Taras premni - 12 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૧૨

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૧૨



રાતે જમીને RR મેહા વિશે જ વિચારતો હતો. "શ્રેયસ વિશે મેહાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે મેહાને. I think મેહાને મારે શ્રેયસ વિશે કહી દેવું જોઈએ."

મેહા પર શ્રેયસનો ફોન આવે છે. શ્રેયસ ફોન કરીને મેહાને પોતાના રૂમમાં બોલાવે છે. શ્રેયસ પોતાના રૂમમાં એકલો જ હતો.

મેહા:- "નેહા શ્રેયસ મને પોતાના રૂમમાં બોલાવે છે. હું બસ હમણાં જ આવી."

નેહા:- "મેહા આટલી રાતના શ્રેયસના રૂમમાં જવું ઠીક નથી."

મેહા:- "કેમ ઠીક નથી?"

મિષા:- "કંઈક થઈ ગયું તો?"

મેહા:- "કંઈ થવાનું નથી. તમે જેવું વિચારો છો એવું કંઈ નહીં થાય."

પ્રિયંકા:- "એમ થોડી ન કંઈ થાય. મેહા પર મને વિશ્વાસ છે."

મેહા રૂમમાંથી બહાર નીકળી. લોબીમાં ઉભો ઉભો RR મેહા વિશે જ વિચારી રહ્યો હતો. દરવાજાનો અવાજ આવ્યો ત્યારે RRએ જોયું તો મેહા હતી. મેહા અને RR ની નજર મળે છે.

મેહા ચૂપચાપ નીકળી જવા માંગતી હતી પણ RRએ મેહાને રોકતા કહ્યું "ક્યાં જાય છે?"

મેહા:- "શ્રેયસ પાસે. મારે શ્રેયસનું કામ છે."

RR:- "આટલી રાતના શું કામ પડ્યું?"

મેહા:- "બસ એમજ. મારે શ્રેયસ પાસે જવું છે."

RR:- "સવારે મળી લેજે. Look મેહા શ્રેયસ સારો છોકરો નથી. થોડા દિવસ પહેલાં મને પણ લાગતું હતું કે શ્રેયસ સારો છોકરો છે પણ મને હમણાં જ ખબર પડી કે શ્રેયસ બરાબર નથી."

મેહા:- "હું બસ પાંચ જ મિનીટમાં આવતી રહીશ."

RR:- "સારું તો હું પણ આવું છું."

મેહા:- "RR શ્રેયસને મારે એકલામાં મળવું છે."

RR:- "તારા પપ્પાએ મારા ભરોસે તને મોકલી છે. તારું ધ્યાન રાખવું મારી જવાબદારી છે. જો તું નહીં માને તો મારે નાછૂટકે તારા પપ્પાને ફોન કરવો પડશે."

મેહા તો કંઈ બોલી જ નહીં.

પ્રિયંકા:- "મિષા ચાલ તો શ્રેયસના રૂમમાં જઈ મેહાને બોલાવી લાવીએ. દસ મિનીટ થઈ ગઈ છે. હજી સુધી આવી નહીં."

મિષા અને પ્રિયંકા રૂમનો દરવાજો ખોલે છે તો સામે મેહા ઉભી હતી.

મિષા:- "તારા ચહેરા પર બાર કેમ વાગ્યા છે?"

મેહા:- "RRએ મને શ્રેયસના રૂમમાં ન જવા દીધી. શ્રેયસનો વાંક કાઢવા લાગ્યો. ખબર નહીં RR ને મારાથી શું પ્રોબ્લેમ છે."

નેહા:- "સારું થયું તને જવા ન દીધી."

મેહા:- "તું મારી ફ્રેન્ડ છે કે પછી RRની?"

મિષા:- "અમે તારા જ ફ્રેન્ડ છે મેહા. પણ આટલી જલ્દી તારે શ્રેયસ પર વિશ્વાસ ન કરવો જોઈએ. થોડો સમય રાહ જો. એની ટેસ્ટ લે કે એ તારા માટે પરફેક્ટ છે કે નહીં?"

મેહા:- "મારું દિલ કહે છે કે એ પરફેક્ટ જ છે."

નેહા:- "ચાલો બહું રાત થઈ ગઈ છે અને સવારે વહેલાં ઉઠવાનું છે તો સૂઈ જઈએ."

