*લાગણીઓ છેતરાઈ*. વાર્તા... ૧૫-૧-૨૦૨૦
એકાંતને બેસાડીને ટેરવે , મેં સમયને ગણી લીધો ,
જિંદગીએ નવો પાઠ ભણાવ્યો, મેં હર્ષ ભેર ભણી લીધો.
મારી સમજાતી નથી લાગણીઓ કોઈને..
બીજા ભાગમાં વાંચો મોસમી ની વાત....
આજે કશીશ ને સ્કૂલ માં રજા હોવાથી એ એનાં નાનાં આવી ને લઈ ગયા હતાં તો ત્યાં હતી... કશીશ નવ વર્ષની હતી એ બધું સમજતી હતી હવે....
નહીંતર એને લેવા મૂકવા જવાનું પણ હોય..
ચા મૂકીને એ ત્રણેય ને આપીને... મોસમી એ એક રકાબી ચા પીધી...
પાછી સાંજના કામ ની તૈયારી કરવા લાગી...
સાસુ સસરા જલારામ મંદિરે દર્શન કરવા ગયા અને નણંદ પોતાની એક વર્ષ ની દિકરી ને લઈને બગીચામાં જઈને આવું કહી નિકળી ગયા...
સાંજના પાંચ વાગ્યા હતા મોસમી એ નિકુંજ ને ફોન કર્યો કે કેટલાં વાગ્યે ઘરે આવશો અને શું જમશો???
નિકુંજે ફોન ઉપાડયો ને કંટાળાજનક રીતે કહ્યું બોલ શું કામ છે???
મોસમી ગળગળા અવાજે કહ્યું કે તમે તો ફોન પણ ના કર્યો હું રાહ જોતી હતી...
નિકુંજ કહે એમાં શું ફોન કરવાનો તારે રોજનું છે કે તારા મમ્મી પપ્પા આમ બોલ્યા ને તેમ બોલ્યા ...
હું કંઈ નવરો થોડો છું... મારે અહીં કેટલા ટેન્શન હોય....
મેં તને કેટલી વખત કહ્યું છે કે હું મારા માતા પિતાને છોડીને જુદા રહેવા નહીં આવું... તને એ લોકો બોલતા હોય એ ના સંભળાય તો ઉપર રૂમમાં જઈને બારણું વાસી દે...
હું એમને કશું કહી શકીશ નહીં...
અને હું રાત્રે બાર વાગ્યે આવીશ... મારી જમવામાં રાહ ના જોઈશ...
મોસમી કહે મેં ક્યાં જુદા રહેવાની વાત કરી???
પણ મારી ભાવનાઓ તો સમજે...
મારા મા બાપ નાં સંસ્કાર એવાં નથી કે હું જુદા રહેવા નું કહું ... હું તો ખાલી એટલું જ કહું છું મારી કદર ના કરે તો કંઈ નહીં પણ મારી લાગણીઓ તો સમજે...
મોસમી એ રડતાં રડતાં ફોન મુક્યો....
આવાં રોજ નાં કકળાટ અને મહેણાંટોણાથી પરેશાન મોસમી...
ના કોઈ આધાર કે ના કોઈ નો સાથ સહકાર કે દિલની વાત કરવા માટે કોઈ સહારો....
આમ ધીમે ધીમે એકલતા ને લાગણીઓ ઘવાતાં એ ડિપ્રેશન માં જતી રહી....
મોસમી શાક સમારતા સમરતા વિચારી રહી કે આખાં વર્ષ માં ઉનાળાના વેકેશનમાં પિયર બે રાત રેહવા જવું છું... શું નાતની છોકરી હોત તો આ બધું સહન કરત???
આજે લગ્ન ને તેર વર્ષ આ ઘરમાં આપ્યા પછી એ હજુ નાતની છોકરી નાં મેહણા મારે છે....
બે મહિના માં એક વખત બપોરે પરવારી ને રવિવારે મારાં મા બાપ ને મળવા જવું તો પણ આ લોકો ના ચાર વાગ્યે ચા ના ટાઈમે હાજર થઈ જવું છું...
આટલું કરવા છતાં ય કોઈ ને મારી લાગણીઓ સમજાતી કેમ નથી...
પરણીને આવી છું ત્યારથી કોઈ એક નાનું સરખું પણ કામ કરતાં નથી....
બજારમાં થી શાક, કરિયાણું પણ મારે જ લાવવાનું અને પાછું...
રૂપિયા રૂપિયા નો હિસાબ લેવાનો...
એ તો ઠીક પણ જેનાં ભરોસે હું આવી એ નિકુંજ પણ હમણાં થી બદલાઈ ગયાં છે મારી લાગણીઓ છેતરાઈ ગઈ...
હું કોને સમજાવું આ મારી લાગણીઓ...
મા બાપ ને તો કહી શકાય નહીં...
છતાંય મમ્મી ઘણી વખત પૂછપરછ કરે છે...
પણ એમને શા માટે દુઃખી કરું..
આમ મોસમી એકલી અટૂલી લાગણીઓ માં ફસાઈ ને જીવી રહી... મારી આ લાગણીઓ કોઈને નથી સમજાતી ...
હવે કાલે જ ઉતરાયણ આવે છે... શું ખુશી મનાવું...
આ સતય ઘટના ટુંકમાં વર્ણવી છે...
મારા ગુરુ અનસૂયા મા ને ત્યાં મોસમી ને લાવ્યા પછી આજે એ ખુશ રહે છે અને ઘરે બેઠા રેડીમેડ કપડાં નું પણ કામકાજ કરે છે....
સંપૂર્ણ...
આપનાં અમૂલ્ય પ્રતિભાવ આપશોજી... આપનો સાથ સહકાર એ જ મારુ લખવાનું બળ છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....