Love Blood - 2 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 2

Featured Books
Categories
Share

લવ બ્લડ - 2

લવ બ્લડ
પ્રકરણ-2
દેબાન્શુ-જોસેફ- શૌમીક - પ્રવાર, પ્રુત્યાન્શુ બધાંજ મિત્રો ચાલતાં ચાલતાં મોલ તરફ જઇ રહેલાં સામે છાપેલા કાટલા જેવો બોઇદા મળી ગયો સાથે રીપ્તા અને સલીમ હતાં. બોઇદા અને જોસેફને વાતચીત થઇ બધાએ હાય હેલો કર્યુ. બોઇદાએ આંખ મારીને જોસેફ સાથે રીપ્તા અંગે ગંદી કોમેન્ટ કરી અને એ લોકો નીકળી ગયાં. દિબાન્શુને એ ગમ્યું નહીં એણે જોસેફને કહ્યું "તારે એની સાથે દોસ્તી છે ? જોસેફે હાય હેલો જ છે કહી વાત ટાળી.
દેબાન્શુ રીપ્તાને જોઇને ઊંડા વિચારોમાં પડી ગયો એને સ્કૂલનાં દિવસ યાદ આવી ગયાં. રીપ્તા સ્કૂલ સમયમાં પણ બહુ બિન્દાસ અને બોલ્ડ હતી... ડોન બોસ્કો સ્કૂલની બિપાશા બાસુ હતી એકદમ સપ્રમાણ દેહ ઉન્નત વૃક્ષસ્થળ, ઉભરતાં પયોધર-સાંકડી નાજુક કેડ અને લટક મટક ચાલ અને સાથે આંખોનાં ઉલાળા કરતી બધાં સામે જુએ...
જોનારાં બધાં હાય... કરી જાય એવાં નખરા હજી માંડ 15-16 વર્ષની હશે પરંતુ એની કાતિલ અદાઓ ઉપર બધાં મરે. સ્કૂલનાં ટીચર્સ પણ એને જોઇ રહેતાં એમાંય પી.ટી.ટીચર તો રીતસર ફર્લ્ટ કરતા અને કાયમ એનાં માકર્સ હાઈએસ્ટ રહેતાં. કસરત અને યોગાનાં બ્હાને એને સ્પર્શી લેતાં.
રીપ્તા એટલી ખુંરાંટ હતી કે એને બધીજ ખબર પડતી કે કોણ આહ નાંખે છે કોણ મરે છે એની પાછળ પણ કોઇને દાદ આપતી નહીં એને આખી સ્કૂલમાં દેબાન્શુ માટે આકર્ષણ થતું પણ દેબાન્શુ એની તરફ નજર સુધ્ધાં કરતો નહીં રીપ્તાનું અલ્લડ અને બિન્દાસ પણુ એને ગમતું જ નહીં એ એને નફરત કરતો કે શરમ વિનાની છોકરી છે બધાં લટ્ટુ થઇને ફરે પાછળ એને કોઇ ફરક જ નહોતો પડતો.
એક દિવસ એવો ઉગ્યો કે રીપ્તા અને દેબાન્સુને આમનો સામનો થઇ ગયો. સ્કૂલ લાઇફનો છેલ્લો દિવસ દેબાન્સુ કલાસરૂમમાંથી માર્કશીટ લઇને બહાર નીકળ્યો અને રીપ્તા સામેથી આવી અને અચાનક જ ભટકાઇ હોય એમ દેબાન્શુ તરફ ઢળી પડી. દેબાન્શુએ બેલેન્સ ગુમાવ્યુ એ ફલોર પર પડ્યો અને રીપ્તા ઉપર હતી એ દેબાન્શુની બાહોમાં જ જાણે પરોવાઇ ગઇ. એની સાજીશ દેબાન્શુને ખબર પડી ગઇ એણે ઉપર સૂતેલી રીપ્તાને હટાવવા પ્રયત્ન કર્યો. પણ રીપ્તા એ રીતે લપેટાઇ ગઇ હતી કે એ દેબાન્શુમાં ચહેરાની બરાબર સામે ચહેરો લાવી દીધેલો. એના શ્વાસ દેબાન્શુનાં શ્વાસ સાથે અથડાઇ રહેલાં જાણે શ્વાસ પરોવાઇ રહેલાં. રીપ્તાએ પડી જવાનું બહાનુ કરી લાભ લીધો અને દેબાન્શુનાં હોઠને હોઠથી સ્પર્શી ચુંબન લઇ લીધુ અને તરત જ ઉભી થઇને બહાર દોડી ગઇ.