મેહાએ ઊંઘવા ત્યારે શ્રેયસને મેસેજ કર્યો કે "મારાથી નહીં આવી શકાય."

શ્રેયસે "સારું વાંધો નહીં." એવો મેસેજ કરી દીધો.

મેહા સૂતા સૂતા પણ RR વિશે વિચારતી હતી. "RR શું કામ મારી સાથે આવું કરે છે. પોતે તો કેટકેટલી છોકરી સાથે ફરે છે અને મને શ્રેયસથી દૂર રાખે છે. પોતે તો bad boy બનીને ફરે છે અને મને કહે છે કે શ્રેયસ સારો છોકરો નથી. RR તું ગમે તેટલું અમને બંન્નેને દૂર રાખે પણ જો અમારો પ્રેમ સાચો હશે તો અમે છેલ્લે એકબીજાને મળીને જ રહીશું."

સવારે મેહા ઉઠે છે. ઉઠીને તરત જ મોબાઈલમાં જોય છે તો મોબાઈલમાં મેસેજના નોટીફિકેશન નો અવાજ સંભળાય છે. Whatsapp પર શ્રેયસના ગુડ મોર્નિંગ નો મેસેજ હતો. થોડી વાર મેસેજથી વાતો કરી. વાતો કરતી વખતે મેહાના ચહેરા પર સ્માઈલ આવી જતી. શ્રેયસ સાથે વાતો કરતા મેહાના દિલને રાહત અનુભવાતી.

તૈયાર થઈને ચા નાસ્તો કરી બધા મહાબળેશ્વર જવા નીકળ્યા.

મહાબળેશ્વર મહારાષ્ટ્રનુ સૌથી સુંદર હિલ સ્ટેશન છે. મહાબળેશ્વરની કુદરતી સુંદરતા મન મોહી લે તેવી છે. મહાદેવના દર્શન કરી પછી બધા કૃષ્ણા નદીના ઉદભવ સ્થળને જોવા ગયા જે જૂના મહાબળેશ્વરના મહાદેવ મંદિર પાસે છે. બધાએ અલગ અલગ જગ્યાએ ખૂબ ફોટા પડાવ્યા. RRએ આ વખતે પણ મેહાને ખ્યાલ ન આવે એવી રીતના ફોટા પાડ્યા. આ ઉપરાંત બધાંએ નેચર ટ્રેલ્સ અને ઘોડેસવારીનો આનંદ લીધો.

નાસ્તો કરી સાંજે બધા હોટલમાં આવ્યા. બધાએ સામાન પેક કર્યો. બધા બસમાં બેસી ગયા.
શ્રેયસને બરાબર ઓળખી લીધા પછી RR ની નજર મેહા અને શ્રેયસ પર જ હતી.

રવિવારની સવારે બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા.

સાંજે શ્રેયસ મેહાને મળવા બોલાવે છે. મેહા અને શ્રેયસ એક કેફેમાં મળે છે.

શ્રેયસ:- "મેહા હું તને એક વાત કહેવા માંગું છું."

મેહા:- "શું?"

શ્રેયસ:- "મેહા હું તને ચાહું છું. I love you..."

આ સાંભળતા જ મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

મેહા:- "હું પણ તને...."

શ્રેયસ:- "ખબર છે કે તું પણ મને ચાહે છે. છતા પણ તારો જવાબ શું છે તે સાંભળવા માંગુ છું. શું તું પણ મને ચાહે છે? "

મેહા:- "હા."

થોડીવાર વાતચીત કરી પછી બંન્ને છૂટા પડે છે. મેહાને શ્રેયસ ઘર સુધી મૂકી જાય છે.

શ્રેયસે પ્રપોઝ કર્યાં પછી તો મેહાની ખુશીનો પાર નહોતો.

ઘરે જઈને પણ શ્રેયસ સાથે મેસેજ દ્રારા ખાસ્સી વાર સુધી વાત થઈ.

સવારે મેહા સ્કૂલે પહોંચી. મેહાએ નેહા,પ્રિયંકા અને મિષાને આ વાત જણાવી. મેહાની બહેનપણીઓ પણ ખૂબ ખુશ થાય છે. તનિષા અને તન્વીએ પણ ક્લાસમાં જ હતા.

