અધ્યાય-16
ક્રિશ અને કરણ વહેલા ઉઠી ગયા હતા અને તે સવારે પોતપોતાનું કામ કરી રહયા હતા આજે અર્થ થોડો મોડે સુધી સુઈ રહ્યો એટલે કરણ દુધ ગરમ કરીને તેને ઉઠાડવા ગયો.તેણે બે ચાર વાર અર્થને હચમચાવ્યો પણ તે ઉઠ્યો નહીં કારણકે તે ભર ઊંઘ માં હતો. તે અચાનક જ જાગ્યો જેમ કોઈ સ્વપ્નમાં થી બહાર આવ્યો હોય.કરણે પૂછ્યું "શું થયું?"
અર્થે આજુબાજુ જોયું અને આળસ મરડીને પોતાનીવાત ની શરૂઆત કરી.
"મને ફરીથી પ્રો.અનંત સ્વપ્નમાં આવ્યા હતા."
ક્રિશ એ આ વાક્ય સાંભળતાજ પોતાનુંજે કામ કરતો હતો તે મૂકી દીધું અને અર્થની વાત માં રસ લીધો.કરણ તો ત્યાંજ બેઠો હતો
"તો શું કહ્યું તું પ્રો.અનંતે આ વખતે તને?,કંઈક ખાસ નિશાની કે કંઈક ખાસ કોઈ સુરાગ કે તે જ્યાં હોય તેવો કોઈ સંકેત આપ્યો હોય."
"ના તેવું કંઈ દર્શાવ્યું ના હતું પણ તેમણે તે જરૂર કહ્યું હતું કે બધીજ માયાજાળ હોઈ શકે છે પણ મને તારા પર વિશ્વાસ છેકે એકવાર તું મને જરૂર બચાવી શકીશ પછી તે ધીમેધીમે મારા આંખોની સામેથી ઓઝલ થઈ ગયા.
"મને લાગે છે કે તે સાચે જીવિત છે તારે આ બાબત પર ભાર દેવો જોઈએ."
"હા, હું જાણું છું કે તે જીવિત છે પણ જ્યાં સુધી મને કંઈક એવું નહિ મળે કે જેની મદદ થી હું તેમની પાસે પહોંચી શકું ત્યાં સુધી બધું વ્યર્થ છે."
કરણ અર્થ અને ક્રિશ આ બધી વાતોમાં હતા ત્યાંજ બારણે ટકોરા પડ્યા.
કરણે બારણું ખોલ્યું સામે એક દુબળો પાતળો છોકરો જેના વાળની હેરસ્ટાઇલ પણ અલગ હતી અને ચશ્માં પહેર્યા હતા.તે બાજુના રૂમમાં રહેતો વિકાસ હતો.જે તે ત્રણેય કરતા એક વર્ષ મોટો હતો.તેણે કહ્યું કે એક ખાસ ખબર છે પ્રો.અલાઈવે બધાને દશ વાગતા સ્કુલમાં બોલાવ્યા છે જેમાં દરેકને હાજર રહેવાનું ફરજિયાત છે એવી ખબર દેવા પ્યુન પોતે અહીંયા આવ્યા હતા તેથી દશ વાગ્યે બધાજ સ્કુલે પહોંચી જજો.
કરણે પૂછ્યું "પણ આજ તો રજાનો દિવસ છે તો આજે તેમણે આપણને શા માટે બોલાવ્યા છે?"
વિકાસે કહ્યું."કારણ તો મને પણ નથી ખબર બસ ફરજીયાત છે તો છે.હું જાઉં છું."
તે ત્યાંથી જતો રહ્યો.આમ તો તેનો સ્વભાવ મજાકિયો હતો પણ આજે તે મજાકના મૂડ માં બિલકુલ ના હતો અને આજે તે લોબીમાં પણ પહેલા કરતા વધારેજ લોકોની અવરજવર હતી.
