bindass girl - 2 in Gujarati Fiction Stories by નિસર્ગ ઠાકર books and stories PDF | બિન્દાસ ગર્લ - ૨

Featured Books
Categories
Share

બિન્દાસ ગર્લ - ૨

મિત્રો, હું નિસર્ગ ઠાકર આપની સમક્ષ ફરીથી મારી નવલકથાનો બીજો ભાગ એટલે કે, " બિન્દાસ ગર્લ - ૨" લઈને આવ્યો છું. મને આશા છે કે તમે જેટલો પ્રેમ મારી પહેલી નવલકથાને આપ્યો એ તમે મારી આ બીજી નવલકથાને પણ આપશો. આ નલકથાના પહેલો ભાગ વાંચ્યો હશે તો તમે પ્રિયાને તો ઓળખતાં જ હશો. પ્રિયા જેના જીવનમાં અમિત આવ્યો હતો. તેમના સંબંધમાં ઘણા વિલંબ આવ્યા અને આખરે તેમણે તેમના સંબંધો તોડવા પડ્યા.

આ બધું થાય પછી પ્રિયા પાછી દુઃખી દુઃખી રેહવા માંડી હતી. ગમે તેમ કરીને તેણે પાછી પોતાની જાતને સંભાળી તથા આપને પહેલા ભાગમાં ચર્ચા થઈ તે પ્રમાણે તેનો ખૂબ જ નજીકનો મિત્ર સ્મિત તેણે તેને સંભાળી. પ્રિયા આ બધું ભૂલવાનો પ્રયત્ન કરતી પરંતુ ત્યાં આ અમિત રોજે રોજ મળતો અને માફી માંગ્યા કરતો. તેથી પ્રિયાને તેના ભૂલી ગયેલા ભૂતકાળનું વારંવાર વિસ્મરણ થતું હતું.

આ બધામાંથી બહાર આવવા પ્રિયાએ કૉલેજ જવાનું પણ છોડી દીધું. હવે પ્રિયા કૉલેજ ના જવાના કારણે અને ઘરે રહેવાથી તે અમિતને ભૂલવા લાગી. તેના આટલાં દિવસ કૉલેજ ના જવાથી સ્મિતનો પ્રિયાના મોબાઈલમાં ફોન આવ્યો. સ્મિતે પ્રિયાને પૂછ્યું, કેમ કૉલેજ નથી આવતી?? અમિત હેરાન કરે છે કે શું?? પ્રિયાએ એ વાત ટાળતાં કહ્યું, ના ના એવું કશું નથી. ખાલી નહોતી આવતી. સ્મિતે કહ્યું, ઠીક છે આ બધું છોડ હવેથી કૉલેજ આવજે, એક્ઝામનું ટાઈમ-ટેબલ આવી ગયું છે. હું તને વોટ્સએપ પર ફોટો મોકલું છું. પ્રિયાએ કહ્યું સારું મોકલ.

પ્રિયાએ ટાઈમ-ટેબલ વાંચ્યું. એક્ઝામના સમય એની એક પણ બસ નહોતી, એ વિચારમાં પડી ગઈ. પ્રિયા ની કૉલેજ ઘરથી થોડેક દૂર હોવાથી તે સિટીબસમાં કૉલેજ આવતી અને જતી. એને તરત જ યાદ આવ્યું કે માનસીને કહું એ એનું વ્હિકલ લઈ લેશે અને. એ પ્રિયાના ઘરેથી નજીક જ રહેતી હતી. એક્ઝામ શરૂ થવાની હતી. એટલે તેણે પાછું કૉલેજ જવાનું શરૂ કર્યું. પરંતુ હજુ પણ એના અંદરથી એક ડર જવા જ નહોતો માંગતો અને એ છે અમિતનો ડર. પ્રિયાને એ બીક હતી કે જો ફરીથી અમિત તેની સામે આવી જશે તો....,

આ એના મનમાં ચાલતા એક પ્રશ્નનું વિસ્મરણ કરતા કરતા તે પોતાની કૉલેજ પર આવી પહોંચી. તે જેવી કોલેજની અંદર પ્રવેશી ત્યાં એની નજર અમિતને શોધવા માંડી કે એણે મને ના જોઈ હોય તો સારું. આમ વિચાર કરતી કરતી એ એના ક્લાસમાં જઈને બેસી ગઈ. ત્યાં જ એના ક્લાસમાં અમિત આવ્યો. પ્રીયુ અને અમિત આ બંને ની નજર એક વાત ટકરાય અને પ્રિયું એ તરત જ નજર ફરાવી લીધી. પછી અમિત પણ એની જગ્યાએ જઈને બેસી ગયો.

