નમસ્તે મિત્રો,
મારું નામ Hiren Kathiriya,
આમ તો હું કોઈ પ્રોફેસનલ writer નથી કે Shayar નથી.
શરૂઆત મા matrubharti વિશે ખબર પડી ત્યારે Matrubharti સાથે કઈ પણ લખવાનાં નહીં પરંતુ કાંઈક નવું વાંચવાનાં ધ્યેય સાથે જોડાયો હતો, પરંતુ ધીમે ધીમે લખવા પ્રત્યે પણ રસ લાગવા લાગ્યો.
અને other જગ્યા એ થી પ્રાપ્ત થયેલી જે મને બવ ગમી હોય તેવી અંદાજે 8-10 કોઈક અજાણ્યા લેખકોની શાયરી નામ ન હોવાને કારણે નામ વગર જ મે અપલોડ કરેલી છે. પરંતુ ધીમે ધીમે કાગળ અને કલમ સાથે થોડો સંબંધ ઘાટો થયો અને મે શાયરીની દુનિયામાં પગ મૂક્યો અને લખવાની થોડી કોશિશ કરી અને હિન્દી And ગુજરાતી બંને ભાષામાં થોડી શાયરીઓ મે લખેલી છે જે ક્યારેક ક્યારેક હુ matrubharti ના bites section મા અપલોડ કરી રહ્યો છું બધાને ગમે એવી શ્રદ્ધા સાથે.
મારી શાયરીઓ વાંચી ને ઘણા લોકો એ મને મેસેજ કરીને પૂછ્યું પણ કે તમે કોઈના પ્રેમ મા છો? કે પછી તમારું દિલ કોઈએ તોડયું છે? કેમ કે મોટા ભાગના લોકો એવું માનતાં હોય અને સત્ય પણ છે કે પ્રેમીઓ અથવા તૂટેલા દિલ વાળા લોકો જ શાયરીઓ લખતા હોય છે. પરંતુ મને આ વાત લાગુ પડતી નથી અને આના જવાબ મા પણ મે એક શાયરી લખી હતી કે
" પ્રેમ વિશે લખું છું પ્રેમ મારી જીન્દગી નો હિસ્સો છે,
અત્યાર સુધી ક્યારેય પ્રેમ નથી થયો એજ હકીકત કિસ્સો છે."
પરંતુ આજે સૌ પ્રથમ વખત મે એકલતા વિશે કાંઈક લખવાનો પ્રયત્ન કરેલો છે જે આપની સમક્ષ રજૂ કરું છું,
*એકલો લાગુ છું*
આજે હજારો ની ભીડ વચ્ચે પણ હું એકલો લાગુ છું
કેમ આ રંગ બે રંગી માટી ની વચ્ચે હું જ વેકરો લાગુ છું
નથી આજે કોઈ મને પ્રશ્ન પૂછવા વાળુ
છતા પણ હું કેમ આજે જવાબ આપવા લાગુ છું
આરીશા ની સામે જઈને કેમ હું ખોટું હસવા લાગુ છું
શા માટે હું મને જ મારાથી શેતરવા માંગુ છું
શું આપણાં જ હતા પીઠ પાછળ વાર કરવા વાળા
કેમ આનો જવાબ હું શોધવા માગું છું
શું હતી મારી કોઈ ભૂલ?
આ જ પ્રશ્ન હું તને પૂછવા માગું છું
કેમ? નથી સમજ ગઝલ ની મને
છતા પણ હું ગઝલ લખવા માગું છું
હજારો ની વચ્ચે પણ હું એકલો લાગુ છું...
મને નથી મતલબ તારા સ્વભાવ થી
મને માત્ર તકલીફ છે તારા અભાવ થી
દુનિયા ની વચ્ચે ઉભો રહીશ એકલો
જો મારા ખભા ઉપર હાથ હશે તારો
જ્યારે એ હાથ હટી જશે તારો
તારા ખભા ઉપર ભાર હશે મારો
ગઝલ ની શરૂઆત તો કરી હતી મે પ્રેમ થી
કેમ આજે નફરત મા બદલતી જાય છે
કેમ મારી જીન્દગી પણ આજે..
રૂતુંઓ ની જેમ પલ્ટી ખાય છે
છું હું નાદાન.....
છતા લેખકો ની જેમ લખવા માંગુ છું
આજે હજારો ની વચ્ચે પણ હું એકલો લાગુ છું....
હતી હજારો ખ્વાહિશ જેને હું પૂરી કરવા માગું છું.
હું આજે કોઈ ની કબર નો શણગાર થવા માંગુ છું.
એક ગુલાબ નું ફૂલ મને રોજ કહેવા માંગે છે..
કેમ કાંટાઓની વચ્ચે પણ તુ મારી જેમ લાગે છે
નથી વિજેતા કોઈ રમત નો હું
છતા પણ એકલતાની મહેફિલ મા હું ટોચ પર આવું છું
આજે હજારો ની વચ્ચે હું એકલો લાગુ છું....
આભાર,
.....
.
.
.
....
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.