દેબાન્શુને બે ક્ષણ ખબરજ ના પડી કે આ શું થઇ ગયું ? એણે એનાં હોઠ ભીનાં લાળવાળા લૂછ્યા અને દોડતી જઇ રહેલી રીપ્તાને જોઇ રહ્યો. રીપ્તા થોડે દૂર જઇને એણે દેબાન્શુ તરફ પાછળ ફરીને જોયું અને હસવા લાગી અને દૂરથી ફલાઇગ કીસ આપી બોલી એય દેવ આઇ લવ યુ. દેવ જોતો જ રહ્યો અને આશ્ચર્ય આધાતથી સાંભળી રહ્યો.
દેબાન્શુએ શું જવાબ આપવો ખબર જ ના પડી છતાં તે સ્વસ્થ થઇ ઉભો થયો. એણે જોયું કે ઘણાં છોકરાઓ આ દ્રશ્ય જોઇ રહેલાં અને દેવાન્શુ તરફ ઈર્ષાથી જોઇ રહેલાં. દેબુ કોઇને ગણકાર્યા વિના જ ત્યાંથી બહાર નીકળી ગયો. એ બહાર નીકળી બસ સ્ટેન્ડ પર આવી ઉભો.
ત્યાંજ ફરીથી રીપ્તા એની પાસે આવી અને બોલી ઓહ... સોરી દેબુ વાગ્યુ નથીને મારો પગ લપસ્યો હતો મેં બેલેન્સ ગુમાવેલુ અચાનક જ તારાં પર પડી ગઇ... બટ... આઇ એમ હેપી.. આઇ લાઇક યુ.. લવ યુ. દેબાન્શુ એ કહ્યું "બટ આઇ ડોન્ટ... મને તારાં માટે કોઇ એવી ફીલીંગ નથી તારાં અને મારાં વિચારો- પસંદગી બહુ જ જુદાં છે આઇ એમ નોટ ઘેટ ટાઇપ ઓફ બોય. સોરી આઇ એમ નોટ ઇન્ટરેસ્ટેડ...
દેવાન્શુનો જવાબ સાંભળી રીપ્તા એકદમ જ ગુસ્સે થઇ ગઇ.. વોટ ડુ યુ મીન બાય ? આખી કોલેજ મારી પાછળ લટ્ટુ છે મેં તને મિત્ર બનાવવા કહ્યુ પણ તું તો કંઇ બીજા જ આસમાનમાં ફરે છે ? હું પણ ફરી તને નહીં બોલાવું... પણ જો જે મારાં રૂપ પાછળ કોણ પાગલ થાય છે યુ મીસ્ડ મી... યાદ રહેશે તને.... એમ કહીને જતી રહી...
દેબાન્શુને પછીથી રીપ્તા છેક આજે મળીએ પણ રખડેલ અને ગુન્હાહીત કામમાં સંડોવાયેલાં બોઇદા અને સલીમ સાથે જોઇ. આજે રીપ્તાએ એનાં તરફ એક નજર કરી અને ફેરવી લીધી દેબાન્શુને કોઇ ફરક નહોતો પડતો. એને મનમાં વિચાર આવ્યો આ લોકો સાથે ફ્રેન્ડશીપમાં છે ફસાઇ જવાની બરબાદ થઇ જવાની છે. એણે રીપ્તા સામે એવી રીતે નજર કરી કે પેલી સમજી ગઇ કે આ બધી કંપની ખોટી છે એણે દેબાન્શુની ફરીથી નફરત ભરી નજર ઓળખી ગઇ... એણે છતાં એવું વર્તન દાખવ્યુ કે જાણે પોતે શું પણ હોય ?
દેબાન્શુએ જોસેફને પૂછ્યું "આ લોકો આગળ ભણવાનાં છે કે કેમ ? કઇ કોલેજમાં એડમીશન લીધુ જાણે છે ?
જોસેફે કહ્યું "અરે એ આખી ટોળકી સીટી કોલેજ ડબલામાં છે બધાંજ હવે એ લોકોનું એક ગ્રુપ જેવું થઇ ગયું છે હવે બોઇદો ત્યાં જી.એસ. બનશે ને બધાં ધંધા કરશે પણ ઠીક છે હું કોઇ સાથે બગાડતો નથી હાય હેલો રાખું છું.
આમ વાતો કરતાં કરતાં મોલમાં પહોચી ગયાં. આખો દિવસ મોલમાં રખડી થાક્યાં સાંજે ફાસ્ટફુડ રેસ્ટોરન્ટમાં બધાં જમ્યાં અને છૂટા પડ્યાં.