આમ ને આમ કૉલેજ છૂટી ગઈ અને પ્રિયા, સ્મિત અને તેના બાકીના મિત્રો કૉલેજના મુખ્ય દ્વાર આગળ ભેગા થયા. ત્યાં મસ્તી મજાક ચાલી રહી હતી અને પ્રિયાએ માનસીને કહ્યું કે, એક્ઝામ સમયે એની બસનો સમયનો મેળ નથી પડતો તો તું તારું વ્હિકલ લઈ લેજે ને આપળે બંને તેની પર આવીશું. માનસીએ પ્રિયાને કહ્યું કે માફ કરજે પણ વ્હિકલ લઈને નઈ અવાય, કારણ કે એક્ઝામના સમયે મમ્મી પપ્પા ઘરે નથી, એ બહારગામ જવાના છે તો હું મારા કાકીને ત્યાં રહેવાની છું. તો નઈ અવાય, માફ કરજે. પ્રિયાએ કહ્યું, કશો વાંધો નહીં, આમ તો પપ્પા મને મૂકવાં આવવાનું કહેતા હતા પણ પહેલા મને કૉલેજ મૂકવાં આવે પછી એ નોકરી જાય. એટલે મને એમ કે તું આવતી હોય તો હું પપ્પાને ના કહું. પરંતુ હવે કહી દઈશ એ મને કૉલેજ મૂકી જશે.

ત્યાં સ્મિત બોલ્યો, તારા પપ્પાને ના કહી દે હું તને લેવા આવીશ. પણ તું મારા ઘરેથી થોડોક દૂર રહે છે તો તો તું ક્યાં અવળો મને લેવા આવીશ? ના ના ચાલશે મને પપ્પા મૂકી જશે, પ્રિયાએ કહ્યું. સ્મિતે કહ્યું, મારે કશું નથી સાંભળવું હું આવીશ તને લેવા. સ્મિતે થોડો દબાણ આપતાં પ્રિયા માની ગઈ. આટલી વાત થયા બાદ તેઓ ત્યાંથી છૂટા પડ્યાં. પ્રિયા બસ્ટેન્ડ બાજુ જઈ રહી હતી ત્યાં એનું ધ્યાન ગયું કે કોઈક એનો પીછો કરી રહ્યું છે, તો એણે ધીરે રહીને પાછળ જોયું તો તે બીજું કોઈ નાઈ પણ અમિત હતો. અમિત એની જોડે ના આવે એટલે ચાલતા ચાલતા પ્રિયા એ પોતાની ઝડપ વધારીને બસ્ટેન્ડમાં પહોંચી.

બસ્ટેન્ડમાં પહોંચીને એણે પાછી નજર કરી એ જોવા કે અમિત હજુ પણ એની તરફ જ આવે છે કે નઈ?
તેણે નજર કરી તો ત્યાં અમિત દેખાયો જ નહીં. એણે એ જોઈને મનમાં હાશકાર અનુભવ્યો. થોડીક વાર પાછી એની બસ આવી અને તે એમાં બેસીને ઘર બાજુ જવા રવાના થઈ. એ બસમાં જઈ રહી હતી ત્યાં એના મોબાઈલમાં એક નવા નંબરથી ફોન આવ્યો. આમ તો પિયું નવા નંબરના ફોન નહોતી ઉપાડતી. પરંતુ ખબર નહીં કે એ સમયે પીયુંએ એ ફોન ઉપાડ્યો અને "હેલો" એમ કહીને પૂછ્યું કે "કોણ"?

એને ફોનમાં સામેથી જવાબ આવ્યો કે "હેલો" અને આ સાંભળતા જ પ્રીયું ઓળખી ગઈ અને એ ફોન બીજા કોઈનો નઈ પરંતુ અમીતનો હતો. પ્રીયુ ફોન મૂકવાં જ જતી હતી ત્યાં જ પાછો સામે અમિતે જવાબ આપ્યો, મહેરબાની કરીને ફોન ના મૂકતી. બસ એક મિનિટ વાત કરી લે. પ્રીયુએ કંઈ પણ કહ્યા વગર એનો ફોન કાપી નાખ્યો. પરંતુ તેના મનમાં એક સવાલ ફરવા લાગ્યો કે એને કયા કારણથી ફોન કર્યો હશે??? આ બધાં વિચાર લઈને એ ઘરે પહોંચી. ઘરે પહોંચી ફ્રેશ થઈ અને કોલેજની એક્ઝામની તૈયારીમાં લાગી ગઈ.

પ્રીયુ વાંચતી હતી ત્યાં મોડી રાત્રે પાછો એક નવા નંબર પર ફોન આવ્યો. સામાન્ય રીતે પ્રીયું નવા નંબરથી આવેલ ફોન નહોતી ઉપાડતી પરંતુ એ સમયે ખબર નહીં કેમ પરંતુ એ ફોન એણે ઉપાડ્યો. હા, એ ફોન પણ અમિતનો જ હતો. પ્રીયુ તેનો ફોન કાપી ના નાખે તથા તેના જૂના નંબરની જેમ બ્લેકલિસ્ટમાં ના નાખી દે તેથી તેણે આ વખતે ફરી એક નવા નંબરથી ફોન કર્યો હતો. પ્રીયુએ ફોન ઉપાડ્યો ફોનમાં હેલો બોલતા જ સામેથી અમિત બોલ્યો, બસ એક મિનિટ છેલ્લી ઘડી વાત કરી લે મારી સાથે ફરી ક્યારેય ફોન નહીં કરું.
પહેલા તો પ્રીયુએ હાનાકાની કરી પણ પછી એણે વિચાર્યું કે આ છેલ્લી ઘડી જ ફોન કરે છે લાવને વાત કરી લવ.

