યક્ષિણી પ્રસન્ન થઈ શિવાને મિત્ર તરીકે એનો સાથ આપવાનું વચન આપ્યુને અંતર ધ્યાન થઈ ગયા. શિવો ઉઠ્યો નજીકના મંદિરે જઈ દર્શન કર્યા અને પોતાનું કામ કરવા નીકળી પડ્યો...પહેલા મદારીઓ પાસે જઈ બીન વગાડતા શીખ્યો ... નાગને વશ કરવાની તમામ વિધિઓ શિખી... પછીએ એક મદારીનો વેશ ધારણ કરી... અલગ અલગ જગ્યાએ જઈ.. નાગોને વશમાં કરવાની વિદ્યા વાપરવા લાગ્યો... આના થી ફક્ત શિવો કલાની પરખ કરી રહ્યો હતો... હવે નાગ મણી શોધવી કેવી રીતે તેની જરા પણ સમજ પડતી ન હતી કેમ કે નાગ મણી ચોરી જનારને તે ઓળખતો ન હતો... અત્યારે એ લોકો ક્યા છે.... જીવે છે કે નહીં ... તે પણ શિવો જાણતો ન હતો. ઘણા દિવસોની ગડમથલ પછી એને એક યુક્તિ સૂજી .... વધુ નાગ જ્યાં પૃથ્વી પર નજરે ચડતા એવી એક જગ્યા...જેના વિશે શિવાએ માહિતી મેળવી..જે એક ટાપુ હતો.... તે સાપોથી ઘેરાયેલો હતો . ત્યાં ઘણાં વર્ષોથી માણસોનું આવન જાવન બંધ હતું...
એકલા સાપ જ સાપ દુનિયાની બધી પ્રજાતિના સાપ ના ત્યાં ઢગલે ઢગલા હતાં... પણ એ ટાપુ દરીયાની વચ્ચે હતો. ત્યાં જવુ એટલે મોતના મોઢામાં જીવતા જ જતુ રહેવું.. ચારેબાજુ હરીયાળીને લીલોતરી ઘટાદાર વૃક્ષો અને પક્ષીઓનો કલરવ દરીયાના ઘૂઘવાટા કરતા મોજા... ઠંડો પવન... આ કુદરતી વાતાવરણ સ્વર્ગ જેવું સુખ આપતું હોય તેવું હતું અલગ અલગ ફળો પણ અહીં મળી રહેતા પણ.... સાપોની સંખ્યા વધુ હોવાથી... આ કુદરતી સુખ માણી શકે તેવું કોઈ અહીં ફરકતું જ નહીં... શિવાએ આ ટાપુ વિશે એક વૃધ્ધ મદારીએ માહિતી આપી. એટલે શિવાએ ત્યાં જવાનું મન બનાવી લીધું....એને જરૂરી સામાન લીધો અને નાગ લોકમાંથી મળેલી પોતાની નાગ મળી ગળામાં ઉતારી નાગ રૂપ ધારણ કર્યું... પછી સમુદ્રમાં પ્રવેશ કર્યો.... પાણીમાં સરળતાથી નાગ રૂપ ધારણ કરી શિવો સમુદ્ર પાર કરવા લાગ્યો...ઘણા સમય તર્યા પછી એ બે ભાન થવા લાગ્યો. અને એનું શરીર સૂન્ન થઈ ગયુ ને એ બેભાન થઈ ગયો..થોડા સમય પછી એ ભાનમાં આવ્યો તો એની સામે એક જળ પરી હતી . એક અદભૂત મહેલનો ઓરડો હોય એવુ એને લાગ્યુ એ બેઠો થ્યો... એ બેભાન થયો એટલે એ માનવ દેહમાં આવી ગયો હતો મણી હજી તેના ગળામાં જ હતી એટલે તે ને બીજી કોઈ તકલિફ થતી ન હતી.. જળ પરી એને બેઠો જોઈ એનીપાસે આવી... અને એક હળવું સ્મિત કરી બહાર ગઈ.... તરત અંદર એક ખૂબ જ સુંદર જળ પરી આવી... તેણે અનેક રત્નો ,મોતી... શંખ પોતાના શરીર પર ધારણ કર્યા હતાં.... શિવાને એ રાણી લાગી એટલે એણે એને 🙏વંદન કર્યા. જળ પરી એ એના પ્રતિ ઉત્તરમાં સામે 🙏વંદન કર્યા..
" તમને હવે કેવું લાગે છે.. ? " જળપરીએ તબિયત વિશે પૂછ્યું..
" હું ઠિક છું... કુમારી.. "
" તમે પાણીમાં મનુષ્ય દેહમાં પણ જીવત કેવી રીતે છો..... આ તો ચમત્કાર છે.... તમે માયાવી છો....!"
" એવું જ કંઈક સમજો... હું નાગ લોકથી છું અને મનુષ્ય પણ છું... મેં અત્યારે મણી ધારણ કરી છે... બસ એટલે જીવિત છું... "
" સમુદ્રની આ માયાવી અદભૂત અને અનોખી દુનિયામાં હું રાજકુમારી માનવીકા તમારુ સ્વાગત કરુ છું... "
" આભાર તમારો..... રાજકુમારી "
" તમે અહીં શા માટે આવ્યા છો... ?"
" મારુ નામ શિવો છે.. હું અહીં એક ખાસ અંગત કામથી આવ્યો છું... હું સર્પથી ઘેરાયેલ ટાપુ પર જવા ઈચ્છુ છુ... "
" ત્યાં જવું એટલે મૌતના મોઢામાં જવું.... "
" હા.., રાજ કુમારી હું બધી જ માહિતી લઈને આવ્યો છું... તમને વાંધો ન હોય તો હવે હું રજા લઉં છું...."
" અમને કાંઈ વાંધો નથી પણ... રસ્તો લાંબો છે...તમે તરીને નઈ જઈ શકો.... તમે અહીં જીવના જોખમે આવ્યા છો તો જરુર મોટી વાત હશે... "
" મોટી વાત તો છે... જે નાગ લોક માટે તેના ભવિષ્ય માટે જરૂરી છે...."
" તમે અમારા અતિથિ છો...તમને વાંધો ન હોય પહેલા તમે થોડુ જમીલો પછી જળ પરીઓથી બંધાયેલો રથ હું તમને આપીશ.... જેથી તમે થોડા સમયમાં જ ટાપુ પર પહોંચી જશો...
ક્રમશ: