સાંજનો આશરે ૭:૩૦ વાગેનો સમય
નાનકડા શહેરોમાં ટ્રાફિક હવે આ સમયની આસપાસ ઘટવા લાગે છે .
એમાં હજી ચોમાસુ પૂરું ઉતરિયું નથી. વરસેલી વાદળીના ટીપાની ભાતવાળી ચાદર સાક્ષી પૂરતું હતું કે થોડી વાર પેલા અહીં ઝાપટું પડ્યું હશે.
સ્ટ્રીટલાઈટએ પોતાની ડીમ રહેવાની પ્રકૃતિ જાળવી રાખી જેનો એક ફાયદો એમ થયો કે વરસાદી ઉડાઉડ કરતા જીવડાંઓ એ તેની મહેમાનગતિ ઓછી માણી છે. જેનો ફાયદો મને મળ્યો અને હું ત્યાં આછા અજવાળે ઉભી રહી ગઈ.
" અરે, ઓ ભાઈ સંભાળીને. " - મને મારા આજના વક્તાનો અવાજ સંભળાયો.
" જોજે, આગળ ખાડો છે. "
" ભાઈ , આટલી ઉતાવળે ક્યાં ચાલ્યા? "
" આવો આવો , કેમ છો? હા મારુ જ નામ ગોવિંદસિંહ માર્ગ. તમને મળીને આનંદ થયો. આજે ઘણા વર્ષે પાછું કોઈ મને સાંભળવા આવ્યું છે."
" અરે અરે ઓ ગાડી વાળા ભાઈ અહીં પાર્કિંગ નથી. " - રસ્તાએ અવાજ મોટો કર્યો.
" શું કીધું? આ બધું શું કહું છું એમ ? હું વાહનચાલકો તરફ મારી ફરજ નિષ્ઠાપૂર્વક પુરી કરી રહ્યો છું. હા મને ખબર કે તેઓ મને સાંભળીને પણ નથી સાંભળી શકતા , માનવી આજે પોતાને સાંભળવાનું બંધ કરી દીધું છે તેઓ બીજાને નહી સાંભળી શકે. " - રસ્તો જાણે ઊંડા વિચારોમાં હોય તે રીતે જવાબમાં બોલ્યો.
" આવો આગળ બાંકડા પર બેસો " - પોતાના કાળજી ભર્યા સ્વભાવનો પરિચય આપતા કહ્યું.
આગળ રસ્તાએ પોતાની વ્યસ્તતા ભરેલ સાંજમાંથી સમય કાઢીને મને વ્યથા, સુવિધા, સાહસ, અને ચેષ્ટાથી ભરેલી પોતાની આત્મકથા ગળગળા તો ક્યારેક ગંભીર , જોશવાળી તો ક્યારેક લાચાર સ્વરમાં સંભળાવી..
જે કંઈક આ પ્રમાણે છે...
***********
" હું પર્યટક માટે હરિધામ મંદિરનો મુખ્ય માર્ગ અને અહીં ગામવાળા માટે મોટા ચોક વાળો રસ્તો , હા વળી રસિયાઓ મને પ્રખ્યાત રામભાઈની દાબેલીવાળો માર્ગ કહે છે, વળી આપણી કુમાર- કન્યા શાળા પણ મારા ત્યાં એટલે ભૂલકાઓ માટે શાળાનો રસ્તો, આમ મારુ સાચું નામ ગુરુગોવિંદસિંહ માર્ગ. સામે નવી ગુરુદ્વારા બની ત્યારે મને નવું નામ મળ્યું, અંત્યત ખુશીનો દિવસ...
એ દિવસને તમારું ગુગલ મારો જન્મ દિવસ ગણે છે.
મારા જન્મને આશરે 45 વર્ષ થયા હશે. હમણાં જ્યાં નંદનવન સોસાયટી આવીને ત્યાં પહેલા શાકમાર્કેટ ભરાતુ, એતો ખાલી નામથી બાકી નાનો મેળો જોઈ લો ને, સાંજ પડે ને ભીડ જામે, એ માર્કેટને લીધે જ જાણે હું બન્યો. પહેલા અહીં મેદાન હતું અને તેમાંથી પસાર થઈને બીજા છેડેથી લોકો માર્કેટ આવતા. આમ હું પગદંડી બન્યો અને વર્ષો સુધી કાયમ રહ્યો. આજે પણ મને ત્યાં એ મેળાના ચિત્રો આભાસ થાય છે.
