pratham prem - 6 in Gujarati Love Stories by Rohan Joshi books and stories PDF | પ્રથમ પ્રેમ - ભાગ ૬

Featured Books
Categories
Share

પ્રથમ પ્રેમ - ભાગ ૬

જુદાઈ નાં દિવસો

માધુરીના પપ્પા ત્યાજ ઉભા રહી ગયા અને બોલ્યા આશા તુ અહિયાં શું કરે છે? માધુરીના નાં પપ્પા અમદાવાદ નાં એક મોટા વ્યાપારી હતા અને અમદાવાદ નાં નાના મોટા બધાજ વ્યાપારીઓ તેમને મનુ શેઠ થી ઓળખતા આમ તો એમનું નામ મનહરભાઈ ભટ્ટ હતું પણ મોટાગજાના વ્યાપારી હોવાના કારણે લોકો તેમને મનુ શેઠ કહેતા મનુ શેઠ નો પહેરવેશ એકદમ સાદો અને સરળ હતો. સફેદ ઝભો અને સફેદ લેંઘો અને ડાબાહાથમાં તેની સધ્ધરતા ની ચાડી ખાતી વિદેશી કંપની ની મોંઘી ઘડિયાળ અને પગમાં હાથબનાવટની કાળા કલરની ચાંમડાની મોજડી અને માથાપર સફેદ ગાંધી ટોપી. હવે હું અને જય સ્તબ્ધ થઇ ગયા વળી આ આશા કોણ છે? ત્યાજ માધુરી એ ગમેતેમ કરી હિમ્મત ભેગી કરી જવાબ આપ્યો પપ્પા આ મારા કોલેજ નાં મિત્રો છે. આતો હું અને રેખા થોડી ખરીદીમાં આવ્યા હતા અને મળી ગયા તો થોડીવાર આમજ ઉભા રહ્યા. તો હવે જલદી થી ખરીદી પતાવો અને વહેલા ઘરે જજો એમ કહી ચાલતા થયા પણ અના ચહેરા પરના ભાવ થોડા બદાયેલા હોય એવું લાગ્યું. મનુ શેઠ ગયા પછી આખું વાતાવરણ ગંભીરતા માં ફેરવાય ગયું અને બધાને એવું થવા લાગ્યું કે, માધુરીના પપ્પા તેની પ્રતિષ્ઠા ને ધ્યાન માં રાખી જાહેરમાં કશું ન બોલ્યા હોય તેવું લાગ્યું પણ હવે શું થાય આવા ગંભીર વાતાવરણ માંથી બહાર નીકળવા મેં માધુરીને કીધું તારું નામ બદલાવી ને આશા ક્યારે રાખ્યું અને માધુરી થોડુ મોઢું ફુલાવી બોલી મને ઘરમાં બધા આશા કહીનેજ બોલાવે છે. તો અમે પણ તને આજ થી આશા કહીને બોલાવીશું. મેં થોડુ વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો. સામેથી માધુરી એ સવાલ પૂછ્યો કેમ? મેં સહેજ હસતા જવાબ આપ્યો કેમ ભવિષ્યમાં તારા અને જય નાં લગ્ન થશે તો હું તારો દિયર બનીશ ને તો તને તારી સાસરીમાં ઘર જેવુજ લાગે એટલે હું તને આશાજ કહીશ. અને માધુરી નાં ગોરા ચહેરા પર પ્રથમ વખત લાલાશ ઉભરી આવી અને હળવા સ્મિત જાનેહવે કહી શરમાઈ ગઈ અને અચાનક બોલી આ બધું છોડો હવે આજે તો બચી ગયા પણ હવે મળવાનું શું થશે એ વિચારો અને જો મારા પપ્પાને જરાપણ શંકા થઇ હશે તો હવે હું બહાર નીકળી રહી. તો પછી આપડે મળવાનું શું થશે? એ વિચારો અને જય મક્કમ અવાજે બોલ્યો હવે શું, જે થવાનું હતું એ થઇ ગયું હવે જે થશે એ જોયું જાશે આપણે ફરી આજ જગ્યાએ આવતા રવિવારે ગમેતેમ કરીને મળીશું અને માધુરી એ હકારમાં મોઢું