Digvijayi kavitao in Gujarati Poems by Rudrarajsinh books and stories PDF | દિગ્વિજયી કવિતાઓ

Featured Books
Categories
Share

દિગ્વિજયી કવિતાઓ


નમસ્કાર મિત્રો,

હું ઘણા સમયથી કવિતા,શાયરી અને નીતિ વિષયક વાક્યો મારા બુકમાં લખતો હતો. મે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી પરંતુ લખવાનું શરૂ કર્યું ન હતું અને એવામાં ભારત લૉકડાઉન થતાં સમય મળતાં મે લખવાની શરૂઆત કરી.


મિત્રો, મારું આ પ્રથમ પુસ્તક હોવાથી ઘણું ધ્યાન રાખીને કવિતાની રચના કરી છે છતાં ઘણી ક્ષતીઓ અને ત્રુટીઓ રહી ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે.. આવી ભૂલો હોય તો મને જણાવી તેને સુધારો કરી ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ.

નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અમે સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ થશે.જેથી મારી આ રચના વાંચી તમારા કીમતી પ્રતિભાવો આપવા માટે આપને મારી નમ્ર વિનંતી છે..


✍️ રુદ્ર રાજ સિંહ



~~~~~~~~~~ લોકડાઉન ના કર ~~~~~~~~~~

મારી લાગણીઓને આમ તું,
લોકડાઉન ના કર.............

મારી વ્યથાઓનું આમ તું,
લોકડાઉન ના કર............

મારા તુજ પ્રત્યેના પ્રેમને તું,
લોકડાઉન ના કર............

મારા આંસુઓને આમ તું,
લોકડાઉન ના કર............

મને આવતી તારી યાદોને તું,
લોકડાઉન ના કર.............

મને આવતા તુજ સપનાને તું,
લોકડાઉન ના કર.............



====================================

~~~~~~~~~ ના રોગ તને લાગ્યો છે~~~~~~~~~

ના રોગ તને લાગ્યો છે,
ના ચાળો મને થયો છે.

રોગચાળાના સમયમાં ,
નથી માળો મુજ હૃદયમાં.

પામવું છે તારે પરમસુખ ,
નથી એ રસ્તામાં અમસ્તું.

પરમસુખ જોઈએ છે તારે,
ને રાત માં પામવું છે તારે?

મનુષ્ય છે કે ખુદ ભગવાન?
રાતમાં થાવું તારે ભગવાન?


====================================

~~~~~~~~ કરી લે તું નફરત ઓ પ્રિયે ~~~~~~~~

કરી લે તું નફરત ઓ પ્રિયે,
નહીંતો ખુદા પણ શું કરશે?

નસીબમાં નથી હું તારા,
તો હવે ખુદા પણ શું કરશે?

જો રહી હજી તું સાથે મારા,
તો એમાં ખુદા પણ શું કરશે?

રહી જશે સપના અધૂરા,
તો એમાં ખુદા પણ શું કરશે?



====================================


~~~~~~~~ પછતાઇને શું ફાયદો? ~~~~~~~~

ન કરવાનું સઘળું કામ,
તમે આજે કરી બેઠા..

પ્રેમમાં આજે તમે જ,
પગલું ભરી બેઠા છો..

ના થવાનું થઈ ગયું છે,
પછતાઈ ને શું ફાયદો?..

થવાનું હતું એજ થયું,
ભગવાન ને ગમ્યું ખરું..

નથી હવે કોઈપણ વેશ,
પછતાઇને શું ફાયદો?




====================================

~~~~~~~~~~~~~ મૂલ્ય ~~~~~~~~~~~~~

પ્રેમનું મારે મન મૂલ્ય.
નફરતનું એટલુંજ અવમૂલ્ય.

આત્મસન્માન નું મૂલ્ય.
ગુસ્સાનું એટલુંજ અવમૂલ્ય.

તુજ સંગ નું મૂલ્ય.
તુજ વિણ મારું અવમૂલ્ય.



====================================

~~~~~~~~~~~~~ મૂલ્ય ~~~~~~~~~~~~~

આંખોમાં મારી પાણી લાવીને,
પૂછો છો મને આંસુનું મૂલ્ય?

