collage kal no prem.. in Gujarati Love Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | કોલેજ કાળનો પ્રેમ..

Featured Books
Categories
Share

કોલેજ કાળનો પ્રેમ..

જાગૃતિ એક સુખી પરિવારમાં ઉછરેલી છોકરી છે.. 12th કોમર્સ પૂર્ણ કરી તે કોલેજમાં પ્રવેશ મેળવે છે. જાગૃતિ સુખી પરિવારની હોવા છતાંય એને ફેશન વગેરે કરતા વાંચવામાં બહુ રસ હોય છે. એને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તે વાંચવા બેસી જતી... પછી ભલે ઘરે હોય , કોલેજમાં હોય કે બસમાં હોય.... પુસ્તકો હંમેશા એની સાથે જ રહેતા.

વાંચવાની શોખીન જાગૃતિ દરરોજ કોલેજની લાયબ્રેરીમાં વાંચવા તેમજ પુસ્તકો લેવા માટે જાય છે. ત્યાં તેની મુલાકાત અનંત નામના છોકરા સાથે થાય છે.
અનંતને પણ વાંચવામાં ખુબ રસ હોય છે... તે એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછરેલો છોકરો છે.. તે પણ ગામડેથી 12th કોમર્સ પૂર્ણ કરી કોલેજ માટે શહેરમાં આવે છે..

એક દિવસ અનંત પન્નાલાલ પટેલની "માનવીની ભવાઈ" બુક વાંચતો હોય છે. ત્યારે જાગૃતિ પણ સામેના ટેબલ પર વાંચતી હોય છે.

અનંતના હાથમાં આ બુક જોઈને જાગૃતિ અનંત પાસે આવે છે.. અને અનંતને કહે છે.

" અનંત.. આ બુકના વખાણ મેં બહુ સાંભળ્યા છે.. મેં અત્યાર સુધી ઘણી બધી બુકો વાંચી છે પણબુક વાંચવાની બાકી છે..

ત્યારે અનંત હસીને કહે છે... " અરે એમાં શું મોટી વાત છે.. આજે હું આ બુક વાંચી લઉં કાલે તમે વાંચજો..

એક દિવસ પછી અનંત "માનવીની ભવાઈ" પુસ્તક જાગૃતિનો વાંચવા માટે આપે છે. જાગૃતિ પુસ્તક લઈ લે છે અને અનંતનો આભાર માને છે.
આમ જ અનંત અને જાગૃતિની મિત્રતા દિન-પ્રતિદિન વધતી જાય છે.બન્ને દરરોજ એકબીજા સાથે નવા-નવા વિષયો ઉપર ચર્ચા કરે છે.

પુસ્તકપ્રેમી જાગૃતિનું દિલ અલગ જ રીતે અનંત તરફ ખેંચાવા લાગ્યું હતુ.. આખો દિવસ તેનુ દિલ અને દિમાગ બન્ને અનંતના ખ્યાલમાં ડૂબેલું રહેતું.જ્યારે કૉલેજથી છુટીને ઘરે જતી ત્યારે વારંવાર અનંતનો હસમુખો ચહેરો તેની આંખો સમક્ષ ઉપસી આવતો.અનંતનો પરોપકારી સ્વભાવ અને એની વાતો કરવાની છટાએ જગૃતિનુ દિલ હરી લીધુ હતુ.

આજે કૉલેજમાં જાગૃતિ બ્લ્યુ પેન્ટ અને પિન્ક શર્ટ પહેરીને આવી હતી.. આખી કૉલેજના છોકરાઓ તો ઠીક પણ છોકરીઓ એની સુંદરતા સુંદરતાનાં વખાણ કરવા લાગી ગઇ હતી..ખુદ અનંત પણ દરરોજ સિમ્પલ ડ્રેસમાં આવતી જાગૃતિને આજે પેન્ટ શર્ટમાં જોઈને અચમ્બામાં મુકાઈ ગયો હતો..