મેં પગદંડી સ્વરુપે ઘણી દિવાળી જોઈ છે. તહેવારોમાં છેક મને અડીને હાટડીઓ લાગતી હતી ત્યારે અભિમાન થઈ આવે તેવુ માન મને મળતુ હતુ. પરંતુ જ્યા વિશ્વામિત્રનુ અભિમાન ન ટકી રહે ત્યા મારી શું વિશાત, વર્ષાઋત માં વર્ષારાની મેદાનને સાગર બનાવે ત્યારે હું તેમાં જળસમાધિ પ્રાપ્ત કરતો હતો. મારુ અભિમાન પણ ત્યારે સમાધિ લઈ લેતુ હતુ. એક દિવસ અમુક યુવાન સમુહએ મારી પર ચોરસ પથ્થર મુક્યા જેથી ચોમાસાના ચાર મહિના લોકો તેના સહારે આવનજાવન કરી શકે, તે સમયે જાણે હું યુવાન થઈ ગયો હતો. હું શ્રી રામસેતુ તો ન હતો પરંતુ મારી હૃદયમાં પ્રસન્નતા તેનાથી ઓછી પણ ન હતી.
મારા પથ્થરિયા રસ્તાનાં ધારદાર પથ્થર ઘણાને નુક્સાન પહોંચાડતા હતા. હું તેઓની વેદના સમજતો હતો. નાના ભૂલકાઓને તેમની માતાઓ મારો સ્પર્શ થવા ન દેતી, હું નાનાં નાનાં કોમળ પગલાઓના સ્પર્શથી વંચિત રહી જતો, પરંતુ માતાનાં પ્રેમના દર્શનનો અવસર જોઈ હર્ષ થતો હતો. એવા સમયમાં એક ભલા માણસે મારા પર રેતી પથરાવી અને હુું તેમનો રુણિ બની ગયો હતો. હવે નાના દિકરી દિકરા મારા પર દોડતા, ચાલકો ઝડપ વધી હતી, હવે અમુક સાઈકલ લઈને પણ દોડતા થયા હતા. હું જાણે પહેલી નોકરી મળી હોય તેમ નિષ્ઠાવાન બની ગયો હતો. મારી જવાબદારી વધી રહી હતી.
નજીકના વિસ્તારોમાં વસ્તી વધી રહી હતી. મને મારુ ભવિષ્ય દેખાઇ રહ્યું હતુ. મને યાદ છે પહેલા સવારે મુહૂર્તમાં એક પંડિત કોઇ વાસણ વગાડ્તા અહિથી પસાર થતા હતા. સવારે સવારે તેઓની ચરણ વંદનાંથી મારા કામની શરુઆત થતી હતી. શાળા પણ એ સમયગાળામા બની હતી. હસતા રોતા - ઝગડતા બાળકો અહિથી પસાર થવા લાગ્યા. ઠંડીમા નજીક ઝુપડપટ્ટી લાગતી. જાણે મારુ મનોરંજન થતુ હતુ. હુ પણ તેઓની સાથે અવિભાજ્ય અંગ બની ને રહેતો હતો. બધુ સારું ચાલતુ હતુ.
પરતું પરીવર્તન જીવન નો નિયમ વાળી પંક્તિ સિધ્ધ કરવાના હેતુથી જાણે ઉથલપાથલ મચી ગઈ. કોઇ ઉપરી અધિકારીના આગમનની વ્યવસ્થા ટાણે થતી ઉપરી સાફસફાઈ માં ઝુપડપટ્ટી નઝૅર-દોષ થઈ ગઈ હતી. કહે છે એક જ ઘટના દરેક માટે અલગ અલગ પરિણામ લાવે છે તેમ મારા માટે સારા સમાચાર લઈને સરકારી મજુરો આવ્યા. હું ખરેખરો રસ્તો બનવા જઇ રહયો હતો. હુ સરકારી ચોપડે ચડયો હતો. ત્યારબાદ અહિ રહેઠાણની ગણતરી પણ વધી હતી. અફસોસ તેનુ બલિદાન મેદાનમાં રમતા મારા રમતવીરોએ આપ્યું હતુ. હુ નિર્માણ પામી રહ્યો હતો પરંતુ મારા સાથીદારો દુર થઈ રહ્યા હતા. જીવનમા પ્રગતિના પંથે આગળ વધતાં ઘણા બંધુઓ પાછળ છુટી જાય છે. પરંતું મને આગળના માર્ગ સાથે જોડયો ત્યારે જાણે મને ખરેખરો પરિવાર મળી ગયો હતો. ઠીક ઠીક દુકાનો બની જતા શાક માર્કેટ મંદીનુ શિકાર થઈ રહ્યું હતુ.
