજ પૂછ્યું કે તું કાલે અમારી સોસાયટી ના નાકે ઉભી ને શું કરતો હતો? તારે વળી અમારી પાછળ આવવાની શી જરૂર હતી? મેં મનમાં જ નક્કી કર્યું કે જો અત્યારે આની સામે કઈ જ નહિ બોલું તો પછી મારો જ વાંક ગણાશે એટલે મેં પણ ખુદ ને હિમ્મત આપી ને સામે કહી દીધું કે એવું કોને કીધું કે હું તારી સોસાયટી માં ના ઉભો રહી શકું? સોસાયટી કઈ થોડી તારી એકલી ની છે અને મેં બીજો એક તુક્કો લગાડી દીધો કે એ જ સોસાયટી માં મારા રેલેટીવ પણ રહે છે. મન માં એક જ વિચાર આવ્યો કે આની સામે ખોટું તો બોલી દીધું કે તારી સોસાયટી માં મારા રેલેટીવ રહે છે પણ રેલેટીવ કાઢીશ ક્યાંથી? રાહુલ ના ચેહરા પર હળવું સ્મિત પથરાયું અને એણે જોઈ ને મને ચિંતા વધી, મને થયું કે આ ક્યાંક સાચું ના બાકી જાય મોધામોથી નહિ તો આવી બનશે. હજુ નવી સ્કૂલ માં બીજો જ દિવસ છે અને બીજા જ દિવસ થી આવી ઇમ્પ્રેસન પડી જશે તો સાલું છેલ્લે સુધી આવી જ ઇમ્પ્રેશન રહી જશે. મને જે બીક હતી એ તો ના થયું પણ રાહુલ ના ચેહરા પરના હળવા સ્મિત ને સાક્ષી જોઈ ગયી અને સાક્ષી એ પણ રાહુલ ની સામે જોઈ ને હળવું સ્મિત પાથર્યું. આ બંને ના ચાલી રહેલા સ્મિત ની આપ લે માં સ્વરા ની નજર પડી ગઈ અને એણે આકૃતિ ને જરાક ઠોસો મારી ને ઈશારો કર્યો એટલે આકૃતિ ને ખબર નઈ શુ થયું હશે એને કીધું ચાલ જવા દે કઈ નઈ હવે.


એ ત્રણેય ત્યાંથી ગઈ પછી મને જરાક હાશકારો થયો પણ મને મન માં શંકા ઉદ્ભવી. રાહુલ અને સાક્ષી ની વચ્ચે ઇશારાથી શું ચાલી રહ્યું હતું એ મને કઈ સમજાયું નહિ. મેં રાહુલ ને પૂછ્યું કે શું ભાઈ શું ચાલી રહ્યું હતું? મારો જીવ જયારે જોખમમાં પડેલો હતો, મારે સુ જવાબ આપવું એનું ટેન્શન હતું એમાં તું મસ્તી માં ચડ્યો હતો? રાહુલ એ મને કીધું કે મને તારી વાત પર જ હસવું આવતું હતું. રાહુલ એ મને પૂછી લીધું કે તારા ક્યાં રેલેટીવે એની સોસાયટી માં રહે છે એ તું મને કહે તો જરા મને પણ ખબર પડે કે અચાનક થી જ ક્યાં રેલેટીવ પેદા થાય ગયા.


પ્રિય વાંચકો, તમને કદાચ એવું લાગતું હશે આ શું હું નાના છોકરા જેવી વાતો માં લાગી પડ્યો છું. પણ આપણા બાળપણ માં આવા જ કિસ્સાઓ કે જે એ સામાયૅ આપણા માટે બોવ જ મહત્વ ના હોય છે. ક્યારી કોઈ છોકરી આપડી સામે સ્માઈલ આપી દેય તો આપણે એટલા હરખાય જતા હોઈએ છીએ કે એની વાત જ ના કરો, સાચું ને? મને પણ એવું જ હતું કે મારી સાથે કૈક આવું જ થાય પણ અહીં તો સિમિલે આપવાના બદલે શરૂઆત જ ગુસ્સે થી થયી? મને આકૃતિ નો એ ગુસ્સો પણ ગમ્યો, એના ગુસ્સા પાછળ એની જે નાદાની હતી એ કદાચ મારા દિલ ને ઝાટકો આપી ગયી. મારી હાલત તો એવી હતી કે હું આ વાત કોઈ ને કરું તો પણ કરું કોને? રાહુલ ને કેવાય એમ જ ના હતી કારણ કે જો એને ભૂલ થી પણ ક્લાસ ma કોઈ ની વચ્ચે બોલી દીધું તો આવી જ બને. એ દિવસે મેં ઘરે જઈ ને મમ્મી ને પૂછ્યું કે પેલી નંદનવન સોસાયટી માં આપણું કોઈ રેલેટીવે રહે છે કે નહિ? મમ્મી પણ અચરજ પામી અને એને મને વળતો સવાલ પૂછ્યો કે તારે સુ કામ છે? મેં મમી ને કહ્યું મારે ખાલી બસ જાણવું જ હતું એમ. મમ્મી એ કહ્યું કે "હા, આપણા એક રેલેટીવે ત્યાં રહે છે." હું આટલું સાંભળી ને જ મન માં ખુશ થાય ગયો. મારી ખુશી નું કારણ શું હતું એ તો મને સમજાયું જ નહિ કે એ સોસાયટી માં મારા કોઈ રેલેટીવ રહે છે તો એનાથી મને શું ફાયદો થવાનો? મારી ખુશી નું કદાચ એ કારણ હોઈ શકે કે મેં આજે સ્કૂલ માં આકૃતિ ને જે ફેકુ માર્યું હતું કે તારી સોસાયટી માં મારા રેલેટીવ રહે છે એ ફેંકુ તો નથી જ રહ્યું હવે. અંધારા માં મારેલું તિર વાગી ગયું. પણ, હું આવી નાની વાત ના લીધે શા માટે ખુશ થાવ છું?