શૌમીક અને દેવાન્શુ નજીક રહેતાં હતાં એટલે એ લોકો સાથે સાથે નીકળ્યાં. દેબાન્શુએ કહ્યું "આપણું ભક્તિનગર પહેલાં આવશે જોસેફને બધાં આગળ નીકળી જશે વળી કોલેજ ચાલુ થાય ત્યારે મળીશુ એલોકોએ બધાને બાય કહીને દેબાન્શુ શોમીક બંન્ને રીક્ષામાં ભક્તિનગર આવવા નીકળી ગયાં.
રસ્તામાં શૌમીકે કહ્યું "દેબુ પેલી રીપ્તા જોઇ કેવી બની ઠનીને પેલાં બોઇદા અને સલીમ સાથે આવી હતી. પેલાં દિવસે તો તારાં ઉપર જ.. દેબુએ વચ્ચે વાત કાપતાં કહ્યું" ગયું બહુ મને કોઇ રસ નથી એવી વાતોમાં...
શૌમીક કહે "મને ખબર છે પણ આજે તો એણે તારી સામે માત્ર એક નજર કરી પછી ફેરવી લીધી મારી નજર એનાં ઉપર જ હતી. અને આ સલીમ અને બોઇદાનાં ચક્કરમાં ફસાઇ છે તો આવી બનશે એનું... ક્યારેએ લોકો એને. વાપરી નાંખશે ખબર જ નહીં પડી. શૌમિકે આગળ કહ્યું "સાચુ કહ્યુ દેબુ તારે રીપ્તાને ચેતવવી જોઇએ. એનો બાપ કેટલો મોટો ઓફીસર છે કોર્પોરેશનમાં એકની એક છોકરી છે.. જીંદગી બગડી જશે. પણ સાંભળ્યું છે એનો બાપ પણ કોર્પોરેશનથી જ કોઇ કલાર્ક સાથે ફરે છે છોકરી તરફ ધ્યાન નથી અને એની માં એ બે વર્ષ ઉપર સુસાઇડ કરેલો... ખબર નથી શું ચક્કર છે બધાં...
દેબાન્શુ કહે તું ઘણું ધ્યાન રાખે છે રીપ્તાનું અને એનાં ઘરનું.... તું પણ ઓળખે જ છે ને એને... તું જ ચેતવી દેને એને મને એનાં કોઇ ચક્કરમાં રસ નથી.
શૌમિક કહે "એ મને સ્હેજે ઘાસ નાંખતી નથી મારી સામું પણ નથી જોતી એટલી ધમંડી છે કે મને એક વાર કીધેલું એય ચશમીશ. આમ ટગરટગર મારી સામે શું જોયાં કરે છે ? કોઇ દિવસ છોકરી જોઇ નથી ? ઘરમાં માં બહેન છે કે નહીં ? એમને જોયા કરને... મને તો સાવ ઉતારી જ પાડે છે. તું તો હીરો છે તારાં પર તો મરે છે તારી સાથે દોડીને વાત કરવા આવશે.
દેબાન્સુએ કહ્યું "છોડને યાર... શું રીપ્તાની આટલી પાછળ પડ્યો છે ? એ નાની કીકલી છે ? એને ખબર નહીં પડતી હોય કે ક્યો છોકરો કેવો છે ? કોની સાથે ફ્રેન્ડશીપ કરી શકાય કોની સાથે નહીં ? એની બીજી ફીમેઇલ ફ્રેન્ડસ છે જ ને પેલી જૂલી, નોયના, પરવીન એ બધાં પણ બહુ જાણે જ છે ને પણ એને તો છોકરાઓ જોડે જ રખડવું ગમે છે કોઇ એમાં ખર્ચા કાઢ્યા કરે એમાં જ રસ છે. ક્યારેક એમાં એ એની ફસાઇ જવાની છે ને કે આ એની જુવાની જે બધા બધાં સામે પીરસતી ફરે છે અને કોઇક આવીને બધુ જમી ગયો તો ક્યાંયની નહીં રહી...
ચલ.. છોડ બધી વાત આપણું ભક્તિનગર આવી ગયુ તું અહી ઉતરી જા હું લક્ષ્મી લેન પાસ ઉતરી જઇશ શોમીક 7મી લેન ઉતરી ગયો દેબાન્સુ 9 મી લેન તરફ આગળ વધ્યો. ત્યાંજ એની નજર ફરીથી રીપ્તા તરફ પડી એ કોઇનાં બાઇક પર બેસીને જઇ રહી હતી એને થયું આ અહીં ભક્તિનગરમાં શું કરે છે ?
વધુ આવતાં અંકે - પ્રકરણ-3