હસતો ચહેરો ઉદાસ બનાવી,
પૂછો છો મને હાસ્ય નું મૂલ્ય?

માનાવીમાંથી જોકર બનાવીને,
પૂછો છો મને જોકરનું મૂલ્ય?



====================================

~~~~~~~~~~~~ વિવિધ ~~~~~~~~~~~~~

વિવિધ હતા તારા રૂપ,
વિવિધ હતા તારા રંગ.

વિવિધ હતા તારા નેણ,
વિવિધ હતા તારા વેણ.

વિવિધ હતા તારા કેશ,
વિવિધ હતા તારા વેશ.

વિવિધ હતી તારી ચાલ,
વિવિધ હતી તારી કાલ.

વિવિધ હતી તારી યાદ,
વિવિધ હતી તારી વાત.

વિવિધ હતા તારા વચન,
વિવિધ હતા તારા કંચન.





====================================

~~~~~~~~~ આશ્ચર્ય એ વાતનું ~~~~~~~~~~

આશ્ચર્ય એ વાતનું,
તું હતી કદી પણ મ્હારી પોતાની!

આશ્ચર્ય એ વાતનું,
હતી કદી તારી મુજ પ્રત્યેની લાગણી!

આશ્ચર્ય એ વાતનું,
હતો તારો પ્રેમ મુજ પ્રત્યેનો કે મુજ વહેમ!

આશ્ચર્ય એ વાતનું,
આવી હતી નિજ દુનિયામાં આશાઓ લઈ કેમ!

આશ્ચર્ય એ વાતનું,
તારા ક્ષણીક પ્રેમનાં અમી છાંટણા નાખી ગઈ કેમ!

આશ્ચર્ય એ વાતનું,
આમ અચાનક કીધા વગર મૂકી ગઈ મને તું કેમ!

આશ્ચર્ય એ વાતનું,
આજદિન સુંધી તને કદી યાદ આવી નથી મારી કેમ!




====================================

~~~~~~~~~ આજે શહેર બન્યા ~~~~~~~~~~

આજે શહેર બન્યા જંગલ સમાં સુના,
ને જંગલ જેવા ગામ બન્યા સજીવન.

આ વાયરસ છે કે, ઈશ્વરની કૃપા કોઈ,
ઘરડા માં-બાપ સંગ બેઠો એનો સપૂત.

શહેર તણી લાલચ હતી પત્ની ની કદી,
બધું મૂકી દોડી આવ્યા તે ગામડા તણી.

હવે ગમશે,ફાવશે,ચાલશે - શીખી ગયા,
કુદરતે અહીં ભલ-ભલાનેય સીધાં કર્યા.

પહેલા માણસો ઈશ્વરથી જ ડરતા હતા,
આજે એજ માણસ વાયરસ થી ડરે છે.


====================================


~~~~~~~ વિશ્વ વિજયી થાવું છે મારે ~~~~~~~~

વિશ્વ વિજયી થાવું છે મારે,
બસ થોડા સમયની જરૂર છે મારે.

વિશ્વ વિજયી થાવું છે મારે,
આશાઓને અમર રાખવી છે મારે.

વિશ્વ વિજયી થાવું છે મારે,
સર્વના દિલમાં હવે વસી જવું છે મારે.

વિશ્વ વિજયી થાવું છે મારે,
સ્નેહના દરિયાને વહેતો મૂકવો છે મારે.

વિશ્વ વિજયી થાવું છે મારે,
સિકંદરથી આગળ નીકળવું છે મારે.

વિશ્વ વિજયી થાવું છે મારે,
વસુધૈવ કુટુમ્બકમ બનાવવું છે મારે.


::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

મારી આ રચના તમને પસંદ આવી કે નહિ. તે અંગે મને જણાવવાનું ચૂકશો નહિ અને આપના અમૂલ્ય પ્રતિભાવો તથા રેટિંગ આપવા વિનંતી છે...

THANK YOU SO MUCH......
..... RUDRARAJSINH


====================================