divorce - 3 in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | છૂટાં છેડાં - ભાગ ૩

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

છૂટાં છેડાં - ભાગ ૩

છૂટાં છેડાં ભાગ ૩

હવે આપણે વાત કરીએ થોડાં અલગ પ્રકાર નાં છૂટાં છેડાં ની! કે જેમાં કારણ કંઇક એવું છે, જે થોડું અલગ છે.બે લોકો માતાપિતા નાં પ્રેશર માં એકબીજા જોડે પરણે છે. એમાં છોકરી મિડલ ક્લાસ અને છોકરો પૈસાવાળો હોય છે. પરંતુ છોકરાં માં બુદ્ધિ અોછી હોય છે. મિડલ ક્લાસ પરિવાર ના પપ્પા ક્યાંક ને ક્યાંક એમ વિચારે કે પૈસાવાળા નાં ઘરે દીકરી આપવાથી દીકરી સુખી થશે. હવે અહીંયા બધાં લોકો ને સમજવા જેવી વસ્તુ છે


પૈસા માણસ ને ખુશી નથી આપી શકતાં. પ્રેમ અને લાગણી માણસ ને ખુશી પ્રદાન કરી શકે છે. એક સ્ત્રી જ્યારે પુરુષ ને શારીરિક સંબંધ માટે નાં પડે છે. ત્યારે પુરુષ ને એ વાત ઇગો પર આવે છે. અને લગ્ન નાં બીજા દિવસે એ કહે છે મારે આ છોકરી ના જોઈએ. એક છોકરી ૨૦ વર્ષ ની છે, એણે દુનિયાદારી નું કઈ ખબર પણ નથી પડતી હોતી. અને જાડા અને થોડા શરીર માં ભારે હોય એમાં તફાવત હોય છે. છોકરી ના મગજ માં અને મન માં એ વાત બેસાડી દેવામાં આવે છે કે તું સારી નથી દેખાતી, તું જાડી છે.તું કાળી છે. એક એવી છોકરી જેને લોકો કેવા હોય એ પણ નથી ખબર. એણે તો બાળપણ થી એજ શીખ્યું હોય છે કે આપણે બધાં જોડે સારા રહેવાનું તો બધાં આપણાં જોડે સારા રહેશે. કોઈ એની સામે એની બુરાઈ કરે એ પણ એણે નથી સમજાતું, આ બધું એની સાથે કેમ થાય છે કે એ જરૂરત થી વધારે ભોળી ને સીધી છે.એ તો બધાં લોકો ને પોતાનાં માની બેસી હોય છે.

જ્યારે એ દીકરી ની સાસુ ને ખબર પડે છે ત્યારે એ એણે જમવા નથી આપતી જાડી છે . બે ઘી વગર ની કોરી રોટલી અને રોજ મગ નું શાક રસાવાડું. પિતા નાં ઘરે એ દીકરી દિવસ માં ભૂખ લાગે એટલી વાર ખાતી હતી. અહીંયા લોકો પોતાની ક્રૂરતા માં એક દીકરી નું મન એણે અંદર થી તોડી નાખે છે.કોઈ પણ માણસ ને એટલી હદે માનસિક ત્રાસ આપવામાં આવે જ્યારે એ વસ્તુ પર કે એવી છે નહિ જેવી એ લોકો કહી રહ્યાં છે.

એણે ચા પીવા આપો સરખી. બપોરે બે વાગે દીકરી જમે, એણે એનો વર પણ નાં પૂછે કે તું જમી કે નહિ. કોઈ ઘરમાં એની જોડે વાત નાં કરે. અને એ દીકરી ઘરનાં એ એક રૂમ માં સૂતી પડી રહે છે. એનામાં બોલવાની લડવાની કોઈ શક્તિ નથી હોતી. શારિરીક ત્રાસ નાં ઘાં તો રૂઝ આવે એટલે ભરાઈ જતાં હોય છે. પરંતુ માનસિક ત્રાસ નાં ઘા ને રૂઝ નથી આવતી. એ તો માણસ ની અંતર આત્મા ને થોડી નાખે છે. માણસ ને જીવન જીવવાની ઈચ્છા ને ખતમ કરી નાખે છે. જ્યારે બે ચાર દિવસ પછી પિયરે પાછી ફરે છે. ત્યારે એ સમજાવવા માં આવે છે કે એણે શારીરિક સંબંધ માટે નાં પાડી ને બહુ મોટી ભૂલ કરી. માનવતા ક્યાં જાય છે જ્યારે એ દીકરી જે સાસરે આવતાં વિદાય નાં સમયે એક ટીપુ આસુ નીકળ્યું નહિ હોતું. જે હમેશાં હસતી ખિલિલાટ કરતી દીકરી ની ચહેરા પર ની હસી ક્યાંક લુપ્ત થઈ જાય છે. એનાં જોડે સાસરી માં માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. અને એ દીકરી એટલી સીધી કે એણે એ પણ સમજમાં નથી આવ્યું હોતું કે એ લોકો એ સતત એનો તિરસ્કાર કર્યો છે.એ પાણી પીવા રસોડા માં જાય, તો સાસુ પાછળ આવીને એ ગ્લાસ ધોઈ નાખે છે. અને એની જોડે ઘરમાં કોઈ હસીને વાત પણ નથી કરતું. જે દીકરી લગ્ન કરતાં પહેલાં, ખુશ મિજાજ હતી જીનવન ને હમેશાં એક અલગ અંદાજ થી જીવતી હતી. આજે એ દીકરી જીવતી લાશ બનીને ઘરમાં પાછી ફરી છે. એનાં પિતા એનાં જાણતાં અજાણતાં એનાં દુશ્મન બની બેસ્યા છે.જીવતી લાશ ને એ સમજવમાં આવે છે કે સાસરે રહેવું પડશે. કેમ કારણકે એ દીકરી છે.એ તો સામેથી છૂટાં છેડાં માગી નાં શકે ને !