જ્યારે દશ વાગવાની થોડીકજ વાર હતી ત્યારે અર્થ અને કરણે નીકળવાનું નક્કી કર્યું જ્યારે ક્રિશ તો બહુ પહેલાજ સ્કુલ જતો રહ્યો હતો.બંને પણ ઝડપથી સ્કુલ પહોંચ્યા.જે હોલમાં પ્રો.અલાઈવે બધાને બોલાવ્યા હતા તે હોલ આખો વિદ્યાર્થીઓથી ખચોખાચ ભરેલો હતો.આખી સ્કુલના વિદ્યાર્થીઓ માટે કંઈક કહેવામાટે તેમની પાસે કંઈક હતું એટલે તો તેમણે આજે રજા ના દિવસે પણ બધાને બોલાવ્યા હતા.આટલી ભીડમાં કરણ અને કાયરા વરીના તથા સ્મૃતિને શોધવા અઘરા હતા.તેથી અર્થ અને કરણ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. ત્યાંજ પ્રો.અલાઈવ સ્ટેજ ઉપર આવી ગયા. તેમના આવવા માત્રથી બધાજ વિદ્યાર્થીઓ શાંત પડી ગયા અને તે આજે પણ ખૂબ ગંભીર લાગતા હતા.કોણ જાણે આજે તેમની પાસે શું ખબર હતી.તેમણે બોલવાનું શરૂ કર્યું
"પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને જે વાત નું એલાન કરવા એકઠા કર્યા છે તે અત્યંત દુઃખની વાત છે.હું જાણું છું તમને આ વાત થી ખૂબ દુઃખ પહોંચશે પણ હું મજબૂર છું.હું વધુ સમય નહિ લઉં તેથી હું કહેવા માગું છું કે આજ થી થોડા દિવસો સુધી આપણી જ નહીં પણ પુરા પ્રાંત ની સ્કુલમાં રજા જાહેર કરેલ છે.ક્યાં સુધી તે હું તમને કહી શકું તેમ નથી.હું જાણું છું તમે આ પાછળનું કારણ જાણવા માંગો છો તો હું તમને જણાવી દઉં કે અત્યારે સાતેય પ્રાંત ની હાલત બહુજ ખરાબ છે, રોજ આપણી સીમા ઉપર,શહેરોમાં વિનાશના માણસો હમલો કરે છે અરાજકતા ફેલાવે છે તે મારા માટે શરમની વાત છે પણ હું જ્યાં સુધી પુરી સમસ્યાનો નું સમાધાન ના આવે ત્યાંસુધી હું કંઈજ કરી શકું તેમ નથી તેથી મેં જાણી જોઈને આ નિર્ણય લીધો છે.અત્યારે શહેરની જવાબદારી ઉપરાંત વિદ્યાર્થીઓની જવાબદારી મારીમાટે બહુ કઠિન છે.દરેક સમસ્યાનું નિવારણ આવતા જ સ્કુલ ફરી થી શરૂ કરવામાં આવશે.મેં તમને સુરક્ષીત પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી છે અને તમારા સર્વેના ઘરે પત્ર પણ લખી દીધા છે જે અત્યારે તમારા માતાપિતા ને મળી પણ ગયા હશે.તમે બધા પોતાનું ધ્યાન રાખશો કારણ વગર ક્યાંય પણ બહાર જવાનું ટાડશો અને એકલા તો બિલકુલ નહિ દરેક ખતરાનો હિંમતથી સામનો કરશો.તેવી મારી પ્રાથના,ધન્યવાદ."
પ્રો.અલાઈવ પાછળ ના રસ્તે થી જતા રહ્યા જ્યારે આખો હોલમાં ઘોંઘાટ થઈ ગયો ત્યારે પ્રો.એડમ એ સૌને આદેશ આપ્યો કે શાંતિ જાળવો તથા પોતપોતાનો જરૂરી સામાન છાત્રાલયમાંથી લઈ લો અને બસ ની વ્યવસ્થા પ્રમાણે બેસી જાઓ.બધી બસ બાર વાગતા જ ઉપડી જશે.