મિષાએ તો તનિષાને ચીડવવા જાણી જોઈને એની સામે જોયું અને વધારે ખુશ થવા લાગી. તનિષાને આ જોઈ ગુસ્સો આવ્યો.

મેહાને ખૂબ સ્પેશિયલ ફીલ થતું હતું. મેહાને એવું ફીલ થયું કે દુનિયાની બધી ખુશી મળી ગઈ છે.

બપોરે કેન્ટીનમા શ્રેયસ બધાને જણાવે છે કે આજે ઘરે એક નાનકડી પાર્ટી રાખી છે. તો બધાએ આવવાનું છે. નાસ્તો કરી બધા ક્લાસમાં જતા હોય છે કે શ્રેયસ મેહાને કાનમાં કહે છે "આજે તારે ખાસ મારા માટે તૈયાર થઈને આવવાનું છે."

ઘરે જઈ મેહાએ પાર્ટી માટે એના મનપસંદ જીન્સ અને ટી શર્ટ પહેર્યાં. મેહા એના ફ્રેન્ડસ સાથે પાર્ટીમાં પહોંચી ગઈ હતી. શ્રેયસ અને એના ફ્રેન્ડસ તથા RR અને એના ફ્રેન્ડસ પહોંચી જાય છે. તન્વી અને તનિષા જ બાકી હતા.

મેહા અને શ્રેયસ વાત કરતા હતા. ત્યાં જ તનિષા અને તન્વી સાથે શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરીને આવેલી એ સ્ટાઈલીશ છોકરી પર શ્રેયસની નજર પડે છે. અને શ્રેયસ એ છોકરીને એકીટશે જોયા જ કરે છે. મેહા સાથે વાતો કરતા કરતા શ્રેયસ અટકી ગયો. શ્રેયસ કોના તરફ એકીટશે જોઈ રહ્યો છે એમ વિચારી મેહાએ એ તરફ નજર કરી. મેહા શ્રેયસને કંઈ કહેવા જતી હતી કે શ્રેયસ તનિષા તરફ જવા લાગ્યો.

શ્રેયસ :- "Hi તનિષા...Hi તન્વી..."

તનિષા:- "Hi..."

શ્રેયસ તનિષાને કાનમાં કહે છે " તારી સાથે આવેલી આટલી સુંદર છોકરી કોણ છે?"

તનિષા:- "મારી કઝીન છે. જિયા."

શ્રેયસ:- "મારી આની સાથે ઓળખાણ કરાવી આપને."

તનિષા:- "જિયા meet my best friend Shreyas."

જિયા:- "Hi શ્રેયસ. Nice to meet you."

શ્રેયસ:- "Hi and call me SR."

જિયા:- "SR...cool name...i like it..."

શ્રેયસ અને જિયા ખાસ્સી વાર સુધી વાત કરતા રહ્યા.

મેહાએ નોટીસ કર્યું કે શ્રેયસે મારા તરફ નજર સુધ્ધાં પણ નથી કરી. મેહાને થોડું દુખ થયું. પાર્ટી પૂરી થઈ ગઈ. મેહાને એમ કે શ્રેયસ મને મૂકવા આવશે.

તનિષા:- "SR જો તને વાંધો ન હોય તો તું જિયાને મૂકી આવીશ?"

SR:- "Why not? ચાલો એ બહાને જિયા સાથે થોડો વધારે ટાઈમ મળશે."

મેહા ઘરે પહોંચે છે. મેહાને એમ કે શ્રેયસ મેસેજ કરશે. પણ શ્રેયસનો કોઈ મેસેજ ન આવ્યો. રાહ જોઈને મેહાએ જ ગુડ નાઈટનો મેસેજ મોકલ્યો અને ઊંઘી ગઈ. સવારે મેહાએ ઉઠીને તરત જ મોબાઈલમાં જોયું. શ્રેયસનો કોઈ રિપ્લાય નહોતો આવ્યો. મેહા શ્રેયસને લઈ insecure ફીલ કરવા લાગી. મેહા નું દિલ બેચેન થઈ ગયું.

સ્કૂલમાં પહોંચી ત્યારે પણ મેહાની નજર શ્રેયસને શોધી રહી હતી. શોધતા શોધતા મેહાની નજર શ્રેયસ અને જિયા પર જાય છે.

