Kerla : Poorni kahaani 2018 in Gujarati Motivational Stories by Kevin Changani books and stories PDF | કેરલા : પૂરની કહાની-2018

Featured Books
Categories
Share

કેરલા : પૂરની કહાની-2018

કેરલા : પૂરની કહાની-2018


ભારત દુનિયામાં સોથી યુવાન દેશ છે. આથી દેશની યુવા શક્તિને ઓછી આંકી શકાય નહીં. હા, મને ખબર છે કે એક સમય એવો પણ આવશે કે જયારે ભારત દુનિયાનો સોથી વૃદ્ધ દેશ પણ ગણાશે. દરેક દેશમાં યુવા શક્તિ ખૂબ મહત્વની છે. જ્યારે – જયારે દેશની યુવા શક્તિ પર આંચ આવી છે, ત્યારે તેને સાબિત કરી બતાવયું છે, કે हम भी देश की सेवा के लिये जीते हे ,ओर हम भी किसी से कम नही એવો જ એક દાખલો હું તમારી સમક્ષ મૂકીને આપના આ વિષયની શરૂઆત કરવા માંગુ છું.


જયારે કેરલા માં પૂર આવ્યું ત્યારે એક ભયાનક પરિસ્થિતી હતી. તેનાથી આપણે બધા પરીચીત છીએ. આમ તો કેરલા એક કુદરતની ભેટ કેવાય કારણકે ત્યાં કુદરતી સોન્દર્ય અને કુદરતના બદલાતા રૂપો ધણા જોવા મળે છે. એવું કહેવાતું કે કેરલાના યુવાનો ખૂબ આળશુ અને તેની જાત-જાતની વાતો કરવામાં આવતી પરંતુ આ યુવાનો એ તમામ વાતોને ખોટી સાબિત કરી બતાવી. એમાં પહેલી સાબિતી એ છે કે જો કેરલાના યુવાનો આળશુ હોય તો કેરલા સાક્ષરતા દરમાં પહેલા નંબર પર ન આવે. બીજી વાત એટલે આપની વાતનો મુખ્ય વિષય જયારે કેરલામાં પૂર આવ્યું ત્યારે કેરલાના યુવાનો ઘરે-ઘરે જઈને મદદ પહોચાડી ગયા હતા. પૂર જયારે ચાલ્યું ગયું ત્યારે યુવાનો ઘરે –ઘરે જઈને પૂછતા હતા કે કોઈ વ્યક્તિને મદદ ની જરૂર તો નથી ને. સુરતમાં પૂર આવયું હતું એટલે એ પરિસ્થિતીથી આપણે પરિચિત છીએ. કે પૂર ચાલ્યું જાય પછી કેટલો કાદવ – કીચડ જોવા મળે છે. એ કેરલાના યુવાનો તેવા કાદવ-કીચડમાં ગયા કે જ્યાં વીંછી કે સાપ નો ખતરો રહે છે અને તે જગ્યાને સુરક્ષિત બનાવી. સોપ્રથમ તો યુવાનોએ વધારે સમય બરબાદ ન કરતાં સંગઠન બનાવયુ , જુદી-જુદી કમિટી બનાવી. અને લોકો સુધી પહોંચ્યા. તેમજ પ્રાણિઓ કે જે બચી ગયા હોય તેને યોગ્ય સારવાર આપી. લોકોની ઘરવખરી પૂરમાં વહી ગઇ હતી. તેથી લોકો માનસિક તાણ માં હતા તે લોકોનો માનસિક તાણ દૂર કરયો. ઘરે-ઘરે જઈને ફૂડ પેકેટ આપ્યા. તેમજ સમય-સર જીવન જરૂરી ચીજ-વસ્તુયઓ પહોચાડી આમાં યુવાનોની કામગીરીને એટલા માટે બિરદાવામાં આવી કારણકે જે કામ સરકાર ના કરી શકી તે કામ આ યુવાનો એ કરયું હતું.