અનંત લેક્ચર પત્યા પછી ગાર્ડનમાં એકાંતમાં એક બાંકડા ઉપર બેઠો હતો. ત્યારે અચાનક જગૃતિએ પાછળથી આવીને અનંતની આંખો પોતાના હાથ વડે દાબી દીધી.. કોઇક છોકરીના આમ અચાનક સ્પર્શથી અનંત ડઘાઈ ગયો.

"કોણ છે...' અનંતે પોતાને છોડાવવાની કોંશિસ કરતાં કહ્યુ.

"અરે.. પાગલ હુ છું...' જગૃતિએ હાથ હટાવતા કહ્યુ.

"ઓહ...આમ અચાનક મને બીવડાવી દીધો..' અનંત આંખો મસળતા બોલ્યો..

"પણ તું આજે આમ સાવ એકાંતમાં કેમ બેઠો છે..' જાગૃતિએ અનંતની બાજુમાં બેસતા કહયું.

"બસ...એમજ મને એકાંત બહુ ગમે છે.. ' અનંતે જાગૃતિ સામે જોતાં કહ્યુ..

"વાહ...મને પણ બહુ ગમે છે એકાંત..' જગૃતિએ અનંતની આંખમાં જોતાં કહ્યુ..

"અને...આજે તું આ બ્લ્યુ પેન્ટ અને પિન્ક શર્ટમાં ખૂબ સુંદર લાગે છે..હો..' અનંતે હસતાં-હસતા કહ્યુ..

"થેન્ક યું ડિયર...' જાગૃતિએ શરમાઈને નીચે જોતાં કહ્યુ..

"આજે આમ મોર્ડન બનીને આવવાનું કોઈ ખાસ કારણ..' અનંતે જાગૃતિ સામે જોતા કહ્યુ..

"આજે મારે તને કંઇક કહેવું છે...' જગૃતિએ અનંતની આંખમાં આંખ નાખીને કહ્યુ..

"આજે...કાંઈક અલગ લાગે છે તુ...બોલ શુ કહેવું છે તારે..' અનંતે ધીમેથી હસતા હસતા કહ્યુ..

"જો અનંત માણસ એક એવું પ્રાણી છે..જેનાં દિલમાં અનેક લાગણીઓનો ધોધ વહે છે.. ક્યારેક એનાં જીવનમાં કોઈ એક એવી વ્યક્તિ પ્રવેશ કરી જાય છે કે આપણુ સમગ્ર તન અને મન એનાં વિચારોમાં ડુબેલું રહે છે..' જગૃતિએ અનંતની આંખમાં જોતાં કહ્યુ..

"હા... એ વાત તો.. રાઈટ છે..' અનંતે કહ્યુ.

"મારા જીવનમાં એક એવાં વ્યક્તિનો પ્રવેશ થઈ ચુક્યો છે...' જગૃતિએ શરમાતા કહ્યુ.

"કોણ છે.. એ નસીબદાર... કહીશ મને..' અનંતે મીઠુ હસતા કહ્યુ..

"એ વ્યક્તિ સામે મારો પ્રેમ કબૂલવવામાં તું મદદ કરીશ મને...' જગૃતિએ શરમથી નીચું જોઇ જતા કહ્યુ..

"હા.. જરુર કરીશ મદદ..પણ પહેલા એનું નામ તો બતાવ મને..' અનંતે કહ્યુ..

"અનંત મારા દિલને હરનારો તું.. જ છો... મારા પ્રેમને કબુલ કરીશ..' આ કહેતાં કહેતાં જાગૃતિનાં ગાલ શરમથી લાલા થઈ ગયા.

અનંત ઉભો થયો અને જાગૃતિને ભેટી પડ્યો. બંનેને આવી રીતે ભેટતાં જોઈને...આજુબાજુનું વાતાવરણ પણ પ્રણયમય બની ગયુ હતુ..બંને કાંઈ જ બોલી ના શક્યા બસ વહેતા રહ્યાં અવિરત પણે પ્રેમરૂપી હર્ષનાં આંસુઓ..