મેહા મનોમન કહે છે "આ છોકરી અહીં શું કરી રહી છે?"

ત્યાં જ મેહાના ખભા પર હાથ મૂકાયો. મેહાએ ફરીને જોયું તો તનિષા હતી.

તનિષા:- "જીયા હવે આ જ સ્કૂલમાં ભણવાની છે. તો હવે શ્રેયસથી દૂર રહેજે. એમ પણ શ્રેયસને તું ખાસ પસંદ નથી."

મેહા:- "ના શ્રેયસ મને ચાહે છે. શ્રેયસે મને પ્રપોઝ પણ કર્યું છે."

તનિષા:- "હજી સુધી શ્રેયસે જીયા જેવી બ્યુટીફુલ છોકરી જોઈ નહોતી. તો I am sure કે એ હવે તને છોડીને જીયા સાથે..... હું શું કહેવા માંગું છું તે તું સમજી જ ગઈ હશે...bye..."

મેહા મનમાં વિચારે છે "નહીં શ્રેયસ મને ક્યારેય નહીં છોડે. એ મને પ્રેમ કરે છે."

આખો દિવસ મેહાના મનમાં ગડમથલ ચાલતી રહી.

RR એના ગ્રુપ સાથે ડાન્સની પ્રેક્ટીસ માં વ્યસ્ત હતો.
શહેરમાં અલગ અલગ ગ્રુપવાળાએ ડાન્સ શૉમાં ભાગ લીધો હતો. RR ના ગ્રુપવાળા કેટલા દિવસથી ડાન્સ પ્રેક્ટીસમા લાગેલા હતા.

મેહા શ્રેયસના મેસેજની રાહ જોતી પણ શ્રેયસનો કોઈ મેસેજ ન આવતો. મેહા શ્રેયસને મેસેજ કરતી ત્યારે પણ શ્રેયસનો રિપ્લાય નહોતો આવતો. પાંચ થી છ દિવસ થઈ ગયા પણ મેહા અને શ્રેયસ વચ્ચે કોઈ વાત નહોતી થઈ. સ્કૂલમાં મેહા શ્રેયસ પાસે જતી તો શ્રેયસ એને ઈગ્નોર કરતો હતો. મેહાએ વિચાર્યું કે "પોતે ક્યાં સુધી મનમાં ને મનમાં ઘુટાયા કરશે. તેના કરતા બેટર છે કે એકવાર શ્રેયસ સાથે સ્પષ્ટતાથી વાત કરી જ લઉં."

શનિવારે બપોરે બે વાગ્યાથી ડાન્સ શૉ શરૂ થવાનો હતો. મેહાની ત્રણેય ફ્રેન્ડે પણ RR ના ગ્રુપ સાથે ભાગ લીધો હતો. એટલે મેહા ડાન્સ શૉ જોવા માટે આવી હતી. શ્રેયસ પણ એના ફ્રેન્ડ જોડે આવ્યો હતો. તનિષા સાથે તન્વી અને જીયા પણ હતા.
શ્રેયસને જીયા સાથે જોતા મેહાને જેલીસી થઈ. મેહાએ નક્કી કરી લીધું હતું કે આજે આ ડાન્સ શૉ પૂરો થાય એટલે શ્રેયસ સાથે વાત કરીને જ રહેશે.

સાંજે છ વાગ્યે ડાન્સ શૉ પૂરો થયો. RR ના ગ્રુપ વાળા પહેલાં નંબરે આવ્યા હતા.

શ્રેયસ ઉભો હતો ત્યાં મેહા ગઈ.

મેહા:- "શ્રેયસ મારે તારી સાથે વાત કરવી છે."

શ્રેયસ:- "પણ મારે તારી સાથે વાત નથી કરવી."

મેહા:- "પ્લીઝ શ્રેયસ."

શ્રેયસે વિચાર્યું કે એકવાર આની વાત સાંભળી લઉં. પછી મેહા સાથે બ્રેક અપ કરી લઈશ.

શ્રેયસ:- "હા બોલ શું વાત કરવી છે?"

મેહા:- "અહીં બહુ ભીડ છે. એકાંતમાં જઈને વાત કરીએ."

શ્રેયસ અને મેહા એકાંત વાળી જગ્યાએ ગયા.