કરણ,ક્રિશ અને અર્થને તો કોઈ સમસ્યા ના હતી કારણકે તે તો સાથેજ રહેતા હતા.જ્યારે સ્મૃતિ વરીના અને કાયરાએ કહ્યું કે તે રોજ ત્યાં આવતા જતા રહેશે.અર્થ પોતાનો સામાન બાંધીને માનવને તેના રૂમમાં મળવા ગયો પણ તે ત્યાંથી થોડીવાર પહેલાજ નીકળી ગયો હતો.અર્થ,કરણ અને ક્રિશ તેમની બસ આગળ પહોંચી ગયા જ્યારે બસ ઉપાડવાની પંદર મિનિટની વાર હતી.સ્મૃતિ, વરીના અને કાયરા પાછળની બસમાં હતા. જ્યારે માનવ જે બસમાં બેઠો હતો તે બસ અર્થની બસથી બહુ દૂર હતી.તેથી અર્થ તેના અફસોસ માં હતો કે તેને છેલ્લીવાર મળવાનું,તે ક્યાં રહે છે તે જાણવાનું અને તેનો ફોન નંબર લેવાનું રહી ગયું.આજ અફસોસ માનવ ને પણ હતો.છતાંય બીજી બધી વાતોમાં તે ભુલાઈ ગયું.અર્થને થોડી તે વાત ની રાહત થઈ હતી કે હવેતે પ્રો.અનંત વિશે જાણવાં અને તેમને શોધવાનો સમય કાઢી શકશે.બાર વાગતા જ બધી બસ ઉપડી અને આગળ જઈને બધી બસ પોતપોતાની જવાની દિશામાં વહેંચાઈ ગઈ.અર્થ અને કરણ પાસે બેઠા હતા.બંને ક્યારે સુઈ ગયા તેમને પણ ખબર ના રહી અને તેમની આંખ સાંજે જ ઉઘડી ત્યારે અડધી બસ ખાલી થઈ ગઈ હતી.થોડાક જ વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા.ક્રિશ તેમની પાછળની જગ્યા ઉપર બેસી ગયો.
અર્થ: "આપણે ઘરે પહોંચવામાં કેટલી વાર છે?"
કરણ: "બસ હવે બહુ દૂર નથી."
થોડીવાર બાદ કરણ અને ક્રિશ ને પોતાની ગલી દેખાઈ ત્યારે ક્રિશ બોલ્યો આવી ગયું.અર્થ તો તે ગલી ભૂલી ગયો હતો કારણકે તેમને બહુ ધૂંધળું ધૂંધળું યાદ હતું.
ત્રણે તે ગલીની પાસે ઉતરી ગયા ત્યાંથી સીધુજ ઘર હતું.કરણ,ક્રિશ અને અર્થ ત્રણેયની આંખોમાં હર્ષ દેખાતો હતો.આખરે તે ઘરે આવ્યા હતા.ક્રિશે અર્થને પહેલેથીજ કહી રાખ્યું હતું કે આજે તે અમારા ઘરે જમશે.અર્થે પણ બહુ આનાકાની કરી નહોતી.
ઘરે પહોંચ્યા ત્યારે ત્રાટક તથા કરણ અને ક્રિશ ના માતા પિતા,નિષાર્થ અને કવિતા ઘરની બહારની જગ્યા જેને ફળિયું કહેછે ત્યાંજ બેઠા હતા.ત્રણે ને જોઈને તેમની ખુશીનો પાર ન રહ્યો.અર્થ પણ નિષાર્થ અંકલ અને કવિતા બહેનને બહુ ખાસ મળ્યો નહોતો તેથી કરણે તેના મમ્મી પાપા સાથે ઓળખાણ કરાવી અને તેના વિશે ઘણું બધું કહ્યું.ક્રિશે કહ્યું "મમ્મી આજે અર્થ આપણાં ઘરે જમવાનો છે."
ત્યારે તેના મમ્મી કવિતા બહેને કહ્યું "ક્રિશ જ નહિ પણ ત્રાટક અંકલ પણ આપણી ત્યાંજ જમવાના છે."