પરંતુ એને ક્યાં ખબર હતી કે આ છેલ્લી વખત થતી વાત એને વિચારવા પર મજબૂર કરી દેશે કે એણે જે અમિત બાબતે પગલું ભર્યું છે, બરાબર છે કે ખોટું છે...? ત્યાં ફોનમાંથી અવાજ આવ્યો કે મને માફ કરી દે પ્રીયુ મારી ભૂલ થઈ ગઈ, હવેથી આવું નહિ થાય મારી પર આટલી મહેરબાની કર. પ્રીયુએ ના પાડી દીધી અને કહ્યું કે, હું તને માફ નહીં જ કરું અને તે જે ભૂલ કરી છે એની તને માફી માંગ્યાની પણ શરમ આવવી જોઈએ.

પ્રીયુ એ અમિતને કહ્યું કે તને ખબર છે તને હું કેટલો પ્રેમ કરતી હતી, પરંતુ તને જ એની કદર નહોંતી. હું તારી પર દોષનો ટોપલો નથી ઢોળતી, તું મને માફ કર કારણ કે આમાં વાંક મારો જ છે. મારે જ સમજવાનું હતું કે એક વાર મને સિધ્ધાંત સાથે ખરાબ અનુભવ થયા પછી હું ફરી આવી ભૂલ ના કરું. મને ખબર નથી પડતી કે હું કેવી રીતે આવી તારી સાથે આટલી નજીક અને કેમ આવ્યો તું મારી જિંદગીમાં..? કેમ આવ્યો..? આટલું કહી પ્રીયુ ફોનમાં રડવા લાગી.

ત્યાં સામે અમિતે ફોનમાં જવાબ આપ્યો કે આમાં વાંક તારો નથી, વાંક મારો જ છે. મારી જિંદગીમાં હરપળ મારી સાથે રહેનારી તું હતી તેમ છત્તાં મારું ધ્યાન બીજી છોકરી પર હતું. સાચું કહું તો એ સમયે ખબર નહીં પણ મને અહેસાસ જ નહોતો રહ્યો કે હું આ બધું શું કરી રહ્યો છું અને એ દિવસે જ્યારે તું મને છોડીને ગઈ ત્યારે મને ખબર જ નહોતી પડતી કે હું આ પરિસ્થિતિમાં શું કરું?? અને એટલે જ મેં એ દિવસે રાત્રે દારૂ પીધું અને તને ફોન કર્યો. દારૂના નશામાં મને ખ્યાલ જ ના રહ્યો કે હું તારી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છું.

પ્રિયાએ અમિતને કહ્યું, પેહલા તો મને એ ગુસ્સો આવ્યો કે તે મને દારૂ પીને ફોન કર્યો અને બીજી વાત કે તું એવું કહે છે કે તું એ દિવસે મારી સાથે વાત કરતો હતો એમ, વાત નહીં પરંત ફોન પર તું ગાળા-ગાળી કરી રહ્યો હતો. આટલું બધું થયા હોવા છત્તા મને એમ કે તું અત્યારે નશામાં છે એટલે આવું બોલી રહ્યો છે અને તને મેં એવું પણ કહ્યું હતું કે આપણે સવારે વાત કરીશું અને જ્યારે સવારે આપણે કૉલેજમાં મળ્યાં ત્યારે મેં તને કહ્યું હતું કે, હું હજી પણ તારી સાથે રહેવા તૈયાર છું પણ જો તું પેલી શિફાને તારા જીવનમાંથી દૂર કરી દે તો. પરંતુ તને એ મંજૂર નહોતું તારે એની સાથે પણ રહેવું હતું અને મારી સાથે પણ. એ પરિસ્થતિ શક્ય જ નહોતી.

અમિતે કહ્યું કે તમે કહ્યું તો હતું કે મારે એનાથી પર દૂર નથી જવું અને તારાથી પણ. મને તારા વગર પણ નહોતું ચાલતું અને એના વગર પણ નહોતું ચાલતું. પણ સાચું કહું તો મને તારા વગર જીવન અધૂરું લાગે છે, મહેરબાની કરીને મારા જીવન માં તું પાછી આવી જા. મને તારા વગર નઈ ચાલે, આટલું કહીને ફોન માં અમિત પણ રડવા માંડ્યો. રડતાં રડતાં બોલ્યો તું આવીશને પાછી મારા જીવનમાં?? પ્રિયાએ બહું વાત ન લંબાવતા ફોન મૂકી દીધો.

આ બધું વાત થયા પછી પ્રિયા થોડીક વાર બેસીને રડતી જ રહી. એકદમ એના ઘરમાં કંઇક અવાજ થયો અને પછી એ વિચારમાંથી બહાર આવી અને ફ્રેશ થઈ. પછી પાછી એના કાર્ય એટલે કે વાંચવામાં લાગી ગઈ. પરંતુ એનું મન વાંચવામાં લાગતું જ નહોતું. એના મનમાં ઘણાય સવાલો ઉઠવા માંડ્યા કે, શું મારે અમિતને ફરી એક મોકો આપવો જોઈએ? એ સુધરી જશે? એ શિફા જોડેના બધાં જ સંબંધ તોડી નાખશે? અને સૌથી મોટો સવાલ એ ઘર કરીને બેઠો હતો કે " શું મારો અમિત પ્રત્યે લીધેલ નિર્ણય ખોટો છે કે સાચો??" આ સવાલોમાં જ એ મુંજવાતી રહી.