મેહા:- "શ્રેયસ હું ખૂબ ઈનસિક્યોર ફીલ કરું છું. મારે ફક્ત તારા મોંઢેથી એ સાંભળવું હતું કે તું મને લવ કરે છે ને?"

શ્રેયસ:- "જો મેહા હવે મને નથી લાગતું કે હું તને પ્રેમ કરું છું. આપણે બ્રેક અપ કરી લેવું જોઈએ."

મેહા:- "શું? પણ કેમ? હું તને ચાહું છું શ્રેયસ. હું તારા સિવાય બીજા કોઈ વિશે વિચારી પણ નહીં શકું. તું મારી સાથે કેમ બ્રેક અપ કરવા માંગે છે?"

શ્રેયસ:- "મેહા તે પોતાની જાતને કોઈ દિવસ જોઈ છે? ના તો તને કોઈ કપડાંનું સેન્સ છે ના તો તું સ્માર્ટ છે. જીયાને જોઈ છે તે? કેટલી બ્યુટીફુલ છે. એના જેવી છોકરી મેં આજ સુધી નથી જોઈ. હું એને લવ કરવા લાગ્યો છું. તો આજથી આપણું બ્રેક અપ. Bye..."

આટલું કહી શ્રેયસ ત્યાંથી નીકળી ગયો.

તનિષા છૂપાઈને મેહા અને શ્રેયસની વાત સાંભળતી રહી.

મેહા શ્રેયસની વાત સાંભળી શોક્ડ થઈ ગઈ હતી.
શોક્ડમાથી માંડ માંડ બહાર આવી. મેહાએ દૂરથી એના ફ્રેન્ડસ તરફ નજર કરી. એના ફ્રેન્ડસ વિનર બન્યા હતા એટલે બહુ ખુશ હતા. મેહાને એમ થયું કે એના ફ્રેન્ડસ પાસે જઈ ગળે વળગીને ખૂબ રડે. એ દોડીને એના ફ્રેન્ડસ પાસે જતી હતી. અચાનક જ મેહા દોડતા દોડતા અટકી ગઈ. મેહાને વિચાર આવ્યો કે હું શું કરવા જઈ રહી હતી? એ લોકો કેટલાં ખુશ છે. હું એ લોકોની ખુશી કેવી રીતે છીનવી શકું?"

મેહાએ પોતાના ભાઈને ફોન કર્યો. નિખિલ મેહાને લેવા આવ્યો. મેહા પોતાના ભાઈ સાથે ઘરે જતી રહી.

આ તરફ RR મેહાને શોધી રહ્યો હતો. અત્યાર સુધી તો અહીં જ હતી. આટલી વારમાં ક્યાં જતી રહી?

રૉકી:- "આજે તો પાર્ટી કરીશું."

નેહા:- "હા તે પણ મોડે સુધી."

RR:- "મારા ઘરે પાર્ટી કરીશું."

મિષાએ આમતેમ જોયું તો મેહા નજરે ન પડી.

મિષા:- "મેહાને પણ લઈ જઈએ. પણ મેહા છે ક્યાં?"

પ્રિયંકા:- "હું ફોન કરી જોઉં છું."

મેહા સીધી પોતાના રૂમમાં ભરાય જાય છે. દરવાજો બંધ કરી ત્યાં જ ફસડાઈ પડે છે. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ સરી પડે છે. મેહા થોડીવાર સુધી સતત રડતી રહી. થોડીવાર પછી મેહાના મોબાઈલ પર પ્રિયંકાનો ફોન આવે છે.

પ્રિયંકાનો ફોન જોતાં મેહા આંસુ સાફ કરે છે. થોડી સ્વસ્થ થાય છે. પછી ફોન રિસીવ કરે છે.

પ્રિયંકા:- "મેહા ક્યાં છે તું? આપણે પાર્ટી કરવા જવાનું છે."

મેહા:- "હું બહું ખુશ છું કે તમે લોકો પહેલાં નંબર પર આવ્યા. Congrats guys..."

પ્રિયંકા:- "એમ ફોન પર જ Congrats નહીં ચાલે. ચાલ જલ્દી આવ. પાર્ટી કરવા જવાનું છે."

મેહા:- "મારી તબિયત થોડી સારી નહોતી એટલે હું તો ઘરે છું. તો તમારી સાથે નહીં આવી શકું."