હલાવ્યું અને અમે પોત પોતાના ઘરે જવા ચાલતા થયા. પણ જય નાં જીવને ક્યાય શાંતિ ના હતી કેમ કે, એને લાગતું હતું કે, માધુરીના પપ્પા કઈક ને કઈક તો કરશેજ અને જય નો શક પણ ખોટો ન હતો કેમ કે, માધુરી નાં પપ્પા ના ચહેરાના ભાવજ કઈક એવા હતા પણ હવે થાય શું. જયએ ગમેતેમ કરી એક અઠવાડિયું પસાર કર્યુ અને રવિવાર આવ્યો. તે દિવસે હું અને જય બપોર થીજ જમી અને ભીડભંજન જવા રવાના થયા. અમે બન્ને બપોરથીજ કાગડોળે માધુરી અને રેખાનાં આવવાની રાહ જોવા લાગ્યા. લગભગ પાંચ વાગવાની તૈયારી માં હતા અને દુરથી રેખા આવતી દેખાઈ અન તેની સાથે માધુરી ન હતી એને જોતાજ એવું લાગ્યું કે, જય નો શક સાચો નીકળ્યો અને થયું પણ એવુજ. રેખા આવતાની સાથેજ જય અધીરો થઇ બોલ્યો માધુરી નાં આવી? અને રેખા ઉદાસ આવાજે બોલી નાં એમને ઘરેથી બહાર નથી નીકળવા દેતા. શું? જય અચાનક અધીરા સ્વરે બોલી ઉઠ્યો માધુરી બરાબર તો છે ને? કોઈ ચિંતા નથીને રેખા થોડી વાર વિચારમાં ખોવાય ગઈ અને પછી બોલી તે દિવસે અમે અહીથી ઘરે ગયા ત્યાં માધુરી નાં પપ્પા અમારી રાહ જોઈ અને ઘરના દરવાજા પરજ ઉભા હતા અમે કશુજ વિચારીએ અને સમજ્યે તે પહેલાજ માધુરીના પાપા એ અમને અંદર જવા માટે કહ્યું અમે જેવા અંદર પહોચ્યા કે તરતજ માધુરીના પપ્પા એ દરવાજો બંધ કરી અમને બંન્ને ને માધુરી નાં રૂમ માં જવાનું કહ્યું અને અમે એમજ કર્યુ. થોડીવાર પછી માધુરીના પપ્પા ત્યાં આવ્યા અને બોલ્યા તમે બન્ને એ આ શું માંડ્યું છે? તમને જરાપણ માં બાપ ની આબરુની નથી પડી. આમ ભર બજારમાં છોકરાઓ સાથે ગપાટા મારવા ઉભા રહો છો. તમને એકપણ વાર મારી આબરૂ નો વિચાર નાં આવ્યો અને હા પેલા બન્ને છોકરાવ કોણ હતા? અને કોના છોકરાવ છે પછી હું વચ્ચે બોલી અરે કાકા એ તો મારા મિત્ર હતા. મિત્ર હતા કે પછી? મને બધી ખબર પડે છે મેં કાઈ મારા વાળ તડકા માં સફેદ નથી કર્યા એટલું બોલી જોર થી બુમ પાડી કોકિલા ઓ કોકિલા અને કોકિલા કાકી રસોડામાંથી બહાર આવ્યા અને બોલ્યા શું બુમો પાડોછો અને મનુ કાકા બોલ્યા આજો મારું નાક કપાવવા બેથી થઇ છે. ભાર બજારમાં છોકરાઓ શાથે હા..હા.. હી.. હી.. કરે છે જરાપણ બાપાની આબરુની નથી પડી સમજાવીદે આને અને કોકિલા કાકી ધીમેથી બોલ્યા બુમો પાડી પાડોશી ને નાં સંભળાવો અને મનુ કાકા ત્યાંથી જતા જતા કહેતા ગયા જો રેખા તારે માધુરી ને મળવું હોય તો અહિયાં ઘરે આવાનું અને આશા ખબરદાર મને પૂછ્યા વગર ઘર બહાર પગ જો મુક્યો છે તો મારાથી ભૂંડું કોઈ નહિ થાય એટલું કહી જતા રહ્યા. કોકિલા કાકી માધુરીના મમ્મી હતા આમતો ગૃહિણી પણ દેખાવે