આ બધા સવાલોના વિચારમાં ને વિચારમાં એને સ્મિતને ફોન કરવાનું વિચાર્યું અને દીવાલ પર રાખેલી ઘડિયાળ પર એનું ધ્યાન ગયું. ત્યાં ઘડિયાળમાં રાતના ૨:૦૦ વાગતા હતા એટલે એણે ફોન લગાડવાનું ટાળ્યું. એનું મન ન માન્યું તો એણે પાછો ફોન કર્યો. પહેલો ફોન તો એણે ના ઉઠાવ્યો પરંતુ બીજી વાર પ્રયત્ન કર્યા બાદ એણે ઉપાડ્યો અને સ્મિત કંઈ પણ બોલે એની પહેલા પ્રિયાએ કહ્યું અમિતનો ફોન આવ્યો હતો. સ્મિતે કહ્યું, અત્યારે આ સમયે?? હા આ સમયે એનો ફોન આવ્યો, સાંજે પણ આવ્યો હતો જ્યારે હું કૉલેજથી છૂટયા બાદ ઘરે ફરી રહી હતી ત્યારે બસમાં એનો ફોન આવ્યો હતો પણ એ સમયે મે વાત નહોતી કરી, એવો પ્રિયાએ જવાબ આપ્યો.

સ્મિતે કહ્યું, શું કહેતો હતો? કંઈ આડું અવળું તો નહોતો બોલતો ને?? પ્રિયાએ સામે જવાબ આપ્યો કે ના એવું કશું જ નહોતો બોલતો પણ વારંવાર મને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. મારી સાથે વારંવાર માફી માંગતો હતો. પછી વાત શિફાની નીકળી હતી, મને અમિત કહે કે એ સમયે મને ખબર જ નહોતી પડતી કે હું કોની સાથે સંબંધ રાખું અને કોની સાથે ન રાખું કારણ કે, મને તારા વગર પણ નહોતું ચાલતું અને એના વગર પણ. પાછું કહે કે મહેરબાની કરીને મારા જીવનમાં પાછી આવતી રે, મારું જીવન તારા વગર અધૂરું છે. આટલું કહીને એ ફોનમાં રડવા લાગ્યો. મને એ ખબર નથી પડતી કે મે એની બાબતે જે નિર્ણય લીધો છે એ સાચો છે કે ખોટો છે?? અને એટલે જ મેં તને અત્યારે ફોન કર્યો મારું મન વાંચવામાં લાગતું જ નહોતું. વારંવાર મનમાં આ પ્રશ્ન આવતો જ રહેતો.

સ્મિતે : તારો નિર્ણય એકદમ સાચો છે કારણકે અમિતે તારી સાથે જેવું કૃત્ય કર્યું છે એની માફી ના હોય અને એણે કહ્યું હતું કે એને તારા વગર પણ નહોતું ચાલતું અને શીફા વગર પણ. પરંતુ એ પરિસ્થિતિ શક્ય જ નથી.

પ્રિયા : મેં પણ એને એ જ કહ્યું.

સ્મિત : તું તારી જગ્યાએ એકદમ સાચી જ છે તો બવ ચિંતા ના કર અને એ વિષે બહું વિચાર્યા ના કર.

પ્રિયા : મારું મન નથી માનતું મને એમ થાય છે કે હજુ એક મોકો આપો દઉં. કદાચિત્ એ શિફાને છોડી દે અને મને અપનાવી લે. પરંતુ મને એ વાતનો ડર છે કે જો આવું ન બન્યું તો જો એ સુધર્યો જ ના હોય તો?? તને શું લાગે છે સ્મિત મારે અમિતનેે એક મોકો આપવો જોઈએ??

સ્મિત : મારા મતે તો એને તારે બીજો મોકો ના જ આપવો જોઈએ. કારણે કે, જ્યારે તમારા બંને વચ્ચે ઝગડો થયો હતો ત્યારે એની પહેલા પણ તે એને એક મોકો તો આપ્યો તો જ ને તો પણ એ સુધર્યો? તો ફરી વાર આવી ભૂલ શું કરવા કરવાની પણ પછી તારી ઈચ્છા હું તો ખાલી તારી સામે મારો પ્રસ્તાવ મૂકી શકું બાકી નિર્ણય તારે લેવાનો છે.

પ્રિયા : સારું, હું આ બાબતે વિચારીને જે નિર્ણય લઈશ એ તને કહીશ. સ્મિતે કહ્યું, સારું કહેજે અને મને આશા છે કે તું જે કંઈ પણ નિર્ણય લઈશ તે સમજી વિચારીને લઈશ. હવે

સ્મિત : બહું એ બાબતે ના વિચાર અને આ વિચારવાનું બંધ કરીને પરીક્ષાની તૈયારી શરૂ કરો.