ઘરમાં આવ્યા બાદ બધા ખૂબ શાંતિ નો અનુભવ કરી રહ્યા હતા.કોઈ ભણવાની ચિંતા ના હતી પણ એક જ બહુ મોટી ચિંતા હતી તે હતી વિનાશના અત્યાચારો ત્રાટક અને નિષાર્થ અંકલ પણ તે વિશે જ વાત કરી રહ્યા હતા.અર્થ,કરણ અને ક્રિશ તેને ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા.અર્થને બીજી એક વાત પણ ત્રાટક ને કહેવાની હતી પણ તેણે મનોમન અત્યારે કહેવાનું રહેવાજ દીધું.તે ઘરે જઈને વિસ્તાર પૂર્વક વાત કરશે તેમ વિચાર્યું.
કવિતા બહેને જમવાનું બની જતાજ બધાને સાદ પાડ્યો ત્યારબાદ તો ડાઇનિંગટેબલ પર નિતનવા ભોજન પીરસાયા જે અર્થે અમુક તો કોઈકવાર જ ચાખ્યા હતા.તે તો નક્કી હતું કે કવિતાબહેન જમવાનું લાજવાબ બનાવે છે.સૌએ જમી લીધું હતું અને તે વાતો કરી રહ્યા હતા.થોડીકવાર વાતો કર્યા પછી અર્થ અને ત્રાટક પણ પોતાના ઘર તરફ વળ્યાં.અર્થે ઘરની અંદર જતા સુરની સામે જોયું તે આજે પણ ત્યાંજ બેઠો હતો જયારે તેણે પહેલી વાર આ ઘરમાં આવ્યો અને જોયો હતો.અર્થ ઘરની અંદર ગયો ત્યારે જોયું તો ઘરમાં કોઈ ખાસ બદલાવ ના હતો.ઘર આજે પણ થોડુંક અસ્તવયસ્ત હતું. અર્થ અને ત્રાટક બંને સોફા ઉપર બેઠા અને ત્રાટકે તેને પૂછ્યું કે શું કહ્યું હતું પ્રો.અલાઈવે બધા વિદ્યાર્થીઓ ને અને તેણે અર્થને વિનાશ વિશે થોડું જણાવ્યું અને કહ્યું કે હવે તો તે અહીંયા છે તેથી ચિંતા નો કોઈ વિષય નથી.પ્રો.અલાઈવ ની તથા તથા બીજી જરૂરી વાતો કરતા હતા ત્યારે અર્થ ને લાગ્યું કે આ સમય ઠીક છે ત્રાટકને પ્રો.અનંત ના સ્વપ્ન વિશે કહેવાનો અને તેણે પહેલાથી લઈને સર્વે વાત ત્રાટક ને કરી.ત્રાટકે ફરિયાદ કરી કે તારે આ બધી જ વાત પહેલાજ કહેવી જોઈતી તેમ છતાંય અર્થને શું કરવા આમ સ્વપ્ન આવી રહ્યા હતા તે સમજવામાં તે નિષ્ફળ રહ્યો પણ તેણે અર્થને કહ્યું કે તે જરૂર તારી જોઈતી મદદ કરશે.તેણે ઉમેર્યું કે આપણે સૌ પ્રથમ તેમના વિશે માહિતી એકઠી કરવી જોઈએ કારણકે આ કામ હવે આપણા પ્રાંત ન વડાઓ એ છોડી દીધું છે. તે હકીકત માં મળ્યાજ નથી તેથી તમને મૃતક જાહેર કરી દીધા છે.
આજકાલ આમપણ વિનાશ ના કારણે મોટાભાગના કર્મચારીઓ સુરક્ષામાં વ્યસ્ત છે.
અર્થે પૂછ્યું "શું વિનાશ ખરેખર બહુ જ શકિતશાળી છે?"
"હા, શકિત શાળી ઉપરાંત ચાલક પણ છે તે આ બધું શું કરવા કરી રહ્યો છે તેની કોઈને ખબર નથી.તે પણ એક રહસ્ય છે."
આ બધી વાતો માં ખોવાઈને બંને ક્યારે સુઈ ગયા તે તમને પણ ખબર ના રહી અને આમ પણ આજે બંનેએ ભરપેટ ખાધું હતું.
ક્રમશ