Premrog - 22 in Gujarati Fiction Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 22

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમરોગ - 22


સોરી, ભુલ થી મોહીત નું નામ બોલાઇ ગયું. બંને રૂમ માં ગયા. જીગર મારેે તને એક અગત્ય ની વાત કહેવી છે. હા, મીતાા મારેે પણ તારી સાથે અગત્ય ની વાત કરવી છે. જીગર તું મોહીત ને ઓળખે છે ને !હું એને પસંદ કરું છું.
ઓહ ! મીતા આ ક્યારે બન્યું? તે મને કશું જણાવ્યું પણ નહીં. બધું જ બહુ જલ્દી થઈ ગયું. મને પણ ખબર ના પડી કે આ ક્યારે થઈ ગયું. મેં કશું વિચાર્યું નહોતું અને આ બાબત માટે હું ગંભીર પણ નહોતી પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે બસ હું એમાં વહેતી ગઈ. મીતા એ જીગર ને શરૂઆત થી અંત સુધી ની બધી વાત જણાવી.
જીગર ના દિલ માં કઈક ખુચ્યું પણ એને પોતાની જાત ને સંભાળી લીધી. સરસ, મીતા હું ખુશ છું તારા માટે. પણ તને નથી લાગતું કે બહુ જલ્દી નિર્ણય લઈ લીધો તે. તારે થોડું વિચારવું જોઈતું હતું. ખેર, જે થયું એને તો હું બદલી શકવાનો નથી. પણ આગળ વધતા પહેલા જરૂર વિચારજે. એવું ના થાય કે મોહિત માટે તું માત્ર જીદ હોય. જે પુરી થતા મોહિત માટે તારું અસ્તિત્વ જ ના હોય.
આગળ વધતા પહેલા ખૂબ વિચારજે મીતા. હું સમજુ છું જીગર તું જે કહેવા માંગે છે તે. હું ધ્યાન રાખીશ આ વાત નું. સારું, ચાલ હું જાઉં છું. મારી કોઈ જરૂર હોય તો ચોક્કસ કહેજે. હું હમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તારી સાથે છું. મારે એ કહેવાની જરૂર નથી પણ છતાં કહી રહ્યો છું. હવે તું સુઇ જા શાંતિ થી.
આવજે , જીગર ફરી મળીશું. અને ત્યાંજ મોહિત નો મેસેજ આવ્યો. શુ કરે છે? મને ઊંઘ જ નથી આવતી. માની જ નથી શકતો કે તું મારી છે. તને મળવા આવાનું મન થાય છે.એવું લાગે છે કે જાણે કેટલા સમય થી તને જોઈ નથી. મોહિત કાલે મળીશું. નિરાંતે વાતો કરીશું. હવે સુઈ જા. હું પણ થાકી છું. કાલે સવારે કોલેજ માં મળીએ.
શુ મીતા તને રોમાંસ કરતા જ નથી આવડતો. પણ કઈ વાંધો નહિ જેમ જેમ તું મારી સાથે રહીશ એમ તું એ પણ શીખી જઈશ. મોહિત ગુડ નાઈટ આટલું લખી મીતા ફોન બાજુ પર મૂકી આડી પડી.
આ બાજુ જીગર નું દિલ તૂટી ગયું. પણ તેના કરતાં વધારે ચિંતા તેને મીતા ની હતી. જીવન માં આવા મિત્રો બહુ ઓછા મળે છે જે તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ તમને પ્રેમ કરે છે. મીતા મારી એવી મિત્ર છે. તે સાવ નિર્દોષ અને ભોળી છે. જો મોહિત તેની સાથે કોઈ રમત રમી રહ્યો છે તો મારે એને બચાવવી પડશે. મારે સત્ય જાણવું પડશે.ભલે મારુ દિલ તૂટી ગયું પણ મીતા નું દિલ નહિ તૂટવા દઉં. તે મોહિત ની જોડે લાગણીઓ ના તંતુ ને મજબૂત કરે તે પહેલા સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે. હું તે કરી ને જ રહીશ.
બીજા દિવસે મીતા જયારે કોલેજ જવા નીકળી ત્યારે મોહિત તેને લેવા માટે આવ્યો હતો. ચાલ, ને ક્યાર ની તારી રાહ જોઈ ને બેઠો છું. તને લેવા માટે વહેલો ઉઠ્યો અને તૈયાર થઈ અહીં આવી ગયો. બસ તને મળવા માટે. અને તું છે કે મને રાહ જોવડાવે છે. મને એમ કે મારી મીતા મારી કાગડોળે રાહ જોઈ રહી હશે. પણ અહીં તો ઊંધું છે. રાહ હું જોવું છું. આટલી રાહ તો મને કોઈ એ નથી જોવડાવી.
પણ મેં તને ક્યાં કીધું હતું કે મને લેવા માટે આવજે! મેં તો તને કોલેજ માં મળીશું એમ જ કીધું હતું. આમ , પણ તું રોજ આવી રીતે ઘર પાસે આવીને ઉભો રહે એ સારું નહીં લાગે.
અરે !મીતા પહેલા અને હવે માં ફરક છે ને.પહેલા ની અને હવે ની લાગણીઓ અલગ છે. હા, હું સમજુ છું મોહિત પણ એ આપણાં બન્ને વચ્ચે ની વાત છે. દુનિયા આ બધી વાતો ને અલગ નજર થી જુવે છે.
આ વાતો થી કોઈ મારા માં બાપ ને કઈ કહે એ હું નહિ સહી શકું. એટલે , પ્લીઝ મોહિત તું મારા ઘર બાજુ બિલકુલ નહિ આવે. મીતા , હું તને જેટલું જાણતો જાઉં છું ને એમ હું વધારે તારા પ્રેમ માં પડતો જાઉં છું. આજના જમાના માં જ્યાં સંતાન પોતાના માં બાપ ની બિલ્કુલ કદર નથી કરતી ત્યાં તું એમનું કેટલું ધ્યાન રાખે છે. મને લાગે છે કે તારી સાથે લગ્ન કરી ને હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી પુરુષ બનીશ.