દસ દાણાં સીંગ
આજે રવિવાર નો દિવસ આરામ થી સૂતો હતો. ઘરમાં બધા ને ખબર પપ્પાને એક દિવસ આરામ મળે. બાકી દરરોજ તો ઓફિસ દરમ્યાન ભાગદોડ રહે. સવાર ના આઠ થી સાંજ ના સાત સુધી ખડે પગે. ઓફિસ પણ ઘરથી ૧૨ કિલોમીટર દૂર. શહેરોમાં ટ્રાફિક વધતો જાય, એમાં વસ્તી વધારો તો કૂદકે ને ભૂસકે વધે, ધણીવાર વિચાર આવે આટલા બધા માણસો આવતા ક્યાંથી હશે. શહેરીકરણ નો મોટો ગેરફાયદો ચારેબાજુ ભીડ, ગંદકી, પ્રદુષણ તેમાં પાછા વાહનો એ માઝા મૂકી, દરેક ને પોતાનું વાહન જોઇએ. આધુનિકરણ પાછળ લોકો એ આંધળી દોટ મૂકી છે.
હજુ મારી આંખ પણ નથી ખૂલી, ને પત્ની નો બબળાટ ચાલુ થઇ ગયો હતો, બે ચાર છુટા છવાયા વાક્યો સંભળાયા, તે કે આજે મોટા મોલ માં ગઇ હતી. એક તો ભીડ ખૂબ હતી અને જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને. માણસ ક્યાંથી જીવશે ? શું ખાશે પોતે અને શું બાળકો ને ખવડાવશે. થયું લાવ સીંગ લઉં , ભાવ જોયો ૨૫૦ ગ્રામ પેકેટ ના ૬૦ રૂ।.
તરત પાછી મૂકી દીધી. ઘરમાં બધા ના ખાય અને જો પડી રહે તો રૂ। પાણી માં જાય, વળી આ ઉંમરે મારે દસ દાણાં સીંગ ખાવી ને ક્યાં ઝંઝ્ટ કરવી, ઘરમાં સાચવી પડે, નહિતર કોઇના ખાય તો ફેકી દેવી પડે.
સાંભળ્યું ના સાંભળ્યું, ને પાછો હું સૂઇ ગયો. પણ તેના વાક્યો યાદ રહી ગયાં. પાછો સોમવાર આવી ગયો, અને એ જ ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ મારું રૂટિન ચાલુ થઇ ગયું, ને ઓફિસ જવા નીકળ્યો, આખો દિવસ કામમાં વ્યસ્તતા ને લીધે ખૂબ થાક લાગ્યો હતો. આમ તો દરરોજ બસમાં ઘરે જતો, પણ આજે રીક્ષા કરી થયું થોડા વહેલાં ઘરે પહોચી બાળકો સાથે થોડો વાર્તાલાપ થશૅ. મહિનામાં પ થી ૬ વખત રીક્ષા સવારી માં આનંદ આવતો. રીક્ષામાંથી ટેવ મુજબ બહાર ના ર્દશ્યો જોતા આજુબાજુ નજર કરતો. નવા ચહેરા, દુકાનો ના પાટિયા, નવા નવા હોડીંગ્સ.. વગેરે આ બધું જોવું ગમતું મને. વિચારતો રહેતો, દુનિયા ઘણી બદલાતી જાય છે દરરોજ. સમય પાણી ના વહાવ ની માફક ઘણો જલ્દી વહી રહ્યો છે. સમયે દોટ મૂકી છે. જીવન ચક્ર જલ્દી ફરી રહ્યું છે. રીક્ષા ની બહારના ર્દશ્યો બદલાતા રહે છે. અને એકદમ નજર પડે છે. સીંગ, ચણાં અને સાક્ક્રીયા.. ની લારી. ત્યાં કાલ નો પત્ની નો બબળાટ યાદ આવે છે. અને એ પણ યાદ રહી ગયું છે કે તેને તો ફક્ત ૧૦ દાણાં સીંગ ખાવી હતી, ૫૦ કે ૧૦૦ ગ્રામ સીંગ ખાવાની ઉમર તો ક્યાર ની વહી ગઇ. પણ સીંગ તો લઇ જવી છે
પત્ની માટે. રીક્ષાવાળા ભાઇને કહ્યું « જરા બે મિનિટ પેલી સીંગ ની લારી નજીક ઊભી રાખોને« ને રીક્ષાવાળા એ બ્રેક મારી એટલે રીક્ષા ઊભી રહી ગઇ. મેં સીંગ- ચણાં વાળા ભાઇને કહ્યું » ભાઇ જરા દસ દાણાં સીંગ આપશો- કેટ્લા રૂ। આપું». લારીવાળા એ તરત્ ક છાપાના ના કાગળમાં એક મુઠ્ઠો સીંગ નું પડીકું વાળી આપ્યું. તે ચાલવા લાગ્યો. મે બૂમ મારી « આ સીંગ ના ૧૦ રૂ। લઇ લો ». તે હસવા માંડ્યો અને બોલ્યો « શું સાહેબ તમે ? આટલી સીંગ ના રૂ। થોડા લેવાય તમ તમારે ખાઓ પ્રેમથી « તેના મોઠા પરનું હાસ્ય જોઇ હું મનોમન બબડ્યો « માણસમાં માનવતાં હજુ જીવે છે.