એવું પણ કહેવાય છે કે જો આ યુવાનો એ મદદ ન કરી હોત તો 1000 જેટલા લોકો મોતને ધાટ ઉતર્યા હોત. ત્યાના યુવાનો કહેતા હતા કે એક મહિના થી પણ વધારે સમય લાગશે ત્યાં સાફ-સફાઈ માટે એક મહિના બાદ લોકો રહી શકે તેવું ઘર થશે. ત્યાના સ્થાનિકોમાં પણ જે લોકોને તરતા આવડતું હતું તે લોકોએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા. ત્યાં ધણી બધી કમિટી પણ હતી કે જે લોકોએ સંગઠન બનાવીને મદદ કરી હતી. જેમ કે, ભારતીય જનતા દળ, સેવા ભારતી વગેરે. ત્યાં કુલ 3000 માછીમારો હાજર હતા. જેમાંથી 809 માછીમારોનો ઉપયોગ કરવામાં આવયો. અને તેને કુલ 20000 લોકોનો જીવ બચાવ્યો. જે એક સેવાનું કામ હતું. પરંતુ છતાં પણ 372 લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એવું ન હતું કે સરકાર મદદ માટે ન હોતી પહોચી પણ ત્રણેય સેનાના જવાનો ત્યાં મદદ માટે પહોચી ગયા હતા. પણ પ્રોબ્લેમ એ હતો કે સેનાના જવાનો એ ત્યાના રસ્તા જોયા નથી. તેથી ત્યાંના કાયમી માછીમારો એ પરિસ્થિતિથી પરિચિત હતા. તેને ટેનીગ પણ આપવામાં આવી હતી અને તેઓએ તમામ વિસ્તારના નકશા પણ જોયા હતા. એટલે કહ્યું છે કે જે કામ સરકાર કે આર્મી નો કરી શકી તે કામ આ માછીમારો એ કરી બતાવયું. તેના આ કામ ને ધ્યાન માં લઈને કેરલા સરકારે માછીમારોની એક આર્મી બનાવવાનું નક્કી કરાયું જેથી તેના આ ટેલેન્ટનો ઉપયોગ સમગ્ર દેશ કરી શકે. મહત્વની વાત એ હતી કે સમગ્ર દેશની તમામ રાજકીય પાર્ટી કોઈ પણ જાતની રાજનીતિ કર્યા સિવાય કે કોઈ પણ જાત ના પોસ્ટર કે પ્રચાર કરયા સિવાય આ સેવાના કાર્યમાં ભાગ લીધો હતો.

આ ધટના માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ એક unityની પણ મિસાલ આપે છે.કે જે ધર્મ, જાતિ, રહેણીકરણીને ભૂલીને એક થવાનું શીખવે છે. ખરેખર આજ india છે. રાજનીતિ તેના સ્થાને અને લોકરક્ષણ તેના સ્થાને.


આટલું જ નહિ આપની આર્મી એ હેલીકોપ્ટર દ્વારા ઘરે-ઘરે જઈને ફૂડ પહોચાડ્યું હતું. સમગ્ર ભારતમાથી જે food આવ્યું હતું તેને એક મોટા હૉલમાં એકઠુ કરવામાં આવયું હતું.અને ત્યાથી ઘરે-ઘરે જઈને કાદવ હોય કે કીચડ પણ જમવાનું પહોચાડ્યું હતું.


આ પૂરમાં આટલી મોટી જાન-હાનિ થવાના ધણા બધા કારણ સામે આવયા છે. જેમાથી તંત્ર પહેલેથી જ એલર્ટ ના હતું . સામાન્ય રીતે જ્યારે વધુ વરસાદ પડે ત્યારે અગાઉથી જ ડેમના પાટિયા ખુલ્લા મૂકી દેવામાં આવે છે. પણ કેરલા સરકારે સંપૂણ ડેમ ભરાય ગયા બાદ ડેમના પાટિયા ખોલયા હતા. સોપ્રથમ તેને 40 ડેમના પાટિયા ખુલ્લા મુકાયા ત્યાર બાદ બાકીના ડેમ ખોલી દેવામાં આવ્યા એમ કુલ 85 ડેમ કેરલામાં છે અને 85 ડેમ ના પાટિયા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ ધટના 29 માર્ચ થી 1 જૂન ની વચ્ચે બની હતી. છેલ્લે 1992 માં ડેમ ના પાટિયા ખોલવામાં આવ્યા હતા. આમ વાત તો મારે સંપૂર્ણ યુવા શક્તિની જ કરવી હતી પરંતુ યાદ આવ્યું એટલે સંપૂર્ણ ધટનાનું વર્ણન કરી નાખયું.
- Kevinkumar changani