Premiraja Devchand - 8 in Gujarati Classic Stories by Pawar Mahendra books and stories PDF | પ્રેમીરાજા દેવચંદ - ૮

Featured Books
Categories
Share

પ્રેમીરાજા દેવચંદ - ૮

જાગ્રત અવસ્થામાં આવેલી રાણીની હથેળી પકડી રાજા કહેવા લાગ્યો...હે! પ્રાણ પ્રિયે! તને વર્ષો પહેલાંની છૂપાવેલી વાત તને અાજે કહું છું. મેં થોડા વર્ષો પહેલાં અેક જાદુઈ સ્ત્રીની વિંટી લઇ આવ્યો હતો,તેનો ઘણો મોટો રાજ છે.પણ આજે તને કહેવું જરુરી છે આ વાતની ગરુજી અને મારા સિવાય કોઇને ખબર નથી,ત્રીજી વ્યક્તિ તમે છો જે કહેવા માગું છું,જો તમારી ઇચ્છા હોય તો કહું ?

રાણી દેવાબાઇ: ના મહારાજ! હું આજે માનસિક રીતે અસ્વચ્થ અનુભવું છું,હું કહું તે દિવસો કહેજો.

હા જરુર કહી રાજા અંત:પુરમાંથી નિકળી ચાલવા લાગ્યો.રાજાને પોતાના આયુષ્યના થોડા દિવસો બાકી છે તેની ચિંતા હતી.તે જઇને તીજોરીમાં મુકેલી વિંટી પહેરી લીધી પણ તે ૧૦ મિનિટ ભૂતકાળમાં,૧૦ ભવિષ્યમાં જઇ શકાય તે જોવા માગતો હતો.પણ વિંટી પહેવાથી જાદુઇની કશી અસર ન દેખાઇ, અેટલે વિચારતો વિચારતો શયનખંડમાં આડો પડી રહ્યો થોડીક વારમાં આંખે ઉંઘ આવી ગઇ તેની પણ ખબર ના પડી.

શયનખંડમાં નિદ્રાવસ્થામાં પડેલા પ્રેમીરાજા દેવચંદને સપનું આવ્યું કે આ વિંટીને સિંદુર લગાડીને અંકિત ચિહ્ણા સિધી બાજુ પહેરશો તો ૧૦ મિનિટ ભવિષ્યમાં જશો,અેજ અંકિત ચિહ્નની ઉંધી બાજુ પહેરશો ૧૦ મિનિટ ભૂતકાળમાં જઇ શકશો,અે સપનું પુરું ના થાય તે પહેલાં બંને દિકરીઅો અોરડામાં ધીંગામસ્તી કરતી કિકયારીઅો કાને સંભાળતા રાજા નિદ્રાવસ્થામાંથી જાગી ગયો. તે ઉઠીને અોરડામાં જઇને બંને દિકરીઅોને ઉંચકીને ખોળામાં બેસાડી શાહી હિંચકામાં હિલોળા ખાવા લાગ્યો..બાળકીઅોનું ખિલખિલાટ જોઇ રાજાને સ્વર્ગ ધરતી જ છે તેવું લાગવા લાગ્યું હતું..

નાની દિકરીઅોને રમાડતો,હિલોળા ખાતા રાજાને સપનું વારંવાર યાદ આવતું હતું,તે વિંટીને સ્વનમાં કહ્યા મુજબ વિંટીને અજમાવાનું વિચારતો હતો.રાજાઅે વિચાર કર્યો કે આ વિંટી કેટલી વાર અજમાવાતી હશે જો અેક જ વાર અજમાવી શકાય તો અે નિરર્થક કાર્યમાં અજમાવી મારી જાન જોખમમાં મુંકુ અેવું થાસે,મારે પુરતો સંયમ રાખીને વિંટીનો ઉપયોગ કરવો જોઇઅે.

રાજાને અનેક પ્રશ્નો મનમાં ચાલવા લાગ્યા હતા, જેવા કે
વિંટીનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો?, કેટલી વખત કરી શકાશે ? અડધા આયુષ્ય પહેલાં ન અજમાવી તો ? મારે અજમાવતી વખતે ભવિષ્યમાં જવું કે ભૂતકાળમાં ? આ સવાલોના જવાબ મેળવવા ખૂબ જ કઠિન લાગતું હતું.આખરે રાજાઅે વિચાર્યું કે સમયે બધું થઇ જશે.અેમ વિચારી રાજાઅે મનમાં નક્કી કર્યું કે મારી પ્રજા કેટલી સુખી છે?,કેવા પ્રશ્નો છે જાણવા રાજા છૂપા વેશે નગર ચર્યા કરવા નિકળ્યો.

છૂપા વેશે સોનગીર નગરની ચર્યા કરવા નિકળેલા રાજા અેક વડલાના ઝાડના નિચે બેસેલા વૃદ્ધ પાસે જઇને બેસે છે, વૃદ્ધ માણસ હૂકો તાણતો, ધુમાડો કાઢતો,ખાસી ખાતોને ગીત ગાતો હતો....અે રાજા સાંભળતો હતો. તે ગીતના શબ્દો....

સોના કેરી નગરીયાનો પ્રેમી દેવચંદ રાજા
પરજાનો પ્રેમી છે, સુખી નગરમાં સૌ પ્રજા....હો...હાલો....

રુપવતીને,દેવબાઇઅેની બબ્બે છે રાણી
અદ્ભૂત,અજોડ છે રાજાના પ્રેમની કહાણી....હો...હાલો...

આટલા શબ્દો ગાતા તે વૃદ્ધે ગાવાનું બંધ કર્યું,રાજા ત્યાં બેસી પડ્યો અને હૂકા પિવાની માંગણી કરી,છૂપા વેશે ગયેલો રાજા સોનગીર નગરનો ચિતાર કાઢવા વૃદ્ધ સાથે વાતે વળગે છે. વૃદ્ધને કહે છે દાદા આ નગરમાં લોકોને શેની ખોટ છે ?
વૃદ્ધ જવાબ આપતાં કહે છે કશી ખોટ નથી પણ નગરમાં લાલચુ લોકો રહે છે.

રાજા: અહિંનો રાજા કોણ છે ?
વૃદ્ધ : મહારાજા દેવચંદ

રાજા: અે લાલચુ છે ?
વૃદ્ધ :ના અે લાલચુ નથી,પણ નગરની પ્રજા લાલચુ છે

રાજા: રાજા કેવા છે ?
વૃદ્ધ : રાજાનો પ્રજા પ્રેમી,નગરનો રખેવાળ છે પણ અહિં ના લોકોમાં મોહ ઉપજ્યો છે.

રાજા:શેનો મોહ ?
વૃદ્ધ : હું તમને અોળખતોય નથી, તો મારે બધી વાતો અજાણ્યા જોડે ના કરાય

રાજા: હું અજાણ્યો નથી હું નગરના બાજુના ગામનો છું અાજે નગરમાં કામ છે તો ફરવા આવ્યો છું.
વૃદ્ધ: તો તો આવી વાતું ના જ કરાય

રાજા: કેમ ?
વૃદ્ધ:રહસ્યની વાત છે બાપા તમો ને ના ખબર પડે!

રાજા:અેના બદલામાં હું રુપિયા દઉં છું
વૃદ્ધ :(માથું હલાવી) હા!

.... વૃદ્ધ હા કહીને રહસ્યની વાત ચાલુ કરે છે ...(ક્રમશઃ )