બાય, ગુડ નાઈટ એમ કહીને બંનેની વાત પતી.

પ્રિયાની સ્મિત સાથેની વાતચીત સમાપ્ત થયા બાદ એણે મને ફોન કર્યો. પરંતુ રાત્રે મારો ફોન સાયલન્ટ હોવાથી મે ફોન ના ઉપાડ્યો. એટલે પ્રિયા પાછી વાંચવા બેસી ગઈ. થોડીક વાર સૂઈ ગઈ અને પછી કૉલેજ જવા રવાના થઈ ગઈ. હું સવારે ઊઠીને ફ્રેશ થઈને મોબાઈલ જોયો તો પ્રિયાનો મિસ્કોલ અને એ પણ અડધી રાત્રે. એટલે મેં તરત જ એને ફોન કર્યો પણ એણે મારો ફોન ના ઉપાડ્યો. એટલે મને થયું એવું શું થયું આને?? કે અડધી રાત્રે એનો ફોન આવ્યો?? મેં એને બે ત્રણ ફોન કર્યા તો પણ ના ઉપાડ્યા. હું સીધો એના ઘરે પહોંચ્યો અને ત્યાં મને ખબર પડી કે એ કૉલેજ ગઈ છે. હું પાછો ઘરે આવ્યો અને મારા કામમાં લાગી ગયો. કલાક- દોઢ કલાકની આસપાસ એનો મારામાં પાછો ફોન આવ્યો.

મેં ફોન ઉપાડતાં જ એણે મને કીધું કે હું ક્લાસમાં બેઠી હતી અને તારા ચાલુ ક્લાસે ફોન આવતા હતાં એટલે મેં ના ઉપાડ્યા અને અત્યારે રિસેસ પડી એટલે તને પાછો ફોન કર્યો. પ્રિયાએ કહ્યું, બોલ શું કામ હતું?? મેં કહ્યું, તું બોલ તારે શું કામ હતું? કેમ અડધી રાત્રે ફોન કર્યો હતો? પ્રિયાએ મને જવાબ આપતા કહ્યું કે આપણી બહું લાંબી વાત ચાલશે. સાંજે આપણે મળીયે ત્યારે આપણે વાત કરીશું. આટલું કહીને અમારી વાત પતી. કૉલેજથી છૂટીને જ્યારે એ ઘરે આવી ત્યારે એનો મારી પર ફોન આવ્યો ક્યાં છે તું?? આય ઘરે. આવું છું કહીને મે ફોન મૂક્યો. મારું કામ પતાવીને એના ઘરે જઈ રહ્યો હતો ત્યાં મને શ્વેતા મળી. એને પણ પ્રિયાએ બોલાવી હતી. અમે ત્રણ ભેગા થઈને ધાબા ઉપર ગયા. ત્યાં સામાન્ય વાતો કરી પછી મેં કહ્યું કે તું શું વાત કરવાની હતી??

ત્યાં પ્રિયાએ કહ્યું હા કહું. કાલે રાત્રે અમિતનો ફોન આવ્યો હતો. શું વાત કરે છે?? હું અને શ્વેતા બંને એક સાથે બોલી ઉઠ્યા. પ્રિયાએ કહ્યું અમારી એક્ઝામ શરૂ થવાની છે તો હું રાત્રે વાંચવા બેઠી હતી તો રાત્રે ૧:૦૦ વાગ્યાની આસપાસ એનો ફોન આવ્યો. એનો પહેલા પણ એક ફોન આવ્યો હતો જ્યારે હું કોલેજ થી ઘરે આવી રહી હતી ત્યારે. પરંતુ એ સમયે બહું વાત નહોતી કરી અને ફોન કાપી નાખ્યો. મારી માફી માંગતો હતો. મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હવે આવું નહિ થાય. મને જ્યારે તું છોડીને ગઈ ત્યારે બહું ગુસ્સો આવ્યો એટલે મેં રાત્રે પીધું હતું અને તને ફોન કર્યો હતો. પછી કહે કે સાચું કહું ને તો મને ખબર જ નહોતી કે એ સમયે તારી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છું. મને શિફા અને તું તમારા બંને વગર નથી ચાલતું. તું જ્યારથી મને છોડીને ગઈ છે ને ત્યારથી મને મારા જીવનમાં કંઇક ખૂટતું હોય તેવું લાગે છે. મહેરબાની કરીને તું પાછી આવીજા. બસ, મને છેલ્લી તક આપ.

આટલી વાત કરીને હું પાછી વાંચવા બેઠી. પણ મારું ધ્યાન જ ના લાગે વાંચવામાં મારા મનમાં બસ અમિતની કહેલી વાતો જ ચાલ્યા કરતી હતી. એટલે મેં સ્મિતને ફોન કર્યો અને એને આ બધી વાત કરી, એણે મને બીજી તક આપવાની ના પાડી કે એક વાર તો તે એણે આટલી મોટી તક આપી જ હતીને તો પણ એ ના સુધર્યો. હા એની વાત સાચી જ છે ને જે માણસને એ સમયે તારી કદર નહોતી તો હવે શું કરશે એવું શ્વેતાએ કહ્યું. હા બરાબર છે, અમિત અત્યારે તારી માટે શીફાને છોડવાં તૈયાર છે, શું ખબર કે ભવિષ્યમાં કોઈ બીજા માટે તને પણ છોડી દે. મારું માને તો તારે બીજી તક ના આપવી જોઈએ. એવું મેં કહ્યું. શ્વેતા એ પણ મારી હા માં હા ભરી કે સાચી વાત છે તારે એને બીજી તક ના આપવી જોઈએ. બાકી તારે નિર્ણય લેવાનો છે.