એકદમ ફેશન વાળા અને એ જમાનાની કોઈ ફેશન એવી નઈ હોય કે, જે કોકિલા કાકી એ ન કરી હોય અને ફેશન કરે પણ કેમ નઈ અમદાવાદ નાં મોટા વ્યાપારીની પત્ની અને જામનગરના મોટા વ્યાપારીની દિકરી જો હતા હા પણ કોકિલા કાકીને સાડી પહેરવાનો બહુ શોખ હતો કોકિલા કાકી એટલે વિદેશી અને દેશી ફેશન નું સચોટ ઉદાહરણ હતા. મનુ કાકા નો સ્વભાવ જેટલો કડક હતો એટલાજ કોકિલા કાકી શાંત અને સોમ્ય સ્વભાવ નાં હતા. કોકિલા કાકી થોડીવાર કશું નાં બોલ્યા અને પછી મને કહ્યું રેખા હવે તું તારા ઘરે જા અને પછી આવજે એટલું કહી કોકિલા કાકી ત્યાંથી જતા રહ્યા અને હું પણ મારા ઘરે જતિ રહી. આટલું બોલી રેખા બોલાતી અટકી ગઈ. પછી શું થયું? જય અધીરાઈ થી બોલ્યો અને રેખા થોડી વાર કશુજ નાં બોલી અને પછી કહ્યું કે, હું બીજા દિવસે માધુરી ને મળવા તેના ઘરે ગઈ ત્યારે મનુ કાકા ઘરે ન હતા માધુરી એના રુમમાજ બેઠી હતી અને કોકિલા કાકી ઓસરીમાં બાંધેલા જુલા પર જુલતા જુલતા કઈક વાચી રહ્યા હતા મને જોઈ કોકિલા કાકી બોલ્યા તું માધુરી પાશે બેસ હું હમણા આવું છુ અને હું ઝડપથી માધુરી પાસે ગઈ અને ઉચિત સમય જોઈ મેં માધુરી ને પૂછયું માધુરી હું ગઈ પછી શું થયું માધુરી બોલી તુ ગઈ પછી થોડીવાર પછી પપ્પા પાછા આવ્યા અને મને પૂછ્યું કે, પેલો છોકરો કોણ કોણ છે અને એના પપ્પા શું કરે છે મેં પહેલાતો કોઈ જવાબ ન આપ્યો માધુરી એ અહ્યું પણ પછી પપ્પા વધુ ગુસે થયા આથી મેં બીતા બીતા જવાબ આપ્યો એનું નામ જય છે અને તે કરશનભાઈ ત્રિવેદી નો છોકરો છે. શું માધુરીના પપ્પા ચીડાયેલા સ્વરે બોલ્યા એ કરશન ત્રિવેદી જેને બાપુનગર પાસે કિરાણા ની દુકાન છે એ. જો માધુરી કરશન ત્રિવેદી આપડી જ્ઞાતિનો ખરો પણ એ આપડી વડે નાં આવે એટલે તું હવે એ છોકરાને ભૂલી જજે એટલું કહી માધુરીના પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. હજુ માધુરી એ એટલી વાતજ કરી હતી ત્યાં કોકિલા કાકી ત્યાં આવી ગયા અને અમે વાત ત્યાજ પૂરી કરી દીધી. રેખા થોડા નીચા સ્વરે બોલી જય માધુરી નું બહાર નીકળવું મુશ્કેલ છે આથી હવે હર રવિવારે હું તારાશુધી માધુરીના સમાચાર પહોચાડીશ એટલું કહી રેખા બોલી જય હવે હું જાવ છુ બહુ મોડું થઇ ગયું છે. એમ કહી રેખા ચાલવા લાગી અને હું અને જય પણ ઘર તરફ ચાલતા થયા બીજા દિવસે સવારે હું અને જય એમની દુકાને જવા ઘરેથી નીકળ્યા તો સામેથી માધુરીના પપ્પા આવતા દેખાયા અને તેમની સાથે કોઈ અજાણી વ્યક્તિ પણ હતી અને અમે કઈ વિચારીએ એ પહેલા માધુરીના પપ્પા જય સામે જોઈ જોરથી બુમ પાડી એ છોકરા ઉભોરે.......