horror express - 1 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 1

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 1

(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)
હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......
ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ છે,કામ .......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી નીચે ઉતરતા નથી અને મારી ટ્રેન ની સ્પીડ ખૂબ ઓછી થઈ ગઈ છે પણ ઉભી રહેતી નથી.....હવે હું શું કરું સાહેબ કઈક તો જવાબ આપો.

મેનેજર બોલ્યો તમારી બાજુના મનજીતને કહો કે કઈક કરે. તાડુકી ને વિજયે જવાબ આપ્યો મનજીભાઈ દારૂના બે ઘૂંટડા લગાવીને આરામ કરી રહ્યા છે પણ તેઓ ઉઠતાં નથી. મેનેજરે કહ્યું કંઈ ચિંતા કરશો નહીં ટ્રેન આગળના સ્ટેશને જઈને ચોક્કસથી ઊભી રહેશે.
વિજય તો હિંમત હાર્યા વગર ટ્રેનની કેબિનમાં બેસીને ટ્રેન ને આગળ ધપાવી રહ્યો હતો પણ માણસોનું ટોળું ત્યાંથી ખસ્યું નહિ.અમુક માણસો તો ટ્રેન નીચે આવી ગયા અને લોહીના ફુવારા ઉડવા માંડ્યા, વિજય ના કપડા લોહીથી લથપથ થઈ ગઈ ગયા વિજય તો સાવ ડઘાઈ ગયો હતો, પણ કરે શું. આ શું થઈ રહ્યું છે તે વાત થી તે અજાણ હતો. શું થઈ રહ્યું છે તે પણ તેને ખબર નહોતી કે આતો ભૂતો નું ટોળું છે.જેમ જેમ ટ્રેન આગળ ચાલતી ગઈ તેમ તેમ લોહીના ફુવારા વધતા ગયા પણ વિજય તો વિચાર્યું પણ નહોતું તેવા દ્રશ્યો તેની આગળ આવતા ગયા. વિજય ની ટ્રેન આગળ ધડ વગરના અને હાથ વગરના માણસો દોડતા હતા પણ વિજય કરે શું આ બધું જોઈ રહ્યો અને અર્ધ બેભાન અવસ્થામાં ટ્રેન ચલાવતો રહે રહે છે ,એટલી વારમાં સવાર થવા આવી અને તેનો ડ્રાઇવર મિત્ર મનજીત જાગી ઊઠે છે એ પણ ચોંકી જાય છે વિજય ને શું થઈ ગયું છે તેને અર્ધબેભાન અવસ્થામાં જોઇને વિચારમાં પડી જાય છે પછી વિજયને કહે છે કે ભાઈ તું થોડી વાર આરામ કર હું ટ્રેન ચલાવું છું તો વિજય કેબિનમાં જઈને આરામ કરે છે પણ તેને ઊંઘ આવતી નથી અને તે જોવે છે કે મારા કપડાં પર લોહીના ડાઘ પડયા હતા તે ક્યાં ગયા સામે લોકો કપાઈ માર્યા છે તે ક્યાં ગયા આમ ને આમ વિચારમાં તે સુઈ શકતો નથી.
એટલી વારમાં મનજીત કહે છે કે વિજય નાસિક નુ સ્ટેશન આવી ગયું છે આપણે ત્યાં ચા નાસ્તો કરી આવી એ ... વિજય કઈ પણ જવાબ આપતો નથી. બીજીવાર મનજીત જોરથી બૂમ પાડે છે ઓ એ વિજયા ચાલ ને મારી સાથે ચા નાસ્તો કરવા. તે ડગમગતો મનજીત સાથે ચા નાસ્તો કરવા માટે જાય છે પણ તેનું મન તો રેલવેના ડબ્બામાં બેઠું છે ફક્ત શરીરે મનજીત સાથે ફરે છે.
મનજીત વિજયને ચાની ચુસ્કી લેતા લેતા પૂછે છે કે તને કંઈ થયું તો નથી ને પણ મુંગો વિજય એક પણ શબ્દ બોલતો નથી કારણ કે તેનું શરીર વિજય સાથે હતું પણ મન તો રેલવેના ડબ્બામાં પુરાઈ ને બેઠું હતું.
મનજીતને ટ્રેન ના ડ્રાઇવર તરીકે ૨૩ વર્ષ પુરા થયા હતા અને વિજય ને મોડ મોડ ૭ મહિના થયા હતા પાછો મનજીત આઠ વર્ષથી વીજાપુર સ્ટેશન માં નોકરી કરતો હતો. વિજયને શું થયું છે તે મનજીત પુરેપુરુ જાણતો હતો પણ તે વિજયને કહી શકતો નહોતો મનજીત ને આ ભૂતો ના ટોળા વિશે ઘણી વાર અનુભવ થઈ ગયો હતો પણ એ અનુભવો માં ટેવાઈ જાય છે.
મનજીત અને વિજય ચા નાસ્તો કરી ને પાછા માલગાડી માં ડ્રાઇવર ની કેબિન ની અંદર બને મિત્રો ગોઠવાઈ જાય છે.
વધુ આવતા અંકે ...