પ્રિયાએ કહ્યું, પણ મારું મન માનતું જ નથી. હું ગમ્મે એટલે પ્રયાસ કરું ભૂલવાનો પરંતુ અમે સાથે વિતાવેલી એ ક્ષણોના એ દ્રશ્યો મારી આંખો આગળથી જવાનું નામ જ નથી લેતા. માંડ માંડ હું બધું જ ભૂલવા લાગી હતી અને બધું જ પહેલા જેવું થવા લાગ્યું હતું. કાશ દર વખતેની જેમ એ નવો નંબર પણ ના જ ઉપાડ્યો હોત. આટલું કહેતા કહેતાં એની આંખો અશ્રુઓથી ભરાઈ ગઈ. એ જોઈને મે વાત બદલી નાખી અને કહ્યું સારું ચલ જે થયું એના વિશે બહું વિચાર્યા ના કર અને તારી એક્ઝામ ચાલુ થાય છે, તો એમાં ધ્યાન આપજે. આના વિષે પછી વાત કરીશું. આટલી વાત કરી અને છૂટા પડ્યા.

પ્રિયા બીજા દિવસે પાછી કૉલેજ ગઈ. ત્યાં કૉલેજના મુખ્ય દ્વાર આગળ અમિત લગભગ એની જ રાહ જોઈને બેઠો હતો. પ્રિયાએ તેને બેઠેલો જોઈ એણે સામું જોયા વગર સીધી એના ક્લાસમાં ચાલી ગઈ. એની પાછળ પાછળ અમિત આવ્યો એ પ્રિયાની સમક્ષ વધી રહ્યો હતો. પ્રિયાએ તેને પોતાની તરફ આવતા જોઈને ચોપડી ખોલીને વાંચવા લાગી શું કરું? શું ન કરું? તે વિચારમાં પાડી ગઈ. અમિત એની પાસે પહોંચવા ગયો ત્યાં ક્લાસમાં ર આવી ગયા અને બધા પોતપોતાની જગ્યાએ જઈને બેસી ગયા. અમિતને પોતાની જગ્યાએ જતા જોઈને પ્રિયાના મનમાં હાશકારો અનુભવ્યો.

૧-૨ લેક્ચરમાં હાજરી આપીને પ્રિયા અને એની સહેલી માનસી બંને જણાં કૉલેજના કેંટીનમાં જઈને બેઠા હતા. ત્યાં અમિત આવ્યો અને એમની સામે જઈને બેસી ગયો. એ જોઈને પ્રિયા ત્યાંથી જેવી ઊભી થઈને જતી હતી ત્યાં અમિતે એનો હાથ પકડી લીધો. પ્રિયા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું જો કેંટીનમાં હું કોઈ પણ જાતની ઝગડો કરવા નથી માંગતી એટલે મારો હાથ છોડ. અમિતે કહ્યું મહેરબાની કરી ફક્ત એક મિનિટ બેસીને વાત કરી લે પછી હું તને હેરાન નહીં કરું. માનસીએ પણ અમિતની સામું જોઈને
કટાક્ષમાં કહ્યું એની વાત સાંભળી લે પછી એનાથી તને છુટકારો તો મળશે. ભલે માનસી એન ભાઈ માનતી હતી પણ એને જે રીતનું કૃત્ય કર્યું હતું તે જોઈને એણે પણ અમિત પર બહું ગુસ્સો આવતો હતો અને એણે પણ એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પ્રિયા માનસીની વાત માનીને બેસી ગઈ.

અમિતે કહ્યું, ફોન પર આપણી વાત થઈ હતી તેની પર તે કંઇક વિચાર કર્યો? પ્રિયાએ કંઈ જ જવાબ ના આપ્યો. અમિતે કહ્યું પ્રિયા કંઇક તો બોલ. પ્રિયાએ કહ્યું મારે આ બાબતે હમણાં કંઈ જ ચર્ચા નથી કરી એક્ઝામ આવે છે એના પાછી તને જેવું હશે એવું કહીશ. આટલું કહીને પ્રિયા ત્યાંથી ઉભી થઈને ચાલી ગઈ. એની પાછળ માનસી પણ ગઈ. માનસીએ પ્રિયાને પૂછ્યું એણે તને ફોન કર્યો હતો?? પ્રિયાએ કહ્યું, હાં પરમદિવસે રાત્રે હું વાંચવા બેઠી હતી અને એણે નવા નંબર પર ફોન કર્યો. પ્રિયાએ બધી વાત જે એના અને અમિત વચ્ચે થઈ હતી એ માનસીને કહી. માનસીએ કહ્યું, આ બાબતે નિર્ણય તારે લેવાનો છે. હું તને કશું કહી ના શકું. આટલી વાત કરી પ્રિયા ઘરે જવા નીકળી અને માનસી વર્ગમાં જવા. ઘરે જતી વખતે પ્રિયાને મનમાં એક શાંતિ તો વળી ગઈ હતી કે હવે એક્ઝામ સુધી અમિત એને હેરાન નહીં કરે.

વાંચવા માટે પ્રિયાએ કૉલેજ જવાનું બંધ કરી દીધું. એ કોઈક જ વાર કૉલેજ જતી અને એ પણ એને કોઈ ભણવાની બાબતે કોઈ પ્રશ્ન હોય તો જ બાકી તો એ માનસીના ઘરે જઈને વાંચતી. ત્યાં કોઈક વાર સ્મિત પણ આવતો. સ્મિત જ્યારે પણ પ્રિયાની જોડે હોય ત્યારે ખબર નહીં પરંતુ એનું આકર્ષણ એની તરફ થોડું વધી જતું. પરંતુ પ્રિયા બહું ધ્યાન નહોતી આપતી કારણ કે પ્રિયા એમની સારી મિત્રતાને બીજું કોઈ સ્વરૂપ આપવા નહોતી માંગતી. પણ આ ચંચળમન આજ સુધી કોઈ નું માન્યું છે તો માનવાનું?

એક્ઝામ શરૂ થઈ અને સ્મિતે કહ્યું હતું તેમ તે પ્રિયાને લેવા આવ્યો. એ બંને કૉલેજ પહોંચ્યા ત્યાં એકબીજાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક કહ્યું અને એક્ઝામ આપવા પોત પોતાના વર્ગમાં ગયા. પેપર પૂરું થયા બાદ પ્રિયુ અને તેના મિત્રો કૉલેજ બહાર ભેગા થયા. પેપર વિશેની વાતચીત કરી અને પછી છૂટા પડ્યાં. ત્યાં પ્રિયાએ અમિતને કહ્યું મને બસ્ટેન્ડ સુધી મૂકી જઈશ?? સ્મિતે મસ્તીમાં કહ્યું તમારે તો પૂછવાનું ના હોય મેડમ હુકમ કરવાનો હોય.... સ્મિત પ્રિયાને બસ્ટેન્ડમાં મૂકવાં ગયો. પ્રિયા ઉતરીને બસસ્ટેન્ડ બાજુ જતી હતી ત્યાં સ્મિતે પૂછ્યું, કેટલા વાગે આવશે તારી બસ?? પ્રિયાએ કહ્યું કે બસ અડધો કલાકમાં આવશે. એટલે સ્મિતે તેને કહ્યું કે, મારી જોડે ચલ હું તને ઘરે ઉતારી દઈશ. પ્રિયાએ કહ્યું ના તું ઘરે મને લેવા આવે છે એટલું જ બહું છે. સ્મિતે કહ્યું, ઝિદ ના કર ચલ. બહું કહેતાં પ્રિયા સ્મિત સાથે એના વ્હિકલ પર બેસી ગઈ. વાતો કરતાં કરતાં એનું ઘર ક્યારે આવી ગયું એણે ખબર જ ના પડી.

પ્રિયા ઉતરીને સ્મિતને કહ્યું ચલ અંદર આવીને બેસ. સ્મિતે કહ્યું, ફરી કોઈક વાર આવીશ મારે અત્યારે મોડું થાય છે એટલે હું નીકળું છું. સ્મિત એના ઘરે જવા નીકળી ગયો. પ્રિયા પણ ફ્રેશ થઈને વાંચવા બેઠી. વાંચવા તો બેઠી પણ એના મનમાં સ્મિતના વિચારો આવવા માંડ્યા. એની સાથેની પહેલી મુલાકત, પહેલી વાતચીત, હસી મજાકના પળ બીજું ઘણું બધુ. પ્રિયા.....પ્રિયા.....એમ બૂમો સંભળાતા એ વિસ્મરણમાંથી બહાર આવી. એણે જોયું તો સામે શ્વેતા ઉભી હતી.

પ્રિયા : અરે શ્વેતુડી... તું.... આખરે મોટા માણસને સમય મળ્યો ખરા એમ,

શ્વેતા : હા હા સમય મળે નહી કાઢવો પડે.... અને હું સમય કાઢીને ખાલી તને મળવા આવી આભાર માં મારો.....

પ્રિયા : ઓ હો.... એમ...

શ્વેતા : એ બધું છોડ કોના વિચારોમાં ખોવાયેલી હતી?? પ્રિયાએ હસતાં હસતાં કહ્યું કોઈના નહીં.
શ્વેતાએ કહ્યું ખોટું ના બોલ.... અને કે હવે કોણ હતું એ.... બિચારો..... અને હસવા લાગી.

પ્રિયા : શ્વેતા મને ચિડાવ નઈને... કહું.... ખબર નહીં પણ કેમ આજે મને સ્મિતના જ વિચારો આવે છે અને અમારી જૂની યાદોનું વિસ્મરણ જ થયા કરે છે. વાંચવામાં મન જ નથી લાગતું.

શ્વેતા : શું વાત કરે છે..... હસતાં હસતાં કહ્યું, કહીં મેડમ કો ફિર સે ઇશ્ક વિશ્ક તો નહીં હુઆ ના....
પ્રિયા શરમાય ગઈ...

પ્રિયા : એ મને ગમે છે પણ હું એને ગમુ છું??? મને આ વાતની જ બીક છે.

શ્વેતા : હમણાં આ બધી વાત પર ના વિચાર. તારી એક્ઝામ પર ધ્યાન આપ. તને પછી મળું.
આટલું કહી તે જતી રહી.

પ્રિયા પાછી વાંચવા બેસી ગઈ. બીજે દિવસે સવારે પાછો સ્મિત લેવા આવ્યો અને સાંજે પેપર પત્યાં બાદ ઉતારી ગયો. આ બધું આમ જ ચાલતું હતું. છેલ્લું પેપર પૂરું થયું. સ્મિત પ્રિયાને મૂકવાં તેના ઘર તરફ ચાલ્યો. રસ્તામાં સ્મિતે કહ્યું ચલ આઈસ્ક્રીમ ખાતા જઈએ. પ્રિયાએ કહ્યું સારું ચલ. આઈસ્ક્રીમ ખાતા ખાતા સ્મિતે કહ્યું, કાલથી પાછું બસમાં નઈ.

પ્રિયા : હા યાર, પાછું ભીડમાં જવાનું પાછું ભીડમાં આવાનું.
સ્મિત પ્રિયાની સામું સામું જોઈ રહ્યો હતો. પ્રિયાએ પૂછ્યું શું જોયા કરે છે?? કંઈ ચોંટ્યું છે મોઢા પર??

સ્મિત : કંઈ નથી જોતો અને કંઈ ચોંટ્યું નથી. હું એમ કહેતો હતો કે એક્ઝામ બહું જલ્દી પતી ગઈ હોય તેવું નથી લાગતું.

પ્રિયા : ક્યાંથી જલ્દી, ઉલ્ટાનું સારું થયું કે વહેલા પતી બહું રજાઓ ના આપી, ટેન્શન તો ગયું ને.

સ્મિત : હવે તો વ્હિક્લમાં પણ એકલા આવવાનું,

પ્રિયા : કેમ આજે આવી વાતો કરે છે??..
સ્મિતે વાત બદલતા કહ્યું,

સ્મિત : કંઈ નહીં એમ જ , કેવું ગયું આજનું પેપર? આમ તેમ ઇધર ઉધર ની વાતો કરતાં બંને ઘર તરફ પાછા વળ્યાં.

હું પ્રિયાને એના ઘરે મળવા ગયો. પરંતુ એ ત્યાં નહોતી. એટલે ઘરે આવીને એને ફોન કર્યો. એણે ફોન ના ઉઠાવ્યો. એટલે મેં શ્વેતાને ફોન કર્યો.

શ્વેતા : બોલો, ખાસા સમય પછી ક્યાં ખોવાય ગયો તો?

હું : ક્યાંય નહીં થોડો કામમાં હતો. પ્રિયા તારી જોડે છે??

શ્વેતા : ના.... કેમ? કઈ કામ હતું?

હું : ના કંઈ ખાસ નહીં, આતો ખાસા સમયથી આપણે મળ્યાં નથી તો વિચાર્યું કે મળીયે આજે એટલે.

શ્વેતા : સારું ફોન કરજે.
પછી સામાન્ય વાતો ચાલી, અને શ્વેતાએ મને પ્રિયાની વાત કહી. પ્રિયાના મનમાં સ્મિત પ્રત્યે અલગ જ ભાવ આવે છે..

હું : શું થયું હતું વિસ્તારથી કે,

શ્વેતા : હું એના ઘરે ગઈ હતી ત્યારે મને કહેતી હતી, ત્યારે એ મને બધી વાત કરતી હતી. મને કહે કે, ખબર નહીં હમણાના મને સ્મિતના વિચારો બહું આવે છે.

હું : બરાબર. તારી વાત પ્રમાણે, હવે આ મિત્રતા નવો વળાંક લે એવી શક્યતાઓ દેખાય છે અને આપણે પ્રિયાને જાણીએ છે ત્યાં સુધી આ જલ્દી જ બનશે. શું કહેવું તારું?

શ્વેતા : એકદમ સાચી વાત, ચલ પછી મળુ તને.
આટલું કહી ફોન પર અમારી વાત પતી.

" શું પ્રિયા અમિતને છેલ્લો મોકો આપશે?
અમિત પાછો સુધરશે?
શું પ્રિયા અને સ્મિતની મિત્રતાને નવું સ્વરૂપ મળશે? "

આ બધું જ આ વાર્તાના છેલ્લા અને અંતિમ ભાગમાં .
જે જલ્દી જ પ્રકાશિત થશે.

મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. તો, આવજો મિત્રો ફરી મળીશું એક નવા ભાગ સાથે.

STAY CONNECTED. THANK YOU.

- નિસર્ગ ઠાકર "નિમિત્ત"