હું હવે પાકો રોડ બન્યો. વાહનો પણ વધ્યાં, હુ હવે ઘણી વાર રાતે પણ કામ કરવા લાગ્યો. હવે મારા છેડે રોજ દુધ નો ટેમ્પો આવતો થયો એટલે સવારથી જ આવનજાવન વધતી રહી. પછી તો પળવારનો ય આરમ ન મળે, નોકરીવાળા અને વેપારીઓ ફરતા થઈ જાય ને છેક સાંજે હું એમના થાકેલા ચહેરા ફરી નિહાળી શક્તો હતો. ગૃહિણીઓની વાતોની રમઝટમા હુ રોજ ખોવાઈ જતો હતો. પાનનો ગ્લ્લો નવો નવો લાગ્યો હતો. અમુક સમય બાદ માર્કેટની જગ્યાએ સોસાયટી આવી ત્યારે મારુ સમારકામ થયુ હતુ.મને રંગ અને લાઈટ થી સજવાયો. હવે ક્યારેક ક્યારેક પોલીસવાળા ઍ ઉભા રહતા અને હું તમને સેલ્યુટ કરવાનો અવસર પામતો હતો. અહિ હું દરેક ભૌતિક દ્રષ્યના બદ્લાવનો એક સાક્ષી છુ.
અહી વસ્તા લોકો માટે પણ એજ ભાવના મનમાં અકિત છે. મેં નાના બાળકો ને શાળાઍથી છેક ઓફિસ જતા જોયા, તો કેટલીય દિકરીઓની ડોલી અહિથી પસાર થઈ. પરિચિતની નનામીમા જોડાયો તો પ્રથમ પા પા પગલી ભરતા બાળકોની કીલકારીથી પ્રફુલિત થયો છું. કેટલીય પ્રેમ કથાનો સાક્ષી રહિયો, તો નવા નવા દંપતી બનેલાની મુંઝવણ ભરેલી વાતોમા રસ લીધો છે. દુર્ઘટના હોય કે કુદરતી આફત દરેકમાં સાથે ઉભો રહ્યો છું. ગણેશ ચતુર્થી અને વરઘોડાની મોજ, નવરાત્રિમા બધા સાથે મોડા સુધી જાગવું, રાષ્ટ્રીય પર્વની રેલી, પદ યાત્રાળુઓ નો નિવાસ ને જણે કેટલુ બધુ, દરેકમા આનંદ અને ફરજ છે.
હવે હું સંપુર્ણ પણે જાહેર માર્ગ છુ. મારી તપશ્યા ફળી છે. વર્ષોની ફરજનુ પરિણામ સ્વરૂપ મને નામ મળ્યું અને મંત્રીશ્રીનાં વર હસ્તે મને સન્માન મળ્યું છે. હવે લોકોને રોજ સમય સાથે સંધર્ષ કર્તા જોવું છુ. દરેકને ઉતાવળ છે. હવે મારી સાથે સમય પસાર કરવાનો સમય નથી. તેઓને પરિવારની ચિંતા નથી. હું આ લોકો મારો ધીરજનો ગુણ આપવા માંગુ છુ. મારા નિયમ તેમની સેફટી માટે જ તો છે. તેમ છતાં નિયમનુ કોઈ પાલન નથી. હું જ્યારે વાહનચાલકોની બેદરકારીથી તેઓની પીડાનુ કારણ બનું છું ત્યારે એટલી જ પીડા મને પણ થાય છે."
************
અચાનક મોટો અવાજ થયો.
" ભુલ તારી હતી તુ રોંગ સાઈડ છે."
" તમે વધુ સ્પીડમા હતા."
" અરે 108 પર ફોન કરો કોઇ પહેલા. "
જોર જોર થી અવાજો આવતા હું દોડીને ઘટના સ્થળે જઈ પોહચી. ત્યા એક બેન નીચે બેસીને દર્દથી કણસતા હતા.
મને રસ્તા ફરિએ શબ્દ સંભળાયા- " હુ જ્યારે વાહનચાલકોની બેદરકારીથી તેઓની પીડાનુ કારણ બનું છું ત્યારે એટલી જ પીડા મને પણ થાય છે. "- રસ્તો .....