એક અઠવાડિયું જ પત્યું હતું સ્કૂલ ચાલુ થયી એને એટલે બીજું એક નવું ટેન્શન આવ્યું કે ટ્યુશન માટે ક્યાં જવું ? અત્યાર સુધી તો સ્કૂલ ના ટીચર પાસે જ જતા હતા એટલે વાંધો આવતો ના હતો પણ આ સ્કૂલ ના ટીચર પણ ટ્યુશન કરાવે છે કે નહિ એ ખબર ના હતી અમને. અમે એ જ વિચારી રહ્યા હતા એટલા માં રાહુલ ના મન માં વિચાર આવ્યો કે પેલી ત્રણયે છોકરીઓ તો આ જ સ્કૂલ માં હતી તો આપણે એમને જ પૂછી લૈયે તો ખબર પડી જાય કે આ સ્કૂલ ના ટીચર અલગ થી ટ્યુશન કરાવે છે કે નહિ એ. એની વાત તો બરાબર હતી પણ એ ત્રણેય ને પૂછવા કોણ જશે? હજુ તો સ્કૂલ માં બધા છોકરાઓ છોકરાઓ જ બોલતા હતા અને કોઈ છોકરાઓમાંથી છોકરીઓ સાથે બોલતું થયું ના હતું એટલે કોઈ ને કહી પણ ના શકીયે કે જ તું જઈને છોકરી ને પૂછી આવ.


હું મન માં થોડો હરખાયેલો હતો કારણ કે હું તો એવું ઈચ્છતો હતો કે જો આ ભડ છોકરાઓ સામે ચાલીને મને પૂછવાનું કી તો હું એ ત્રણેય માંથી કોઈ સાથે વાત ચાલુ કરી શકું અને આ સારું એવું બહાનું પણ હતું. એક ફાયદા ની વાત તો એ હતી કે આમ કોઈ આપડી મજાક પણ ના ઉડાવી શકે. મને વિચારતો જોઈ ને કૌશિક મારી સામે જોઈ ને બોલ્યો કે "ભાઈ, તું કોના વિચારોમાં પડી ગયો? તારા મન માં તો એવા લડ્ડુ નથી ફૂટતા ને કે અમે તને કહીયે પૂછવા જવા માટે અને તું હરખાતો હોય?" કૌશિક એ તો મારા મન ની વાત છીનવી લીધી હતી પણ હું કઈ થોડો એને સામે ચાલી ને એની વાત માં હાજરી પૂરાવવાંનો હતો. મેં થોડા એટિટ્યૂડ માં આવી ને કહ્યું કે "ના હો ભાઈ, મારે તો પેલે થી જ એની સાથે 36 નો આંકડો છે અને તું મને મોકલવાની વાત કરે છે?" બધા માંથી કોઈ જ એમને સામે ચાલી ને પૂછવા જવા માટે તૈયાર ન હતું, બધા એ વિચાર્યું કે ચાલો બીજો કોઈક રસ્તો ગોતી લઈશુ અને મને એવું થયું કે જાણે ઘેરાયેલા વાદળો માંથી વરસાદ ના ટીપા પાડવાના જ હતા અને અચાનક થી જ કાલા વાદળો ના એંધાણ એટલા દૂર જરા રહ્યા કે વાત જ ના પૂછો. કાલા વાદળો ની પાછળ છુપાયેલો સૂર્ય પણ ધમધમતો તાપ સેકી રહ્યો હોય એવી જ હાલત અત્યારે મારા મન ની હતી.


મારુ મન તો હજુ આ ઉદાસી માં જ હતું ત્યારે તો મેં વિચારેલું પણ ન હતું કે કદાચ હજુ બીજું વંટોળ પણ આવતું હશે જે મારી આશાઓ પર પાણી ફેરવી નાખશે. મને મન માં હજુ ક્યાંક એવું હતું કે કદાચ બીજો કોઈ રસ્તો ના જડે અને મને આ લોકો કહે તો હું મારા મન માં રોપાયેલા બીજ ને કુપણો ફૂટવા દઉં.