મારો સવાલ છે બધાં લોકો ને તમે એમ કેમ માનો છો કે સગાઈ કે લગ્ન કરવાં માટે એક છોકરી ની હા કે નાં કોઈ મહત્ત્વ નથી ધરાવતી. હા છોકરાની હા હોવી જોઈએ.એવું શા માટે ?

પછી તો એ દીકરી પિતા નાં ઘરે રહે છે.પરંતુ એ જીવન જીવવાનું ભૂલી ગઈ હોય છે. એનાં મન પર એટલાં ઘા કરવામાં આવ્યા હોય છે કે એણે પોતાની જાત થી નફરત થઈ જાય. પોતાનાં માં કઈ ખોટું છે, પોતાનાં માં કોઈ ખોટ છે એ વસ્તુ તમે સ્વીકારો નહિ , અને સામેવાળા ને તમે તોડી નાખો એ ક્યાં સુધી સારું છે. એ દીકરી ઘર ની બહાર નથી નીકળી શકતી. કોઈ જોડે વાત નથી કરી શકતી. આંખ ઉંચી કરીને કોઈની સામે જોઈ નથી શકતી. કેમ ? એની ભૂલ શું હતું કઈ નહિ? શારીરીક સંબંધ લગ્ન જીવન નો પાયો છે. પરંતુ એમાં બને લોકો ની મંજુરી હોવી અનિવાર્ય છે. પત્ની ધર્મ એ નથી કે એની મરજી હોય કે નાં હોય એ એના પતિ ની જરૂરિયાત પૂરી કરે. કારણ કે જરૂરિયાત ને સંતોષવા તો બધું પૈસા થી ક્યાં નથી મળતું.

વાત કરીએ દીકરી જે હવે પોતાનાં પપ્પા નાં જીદ અને અહંકાર ને કારણે ખુદ ને ખોઈ બેસી છે. એ કોઈ પણ માણસ ને ફેસ નથી કરી શકતી. એના અંદર કોઈ કોઈના માટે પ્રેમ અને લાગણી ની ભાવના જાગે એ પહેલાં જ એની મન ની અંદર બધું મરી ચૂક્યું છે. છોડ પર ફૂલ આવે એ પહેલાં જે છોડ કરમાઈ જાય ગયો છે.

અને એ દીકરી ડિપ્રેશન નો શિકાર બને છે. એણે સતત એ વિચાર કોરી ખાય છે કે એની સાથે આવું કેમ બન્યું. એણે તો કોઈ સાથે ખરાબ વર્તન નથી કર્યું. પણ એણે વધારે સારું હોવાની સજા મળી છે.અને હવે એ સજા ભોગવી રહી છે. એ છોકરી રાતે મોડા સુધી ઊંઘ નથી આવતી, સતત રડું આવે છે કે અને એ પોતાની જાત ને સવાલ કરે છે કે શાં માટે એનાં જોડે આવું થયું. અને નાનાં બાળક ની જેમ મમ્મી નાં હાથ પર સુવે છે. મમ્મી સુવડવે ત્યારે એણે ઉંઘ આવે છે. અને એ દીકરી ની તાકાત એની મમ્મી બને છે. એણે એ ડિપ્રેશન માથી બહાર કાઢે છે. અને એણે જીવન જીવતાં શીખવે છે.

કઠિન હોય છે પરંતુ નાં કરી શકાય એવું કંઈ નથી હોતું. એ છોકરી જીવતાં સીખી લે છે. ખુશ રહેતાં પણ સીખી લે છે. પરંતુ એનાં મન ની અંદર એક વસ્તુ મરી ગઈ છે. એ છે, એ ક્યારેય પોતાનાં જીવન માં કોઈ ને અપનાવી નહિ શકે.એ ક્યારેય કોઈને પોતાનું માની નહિ શકે. એ જીવન માં ખુશ રહેશે બધું. પણ એ ક્યારે બીજા લગ્ન નહિ કરી શકે. એનાં મન નો ડર એણે ક્યારે એ કરવાં નહિ દે. એ ક્યારેય કોઈ પણ પ્રકાર નો પુરુષ પ્રત્યે ભરોસો નહિ કરી શકે.

નોંધ : મારું કહેવું છે,તમારે અગર છૂટાં છેડાં લેવા છે, અલગ થવું છે. થઈ જાઓ પરંતુ પોતાનાં અહમ ને અહંકાર ને સંતોષવા માટે ક્યારેય પણ સામેવાળા ને અંદર થી નહિ થોડી નખતાં. બહુ અઘરું હોય છે. ફરીથી પોતાનો જાત ને મળવું.

પૈસાથી માણસ નું રંગ રૂપ બદલી શકાય છે. પરંતુ પૈસાથી ક્યારેય સંસ્કાર માણસ નો સ્વભાવ માણસની માનસિકતા ખરીદી નહીં શકાય. પૈસાથી માણસ ની સાદગી ખરીદી નહિ શકાય.અને સાદગી ની કોપી પણ કોઈ નહિ કરી શકે.