પ્રિયંકા:- "યાર અમે તો તને અહીં શોધતા હતા. અને તું અહીંથી ક્યારે નીકળી ગઈ? અહીંથી ગઈ તો અમને મળીને પણ નહીં ગઈ. અને તારી તબિયતને શું થઈ ગયું?"

મેહા:- "કંઈ ખાસ નહીં થોડી weakness જેવું લાગ્યું એટલે ભાઈને બોલાવી દીધો. તમે એન્જોય કરો. Bye..."

પ્રિયંકા:- "ઑકે તો bye...take care."

મેહા:- "bye..."

જેવો ફોન ડિસકનેક્ટ થયો કે મેહાની આંખ માથી આંસુ વહેવા લાગ્યા.

નેહા:- "શું થયું મેહાને?"

પ્રિયંકા:- "ખબર નહીં. થોડું low ફીલ કરતી હોય એવું એના અવાજ પરથી લાગ્યું. બની શકે કે weaknessને લીધે લો ફીલ કરતી હોય."

RR ઈચ્છતો હતો કે મેહા એની ખુશીમાં સામેલ થાય. પણ મેહા તો આવવાની નહોતી.

તનિષા મનોમન કહે છે "રડી રડીને થાકી ગઈ હશે તો વીકનેસ તો રહેવાની જ ને. હવે આ લોકોને કોણ સમજાવશે કે બ્રેક અપ થયા પછી મેહા તો પૂરેપૂરી અંદરથી તૂટી ગઈ છે. ચાલો સારું થયું."

તનિષા મનોમન ખુશ થાય છે.

RR બહાર ધોધમાર વરસતા વરસાદને જોઈ રહ્યો.
એવું પ્રતીત થતું હતું કે આકાશ ચોધાર આંસુએ રડે છે.

મમતાબહેને મેહાના રૂમનો દરવાજો ખટખટાવ્યો.
મેહા ચમકી ગઈ. મેહાએ ફટાફટ પાણીથી ચહેરો ધોયો અને બારણું ખોલ્યું.

મમતાબહેન:- "બે કલાકથી અંદર બેઠી છે. શું કરે છે અંદર? જમવાનો ટાઈમ થઈ ગયો છે."

મેહા:- "મમ્મી આજે મને ભૂખ જ નથી લાગી. હું ખૂબ નાસ્તો કરીને આવી છું. પેટમાં જગ્યા જ નથી."

મમતાબહેન:- "છતા પણ થોડું તો ખાવું જ પડશે. નાસ્તો તે નાસ્તો હોય છે. અનાજ તો ખાવું જ પડે. પેટમાં થોડું અનાજ જાય તો સારું. ચાલ."

મેહા:- "તમે જાઓ હું આવું છું."

મેહાએ નામ પૂરતું જમી લીધું. જમીને તરત જ પોતાના રૂમમાં જતી રહી. બહાર વરસાદ અટકવાનું નામ નહોતો લેતો અને આ તરફ મેહાના આંસુ અટકવાના નામ નહોતા લેતા. આંસુ સારતા સારતા મેહા ક્યારે સૂઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો.

સવારે મેહા આંખો ખોલે એ પહેલાં તો આંસુ ટપકી પડ્યા. મેહાએ જાગીને પહેલાં મોબાઈલ પર નજર કરી. મેહાને થયું કે કાશ શ્રેયસનો મેસેજ હોય. શું ખબર મને યાદ કરતો હોય.

રવિવાર હતો એટલે સ્કૂલે તો જવાનું નહોતું. મેહા નાહી ધોઈને ફ્રેશ થઈ. મેહાની નજર અનાયાસે જ અરીસા પર પડી. શ્રેયસે કહ્યું હતું કે પોતાની જાતને જો. મેહા ધ્યાનથી પોતાને જોઈ રહી. થોડું આત્મવિશ્લેષણ કરતા ખ્યાલ આવ્યો કે હું જેવી છું તેવી જ સારી છું. હું બીજા જેવી શું કામ બનુ? મેહાના મનમાં હજારો વિચારો આમથી તેમ દોડતા હતા. વિચારો કરતા કરતા મેહાની આંખોમાંથી ફરી દડ દડ કરતા આંસુ ટપકવા લાગ્યા.

ક્રમશ: